Page #1
--------------------------------------------------------------------------
________________ 422 ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે મુંબઈ, કારતક સુદ, 1949 ધર્મસંબંધી પત્રાદિ વ્યવહાર પણ ઘણો થોડો રહે છે, જેથી તમારાં કેટલાંક પત્રોની પહોંચ માત્ર લખવાનું બન્યું છે. જિનાગમમાં આ કાળને ‘દુષમ’ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે, કેમ કે ‘દુષમ’ શબ્દનો અર્થ ‘દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો’ થાય છે. તે દુ:ખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક પરમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય, અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે પરમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે. અત્ર કહેવાનો હેતુ એવો છે કે ઘણું કરી આ ક્ષેત્રે વર્તમાન કાળમાં પૂર્વે જણે પરમાર્થમાર્ગ આરાધ્યો છે, તે દેહ ધારણ ન કરે, અને તે સત્ય છે, કેમ કે જો તેવા જીવોનો સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે વર્તતો હોત, તો તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ઘણા જીવોને પરમાર્થમાર્ગની પ્રાપ્તિ સુખે કરીને થઈ શકતી હોત; અને તેથી આ કાળને ‘દુષમ’ કહેવાનું કારણ રહેત નહીં. આ રીતે પૂર્વારાધક જીવોનું અલ્પપણું એ આદિ છતાં પણ વર્તમાન કાળને વિષે જો કોઈ પણ જીવ પરમાર્થમાર્ગ આરાધવા ઇચ્છે તો અવશય આરાધી શકે, કેમ કે દુઃખે કરીને પણ આ કાળને વિષે પરમાર્થમાર્ગ પ્રાપ્ત થાય, એમ પૂર્વજ્ઞાનીઓનું કથન છે. સર્વ જીવને વર્તમાનકાળમાં માર્ગ દુ:ખે કરીને જ પ્રાપ્ત થાય, એવો એકાંત અભિપ્રાય વિચારવા યોગ્ય નથી, ઘણું કરીને તેમ બને એવો અભિપ્રાય સમજવા યોગ્ય છે. તેનાં ઘણાં કારણો પ્રત્યક્ષ દેખાય છે. પ્રથમ કારણ ઉપર દર્શાવ્યું છે કે પૂર્વનું ઘણું કરીને આરાધકપણું નહીં તે. બીજું કારણ તેવું આરાધકપણું નહીં તેને લીધે વર્તમાનદેહે તે આરાધકમાર્ગની રીતિ પણ પ્રથમ સમજવામાં ન હોય, તેથી અનારાધકમાર્ગને આરાધકમાર્ગ માની લઈ જીવે પ્રવૃત્તિ કરી હોય છે. ત્રીજું કારણ ઘણું કરીને ક્યાંક સત્સમાગમ અથવા સદગુરૂનો યોગ બને, અને તે પણ ક્વચિત બને. ચોથું કારણ અસત્સંગ આદિ કારણોથી જીવને સગુરૂ આદિકનું ઓળખાણ થવું પણ દુષ્કર વર્તે છે, અને ઘણું કરીને અસદુગરૂ આદિને વિષે સત્યપ્રતીતિ માની જીવ ત્યાં જ રોકાઈ રહે છે. પાંચમું કારણ ક્વચિત સત્સમાગમનો યોગ બને તોપણ બળ, વીર્યાદિનું એવું શિથિલપણું કે જીવ તથારૂપ માર્ગ ગ્રહણ ન કરી શકે અથવા ન સમજી શકે; અથવા અસત્સમાગમાદિ કે પોતાની કલ્પનાથી મિથ્યાને વિષે સત્યપણે પ્રતીતિ કરી હોય. ઘણું કરીને વર્તમાનમાં કાં તો શુષ્કક્રિયાપ્રધાનપણામાં જીવે મોક્ષમાર્ગ કપ્યો છે, અથવા બાહ્યક્રિયા અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ કયો છે; અથવા સ્વમતિકલ્પનાએ અધ્યાત્મગ્રંથો વાંચી કથન માત્ર
Page #2
--------------------------------------------------------------------------
________________ અધ્યાત્મ પામી મોક્ષમાર્ગ કયો છે. એમ કલ્પાયાથી જીવને સત્સમાગમાદિ હેતુમાં તે તે માન્યતાનો આગ્રહ આડો આવી પરમાર્થ પામવામાં સ્તંભભૂત થાય છે. જે જીવો શુક્રક્રિયાપ્રધાનપણામાં મોક્ષમાર્ગ કલ્યું છે, તે જીવોને તથારૂપ ઉપદેશનું પોષણ પણ રહ્યા કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એમ મોક્ષમાર્ગ ચાર પ્રકારે કહ્યો છતાં પ્રથમનાં બે પદ તો તેમણે વિસાર્યા જેવું હોય છે, અને ચારિત્ર શબ્દનો અર્થ વેષ તથા માત્ર બાહ્ય વિરતિમાં સમજ્યા જેવું હોય છે. તપ શબ્દનો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું; તે પણ બાહ્ય સંજ્ઞાથી તેમાં સમજ્યા જેવું હોય છે; વળી ક્વચિત્ જ્ઞાન, દર્શન પદ કહેવાં પડે તો ત્યાં લૌકિક કથન જેવા ભાવોના કથનને જ્ઞાન અને તેની પ્રતીતિ અથવા તે કહેનારની પ્રતીતિને વિષે દર્શન શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. જે જીવો બાહ્યક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મોક્ષમાર્ગ સમજે છે, તે જીવો શાસ્ત્રોના કોઈ એક વચનને અણસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા જો કોઈ અહંકારાદિથી, નિદાનબદ્ધિથી કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા છઠ્ઠા ગુણસ્થાનાદિસ્થાને કરે તો તે સંસારહેતુ છે, એમ શાસ્ત્રોનો મૂળ આશય છે, પણ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનો શાસ્ત્રોનો હેતુ નથી, તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધે છે. તેમજ વ્યવહાર બે પ્રકારના છે; એક પરમાર્થમૂળહેતુ વ્યવહાર અને બીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે. તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેત કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય. એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે; અને પરમાર્થમૂળહેતુ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સગુરૂ, સાસ્ત્ર અને મનવચનાદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી; અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે, અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્કઅધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપી પોતાને તથા પરને દુર્લભબોધીપણું કરે છે. શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ્યું તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદગુરૂગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા
Page #3
--------------------------------------------------------------------------
________________ તો જ્ઞાનરહિત ગુરૂ કે પરિગ્રહાદિઇચ્છક ગુરૂઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષમપણું છે. આ દુષમપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરુષાર્થજાગૃતિ અર્થે લખ્યું છે. અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તોપણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગ્રત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુષમ હ્યો છે છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવય આરાધી સગુરૂનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય