Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપધાન અંગે એક વિચારણું
ચિંતક : અચલગચ્છનાયક પૂ. આ. શ્રી મહેદ્રસૂરીશ્વરજી મ. સા. રચના : સંવત ૧૨૯૪. ગ્રંથનું નામ : શતપદી ભાષાંતર. વિચાર ૯૬ મો. પ્રકાશક : છે. રવજી દેવરાજ કચ્છ કોડાયવાળા (સંવત : ૧૯૫૧]
પ્રેષક : શ્રી ખીમજી શીવજી હરિયા પ્રશ્નઃ મહાનિશીથમાં કહેલ ઉપધાન વિધિ તથા માળારોપણ કેમ નથી માનતા?
ઉત્તર : જે એ વાત માનીએ તે ઘણું આચાર્યો અને ઘણું ઘણું સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓને અનંત સંસારીપણું પ્રાપ્ત થાય છે, માટે અમે એ વાત નથી માનતા. કારણ કે, મહાનિશીથમાં ઉપધાનવિધિ કહ્યા પછી આ પ્રમાણે કહ્યું છે:
હે ભગવન ! આવી મોટી નિયંત્રણ બાળજનો શી રીતે કરી શકે ?” એના ઉત્તરમાં ભગવાન કહે છે કે, “હે ગૌતમ, જે કઈ એ નિયંત્રણ નહિ ઇચ્છતાં વગર ઉપધાને નવકાર મંત્ર ભણે, ભણવે, કે ભણતાને અનુમત કરે, તે પ્રિય ધમાં કે દઢ ધર્મા ન હોય અને તેણે સૂત્રાર્થ તથા ગુરુની હીલના કરી તથા સર્વ અરિહંત અને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને જ્ઞાનની પણ આશાતના કરી; જેથી તે અનંત સંસારી થઈ અનેક દુ:ખ પામશે.
વળી ગૌતમે પૂછયું કે, “ભગવદ્ ! ઉપધાન વહેતાં તો બહુ વખત વીતે, તેટલામાં વચ્ચે કદાચ મરણ પામે તે નવકાર વિના શી રીતે ઉત્તમાર્થ સાધી શકે?” આના ઉત્તરમાં ભગવાને કહ્યું કે, “હે ગૌતમ, જે સમયે, તેણે ઉપધાનના માટે કંઈ પણ તપ માંડયું કે તે સમયે જ તે સૂત્રાર્થ ભણ્યા સમજવા, માટે એ નવકાર મંત્રને અવિધિએ ગ્રહણ નહિ કરવું, કિંતુ એવી રીતે ગ્રહણ કરવું કે, “જેથી ભવાંતરમાં પણ નાશ નહિ પામે.”
આ સૂત્રના અભિપ્રાયથી સ્પષ્ટ જણાય છે કે ઉપધાન વિધિ વિના નવકાર ભણે, ભણાવે કે અનુજ્ઞા આપે તે બધા અનંત સંસારી થાય, અને આજ કાલ તો કોઈ વિરલા આચાર્યો તથા દરેક ગચ્છમાં કઈ કઈક બે ચાર સાધુ-સાધ્વીઓને અને એકાદ બે શ્રાવક તથા ડીક શ્રાવિકાઓ જ ઉપધાન વિધિ કરતાં દેખાય છે. ત્યારે બાકીના
વરઆ શઆર્ય કયાઘગોતમ સ્મૃતિગ્રંથો
(૫E
Page #2
--------------------------------------------------------------------------
________________
baaba haP ટ ટ ટ ટ ટ ટ ટ
[૨૭]
જેઓએ ઉપધાન વિધિ નથી કરી એવા આચાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા તથા નવકાર ભણનાર ભદ્રક જને મહાનિશીથના અભિપ્રાયે તેા અન'ત સ'સારી જ થયા.
વળી જેમણે ઉપધાન વહ્યા છે, તેઓ પણ શરૂઆતમાં નાનપણમાં તેા વગર ઉપધાને જ નવકાર શીખેલા, તેમ જ ઉપધાન વહ્યા બાદ પણ બાળકાને વગર ઉપધાને નવકાર ભણાવતા દીસે છે અને વળી ઉપધાન વિધિ વગરના શ્રાવક શ્રાવિકા, ભદ્રક જન કે તિય``ચાને મરણુ વેળા નમસ્કાર આપતા દેખાય છે, તેથી એમને પણ અનંત સ`સારી પણ ટળવુ મુશ્કેલ જ છે.
હવે ભગવાનના અભિપ્રાય પ્રમાણે તે ઉપધાન વિધિ વિના પણ નવકાર વગેરે ભણતાં, ભણાવતાં કે અનુજ્ઞા દેતાં કાઈ ને પણ અનંત સ`સારીપણું થતું નથી, કિ ંતુ સકળ કલ્યાણુ માળાની જ પ્રાપ્તિ થાય છે, એ આખત નીચેના દાખલા વિચારો.
ભક્ત પરિજ્ઞામાં કહ્યું છે કે ગેાવાળ અજ્ઞાની છતાં, અને મીઠ, કિલષ્ટકમી છતાં નવકારથી સુખી થયા.
આવશ્યકમાં નિર્દંડી નવકારથી આ લેાકમાં સુખી થયેા વગેરે કહ્યુ છે. પ્રહાર વિધુર યુગબાહુને મદનરેખાએ નવકાર આપ્યાથી તે પાંચમા દેવલેાકમાં ગયા. જ બુસ્વામીના પિતા ઋષભદત્તે પોતાના લઘુ ભાઈ જિનદાસને નવકાર વગેરે ક્રિયા કરાવ્યાથી તે જ ખુદીપના અધિપતિ અણુાઢિએ નામે દેવતા થયા છે.
તિય ચામાં પણ કેટલાકને મહિષ આએ અને કેટલાકને શ્રાવકેાએ, પંત ક્રિયા કરતાં નમસ્કારના પ્રભાવે દેવપણુ તથા બેાધબીજ મળ્યા છે.
દાખલા તરીકે પાર્શ્વનાથના જીવ હાથી, મુનિસુવ્રત સ્વામી પ્રતિમેાષિત અશ્વ, સાદાસના જીવ ગેડા, સહદેવીના જીવ વાઘણ, વૈતરણીના જીવ વાનર, ભદ્રક મહિષ, કમળ સબળ નામે એ બળદ, શ્રેષ્ઠિ પુત્રના જીવ મત્સ્ય, નંદ મણિયારને જીવ દેડકા, ક્ષુલકના જીવ શુક્ર, ખીજા ક્ષુલકનેા જીવ પાડા, ચંડ કૌશિક સર્પ, ભરૂચની શકુનિકા સેઝુકના જીવ દેડકા, ત્રિવિક્રમ ભટ્ટના એકડા, કમઠની પ'ચાગ્નિમાં મળતા સર્પ, કુરગડુકના પૂર્વીલા ભવે તેને જીવ દષ્ટિ વિષ-સર્પ, પ્રદ્યમ્નની માતાના જીવ કૂતરી, ચારુદત્ત આરાધના કરાવેલા એકડા, સિંહુસેન રાજાના જીવ હાથી ઇત્યાદિ અનેક ઉદાહરણેામાં ઉપધાન વિના પણ આરાધકપણુ દેખાય છે.
વળી સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા તથા ટિપ્પનક વગેરે વમાન આગમ ગ્રંથામાં કયાં પણ ઉપધાનની વિધિ બતાવી નથી, માટે તે કેમ કરાય ?
