Book Title: Vachanamrut 0311
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330431/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 311 અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો સાયકભાવ રે મુંબઈ, પોષ સુદ 3, રવિ, 1948 અનુક્રમે સંયમ સ્પર્શતો જી, પામ્યો સાયકભાવ રે; સંયમ શ્રેણી ફૂલડે જી, પૂજું પદ નિષ્પાવ રે. શુદ્ધ નિરંજન અલખ અગોચર, એહિ જ સાધ્ય સુહાયો રે; જ્ઞાનક્રિયા અવલંબી ફરસ્યો, અનુભવ સિદ્ધિ ઉપાયો રે. રાયસિદ્ધારથ વંશ વિભૂષણ, ત્રિશલા રાણી જાયો રે; અજ અજરામર સહજાનંદી, ધ્યાનભુવનમાં ધ્યાયો રે. નાગર સુખ પામર નવ જાણે, વલ્લભ સુખ ન કુમારી રે; અનુભવ વણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નરનારી રે.