Book Title: Vachanamrut 0195 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330315/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 195 બધા વિકલ્પો મૂકી પ્રથમ જાણવા યોગ્ય - માર્ગની દિશાનું ભાન થવા મુંબઈ, પોષ, 1947 સસ્વરૂપને અભેદરૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર માર્ગની ઇચ્છા જેને ઉત્પન્ન થઈ છે, તેણે બધા વિકલ્પો મૂકીને આ એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવયનો છે: 1“અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી ? અને તે શું કરવાથી થાય ?" આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે; અને એ વાક્યમાં કહેલી ચિંતા કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ ઝૂર્યા વિના માર્ગની દિશાનું પણ અલ્પ ભાન થતું નથી; પૂર્વે થયું નથી; અને ભવિષ્યકાળે પણ નહીં થશે. અમે તો એમ જાણું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે. ત્યાર પછી બીજું જાણવું શું ? તે જણાય છે. 1 જુઓ આંક 86.