વળી આજ કાલ છ ઉપધાન વહેારાવાય છે. પાંચ મ’ગળ મહા શ્રુતસ્ક ધના, ઈર્ષ્યાપથ
શ્રી આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ
Page #3
--------------------------------------------------------------------------
________________
[૨૭૬]shabh bachhi thi sahhhhhhhhhhhhhhhhhhhhhh
શ્રુતસ્ક ધના, શુક્રસ્તવના અરિહંત ચૈઇયાણું ઇત્યાદિદંડકના, ચાવીસત્થાના અને પુખ્ખર૦૨દીવેટ્ટે ઇત્યાદિના પણ એ ઘટના યુક્તિ રહિત અને નવી કલ્પિત જેવી દેખાય છે. કારણ કે પંચમંગળ કઈ જુદો શ્રુતસ્કંધ નથી, કિંતુ સ` શ્રતસ્કધના અભ્યંતર ભૂત રહેલ છે. ઇરિયાવહી પણ પ્રતિક્રમણાધ્યયનને એક દેશ છે. શક્રસ્તવ જ્ઞાતાદિકના અધ્યયનના એક ભાગ છે તથા અરિહંત ચેયાણ' વગેરા અને પુખ્ખરવરદીવતોૢ વગેરા કાઉસગ્ગ અધ્યયનના અવયવ છે અને ચાવીત્સથોએ એક અલગ અધ્યયન છે. આવી રીતે સિદ્ધાંતવાઢીએમાં પ્રસિદ્ધ વાત છે. છતાં ઉપધાન કરાવનારાઓએ નવકારનાં પાંચ અધ્યયન અને ઉપર ત્રણ રુલિકા, ઇરિયાવહીના આઠ, શક્રસ્તવના ખત્રીશ, ચેાવિસત્થાના પચીશ, અહુત સ્તવના ત્રણ અને શ્રતસ્તવના પાંચ અધ્યયન ઠેરવ્યાં છે. માટે એ બધુ' કલ્પિત જ લાગે છે, કારણ કે એકને મહાશ્રુતસ્ક ધ ઠેરાબ્યા, બીજાને શ્રુતસ્ક’ધ ઠેરાવ્યેા અને બાકીનાને એમ જ રહેવા દીધા તેનું શુ કારણ છે? વળી કયા સિદ્ધાંતમાં એક એક પદનાં અધ્યયન કહ્યાં છે પણ વિચારવા લાયક છે, તેમ જ સામાયિક, વાંદાં, પડિકમણુ વગેરે છ આવશ્યકના ઉપધાન નહિ કહેતાં ત્રુટક ઉપધાન કહ્યાં, ત્યાં પણ યુક્તિ નથી દેખાતી.
તથા ઉપધાનના તપ પેટે કહેવામાં આવે છે, જે પિસ્તાળીશ નેાકારસી અથવા ચાવીસ પારસી અથવા સેાળ પુરિમઢ અથવા દશ અવઢ અથવા આ બ્યાસણા વડે ઉપવાસ લેખી શકાય, તે પણ આગમ ગ્રંથમાં કયાં પણ કહેલ નથી.
હવે એ બધુ' મહા નિશીથમાં કહેલ છે, પણ તે ગ્રંથ પ્રમાણ કરી શકાય તેવા નથી. કારણ કે, તેના કર્તાએ જ તે જ ગ્રંથમાં લખ્યુ છે કે, ‘ઈહાં જે વધઘટ લખાયુ' હોય તેના દોષ શ્રુતધરાએ (મને) નહિ આપવા (કારણ કે) એને જે પૂર્વાદ હતા, તેમાં જ કયાંક લૈાક, કયાંક પદ કે અક્ષર, કયાંક પ`ક્તિએ, કયાંક પૂઠી, કયાંક એ એ ત્રણ ત્રણ પાનાં ઇત્યાદિ ઘણા ગ્રંથ નાશ પામેલ હતા. એ રીતે પહેલા અધ્યયનના પતે લખ્યું છે, તથા ત્રીજા અધ્યયનમાં લખ્યુ છે કે, મહા નિશીથના પૂર્વાદના ઉધઈ એ કટકે કટકા કર્યાંથી ઘણાં પાનાં સડી ગયાં હતાં તથા ચેાથા અધ્યયનના અ`તે લખ્યુ છે કે, આ ચેાથા અધ્યયનમાં ઘણાં સૈદ્ધાંતિક (સિદ્ધાંત માનનારા પુરુષા) કેટલાક આલાવા સમ્યક્ શ્રદ્ધતા નથી; માટે હરિભદ્રસૂરિ કહે છે કે તેથી મને તે બાબત સમ્યક્ શ્રદ્ધાન નથી. વળી એ મહાનિશીથમાં ઉપધાનની માફક બીજી પણ અતિ વાતે છે. તેમાંથી કેટલીક ઇહાં ખતાવીએ છીએઃ (૧) આઉ કાયના પિરભાગમાં, તેઉકાયના સમાર'ભમાં, અને મૈથુન એ ત્રણેમાં ઐધિ ઘાત જ થાય છે. તેમાં કઈ પ્રાયશ્ચિતથી શુદ્ધિ થઈ શકે નહિ.
