Book Title: Vajrakumara
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201030/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ થકુમાર 30. વજ્રકુમાર તુંબીવન શહેરમાં ધનગિરિ નામનો પૈસાદાર બ્રાહ્મણ રહેતો હતો. તેને સુનંદા નામે સુંદર પત્ની હતી. તેઓ ખૂબ જ આનંદથી જીવતા હતા. સુનંદા જ્યારે ગર્ભવતી હતી ત્યારે એણે એક સુંદર સ્વપ્ન જોયું હતું. તેના વિદ્વાન પતિને તેણે સ્વપ્નાની વાત કરી. તેના પતિએ કહ્યું કે તું સુંદર અને તેજસ્વી બાળકને જન્મ આપશે. એક દિવસ સિંહગિરિ નામના જૈન આચાર્ય તે શહેરમાં આવ્યા. ધનગિગિર અને તેની પત્ની સુનંદા તેમનું વ્યાખ્યાન સાંભળવા નિયમિતપણે જતા. આચાર્યનો ઉપદેશ સાંભળીને ધનગિરિનો આત્મા જાગ્રત થઈ ગયો અને તેને સંપત્તિ, કુટુંબ તથા જગતના તમામ સુખોમાંથી રસ ઊઠી ગયો. તેો સંસાર છોડીને સાધુ થવાનું નક્કી કર્યું. તેણે પોતાની પત્નીને પોતાનો નિર્ણય જણાવ્યો, તેને ખૂબ જ આઘાત લાગ્યો. તેણે પોતાના પતિને સાથે જ રહીને જિંદગી વિતાવીએ તેમ સમજાવવા પ્રયત્ન કર્યો. આપણને જ્યારે બાળક આવવાનું છે તો આપણે બંને સાથે જ બાળકનો ઉછેર કરીએ. પણ ધનગિરિ કોઈ હિસાબે પોતાના નિર્ણયમાં બાંધછોડ કરવા તૈયાર ન હતા. તેણે પોતાના કુટુંબને આર્થિક મુશ્કેલી ના પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરી. સુનંદા ધર્મિષ્ઠ વેપારી ધનપાલની દીકરી હતી તેથી તેને ધર્મમાં ઊંડી સમજ હતી, તેથી તેને ધનગિરિનો નિર્ણય સ્વીકારી લીધો. પોતે એક સદ્ગુણી માણસની પત્ની હતી તેમ માની પોતાની જાતને આશ્વાસન આપ્યું. થોડા સમય બાદ સુનંદાએ સુંદર પુત્રને જન્મ આપ્યો. તે ખૂબ જ હસમુખો હોવાથી સહુને વહાલો હતો. જોતાવેંત જ સહુને ગમી જતો. સુનંદાએ તેનો જન્મ પ્રસંગ આનંદથી ઊજવ્યો. દીકરાને ઉછેરવાનું સુખ તેને મળ્યું પણ લાંબો સમય ના ટક્યું. એક વાર પાડોશમાંથી મળવા આવેલી સ્ત્રીઓ તેના પતિ વિશે વાતો કરવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, “જો ધનગિરિએ દીક્ષા ન લીધી હોત તો પુત્રજન્મની ઊજવણી ધામધૂમથી કરી હોત.' ભાળક નાનો હતો પણ 'દીક્ષા' શબ્દ સાંભળતાં વિચારમાં પડી ગયો. એને એમ લાગ્યું કે ‘દીક્ષા’ રાબ્દ પહેલાં ક્યાંક સાંભળ્યો છે. વિચાર કરતાં કરતાં એકાએક તેને તેનો પાછલો ભવ યાદ આવ્યો. એને સમજાયું કે તે સાચા આધ્યાત્મિક માર્ગ પર છે. તેણે નક્કી કર્યું કે મને માનવ અવતાર મળ્યો છે તો એનો હું મારા આત્માના ઉદ્ધાર માટે પૂરેપૂરો ઉપયોગ કરીશ. એ પણ એના પિતાની જેમ સાધુ થશે. પોતાની માતા તેને દીક્ષા નહિ લેવા દે એ પણ એને સમજાઈ ગયું, કારણ કે એ જ એનું સર્વસ્વ હતો, તેથી માતાની આજ્ઞા મેળવવા શું કરવું તે અંગે વિચારવા લાગ્યો. અંતે એણે એવું નક્કી કર્યું કે માતા તેને મનથી હા નહિ પાડે તો તે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશે કે તે તેનાથી કંટાળીને તેને જવા દે, તે પારણામાં સુતો નાનો બાળક હતો અને એ વિચારવા લાગ્યો, “હું સતત રડ્યા જ કરીશ તો મારાથી કંટાળી જશે અને છુટકારો મેળવવા પ્રયત્ન કરશે.” તેણે પોતાનો વિચાર બીજી જ પળે અમલમાં મૂક્યો. તેણે જોરજોરથી રડવાનું શરૂ કર્યું. તેની માતાએ આવીને તેને શાંત કરવા માંડ્યો પણ તે છાનો ન જ રહ્યો. તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. તે તેને વૈદ્ય પાસે લઈ ગઈ. પણ તેમની દવાથી પણ ફેર ન પડ્યો. બાળકની યુક્તિ કારગત નિવડી. બાળકને ખૂબ પ્રેમ કરતા પાડોશીઓ પણ બાળકના રડવાથી કંટાળી ગયા. તેની માતા બાળકનું શું કરવું તે નક્કી ન કરી શકી. બાળક છ મહિનાનું હતું ત્યારે સાધુ ધનિંગર (બાળકના પિતા) અને આચાર્ય સિંહગિરિ ફરી તે નગરીમાં આવ્યા. સુનંદાએ જ્યારે જાણ્યું ત્યારે તેણે બાળક તેના પિતાને આપવાનું વિચાર્યું. રોજના ગોચરીના સમય પ્રમાણે ધનગિરિ મુનિએ ગોચરી માટે આચાર્યની આજ્ઞા માંગી. આચાર્ય સિંહગિરિએ કહ્યું, “ધનગિરિ આજે કોઈ તમને જીવંત વસ્તુ આપે તો પણ તમે સ્વીકારજો.’’ આચાર્ય પાસે અગમ્ય શક્તિ હતી અને તેમને ખબર હતી કે ધનિગિર શું વહોરીને લાવશે. રોજ જુદા જુદા ઘરે ગોચરી લેવા જતાં આજે સુનંદાના ઘરે પહોંચ્યા, 'ધર્મલાભ’ (તમને યોગ્ય ધર્મનો લાભ થાઓ કરીને ઊભા રહ્યા. સુનંદા અવાજને ઓળખી ગઈ. તેમણે મુનિ ધનગિરિને આવકાર્યા અને આનંદ વ્યક્ત કર્યો અને ગોચરી માટે ઘરમાં પધારવા કહ્યું. જૈન કથા સંગ્રહ 117 Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની સ્થાઓ એ નાના છોકરાએ પણ મુનિ ધનગિરિનો ‘ધર્મલાભ’ શબ્દ સાંભળ્યો. તેણે વિચાર્યું કે પોતાની યુક્તિ માટે આ ઉત્તમ સમય છે. તેથી તેણે જોરજોરથી રડવા માંડ્યું. આ રડવાના અવાજથી તેની માતા અકળાઈ ગઈ અને સાધુને કહ્યું, “તમે તમારા આત્માના ઉદ્ધાર માટે નસીબદાર છો પણ હું તમારા આ દીકરાથી કંટાળી ગઈ છું. તે રડવા સિવાય કંઈ જ કરતો નથી. તે મને આરામ પણ કરવા દેતો નથી. હું તો ખૂબ દુઃખી થઈ ગઈ છું. મહેરબાની કરીને તમે આને સ્વીકારો તો ઘરમાં શાંતિ થાય.” બાળકે આ શબ્દો સાંભળ્યા અને મનથી ખૂબ જ પ્રસન્ન થયો. મુનિ તેની માતાની દરખાસ્ત સ્વીકારશે