Book Title: Sukdi Orisiya Samvad
Author(s): Devbala Sanghavi
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
Catalog link: https://jainqq.org/explore/230266/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુકડિ- ઓરસીયા સંવાદ ડૉ. દેવબાળા સંઘવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદાત્મક કૃતિઓની પરંપરાનુસાર આ કૃતિ સુખડ અને ઓરસીયાના સંવાદને આલેખતી રચના છે. સંવાદાત્મક કૃતિઓની પરંપરામાં માનવીઓના પરસ્પર સંભાષણને આલેખતી, માનવીનાં અંગો અને અવયવો અરસપરસ બોલતાં હોય એવું દાખવતી અને આ સૃષ્ટિના વિવિધ પદાર્થો વચ્ચેના કોઈ બે પદાર્થોના સંવાદને આલેખતી કૃતિઓ એમ વિષયાનુસાર વિભાગ પાડી શકાય છે. પ્રથમ વિભાગમાં નેમ રાજુલસંવાદ, ગુરુ-શિષ્ય સંવાદ, રાવણ-મંદોદરિ સંવાદ તો બીજા વિભાગમાં લોચન કાજલ સંવાદ, જીભ દાંત સંવાદ, આંખ-કાન સંવાદ, ડાબા જમણા હાથનો સંવાદ રચાનાવિષય બન્યા છે. ત્રીજા વિભાગમાં સમુદ્ર-વહાણ, મોતી-કપાસિયો, સમુદ્ર-ક્લશ, સૂર્ય-દીપક, સુખડ ઓરસીયો આદિનો સંવાદ આલેખાયેલ છે. ઉપલબ્ધ સંવાદ કૃતિઓમાં સોળમાં શતકમાં મુનિ લાવણ્યસમય કૃત રાવણમંદોદરી સંવાદ, કરસંવાદ, ગોરી - સાંવલી વિવાદ તથા સૂર્ય - દીપ સંવાદ તથા કવિ સહજસુંદરકૃત યૌવન - જરા સંવાદ અને આંખ-કાન સંવાદ નોંધપાત્ર છે. સત્તરમાં શતકમાં અજિતદેવસૂરિકૃત સમકિત - શીલ સંવાદ, જયવંતસૂરિકૃત લોચન-કાજલ સંવાદ, હીરકલશકૃત જીભ - દાંત સંવાદ, કવિ સમયસુંદર રચિત દાન-શીલ તપ-ભાવના સંવાદ, શ્રીસારફત મોતી - કપાસીયા સંવાદ, ઉપા. કુશલધીર રચિત ઉદ્યમ કર્મ સંવાદ ધ્યાનાર્હ કૃતિઓ છે. અઢારમાં શતકમાં ઉપા. યશોવિજયજીત સમુદ્ર - વહાણ સંવાદ, ઉદયવિજયજીકૃત સમુદ્ર - કલશ સંવાદ ને આચાર્ય ભાવપ્રભસૂરિકૃત સુકડિ - ઓરસીયા સંવાદ સં. ૧૭૮૩ ઉલ્લેખનીય છે. આ અપ્રકટ કૃતિની સ્વહસ્તાક્ષર લિખિત હસ્તપ્રત ગ્રંથભંડારમાંથી ઉપલબ્ધ થતાં તેનો પરિચય અત્રે કરાવવાનો ઉદ્દેશ છે. ભાવપ્રભસૂરિની આ સંવાદ રચના ૧૬ ઢાલ અને ૩૫૪ કડીની ૭૬૪ પંકિતઓમાં પથરાયેલી સહુથી દીર્ધ સંવાદકૃતિ છે. આ કૃતિનું નામ સંવાદ છે છતાં તેમાં આલેખાયો છે વિવાદ. સુખડીની લાકડી અને ઓરસીયા વચ્ચે આ વિવાદ નારી-નર વચ્ચેનો, વનસ્પતિકાય અને પૃથ્વિકાય વચ્ચેનો હંસાતુંસીભર્યો વિવાદ છે. અરસપરસના એકમેકથી મઠી ઊંચેરા સાબિત કરવાના પ્રયત્નની પરાકાષ્ઠા સર્જી સામાના દોષદર્શન અને પોતાના ગુણગાન સુધી પહોંચી જઇ આખરે સમાધાન અને સંવાદમાં પૂર્ણ થતી આ રચના કવિની ફળદ્રુપ કલ્પનાશકિત, ઊંડી વિચારશકિત અને તીણ દલીલશકિતનો પરિચય કરાવે છે. શત્રુંજય તીર્થ પર જિનપ્રભુની અંગપૂજા માટે ઓરસીયા