________________ 14. આપણો આહાર અને પર્યાવરણ કોઈ આપણને પૂછે “તમે શું ખાવ છો ?" એવું આપણે વિચારી પણ ના શકીએ કારણ કે તે આપણી અગંત બાબત છે. તો પણ તમારો આહાર પર્યાવરણને કઈ રીતે અસર કરે છે તે તમારે જાણવું જોઈએ. તમે માનો કે ન માનો પણ ગાય-ભેંસ ગ્રીનહાઉસ ઈફેક્ટ ઉત્પન્ન કરવામાં મહત્ત્વનું પ્રદાન કરે છે. એક અંદાજ પ્રમાણે વિશ્વની 13 કરોડ ગાય-ભેંસ વાર્ષિક લગભગ 10 કરોડ ટન મિથેન વાયુ ઉત્પન્ન કરે છે જે ગ્રીનહાઉસ ઈફેક્ટ માટે સૌથી વધુ શક્તિશાળી છે અને જેનો પ્રત્યેક કણ કાર્બન ડાયોક્સાઈડના કણ કરતાં 25 ગણી વધુ ગરમીનો સંગ્રહ કરે છે. અમેરિકામાં પશુઓ, ગાય-ભેંસ, વાછરડાં, ડુક્કર વગેરે ઢોરોનાં પશુપાલનમાં આખાય અમેરિકાના સંપૂર્ણ વપરાશના અડધા કરતાંય વધુ પાણીનો ઉપયોગ થાય છે. ઉત્તર અમેરિકામાં એક તૃતીયાંશ કરતાંય વધુ જમીન ફક્ત ઘાસ પેદા કરવામાં ગોચર તરીકે વપરાય છે. અમેરિકાની અનાજ પેદા કરતી જમીનમાં અડધા કરતાંય વધુ જમીન ફક્ત પશુઓ માટે જ અનાજ ઉગાડવા વપરાય છે, જે પશુઓનો માંસ તથા ડેરી પેદાશોમાં ઉપયોગ કરવામાં આવે છે. 22 કરોડ એકર જમીન ઉપરનાં જંગલોનો ફક્ત પશુપાલન માટે નાશ કરવામાં આવ્યો છે. બ્રાઝિલમાં ઓસ્ટ્રિયા દેશ જેટલી અર્થાત્ 250 લાખ એકર જમીન અને મધ્ય અમેરિકામાં અડધાં કરતાંય વધુ જમીન ઉપરના જંગલો ફક્ત માંસ ઉત્પાદન માટે સફાચટ કરવામાં આવ્યાં છે.