________________
2. પ્રાણિજ ચરબી (પીળું ગ્રીસ)
3. હાડકાંનો પાઉડર
આ આહાર ફક્ત પશુઓને ખવડાવવામાં આવતો હોવાથી મોટે ભાગે સરકારી કર્મચારીઓ તેનું નિયમન કરતા નથી પરંતુ તેનાં ઘટક દ્રવ્યોને લગતું લેબલ બરાબર છે કે નહિ તેની તપાસ કરે છે. આ પશુ આહારમાં જંતુનાશક પેસ્ટીસાઈડ્ઝ અને અન્ય ઝેરી પદાર્થો અંગેની પૂરતી ચકાસણી થતી નથી અથવા તો બિલકુલ થતી નથી.
રૂપાંતર કરેલા પદાર્થો અને તેનો ઉપયોગ :
રૂપાંતરકારી કારખાનાઓમાંથી, સમગ્ર અમેરિકામાં ડેરી ઉદ્યોગ, પૉલ્ટ્રી ફાર્મ, પશુ આહાર ઉત્પાદકો, ડુક્કર કેન્દ્રો, મત્સ્ય ઉછેર કેન્દ્રો અને પાળેલાં પશુઓના આહાર બનાવનારાને ત્યાં આ રૂપાંતર કરેલા પદાર્થો
વેચવામાં આવે છે.
આ રૂપાંતરકારી કારખાનાંઓ જુદા જુદા પ્રકારનાં હોય છે. કેટલાંક કારખાનાં પશુ આહાર માટે રીસાઈકલ્ડ માંસ પેદા કરે છે તો કેટલાક માંસની પેટા પેદાશો ઉત્પન્ન કરે છે. તો કેટલાંક પૉલ્ટ્રી આહારની પેટા પેદાશો બનાવે છે. એ સિવાય કેટલાંક મત્સ્યાહાર, મત્સ્ય તેલ, પીળું ગ્રીસ, પશુ ચરબી, ગાયની ચરબી, મરઘીની ચરબી બનાવે છે. ઈ.સ. 1991નો USDA નો રિપોર્ટ બતાવે છે કે ઈ.સ. 1983માં રૂપાંતરકારી કારખાનાંઓએ લગભગ 79 કરોડ રતલ રૂપાંતર માંસ, હાડકાંનો પાઉડર, લોહીનો પાઉડર, અને પીંછાંનો આહાર ઉત્પન્ન કર્યો હતો. તેમાંથી –
12 % ડેરીની ગાય-ભેંસ અને પશુ ચરબી આહાર તરીકે
34 % પાળેલા પ્રાણીઓના આહાર તરીકે
34 % પૉલ્ટ્રી આહાર તરીકે
20 % ડુક્કરના આહાર તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.