Book Title: Vachanamrut 0150 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330270/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 150 મોતનું ઔષધ - તને કોણ પ્રિય છે?- કર્મ ને નિશ્ચય આજ્ઞા વિવાણિયા, આસો, 1946 મોતનું ઔષધ હું આ તને દઉં છું. વાપરવામાં દોષ કરજે નહીં. તને કોણ પ્રિય છે ? મને ઓળખનાર. આમ કાં કરો ? હજુ વાર છે. શું થનાર છે તે ? હે કર્મ ! તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં.