Book Title: Vachanamrut 0706
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330828/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 706 શુભેચ્છાસંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે વડવા (સ્તંભતીર્થ સમીપ), ભાદરવા સુદ 11, ગુરૂ, 1952 શુભેચ્છા સંપન્ન આર્ય કેશવલાલ પ્રત્યે, લીંબડી. સહજાન્મસ્વરૂપે યથાયોગ્ય પ્રણામ પ્રાપ્ત થાય. ત્રણ પત્રો પ્રાપ્ત થયાં છે. “કંઈ પણ વૃત્તિ રોકતાં, તે કરતાં વિશેષ અભિમાન વર્તે છે', તેમ જ ‘તૃષ્ણાના પ્રવાહમાં ચાલતાં તણાઈ જવાય છે, અને તેની ગતિ રોકવાનું સામર્થ્ય રહેતું નથી' ઇત્યાદિ વિગત તથા ‘ક્ષમાપના અને કર્કટી રાક્ષસીના ‘યોગવાસિષ્ઠ સંબંધી પ્રસંગની જગતભમ ટળવા માટેમાં વિશેષતા’ લખી તે વિગત વાંચી છે. હાલ લખવામાં ઉપયોગ વિશેષ રહી શકતો નથી, જેથી પત્રની પહોંચ પણ લખતાં રહી જાય છે. સંક્ષેપમાં તે પત્રોના ઉત્તર નીચે લખ્યા પરથી વિચારવા યોગ્ય છે. 1. વૃત્તિઆદિ સંક્ષેપ અભિમાનપૂર્વક થતો હોય તોપણ કરવો ઘટે. વિશેષતા એટલી કે તે અભિમાન પર નિરંતર ખેદ રાખવો. તેમ બને તો ક્રમે કરીને વૃત્તિઆદિનો સંક્ષેપ થાય, અને તે સંબંધી અભિમાન પણ સંક્ષેપ થાય. 2. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણાદિ ભાવ નિર્મૂળ થાય. તે સત્ય છે, તથાપિ તે વચનોનો એવો પરમાર્થ નથી કે જ્ઞાન થયા પ્રથમ તે મોળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છેદ તો જ્ઞાન કરીને થાય, પણ કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. સત્પષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉભવ થતો નથી; અને પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સપુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની “અનન્ય આશ્રયભક્તિ’ પરિણામ પામેથી, થાય છે. ઘણું કરી એકબીજાં કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સપુરુષની ‘આશ્રયભક્તિ' અહંભાવાદિ છેદવાને માટે અને અલ્પ કાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ થાય છે. ભોગમાં અનાસક્તિ થાય, તથા લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બળ થતી જાય છે. લૌકિક માન આદિનું તથ્યપણે સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે; અને તેથી તેની ઇચ્છા સહેજે મોળી પડી જાય, એમ યથાર્થ ભાસે છે. માંડ માંડ આજીવિકા ચાલતી હોય તોપણ મુમુક્ષુને તે ઘણું છે, કેમકે વિશેષનો કંઈ અવશ્ય ઉપયોગ (કારણ) નથી, એમ જ્યાં સુધી નિશ્ચયમાં ન આણવામાં આવે Page #2 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી તૃષ્ણા નાનાપ્રકારે આવરણ કર્યા કરે. લૌકિક વિશેષતામાં કંઈ સારભૂતતા જ નથી, એમ નિશ્ચય કરવામાં આવે તો માંડ આજીવિકા જેટલું મળતું હોય તોપણ તૃપ્તિ રહે. માંડ આજીવિકા જેટલું મળતું ન હોય તોપણ મુમક્ષ જીવ આર્તધ્યાન ઘણું કરીને થવા ન દે, અથવા થયે તે પર વિશેષ ખેદ કરે. અને આજીવિકામાં ત્રટતું યથાધર્મ ઉપાર્જન કરવાની મંદ કલ્પના કરે. એ આદિ પ્રકારે વર્તતાં તણાનો પરાભવ (ક્ષીણ) થવા યોગ્ય દેખાય છે. 3. ઘણું કરીને સપુરુષને વચને આધ્યાત્મિકશાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમકે પરમાર્થઆત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સપુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સપુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પાયે જ્ઞાનની યાચના કરવી ન ઘટે, માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે. તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે, અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. 4. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળાં ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મમક્ષએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળાં ક્ષેત્રે જવું ન ઘટે કેમકે તેથી ઘણી સવૃત્તિઓ મોળી પડી જાય છે, અથવા વર્ધમાન થતી નથી. 5. ‘યોગવાસિષ્ઠ'નાં પ્રથમનાં બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરી લક્ષ કરવા યોગ્ય છે.