તેવી તેને આશા બંધાઈ. ગોચરી સમયે તેઓ જ્યારે ગુરુની આજ્ઞા લેવા ગયા હતા ત્યારના ગુરુના શબ્દો તેમને યાદ આવ્યા. હવે ગુરુનો ઇરાદો તેમને સમજાયો. તેમણે કહ્યું, સુનંદા, તું ખરેખર આ બાળકને મને આપી દેવા માગતી હોય તો હું એનો સ્વીકાર કરીશ પણ બરાબર વિચારી લે. એકવાર મને વહોરાવી દઈશ તો તું પાછો નહિ મેળવી શકે. પછી એ બાળક પર તારો કોઈ હક્ક દાવો રહેશે નહિ.” આ સાંભળતાં વળી બાળક જોરજોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “આ એનો રડવાનો અવાજ હવે મારે સાંભળવો નથી. હું તેનાથી ખૂબ જ કંટાળી ગઈ છું. હવે એને હું મારી આજુબાજુ પણ ઇચ્છતી નથી. તમે ખુશીથી એને લઈ જાઓ.” તેણે બાળકને ઉંચકીને મુનિની ઝોળીમાં નાંખી દીધું. બાળક જેવું મુનિની ઝોળીમાં પડ્યું કે તરત જ રડવાનું બંધ કરીને હસવા લાગ્યું. સુનંદાને બહુ જ નવાઈ લાગી અને તે બાળકને જોઈ જ રહી, પણ તેણે તેને આપી દેવાનું જ નક્કી કર્યું હતું. મુનિ બાળકને લઈને ઉપાશ્રય (જયાં સાધુ રહે તે જગ્યા) પહોંચી ગયા. આચાર્ય સિંહગિરિએ જોયું કે મુનિ ધનગિરિ કંઈક વજનદાર વસ્તુ લાવ્યા હોવાને કારણે આચાર્યએ તેનું નામ ‘વજકુમાર’ રાખ્યું. આચાર્ય સિંહગિરિએ કોઈ ચુસ્ત જૈન શ્રાવકને (ગૃહસ્થને) એ જૈનધર્મના સિદ્ધાંતો બરાબર શીખવશે એવી ખાત્રી સાથે વજકુમારની દેખરેખનું કામ સોંપ્યું. જેથી તેનામાં રહેલી ભાવિ આચાર્ય થવાની સુષુપ્ત શક્તિ વિકસે. શ્રાવકે વજકુમારને પોતાને ઘેર લઈ જઈ પોતાની પત્નીને સોંપી આચાર્યની ઇચ્છા જણાવી. તે પણ ખૂબ જ ધાર્મિક સ્વભાવની હતી તેથી આચાર્યની આજ્ઞાને ખુશીથી સ્વીકારી. તે બાળક એને એટલો બધો વહાલો હતો કે એને એકલો ક્યાંય જવા ન દેતી. તે દરરોજ તેને ઉપાશ્રયે સાધ્વીજીને વંદન કરવા લઈ જતી. તે ખૂબ જ નાનો હોવા છતાં સાધ્વીજી જે સૂત્રો બોલતાં તે બધા તે યાદ રાખી લેતો. તે ત્રણ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો તેણે અગિયાર અંગ આગમ શીખી લીધાં. તે બહુ વિવેકી અને ચબરાક હતો. એક દિવસ સુનંદાની સખી એના ઘેર આવી અને કહ્યું, “તારો જે દીકરો આખો દિવસ રડ્યા જ કરતો હતો તે તેના દિવસનો મોટા ભાગનો સમય અમારા ઉપાશ્રયમાં પસાર કરે છે. મેં એને ક્યારેય રડતો જોયો નથી. એ બહુ વહાલો અને પ્રેમાળ છોકરો છે.” શરૂઆતમાં તો સુનંદાએ સખીની વાતને ગંભીરતાથી ન લીધી પણ અંતે તો એ વજકુમારની મા હતી. તેને પણ દીકરાને ફરી જોવાની ઇચ્છા હતી. તે વિચારવા લાગી, “મેં વળી આવી ભયંકર ભૂલ કેમ કરી? મેં મારા વહાલા દીકરાને મુનિને કેમ આપી