Book Title: Vachanamrut 0449
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330570/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 449 શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ મુંબઈ, જેઠ સુદ 11, શુક્ર, 1949 વૈરાગ્યાદિ સાધનસંપન્ન ભાઈ કૃષ્ણદાસ, શ્રી ખંભાત. શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે. સર્વ પરમાર્થનાં સાધનમાં પરમસાધન તે સત્સંગ છે, સપુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે; અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાનીપુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાનીપુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ રહે છે, પણ તે વખત અત્ર વખત નિયમિત નથી. કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે, અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં. આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે, જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિ:સત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્વ એવા અસશાસ્ત્ર અને અસદગુરૂ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય Page #2 -------------------------------------------------------------------------- ________________ કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાથા વિના જીવને જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી. હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી, અને તે પુરુષથી આત્મા જાયા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જામ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો; જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. અમારા સમાગમનો હાલ અંતરાય જાણી નિરાશતાને પ્રાપ્ત થવું ઘટે છે; તથાપિ તેમ કરવા વિષે ‘ઈશ્વરેચ્છા’ જાણી સમાગમની કામના રાખી જેટલો પરસ્પર મુમુક્ષભાઈઓનો સમાગમ બને તેટલો કરવો, જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણું રાખવું, સપુરુષનાં ચરિત્રો અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, અખા, કબીર આદિ) જીવોનાં વચનો અને જેનો ઉદ્દેશ આત્માને મુખ્ય કહેવા વિષે છે, એવા વિચારસાગર, સુંદરદાસના ગ્રંથ, આનંદઘનજી, બનારસીદાસ, કબીર, અખા વગેરેનાં પદ) ગ્રંથનો પરિચય રાખવો, અને એ સૌ સાધનમાં મુખ્ય સાધન એવો શ્રી સત્પષનો સમાગમ ગણવો. અમારા સમાગમનો અંતરાય જાણી ચિત્તને પ્રમાદનો અવકાશ આપવો યોગ્ય નહીં, પરસ્પર મુમુક્ષભાઇઓનો સમાગમ અવ્યવસ્થિત થવા દેવો યોગ્ય નહીં, નિવૃત્તિનાં ક્ષેત્રનો પ્રસંગ ન્યૂન થવા દેવો યોગ્ય નહીં; કામનાપૂર્વક પ્રવૃત્તિ યોગ્ય નહીં, એમ વિચારી જેમ બને તેમ અપ્રમત્તતાને, પરસ્પરના સમાગમને, નિવૃત્તિનાં ક્ષેત્રને અને પ્રવૃત્તિનાં ઉદાસીનપણાને આરાધવા. જે પ્રવૃત્તિ અત્ર ઉદયમાં છે, તે બીજ દ્વારેથી ચાલ્યા જતાં પણ ન છોડી શકાય એવી છે, વેદવાયોગ્ય છે માટે તેને અનુસરીએ છીએ; તથાપિ અવ્યાબાધ સ્થિતિને વિષે જેવું ને તેવું સ્વાચ્ય છે. આજે આ આઠમું પત્તે લખીએ છીએ. તે સૌ તમ સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયાં છે. ચિત્ત એવા ઉદયવાળું ક્યારેક વર્તે છે. આજે તેવો અનુક્રમે ઉદય થવાથી તે ઉદય પ્રમાણે લખ્યું છે. અમે સત્સંગની તથા નિવૃત્તિની કામના રાખીએ છીએ, તો પછી તમ સર્વેને એ રાખવી ઘટે એમાં કંઈ આશ્ચર્ય નથી. અમે અલ્પારંભને, અલ્પપરિગ્રહને વ્યવહારમાં બેઠાં પ્રારબ્ધ નિવૃત્તિરૂપે ઇચ્છીએ છીએ, મહત્ આરંભ, અને મહતુ પરિગ્રહમાં પડતા નથી. તો પછી તમારે તેમ વર્તવું ઘટે એમાં કંઈ સંશય કર્તવ્ય નથી. અત્યારે સમાગમ થવાના જોગનો નિયમિત વખત લખી શકાય એમ સૂઝતું નથી. એ જ વિનંતી.