Book Title: Vachanamrut 0047 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330167/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 47 સાત પ્રકૃતિઓની ગ્રંથિ - સદગુરૂના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના - કૃતકૃત્યતા - ધર્મ બહુ ગુપ્ત વસ્તુ - સદ્ગુરૂઅનુગ્રહ - સતપુરુષોનું યોગબળ વવાણિયા બંદર, મહા સુદ 14, બુધ, 1945 સપુરુષોને નમસ્કાર સુજ્ઞ, મારા તરફથી એક પતું પહોંચ્યું હશે. તમારો પત્ર મેં મનન કર્યો. તમારી વૃત્તિમાં થયેલો ફેરફાર આત્મહિતસ્વી મને લાગે છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યકત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યફદ્રષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દ્રષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. એ વસ્તુથી આત્મા અનંત કાળથી ભરપૂર રહ્યો છે. એમાં દ્રષ્ટિ હોવાથી નિજ ગૃહ પર તેની યથાર્થ દ્રષ્ટિ થઈ નથી. ખરી તો પાત્રતા, પણ હું એ, કષાયાદિક ઉપશમ પામવામાં તમને નિમિત્તભૂત થયો એમ તમે ગણો છો, માટે મને એ જ આનંદ માનવાનું કારણ છે કે નિગ્રંથ શાસનની કૃપાપ્રસાદીનો લાભ લેવાનો સુંદર વખત મને મળશે એમ સંભવે છે. જ્ઞાનીદ્રષ્ટ તે ખરું. જગતમાં સપરમાત્માની ભક્તિ-સતગુરૂ-સસંગ-સશાસ્ત્રાધ્યયન-સમ્યફદ્રષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદગુરૂના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. એ પ્રયોજનમાં તમારું ચિત્ત આકર્ષાયું એ સર્વોત્તમ ભાગ્યનો અંશ છે. આશીર્વચન છે કે તેમાં તમે ફળીભૂત થાઓ. 1 ગ્રંથિથી Page #2 -------------------------------------------------------------------------- ________________ ભિક્ષા સંબંધી પ્રયત્નતા હમણાં મુલતવો. જ્યાં સુધી સંસાર જેમ ભોગવવો નિમિત્ત હશે તેમ ભોગવવો પડશે. તે વિના છૂટકો પણ નથી. અનાયાસે યોગ્ય જગા સાંપડી જાય તો તેમ, નહીં તો પ્રયત્ન કરશો. અને ભિક્ષાટન સંબંધી યોગ્ય વેળાએ પુનઃ પૂછશો. વિદ્યમાનતા હશે તો ઉત્તર આપીશ. “ધર્મ" એ વસ્તુ બહ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સગરૂ અનુગ્રહ પામે છે. તમારા વિચારો સુંદર શ્રેણીમાં આવેલા જોઈ મારા અંતઃકરણે જે લાગણી ઉત્પન્ન કરી છે તે અહીં દર્શાવતાં સકારણ અટકી જઉં છું. ચિ૦ દયાળભાઈ પાસે જશો. કંઈ દર્શાવે તો મને જણાવશો. લખવા સંબંધમાં હમણાં કંઈક મને કંટાળો વર્તે છે. તેથી ધાર્યો હતો તેના આઠમા ભાગનો પણ ઉત્તર લખી શકતો નથી. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કેઃ એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સતપુરુષો કરે છે. સ્યાપદ આ વાત પણ માન્ય છે કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો ? આમ છે છતાં દેશ, કાળ, પાત્ર, ભાવ જોવાં જોઈએ. સતપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. એમ ઇચ્છી વળતી ટપાલે પત્ર લખવા વિનંતી કરી પત્રિકા પૂર્ણ કરું છું. લિ૦ માત્ર રવજી આત્મજ રાયચંદના પ્રણામ - નીરાગ શ્રેણી સમુચ્ચયે.