Book Title: Vachanamrut 0107 Lok Purush Sansthane
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330227/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 107 લોક પુરુષસંસ્થાને શાથી કહ્યું - શું કરવાથી પોતે સુખી - જ્યાં શંકા ત્યાં સંતાપ - જે ગાયો તે સઘળે એક - ઉદાસીનતા મુંબઈ, ફાગણ વદ 1, 1946 1. લોક પુરુષસંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કંઈ લહ્યો ? એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ 1 શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવો સુણીએ તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. 2 2. શું કરવાથી પોતે સુખી ? શું કરવાથી પોતે દુઃખી? પોતે શું ? ક્યાંથી છે આપ ? એનો માગો શીધ્ર જવાપ. 1 3. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરૂ ભગવાન. 1 ગુરૂ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિત ભાગ્ય; 4. જે ગાયો તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદ સમજણ પણ ખરી. 1 મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને; પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. 2 જીવાજીવ સ્થિતિને જોઈ, ટળ્યો ઓરતો શંકા ખોઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહીં?” શંકા જાય. 3 એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ; સમજે બંધમુક્તિયુત જીવ, નીરખી ટાળે શોક સદીવ. 4 બંધયુક્ત જીવ કર્મ સહિત, પુગલ રચના કર્મ ખચીત; Page #2 -------------------------------------------------------------------------- ________________ પુગલજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. 5 જો કે પુદ્ગલનો એ દેહ, તોપણ ઓર સ્થિતિ ત્યાં છેહ સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ. 6 5. જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો ક્લેશ; ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. 1 સર્વ કાલનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા. 2