________________
વિજ્ઞાનીઓ માને છે કે રોગવાળા ઘેટાંનાં મગજના માંસને, બ્રિટનની ગાય- ભેંસને ખવરાવવાથી તેના રોગના કારણે બ્રિટનની ગાય-ભેંસ ગાંડી થયેલ છે અને તેનું માંસ દૂધ વગેરે લેનારા બ્રિટનના અંગ્રેજોનાં મોત નીપજ્યા હતાં.
અમેરિકન ખેડૂતો અને પશુપાલકો જનતાને એ વાતની ખાતરી આપે છે કે રોગવાળા ઘેટાંનું માંસ તેઓની ગાયો ખાતી નથી. તો અમેરિકાની ગાયો, ઢોર, ડુક્કર અને મરઘાંને શું ખવડાવીને હૃષ્ટપુષ્ટ બનાવવામાં આવે છે, તેનું અમેરિકન પ્રજાને આશ્ચર્ય થાય છે. અનાજ, સોયાબીન કે અન્ય ધાન્ય ઉપરાંત અમેરિકાની ગાયોના રોજિંદા ખોરકમાં મોટા ભાગે સુકાયેલું લોહી, ભૂકો કરેલાં પીંછાં, કચરેલા હાડકાં, તળેલી ચરબી અને માંસની વાનગીઓ હોય છે.
અમેરિકાની ગાયો, ડુક્કર અને મરઘાં સ્વજાતિભક્ષણ એટલે તેઓ તેમની જાતિઓનું માંસ ખાઈ રહ્યા છે.
ટોપેકામાં કેન્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરના વૈકલ્પિક ઉપયોગોના કાર્યક્રમના કો-ઓર્ડિનેટર ડૉ. રેમન્ડ એલ. બર્ન્સ કહે છે :
“મરઘીઓની ચીસ, બરાડા અને હાકલ સિવાયની દરેક વસ્તુનો આપણએ ઉપયોગ કરીએ છીએ.”
“આપણે એ જ છીએ, જે આપણે ખાઈએ છીએ.” એ વિધાનને નવો જ અર્થ આપનાર ઉદ્યોગ છે. કતલખાનામાં તૈયાર થયેલાં માંસને મનુષ્યના ઉપયોગમાં લેવાયા બાદ બાકીની વસ્તુઓ (કતલખાનાનો કચરો અથવા એંઠવાડ), લોહી, ફેટ, શીંગડાં, પગની ખરીઓ, નખ, ખોપરી, આંતરડાં, નહિ પચેલી હોજરીમાં રહેલી વસ્તુઓનો શો ઉપયોગ
?
ઉત્તર : કલ્પનામાં પણ ન આવે તેવો ઉપયોગ થાય છે. ચિત્રશલાકા (પીંછી), ફલોર મીણ, થીજી ન જાય તેવી દિવાસળીઓ, સેલોફેન, લિનોલિયમ, સિમેન્ટ, છબી પાડવા માટે વપરાંતાં કાગળ અને છોડનાશક દવાઓ, જિંદગી બચાવનાર દવાઓ, જિંદગી શોભાવનાર