Book Title: Vachanamrut 0017 038 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330066/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 38. સામાયિકવિચાર-ભાગ 2 દશ દોષ મનના કહ્યા; હવે વચનના દશ દોષ કહું છું. 1. કુબોલદોષ- સામાયિકમાં કુવચન બોલવું તે ‘કુબોલદોષ'. 2. સહસાત્કારદોષ- સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે ‘સહસાત્કારદોષ.” અસદારોપણદોષ- બીજાને ખોટો બોધ આપે તે ‘અસદારોપણદોષ.” 4. નિરપેક્ષદોષ- સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે ‘નિરપેક્ષદોષ'. સંક્ષેપદોષ- સૂત્રના પાઠ ઇત્યાદિક ટૂંકામાં બોલી નાખે; અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે ‘સંક્ષેપદોષ'. ક્લેશદોષ- કોઈથી કંકાસ કરે તે “ક્લેશદોષ’ વિકથાદોષ- ચાર પ્રકારની વિકથા માંડી બેસે તે ‘વિકથાદોષ'. હાસ્યદોષ- સામાયિકમાં કોઈની હાંસી, મશ્કરી કરે તે ‘હાસ્યદોષ'. અશુદ્ધદોષ- સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂનાધિક અને અશુદ્ધ બોલે તે ‘અશુદ્ધદોષ'. 10. મુરમુણદોષ- ગડબડગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બોલે, જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે ‘મણમુણદોષ'. એ વચનના દશ દોષ કહ્યા; હવે કાયાના બાર દોષ કહું છું. 1. અયોગ્યઆસનદોષ- સામાયિકમાં પગ પર પગ ચઢાવી બેસે એ ગુર્નાદિકનું અવિનયરૂપ આસન, માટે એ પહેલો ‘અયોગ્યઆસનદોષ'. 2. ચલાસનદોષ- ડગડગતે આસને બેસી સામાયિક કરે, અથવા વારંવાર જ્યાંથી ઊઠવું પડે તેવે આસને બેસે તે ‘ચલાસનદોષ'. ચલદ્રષ્ટિદોષ- કાયોત્સર્ગમાં આંખો ચંચળ રાખે એ ‘ચલદ્રષ્ટિદોષ'. 4. સાવઘક્રિયાદોષ- સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે તે ‘સાવદ્યક્રિયાદોષ'. 5. આલંબનદોષ- ભીંતાદિ કે ઓઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પોતાને પ્રમાદ થાય. તે ‘આલંબનદોષ'. 6. આકુંચનપ્રસારણદોષ- હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે ‘આકુંચનપ્રસારણદોષ'. આલસદોષ- અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે ‘આલસદોષ'. Page #2 -------------------------------------------------------------------------- ________________ 8. મોટનદોષ- આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે ‘મોટનદોષ'. 9. મલદોષ- ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે ‘મલદોષ'. 10. વિમાસણદોષ- ગળામાં હાથ નાખી બેસે છે. તે વિમાસણદોષ', 11. નિદ્રાદોષ- સામાયિકમાં ઊંઘ આવવી તે ‘નિદ્રાદોષ'. 12. વસ્ત્રસંકોચનદોષ- સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે ‘વસ્ત્રસંકોચનદોષ'. એ બત્રીશ દૂષણરહિત સામાયિક કરવી, પાંચ અતિચાર ટાળવા.