શ્રી આર્ય કલ્યાણૌતન્નસ્મૃતિગ્રંથ
Page #4
--------------------------------------------------------------------------
________________
h
ttleshnehmdevla lol #ehsas Modelwale foef.shese lees
lesle spoon lesley-
b lever
al
(૨) માર્ગે ચાલતા સાધુએ સો સો ડગલે ઈરિયાવહી પડિકમવી.
(૩) આર્યાએથી તેર હાથ વેગળા રહેવું અને મનથી શ્રત દેવીની માફક સર્વ સ્ત્રીઓને પરિહરવી.
(૪) કપ નહિ વાપરે તો ચઉત્થને પ્રાયશ્ચિત આવે. (૫) ક૯૫ પરીઠવે તે દ્વાદશમ તપનું પ્રાયશ્ચિત આવે. (૬) પાત્રા બંધનની ગાંઠો નહિ છોડે તો ચઉલ્થ લાગે.
(૭) આઠ સાધુથી ઓછા સાધુઓને ઉત્સર્ગ કે અપવાદે સાધ્વીઓ સાથે ચાલવું ન ક૯પે. ત્યાં વળી સાદવાઓ પણ ઉત્સગે ઓછામાં ઓછી દશ અને અપવાદે ચાર જોઈએ. વળી તેવી રીતે ચાલવાનું પણ સો હાથ સુધી જ કરશે. તે ઉપરાંત સાથે ચાલવું ન જ કપે.
(૮) કાળી જમીનથી પીળીમાં જતાં, પીળીથી કાળીમાં જતાં, જળથી સ્થળમાં જતાં, સ્થળથી જળમાં જતાં વિધિએ કરી પગ પ્રમાજી પ્રમાજીને દાખલ થવું. નહિ પ્રમાજે તો બાર વર્ષનું પ્રાયશ્ચિત આવે.
(૯) રજજા સાધ્વીના અધિકારે કેવળી મહારાજા રજજાને કહ્યું કે, તમે બીજી સાવીઓ આગળ બેલ્યા જે પ્રાસુક પાણીથી મારું શરીર બગડયું તેથી હવે એવું કોઈ પ્રાયશ્ચિત નથી, જે તમારી શુદ્ધિ કરે.
(૧૦) જે સ્ત્રી મનથી પણ શીલ ખંડે, તે સાત વાર સાતે નરકે જાય.
(૧૧) કોઈ માણસ આ ભવમાં ઉગ્ર સંયમ તપ કરી શકતો નહિ હોય, છતાં સુગતિએ જવા ઈચ્છતા હોય, તો તે જે રજોહરણની એક દસી પણ ધારી રાખે તે હે ગૌતમ, મારી બુદ્ધિએ સિદ્ધક્ષેત્રની ઉપલી માંડવીમાં ઉત્પન્ન થાય.
(૧૨) ઉમાનહ સહિત ચાલે, તે ફરી ઉપસ્થાપના લાયક થાય. (૧૩) સેળ દોષ રહિત છતાં સાવદ્ય વચન બોલે તે ઉપસ્થાપના લાયક થાય. (૧૪) સહકારે પણ જે રજોહરણ ખંધ પર નાખે, તે ઉપસ્થાપના લાયક થાય.
(૧૫) સ્ત્રીના અંગોપાંગને હાથ વડે, પગ વડે, દંડ વડે, હાથમાં ધરેલ દર્ભની અણી વડે કે પગની ઉડવેલી ૨૪ વડે પણ જે સંઘટ્ટો કરે તે પારાંતિ પ્રાયશ્ચિત પામે.