પર સુખડ ઘસવા જતાં એ બે વચ્ચેના સંભાષણને આલેખતી કૃતિમાં કવિએ નીતિ-બોધ-ઉપદેશની સુંદર ગૂંથણી કરી છે. ૧૮૯ સુકડિ ઓરસીયા સંવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભે જિનેશ્વરદેવ, સરસ્વતીદેવી અને તેમના કૃપાપાત્ર સિદ્ધસેન દિવાકરાદિ કવિવરો તથા ગુરુશ્રી મહિમાપ્રભસૂરિને પ્રણમીને કવિએ ચોથી જ કડીમાં ‘સુકડ ઓરસીયા તમો કહિસ્સું સરસ સંવાદ' એમ વિષયારંભ કરી લીધો છે. ઋષભજિનંદપુત્ર ચક્રવર્તિરાજા ભરત અયોધ્યાનગરીમાંથી છ ખંડ ભૂમિપર રાજ્ય કરે છે. સાથે ૧૪ રત્નો, ૯ નિધિ, ૬૪ હજાર રાણીઓ અને અપાર ઐશ્વર્ય છે. ત્યારે કેવલીપ્રભુ ઋષભદેવ મુખે સંઘપતિ પદ મહિમા, તેનાં લક્ષણો, તેનું કાર્ય આદિ શ્રવણ કરતાં ઉત્સાહ પ્રકટતાં ભરતરાજા શત્રુંજ્ય યાત્રાનો સંઘ લઈ જવાનો સંકલ્પ પાર પાડવા ઉદ્યમશીલ બન્યાની વાત પ્રથમ ઢાલમાં કવિએ કહી છે. સંઘપ્રયાણનું સુંદર વર્ણન કરતી બીજી ઢાલ અને જે ગિરિરાજના કાંકરે કાંકરે અનંત સાધુગણ સિદ્ધ થયા છે ત્યાં ચૈત્ય કરાવી, પ્રભુના પ્રસાદો રચાવી, અનેક પ્રકારે ભક્તિભાવપૂર્વક પ્રભુજીની પ્રતિમાઓ બનાવડાવી પ્રતિષ્ઠા મહોત્સવ કરવાની તૈયારી દર્શાવતી ત્રીજી ઢાલની ભૂમિકા આલેખી કવિ ચોથી ઢાલથી સંવાદ કૃતિના મુખ્ય વિષય પર આવે છે.આ ૫૬ કડીની પૂર્વભૂમિકામાં ભરતરાજા, તેની રાણીઓ, તેનું રાજ્ય, સંઘપતિનાં લક્ષણો, કર્તવ્ય, મહાત્મ્ય, સંઘપ્રયાણ આદિનાં સંક્ષિપ્ત સુંદર વર્ણનો છે. ભરત રાજાએ ઃ મનોહર મૂલી ઔષધી મોતી રયણ પ્રવાલ, તીર્થોદક માટી શુભા વાલા ગંધ વિશાલ; અગર કપૂર-કેસર સુકડિ વાવ્યા વલી જવાર, પ્રતિષ્ઠા ઉપયોગિની વસ્તુ સજિ સવિ સાર. અને ‘ઘર્ષણ પીસણ કજ્જ’ લેઈ સૂકંડ હાથ, ‘કરઈ ઘસરકો જેહવઈ ઓરસીયાને અંગ' કે તુરત સુકડ બોલી ‘ભરત સુણો એક વિનતી રે' અને ૧૨ કડીમાં તે ઓરસીયાનો સ્પર્શ પોતાના અંગને થાય તે અણઘટતી વાત છે તે માટેનાં કારણો દર્શાવે છે. તેના ઉત્તરરૂપે ધીરગંભીર ઓરસીયો ૪૪ કડીની ઉક્તિમાં પ્રભાવક દલીલોની રજૂઆત કરે છે છતાં સુકડ માનતી નથી. તે ૪૮ કડીમાં પ્રત્યુત્ત આપે છે. જેની સામે ઓરસીયો ૨૧ કડીમાં અને ફરીથી સુકડિને ૨૮ કડીના પ્રત્યુત્તર સામે ૩૩ કડીમાં દલીલો કરે છે. આમ સુકડિની ૧૨, ૪૮ અને ૨૮ તથા ઓરસીયાની ૪૪, ૨૧ અને ૩૩ કડી સામસામે દલીલોની ૮૮ તથા ૯૮ એમ કુલ ૨૦૨ કડીનો આ વિવાદાત્મક સંવાદ છે. સંભાષણ હોઈ તેમાં બોલચાલની લહેકામય પાત્ર અનુરૂપ ભાષા પ્રયોજાઈ છે. પરિણામે કૃતિની સાહિજક સ્વાભાવિક સચોટ રસાત્મક સધાય છે. વિવાદ કરતાં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ એકમેકને ઉતારી પાડી, તેમની રજૂઆતને વજૂદ વગરની સાબિત કરી પોતાની વાતને સાચી