Book Title: Yapaniya Sampraday vishe Adharbhut Granth Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf Catalog link: https://jainqq.org/explore/249505/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ યાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ જૈનોના વિશાળ સામાન્ય જનસમૂહે, અરે કેટલાયે મુનિ ભગવંતોએ પણ યાપનીયશબ્દ નહીં સાંભળ્યો હોય, તો તેઓને જૈનોના યાપનીય સંપ્રદાય વિશે જાણકારી ક્યાંથી હોય ? જૈનોમાં ભૂતકાળમાં યાપનીય નામનો એક મોટો સંપ્રદાય થઈ ગયો અને એ સંપ્રદાયે જૈનોના ધાર્મિક તથા સાંસ્કૃતિક વિકાસમાં બહુ મોટું કાર્ય કર્યું હતું એ જાણવું જેનો માટે અત્યંત આવશ્યક છે, કારણ કે સ્થૂલ તથા સૂક્ષ્મ અહિંસાને વરેલા જૈનોના બે મુખ્ય સંપ્રદાયો. દિગંબર અને શ્વેતામ્બર વચ્ચે હજારેક વર્ષથી વિસંવાદ ચાલ્યો આવે છે. આ બે સંપ્રદાયો વચ્ચે સુસંવાદી સમન્વય કાર્ય કરવા માટે “યાપનીય' સંપ્રદાયનો ઉદ્દભવ થયો અને એ સંપ્રદાયે સૈકાઓ સુધી ખુદ જૈનોમાં જ ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવનાને દૃઢ કરવાનું સંગીન કાર્ય કર્યું હતું. પાપનીય સંપ્રદાય વિશે કોઈક જિજ્ઞાસુને ક્યારેક જાણવાનું મન થાય, પરંતુ એ માટે કશી આધારભૂત માહિતી સુલભ નહોતી. ડૉ. સાગરમલજી જૈને એ વિષયમાં અનેક ગ્રંથોનું અધ્યયન કરીને, તટસ્થતાપૂર્વક સૂક્ષ્મ અવલોકન કરીને આ દળદાર સંશોધનગ્રંથ તૈયાર કર્યો છે, જે જિજ્ઞાસુની ઇચ્છાને હવે સારી રીતે સંતોષી શકે એમ છે. ડૉ. સાગરમલજીએ તો યાપનીય સંપ્રદાય વિશે એક નાની પુસ્તિકા લખવાનું વિચાર્યું હતું, પરંતુ કેવા સંજોગોમાં, ચાર વર્ષના પરિશ્રમપૂર્વક આ ગ્રંથ લખાયો છે એનો રસિક વૃત્તાન્ત એમણે ગ્રંથમાં લેખકીય નિવેદનમાં આપ્યો છે. ડૉ. સાગરમલજીને શ્વેતામ્બર પરંપરાના આગમગ્રંથોનો અભ્યાસ તો બરાબર હતો જ, પરંતુ યાપનીય સંપ્રદાય વિશે લખવું હોય તો બંને પરંપરાના આધારગ્રંથોનો વ્યવસ્થિત અભ્યાસ હોવો જોઈએ. એટલે એમણે દિગંબર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ જિનતત્ત્વ સંપ્રદાયના ગ્રંથોનો પણ આ દૃષ્ટિકોણથી ફરીથી બરાબર અભ્યાસ કરી લીધો કે જેથી પોતાને પોતાના આ લેખનકાર્ય માટે યોગ્ય સજ્જતા અને અધિકાર પ્રાપ્ત થાય. આવા સંવેદનશીલ વિષય પર લખવા માટે લેખકે પોતાનાં સાંપ્રદાયિક પૂર્વગ્રહ કે અભિનિવેશને છોડવાં પડે, તો જ ઐતિહાસિક તથ્યોને યોગ્ય ન્યાય આપી શકાય. લેખકે એ વાત દૃષ્ટિ સમક્ષ રાખીને, તટસ્થતાપૂર્વક આ ગ્રંથનું લેખનકાર્ય કર્યું છે જે માટે તેઓ અભિનંદનના