(૧૬) ચૈત્ય વાંધા વગર સૂતાં તથા ગુરુની પાસે ઉપધિ, દેહ તથા અશનાદિકને સાગારી પચ્ચખાણ કરી વસરાવ્યા વગર સૂતાં તથા કાનના વિવરણમાં કાપુસ પૂર્યા વગર સૂતાં ઉપસ્થાનના પ્રાયશ્ચિત આવે.
(૧૭) વાતના પ્રસ્તાવમાં વાત ચાલી છે કે તેણે પૂર્વલા ભવમાં સાધુપણામાં વચનદંડ પ્રરુપ્યું હતું. તેથી તે કારણે આ ભવે તેણે યાજજીવ મૂક વ્રત ધારણ કર્યું.
મા શ્રી આર્ય કયાહાગૌતમસ્મૃતિગ્રંથ) ADE
Page #5
--------------------------------------------------------------------------
________________ [ર૭૮] eeeeeeeeeeeeeeeectobs.blogs ponsessed here to se ded (18) સ્તવ સ્તુતિ વડે ત્રિકાલ જે રીત્ય ન વદે તેને પહેલી વારે તપ, બીજી વારે છે અને ત્રીજી ઉપસ્થાપના આવે. (19) અવિધિએ રૌત્ય વાંદે તો પારાંચિત લાગે. - (2) સહસાકારે વાસી ભોજન લેવાઈ ગયું, તે જે તત્કાળ નિરુપદ્રવ થંડિલમાં નહિ પરડવે તો માસ ખમણ પ્રાયશ્ચિત લાગે. (21) રાતે જે છી કે, ખાંસી કરે અથવા ફળક, પીઠ કે દંડથી ડે પણ અવાજ કરે, તે માસ ખમણ પ્રાયશ્ચિત આવે. આવી આવી ઘણી વાત છે કે, જે તમે પણ માની શકતા નથી, તેથી તમે જ એ ગ્રંથને અપ્રમાણ કર્યું દેખાય છે. માટે ઉપધાન પણ એ જ ગ્રંથમાં કહેલા હોવાથી અમારે પ્રમાણ નથી. હવે જ્યારે અમે ઉપધાન પ્રમાણ નથી કરતા, ત્યારે તેના ઉજમણુ રૂપે રહેલ માળારોપણ તો સહેજ અપ્રમાણુ જ થયું. [શ્રી રવજી દેવરાજે કરેલા “શતપદીના ભાષાંતરમાંથી ] जीवित यः स्वयं चेच्छेत् कथ सोऽन्य प्रधात्यत् / यद् यदात्मनि चेच्छेत तत् पदस्यापि चिन्तयेत् // જે પિતે જીવવા ઈચ્છે છે, એ બીજાને ઘાત કેવી રીતે કરી શકે ? મનુષ્ય જે પિતાના માટે છે, એ જ બીજાઓ માટે પણ વિચરે. यदन्यै/हित नेच्छेदात्मनः कर्म पुरुषः / न तत् परेषु कुर्वीत जाननप्रियमात्मनः // જે અન્ય કૃત વ્યવહારને મનુષ્ય પોતાના માટે નથી ઈચ્છતો, તે વ્યવહાર એ બીજા પ્રત્યે પણ ન કરે. એ જાણે કે જે વ્યવહાર પોતાને અપ્રિય છે, એ બીજાને કેવી ર તે પ્રિય થશે ? दान हि भूताभयदक्षिणायाः सर्वाणि दानान्यधितिष्ठतीह / / तीक्षणां तनु यः प्रथम जहाति सोऽत्यन्तभानोत्यभय प्रजाभ्यः // સંસારમાં પ્રાણીઓને અભયની દક્ષિણાનું દાન દેવું એ બધાં દાનથી ચઢિયાતું છે. જે પ્રથમથી જ હિંસાનો ત્યાગ કરી દે છે, એ બધાં પ્રાણીઓથી અભય થઈને મેલ પામે છે. (2શમાર્ય ક યાણ ગૉવમસ્મૃતિગ્રંથ માં