SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ યત્કિંચિત ઘણી વખત આપણને સહજ રીતે લખવાનું મન થઈ જાય છે કારણકે આપણી લાગણીઓને આપણી ભાષામાં વ્યક્ત કરીને અન્ય વ્યક્તિઓ સમક્ષ રજૂઆત કરવાની તીવ્ર ભાવના જન્મે છે. આ પુસ્તિકાનો જન્મ આ રીતે થયેલ છે. અમારી તથા બીજા અન્ય લેખકોની અહિંસા, દયા અને જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે સન્માનની ભાવના આ પુસ્તકમાં નીતરે છે. અહિંસા એ ભારતીય ધર્મોનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત છે. ભારતીય પ્રજા ખૂબ જ દયાળુ પ્રજા છે અને પરંપરાગત રીતે તેઓ પ્રાણીઓ પ્રત્યે ઊંડી સહાનુભૂતિ ધરાવે છે. ઘણા ભારતીયજનો માંસ, મચ્છી, ઈંડાં, અને દારુનું સેવન કરતા નથી. તેઓ શાકાહારી થવા ઉપરાંત બધાં જ પ્રાણીઓનું વધુ હિત ઈચ્છે છે. ભારતીય ધર્મ હંમેશાં પ્રાણીઓ પ્રત્યે આદરભાવ ધરાવે છે અને તેઓના શાસ્ત્રોમાં તેઓ પ્રત્યે અપાર કરુણા દર્શાવવામાં આવી છે. પ્રાણીઓ અંગેની તેમની વિચારધારા શાકાહારીપણ કરતાંય વિશેષ છે. ભારતીય પરંપરામાં પ્રાણીઓ અંગેનાં ચિહ્નો/પ્રતીકો તથા કથાઓ વ્યાપક પ્રમાણમાં છે. સૌકાઓથી ભારતીય પ્રજાજનોએ એ પ્રાણીઓનું રક્ષણ કર્યું છે અને તેઓની કાળજી લીધી છે. તેઓએ પશુઓ અને પક્ષીઓ માટેનાં આશ્રય સ્થાનો (પાંજરાપોળો) અને દવાખાનાં ભારતમાં ગામે ગામ ઊભાં કર્યા છે. આમ છતાં, વર્તમાન ઔદ્યોગિક વિકાસન ફાયદાઓએ હિંસા માટેનું એક નવું પર્યાવરણ ઊભું કર્યું છે, જે સામાન્ય લોકોની નજરમાં આવતું નથી. પ્રાણીઓ પ્રત્યેની નિર્દયતાએ ડેરી ઉદ્યોગ અને કતલખાનાની ચાર દિવાલોની અંદર રહીને જબરદસ્ત માથું ઊંચક્યું છે. પશુ-પક્ષીઓનો તેના માલિકો રોજિંદા વેપારના પદાર્થ તરીકે ઉપયોગ કરે છે. કૃત્રિમ ગર્ભાધાન અને ફલીનીકરણ તથા અન્ય સાધનોનો ઉપયોગ કરીને તેઓ બહુ મોટા જથ્થામાં પશુ-પક્ષીઓનું ઉત્પાદન કરે છે – કરાવે છે. તેઓ પશુ-પક્ષીઓના અસ્તિત્વ પ્રત્યે જરા પણ દયા કે સન્માન દાખવ્યા વિના તે પશુ-પક્ષીઓની શરૂઆતની જિંદગીમાં જ સ્વાર્થ માટે તેમનો
SR No.000223
Book Title$JES 921G Karunano Srot Acharma Ahimsa Reference Book
Original Sutra AuthorN/A
AuthorPramoda Chitrabhanu, Pravin K Shah
PublisherJAINA Education Committee
Publication Year2006
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Jaina_Education, 0_Jaina_education, & JAINA Books
File Size732 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy