Book Title: Vivaha Pragnapati Panch Mang Stotram
Author(s): Pradyumnasuri
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249346/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિબુધપ્રભાચાર્ય રચિત વિવાદાસપøમતોત્રમ્ આચાર્ય વિજયપ્રદ્યુમ્નસૂરિ આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર-સાહિત્ય પણ ખૂબ ખેડાયેલો સાહિત્ય પ્રકાર છે. આરાધ્ય કિંવા ઇષ્ટ દેવના, અન્ય દેવોના, દેવીઓના, આમ ભિન્ન ભિન્ન ઇષ્ટ-તત્ત્વને કેન્દ્રમાં રાખીને રચાયેલા વિવિધ વૃત્તછંદમાં નિબદ્ધ સ્તોત્રો મળે છે. અહીં જે સ્તોત્ર પ્રસ્તુત કર્યું છે તે થોડા જુદા પ્રકારનું છે. નિશ્ચિત થયેલી આગમોની જે ૪૫ની સંખ્યા છે તે પૈકીના ૧૧ અંગસૂત્રમાં ગણાતા પાંચમાં શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર(ભગવતી સૂત્ર)નો ગુણાનુવાદ કરતું આ સ્તોત્ર છે. સ્તોત્ર શિખરિણી છંદમાં અને દશ પદ્યમાં નિબદ્ધ થયેલું છે. આ વિભાગમાં આ પૂર્વે ખરતરગચ્છીય જિનપ્રભસૂરિ રચિત “સિદ્ધાન્તસ્તવ’ મળ્યું છે. તેમાં તેઓએ લગભગ બધા જ આગમોની સ્તુતિ કરી છે; પરંતુ એનાથી આ સ્તોત્ર જુદું પડે છે. અહીં વિશેષતા એ છે કે આમાં અનુભૂતિનો સ્પર્શ છે. આઠમા અને નવમા પદ્યમાં એક ખાસ ઘટનાનો ઉલ્લેખ છે. તદનુસાર આચાર્યશ્રી ઉદયપ્રભસૂરિના શિષ્ય(આ સ્તોત્રના રચયિતા આચાર્યશ્રી વિબુધપ્રભસૂરિ)ને ભગવતીસૂત્રના છ મહિનાના અગાઢજોગમાં તાવ આવેલો. આથી શ્રી ભગવતીસૂત્રને જ વૈદ્ય ગણીને તેઓએ તેની સ્તુતિ કરી. સ્તુતિ કરતાં કરતાં ૨૦મા દિવસે સવારે જ્યાં જાગે છે ત્યારે તાવ ચાલ્યો જાય છે. આવી મહત્ત્વની અનુભૂત ઘટનાને વાચા આપતા સ્તોત્રનું સ્થાન આમ આગવું છે. રચના પ્રાસાદિક છે. પદ્યોમાં ક્યાંય શૈથિલ્ય નથી. છેવટ સુધી રસ જળવાઈ રહે છે. તેઓએ સ્તોત્રોતે એનો જે પાઠ કરે તેને ફળ પ્રાપ્ત થાય છે તેમ કહી ફલશ્રુતિનું વર્ણન કર્યું છે. આચાર્ય વિબુધપ્રભસૂરિ કયા ગચ્છમાં થઈ ગયેલા? પ્રસ્તુત નામધારી આચાર્ય નાગેન્દ્રગચ્છમાં તથા રાજગચ્છમાં થયા છે. નાગેન્દ્રગચ્છની અભિલેખીય ગુર્નાવલીઓમાં અન્યથા વિબુધપ્રભ નામ ૧૪મી સદીમાં પ્રાપ્ત થાય છે. જો કર્તા નાગેન્દ્રગચ્છના હોય તો તેઓ ચાદૂવાદમંજરીકાર મલ્લિષેણસૂરિ(ઈ. સ. ૧૨૯૨)ના ગુરુભાઈ હોઈ શકે'. જે હ૦ લિ. પ્રતમાંથી આ સ્તોત્ર મળ્યું છે તે પ્રત ૧૬મા સૈકાની લાગે છે. (લિપિના મરોડ અને કાગળની સ્થિતિ પરથી આવું અનુમાન થઈ શકે છે.) રસિક વિદ્વજનો આ સરસ રચનાના રસાસ્વાદને માણે તે હેતુથી આ કૃતિ અહીં પ્રસ્તુત કરી છે. ટિપ્પણ:૧. નાગેન્દ્રગ૭ના, વસ્તુપાલ મંત્રીના ગુરુ સુપ્રસિદ્ધ વિજયસેનસૂરિના શિષ્ય ‘ઉદયપ્રભસૂરિ'થી એ જ ગચ્છના આ ઉદયપ્રભસૂરિ ભિન્ન શાખામાં થયેલા : યથા : (ગલ્લક ગુરુ) વર્ધમાનસૂરિ (વાસુપૂજ્યચરિત ઈસ્વી ૧૨૪૩ : અજાહરા પબાસણલેખ ઈ. સ. ૧૨૪૯) ઉદયપ્રભસૂરિ (ગિરનાર અભિલેખ, ઈસ્વી ૧૨૭૮) મલ્લિકાસૂરિ (ઈસ્વી ૧૨૯૨) વિબુધપ્રભસૂરિ (જુઓ મધુસૂદન ઢાંકી, ‘‘સ્યાદ્વાદમંજરીકÁ મલ્લિષેણસૂરિના ગુરુ ઉદયપ્રભસૂરિ કોણ ?” સામીપ્ય, ૫/૧-૨, એપ્રિલ ૧૯૮૮, પૃ. ૨૦-૨૬). Page #2 -------------------------------------------------------------------------- ________________ Vol. III - 1997-2002 १६ श्रीविषुधप्रामायार्य रथित.... ॥ श्रीविवाहप्रज्ञप्तिपञ्चमाङ्गस्तोत्रम् ॥ (शिखरिणीवृत्तम्) चतुर्विंशश्रीमज्जिन विततवंश ध्वजलते ! सुधर्मस्याम्युद्यद्-वदनविधुचन्द्रातपतते !! नव-स्फुर्जत्-तत्त्वप्रकटनकलादीपकलिके ! विवाहप्रज्ञसे ! जय जय जय त्वं भगवति ! ॥१॥ जितात्मा षण्मासावधिसमयसंसाधनपरः, सहायैः सम्पन्नो गतविकृतिकाचाम्लतपसा । उपास्ते भक्त्या श्रीभगवति गतक्लान्तिरनिशं; महामन्त्रं यस्त्वां स भवति महासिद्धि भवनम् ॥२॥ शिव श्रीवश्यत्वं विकटविपदुच्चाटनघयं, समाकृष्टि सिद्धेविषयमनसो द्वेषणविधिम् । विमोहं मोहस्य प्रभवदशुभस्तम्भविभवं; ददत्या मन्त्रत्वं किमिव भगवत्या न भवति ? ॥३॥ महाघ रत्नाढ्यं प्रसृमरसुवर्णं निधिमिव, क्षमा-संवीतं त्वां सुभग ! भगवत्यङ्ग ! कृतिनः ! तपस्यन्तो ज्ञानाञ्जननिचितसद्दर्शनतया; लभन्ते ये ते स्युर्नहि जगति दौर्गत्यभवनम् ॥४॥ गभीरः सद्रनो दिशि विदिशि विस्मेरमहिमा, क्षमाभूद्भिः सेव्यो जयति भगवत्यङ्गजलधिः । कवीन्द्राः पर्जन्या इव- यमुपजीव्य प्रकरणाऽमृतैर्वृष्टिं चक्रुः कटरि बहुधान्योपकृतये ॥५॥ अलीकार्तिच्छेदो विशदतरता दर्शनविधौ, विभेदोऽन्तर्ग्रन्थेनिहृदयशुद्धिविमलता । सतापोद्यत् कामज्वरभरहतिः सद्गतिकृतिः त्रिदोषी-मोषोऽपि व्यरचि भगवत्यङ्गभिषजा ॥६॥ सदौषध्याटोपं न घटयसि नो लङ्घनविधि, क्वचिज्जन्तोः प्रख्यापयसि न कषायान् वितरसे । तथाऽप्याधत्से त्वं विषमतमकर्मामयहति; नवीनस्त्वं वैद्यो जयसि भगवत्यङ्ग ! जगति ॥७॥ तदेवं विश्वेषामपहरसि निष्कारणकतो पकार-स्फारान्तर्गतनत विकारव्रजमपि ! विवाहप्रज्ञप्ते ! तदपि मयि बाह्यज्वरभरव्यथाक्रान्ते सम्प्रत्यहह करुणां किं न कुरुषे ? ॥८॥ Page #3 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય વિજયપ્રધુમ્નસૂરિ Nirgrantha वदत्येवं यावद् रजनिविरमे विंशदिवसे, विनेयस्तापार्तेरयमुदयप्रभसूरिगुरोः / स आत्मानं तावत् प्रमुद सुभग: श्रीभगवती%3B प्रभावादद्राक्षीत् पटुतरमपेतज्वरतया // 9 / / (युग्मम्) विवाहप्रज्ञप्ते ! स्तवनमवनौ योऽत्र विबुधप्रभाचार्यप्रोक्तं पठति शठता-भाव-रहितः / स वीतप्रत्यूहं भजति परपारं प्रवचनाऽधिदेव्याः सांनिध्यादनणुगणियोगाख्यतपसः // 10 // इति श्रीविवाहप्रज्ञप्तिपञ्चमाङ्गस्तोत्रम् //