અધિકારી છે. લેખકે આ ગ્રંથ ચાર મુખ્ય અધ્યાયમાં લખ્યો છે. પ્રથમ અધ્યાયમાં યાપનીય શબ્દ કેવી રીતે આવ્યો અને એના અર્થની તથા સંઘની ઉત્પત્તિની ચર્ચા કરવામાં આવી છે. બીજા અધ્યાયમાં યાપનીય સંઘના ગણ તથા અન્વયની વિચારણા કરવામાં આવી છે. ત્રીજા અધ્યાયમાં યાપનીય સાહિત્યનો સવિસ્તર પરિચય કરાવવામાં આવ્યો છે. ચોથા અધ્યાયમાં યાપનીય સંઘની વિશિષ્ટ માન્યતાઓનો યથાર્થ ખ્યાલ આપવામાં આવ્યો છે. યાપનીય સંઘ ઈસ્વી સનની બીજી શતાબ્દીથી પંદરમી શતાબ્દી સુધી, એમ સળંગ ૧૪૦૦ વર્ષ સુધી વિદ્યમાન રહ્યો હતો. આટલા સુદીર્ઘ કાળ સુધી એનું અસ્તિત્વ ટકી શક્યું એનું કારણ એની સમન્વયભરી ઉદાર દૃષ્ટિ હતી. આ સંઘે શ્વેતામ્બર અને દિગંબર સંપ્રદાય વચ્ચે યોજક કડીનું કાર્ય કર્યું હતું. શ્વેતામ્બર અને દિગંબર સંપ્રદાય વચ્ચે - ( 4 ) क्या ग्रन्थकार श्वेताम्बर आगमों में उपलब्ध महावीर के गर्भापहार, विवाह आदि तथ्यों का उल्लेख करता है ? (५) क्या ग्रन्थकारने अपने गण अन्वयादि का उल्लेख किया है और वे गण क्या यापनीयों आदि से सम्बन्धित है या ( 9 ) क्या उस ग्रन्थ का सम्बन्ध उन आचार्यों से है, जो श्वेताम्बर और यापनीय के पूर्वज रहे हैं ? ( ८ ) क्या ग्रन्थ में ऐसा कोई विशिष्ट उल्लेख है, जिसके आधार पर उसे यापनीय परंपरा से सम्बन्धित माना जा सके ? (e) क्या उस ग्रन्थ में क्षुल्लक को गृहस्थ न मान कर अपवाद लिंगधारी मुनि कहा गया है ? (१०) क्या उस ग्रन्थ में रुग्ण या वृद्ध मुनि को पात्रादि में आहार लाकर देने का उल्लेख है ? આ નિયમો જોતાં જણાશે કે લેખકે કેટલી બધી શાસ્ત્રીય, વ્યવસ્થિત, Page #3 -------------------------------------------------------------------------- ________________ થાપનીય સંપ્રદાય વિશે આધારભૂત ગ્રંથ ૩પ૭ તર્કપૂત વિચારણા કરી છે. અચેલકત્વ વિશે પણ એમણે ઐતિહાસિક અને ભૌગોલિક સંદર્ભમાં, ગ્રંથો, અભિલેખો, પ્રતિમાઓ વગેરેનો આધાર આપીને તલસ્પર્શી મીમાંસા કરી છે. આમ ડૉ. સાગરમલજીએ યાપનીય સંઘ વિશે એક વિશાળકાય અધિક્ત ગ્રંથ આપ્યો છે. એ માટે એમણે જૈન અને બૌદ્ધ પરંપરાના કેટલા બધા ગ્રંથોનો અભ્યાસ કર્યો છે ! એમણે પોતાના વિષયને તો યથાર્થ ન્યાય આપ્યો જ છે, પણ વાચકને તો એમાંથી બીજી અનેક બાબતો વિશે પણ સારી જાણકારી મળી રહે છે. આ બધામાં સૌથી મહત્ત્વની વાત તો એ છે કે તેઓ ક્યાંય પણ સાંપ્રદાયિક અભિનિવેશમાં સરી પડતા નથી. એમની સમુદાર મધ્યસ્થ દૃષ્ટિ એમને અને એમના આ ગ્રંથને ગૌરવ અપાવે એવી છે. એ બદલ તેઓ આપણા અભિનંદનના અધિકારી છે.