Book Title: Vachanamrut 0861
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330987/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 861 પુરુષાર્થ સિદ્ધિ ઉપાયનું ભાષાંતર મોરબી, ફાગણ સુદ 1, રવિ, 1955 ૐ નમઃ પત્ર પ્રાપ્ત થયું. ‘પુરુષાર્થ સિદ્ધિ ઉપાય’નું ભાષાંતર ગુર્જરભાષામાં કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી. ‘આત્મસિદ્ધિ’ સ્મરણાર્થે યથાઅવસર આજ્ઞા પ્રાપ્ત થવા યોગ્ય છે. વનમાળીદાસે ‘તત્વાર્થસૂત્ર’ વિશેષ કરી વિચારવું યોગ્ય છે. હિંદી ભાષા ન સમજાતી હોય તો ઊગરીબહેને કુંવરજી પાસેથી તે ગ્રંથ શ્રવણ કરી સમજવો યોગ્ય છે. શિથિલતા ઘટવાનો ઉપાય જીવ જો કરે તો સુગમ છે.