Book Title: Vachanamrut 0784
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330910/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 784 સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના મુંબઇ, અસાડ સુદ 4, રવિ, 1953 સાચા જ્ઞાન વિના અને સાચા ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. સપુરુષના વચનનું શ્રવણ, તેની પ્રતીતિ, અને તેની આજ્ઞાએ પ્રવર્તતાં જીવ સાચા ચારિત્રને પામે છે, એવો નિ:સંદેહ અનુભવ થાય છે. અત્રેથી ‘યોગવાસિષ્ઠાનું પુસ્તક મોકલ્યું છે, તે પાંચદશ વાર ફરી ફરી વાંચવું તથા વારંવાર વિચારવું યોગ્ય છે.