દીધો? ગમે તેમ પણ તે મારું બાળક છે. મારે તેને પાછો મેળવવો જોઈએ.” થોડા દિવસ પછી આચાર્ય સિંહગિરિ અને ધનગિરિ ફરીથી તુંબીવન શહેરમાં આવ્યા. તે ઉપાશ્રયે ગઈ અને ધનગિરિને મળી અને કહ્યું, “મહેરબાની કરી મને મારો દીકરો પાછો આપો. હું એના વિના હવે રહી શકતી નથી.” મુનિ ધનગિરિએ કહ્યું, “મેં તમને એ જ સમયે કહ્યું હતું કે એકવાર આપ્યા પછી તમને એ પાછો નહિ મળે. યાદ કરો. તમે કહ્યું હતું કે મારે કોઈ સંજોગોમાં એ જોઈતો નથી. એકવાર અમે લીધેલું પાછું ન આપી શકીએ.” સુનંદાએ કહ્યું, “મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું હતું? હું મારા દીકરા વિના નથી રહી શકતી તે મને પાછો મળે તેવો રસ્તો શોધો.” આચાર્ય સિંહગિરિ અને મુનિ ધનગિરિએ તેને સમજાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ તે તો પુત્રને પાછો મેળવવા મક્કમ હતી. ( 118. જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ વજકુમાર અંતે તે રાજા પાસે ગઈ અને વિનંતી કરી, “મહેરબાની કરીને મને મારો દીકરો પાછો મેળવવા મદદ કરો. મારા પતિ સાધુ થઈ ગયા છે, અને હું એકલી જ છું. એ મારું એકનું એક સંતાન છે. તેમને કહો કે મારો દીકરો મને પાછો આપે.” રાજાએ સુનંદા પાસેથી આખી વાત સાંભળી. તેણે કહ્યું, “શું બન્યું છે તે મને જાણવા દો. હું તમને થોડા સમયમાં જણાવીશ.” રાજાએ પરિસ્થિતિની તપાસ કરી તો જાણવા મળ્યું કે પોતાનો દીકરો સતત રડ્યા કરતો હતો તેથી સુનંદાએ પોતાની ઇચ્છાથી પોતાનું બાળક આપી દીધું હતું. રાજાએ સુનંદાને બોલાવી અને કહ્યું, “સુનંદા, જ્યારે મુનિ ધનગિરિ તારે ઘેર ગોચરી માટે આવ્યા હતા ત્યારે તે તારી પોતાની ઇચ્છાથી જ બાળક આપી દીધું હતું, કારણ કે તું તારા બાળકથી કંટાળી ગઈ હતી. એકવાર તમે આપી દીધેલી વસ્તુ પાછી ના મળે.” સુનંદાએ કહ્યું, “અરે રાજાજી, આમ વાત નથી, આ મારું પોતાનું લોહી માંસ છે અને તે એક જ મારી આશા છે. કંઈક કરો અને મને મારું બાળક પાછું અપાવો. હું તેના વિના રહી નહિ શકું.” રાજા તેના અવાજમાં રહેલી માની મમતા તથા નિષ્ઠા સમજી શકતા હતા. એ પણ ગુંચવાઈ ગયા. અંતે તેમણે સુનંદાને કહ્યું, “હું તને અને મુનિ ધનગિરિને દરબારમાં બોલાવીશ. વજકુમારને જેની સાથે રહેવું હશે તે તે જ નક્કી કરશે. બરાબર છે ને?” સુનંદાએ કહ્યું, “હા સરકાર.” Y ogi Sari Dj | ઉDઝ મુનિ ધનગિરિને પોતાના બાળકને વહોરાવતી સુનંદા જૈન કથા સંગ્રહ 119 Page #4 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમય પછીની કથાઓ બીજા દિવસે દરબાર હકડેઠઠ ભરાઈ ગયો હતો. સહુને બાળકનું શું થશે તે જાણવાની ઇંતેજારી હતી. સુનંદા વજકુમારને આકર્ષવા રમકડાં, મીઠાઈ તથા અવનવી અનેક વસ્તુઓ લઈને આવી. રાજા અને તેના પ્રધાનો પણ આવી ગયા. મુનિ ધનગિરિ બીજા. સાધુઓ સાથે આવી ગયા. દરબારમાં રહેલા રાજા સહિત તમામ દરબારીઓએ સાધુને પ્રણામ કર્યા. વજકુમાર પણ આવ્યો. રાજાએ વજકુમારને કહ્યું, “વજકુમાર, તમે ખૂબ નાના છો પણ ખૂબ ચતુર છો.” એની મા તરફ આંગળી ચીંધીને કહ્યું, “પેલી તમારી માતા છે. તે ઘણી માયાળુ અને પ્રેમાળ છે. એની પાસે તમારા માટે ઘણાં બધાં રમકડાં, મીઠાઈ તેમ જ સુંદર કપડાં છે. એ તમને પાછા એમની સાથે લઈ જવા ઇચ્છે છે.” બીજી તરફ સાધુ ધનગિરિ તરફ આંગળી ચીંધીને કહ્યું, “ત્યાં એક સાધુ છે જેણે સંસાર છોડી દીધો છે. તેણે પોતાની તમામ વૃત્તિઓને સંયમમાં રાખી જિંદગીના સુખોનો ત્યાગ કર્યો છે. તે સદ્ગુણી અને વંદનને લાયક છે. એ પણ તમને પોતાની પાસે રાખી આધ્યાત્મિક જીવનની તાલીમ આપવા ઇચ્છે છે. હવે તારે નક્કી કરવાનું છે કે તું તારી માતા સાથે જવા માંગે છે કે સાધુ સાથે?” ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હતી. દરેક જણ વજકુમાર શું નિર્ણય જાહેર કરે છે તે સાંભળવા ઉત્સુક હતા. તે ઊભો થઈને ચાલવા માંડ્યો. તેણે એક નજર માતા સામે નાંખી તો એક નજર મુનિ ધનગિરિ સામે કરી. સુનંદા મોટેથી બોલાવવા લાગી “દીકરા, આમ આવ, જો હું તારા માટે રમકડાં, મીઠાઈ, નવાં કપડાં બધું લાવી છું. મહેરબાની કરીને મારી પાસે આવી જા.” આ બાજુ મુનિ ધનગિરિ પાસે ઓઘા (ચાલવાના સમયે રસ્તાના જીવજંતુને બચાવવાનું સાધન) સિવાય કશું ન હતું. તેઓ તેને ઓઘો બતાવવા લાગ્યા. વજકુમારે ઓઘો લઈ લીધો અને તેનાથી હસતો હસતો નૃત્ય કરવા લાગ્યો. તેણે મુનિ ધનગિરિ સાથે બેસી જવાનું નક્કી કર્યું. આનંદિત ચહેરે ચારે તરફ જોવા લાગ્યો. દરબારમાં હાજર રહેલા સહુ કોઈ રાજા તથા સુનંદા પણ બાળકની મોજશોખની જિંદગીને બદલે સાધુત્વની દુનિયાની પસંદગી જાણી અચંબામાં પડી ગયા. સુનંદાએ વજકુમારનો નિર્ણય વધાવી લીધો, અને સફળતાના આશીર્વાદ આપ્યા. તેણે આનંદ અને ઉત્સાહથી વજકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. પાછળથી વજકુમાર મોટા આચાર્ય બન્યા. ગમે તે ઉંમરે મનુષ્યનો આત્મા ધર્મના ઉચ્ચ મૂલ્યો તથા શ્રદ્ધા ધરાવતા શક્તિમાન છે. વજકુમા૨ની વાર્તા આપણને સતે સમજાવે છે કે ધર્મની ઉચો તથા ધર્મની મહત્તા શીખવા માટે ઉંમ૨નો બાંધ ગ્રાન્વેસ આવતો નથી. 120 જૈન કથા સંગ્રહ