Book Title: Vachanamrut 0071
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330191/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 71 સ્વરૂપ પ્રાપ્તિ અર્થે સમ્યકશ્રેણિઓ - સર્વસંગપરિત્યાગની અવશ્ય - અંતરંગ નિગ્રંથ શ્રેણિમાં સર્વ સિદ્ધિ - અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા - મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય - પ્રજ્ઞાપનીયતા, આત્માની વ્યાખ્યામાં ભરૂચ, શ્રાવણ સુદ 3, બુધ, 1945 બજાણા નામના ગ્રામથી મારું લખેલું એક વિનયપત્ર આપને પ્રાપ્ત થયું હશે. હું મારી નિવાસભૂમિકાથી આશરે બે માસ થયાં સત્યોગ, સત્સંગની પ્રવર્ધનાર્થે પ્રવાસરૂપે કેટલાંક સ્થળોમાં વિહાર કરું છું. પ્રાયે કરીને એક સપ્તાહમાં મારું ત્યાં આપના દર્શન અને સમાગમની પ્રાપ્તિ કરી શકે એમ આગમન થવા સંભવ છે. સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભક્તિનું પ્રયોજન સ્વસ્વરૂપ પ્રાપ્તિને અર્થે છે; અને એ સમકશ્રેણિઓ આત્મગત થાય, તો તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા - યોગભૂમિકામાં વાસ - સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સર્વસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ (ભાગ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે. જ્યાં સુધી ગૃહવાસ પૂર્વકર્મના બળથી ભોગવવો રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત - ઉદાસીન ભાવે સેવવાં યોગ્ય છે. બાહ્ય ભાવે ગૃહસ્થ શ્રેણિ છતાં અંતરંગ નિગ્રંથ શ્રેણિ જોઈએ, અને જ્યાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ મારી આત્માભિલાષા તે શ્રેણિમાં ઘણા માસ થયાં વર્તે છે. ધર્મોપજીવનની પૂર્ણ અભિલાષા કેટલીક વ્યવહારોપાધિને લીધે પાર પડી શકતી નથી, પણ પ્રત્યક્ષે સત્પદની સિદ્ધિ આત્માને થાય છે, આ વાર્તા તો સમત જ છે અને ત્યાં કંઈ વય - વેષની વિશેષ અપેક્ષા નથી. નિગ્રંથના ઉપદેશને અચલભાવે અને વિશેષ સમત કરતાં અન્ય દર્શનના ઉપદેશમાં મધ્યસ્થતા પ્રિય છે. ગમે તે વાટે અને ગમે તે દર્શનથી કલ્યાણ થતું હોય, તો ત્યાં પછી મતાંતરની કંઈ અપેક્ષા શોધવી યોગ્ય નથી. આત્મત્વ જે અનુપ્રેક્ષાથી, જે દર્શનથી કે, જે જ્ઞાનથી પ્રાપ્ત થાય તે અનુપ્રેક્ષા, તે દર્શન કે તે જ્ઞાન સર્વોપરી છે, અને જેટલા આત્મા તર્યા, વર્તમાન તરે છે, ભવિષ્ય તરશે તે સર્વ એ એક જ ભાવને પામીને. આપણે એ સર્વ ભાવે પામીએ એ મળેલા અનુત્તર જન્મનું સાફલ્ય છે. કેટલાક જ્ઞાનવિચારો લખતાં ઔદાસીન્ય ભાવની વૃદ્ધિ થઈ જવાથી ધારેલું લખી શકાતું નથી; અને તેમ આપ જેવાને નથી દર્શાવી શકાતું. એ કાંઈ નું કારણ. નાના પ્રકારના વિચારો ગમે તે રૂપે અનુક્રમવિહીન આપની સમીપ મૂકું, તો તેને યોગ્યતાપૂર્વક આભગત કરતાં દોષને માટે - ભવિષ્યને માટે પણ - ક્ષમા ભાવ જ આપશો. Page #2 -------------------------------------------------------------------------- ________________ આ વેળા લઘુત્વભાવે એક પ્રશ્ન કરવાની આજ્ઞા લઉં છું. આપને લક્ષગત હશે કે, પ્રત્યેક પદાર્થની પ્રજ્ઞાપનીયતા ચાર પ્રકારે છેઃ દ્રવ્ય(તેનો વસ્તુસ્વભાવ)થી, ક્ષેત્ર(કંઈ પણ તેનું વ્યાપવું - ઉપચારે કે અનપચારે)થી, કાળથી અને ભાવ તેના ગુણાદિક ભાવ)થી. હવે આપણે આત્માની વ્યાખ્યા પણ એ વિના ન કરી શકીએ તેમ છે. આપ જો એ પ્રજ્ઞાપનીયતાએ આત્માની વ્યાખ્યા અવકાશાનુકૂળ દર્શાવો, તો સંતોષનું કારણ થાય. આમાંથી એક અદભુત વ્યાખ્યા નીકળી શકે તેમ છે; પણ આપના વિચારો આગળથી કંઈ સહાયક થઈ શકશે એમ ગણી આ પ્રયાસન કર્યું છે. ધર્મોપજીવન પ્રાપ્ત કરવામાં આપની સહાયતાની પ્રાયે અવશ્ય પડે તેવું છે, પણ સામાન્ય વૃત્તિભાવ માટે આપના વિચાર માગી પછી તે વાતને જન્મ આપવો, તેમ રહ્યું છે. શાસ્ત્ર એ પરોક્ષ માર્ગ છે; અને 0 0 0 પ્રત્યક્ષ માર્ગ છે. આ વેળા એ શબ્દો મૂકી આ પત્ર વિનયભાવે પૂર્ણ કરું છું. આ ભૂમિકા તે શ્રેષ્ઠ યોગભૂમિકા છે. અહીં એક સમુનિ ઇ0નો મને પ્રસંગ રહે છે. વિ. આ૦ રાયચંદ રવજીભાઈના પ્ર0