સિદ્ધ કરવાના સક્ષમ પ્રયાસ કરે છે. બન્ને પક્ષની દલીલોની જોરદાર રજૂઆત આ સંભાષણને રસમય બનાવે છે. ૧૯૦ શ્રી વિજયાનંદ રિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ આ દલીલોને તર્કદષ્ટિએ તપાસીએ તો બન્ને પક્ષે તથ્યાંશ છે જ. સુકકડ પોતાને તરુવરશિરોમણિ અને પરિમલપૂર્ણ તથા ઓરસીયોને હીન, નિર્ગુણ જેના સંપર્કમાં આવે તેને ઘસીને ક્ષીણ કરનાર જડ પાષાણ કહે છે. જેનું અંગ ક્ષતભરપૂર છે, જે સંહારક છે, જલમાં જાતે ડૂબી અન્યને પણ ડૂબાડે છે. મૂઢને જેની ઉપમા અપાય છે તેનો સંગ ઉચિત નથી. અસમાન સંગનું પરિણામ કાગસંગહંસ જેવું આવે છે. એ ઓરસીયો ઓથમી રે નિગુણ નિપટ એ હીણ; મૂઢનઈ ઈમ કહઈ માનવીરે પ્રત્યક્ષ એહ પાષાણ. ઓરસિયો પોતાને ગિરિવંશનો સમર્થ સુત માને છે. ગિરિરાજ શેત્રુંજયનો વંશજ ગણે છે. ધીર ગંભીર ઘોષથી કટકી ચંદનતણી થી ઉદ્બોધ કરી તેના ગર્વખંડનનો પ્રયાસ આરંભે છે. સુખડનું સંસ્કૃત નામ ‘શ્રીખંડ’ નપુસકલિંગ અને વ્યવહારનામ સુકડિ ‘સ્રીલિંગ’ છે. નટની જેમ નામ જાતિ બદલનાર, સ્ત્રીજાતિ તરીકે માયા-મોસાની અધિકતાથી સત્તરમું પાપસ્થાનક ગણાનાર સુકડિ વળી તેમાં આવો અહંકાર ! ઉચ્ચતાની વાત તો દૂર રહી, આ તો નીચતાની ય પરાકાષ્ટા ! સુકડિ યાને કે સ્ત્રીજાતિના દુગુર્ગો દર્શાવી, અતાગ સ્રીચારિત્ર અને સ્ત્રીઓએ કરેલાં હીન કૃત્યોનાં ઐતિહાસિક દૃષ્ટાંતો આપી ઓરસીયો તેની હીનજાતિ સાબિત કરવા મથે છે. છતાં સ્ત્રીયોમાંય અપવાદરૂપ સોળ સતી, જિનમાતાઓ છે જ. તેમ સુગંધગુણને લીધે સુકડિનું મહત્વ છે ખરૂં ! પણ જો તે કારણ તજી, કાર્ય ઈચ્છે તો મૂર્ખતા છે. કાર્યસિધ્ધિ શક્ય તો જ બને જો તે કુહાડીથી કપાય, ઓરસીયા પર ઘસાય, ભાવિકજન દ્વારા પ્રયોજાય અને ત્યારે જ તે જિનપૂજન માટે ઉપયોગી બની શકે. વળી ઓરસીયાની જાતિ તો ઉચ્ચ છે. શૈલરાજપુત્ર તે ભારે છતાં ઉપકારી છે. તેના નામમાં આવતો ‘ઉરસ્’ યાને કે હૃદય તેને હૃદયવંત દર્શાવે છે. તેનો સંગ એ ભોગ નથી કેમકે તે અપૂર્વ બ્રહ્મચારી છે. ગંધની છાકી, ક્લેશની માતી, ક્લેશ વલ્લભ સ્ત્રીજાતિ સુકડિએ બૂરાં ફળ આપનાર કુસંપ ઝઘડો તજી દેવાં જોઈએ. સુડિને હીનજાતિ કહેવાથી થયેલો રોષ તેનાં પ્રત્યુત્તરમાં જણાવતાં તે ઓરસીયાને લિંબોળી અને પોતને દ્રાક્ષ ગણાવે છે. ઓરસીયોના ખાનદાનને તુચ્છતાથી વર્ણવતાં તે શિલામાં, ગંડશશૈલ પિતા, લોઢી બહેનના કુટુંબવાલો ગણાવે છે. પુષ્કરાવર્તમેઘ અને મગશૈલના દ્રષ્ટાંતે ઉદંડતા અવગુણ દર્શાવે છે. તેનું સંસ્કૃત નામ અવકર્મક યર્થાથ છે કેમકે તે સ્ત્રીજાતિ સુકડિ માટે વિનાશકારી છે. કાર્યકારણની બાબત તો એવી છે કે પાણી ભરવા માટે કાર્યરૂપી ઘડો જ લેવાય, કારણરૂપી કુંભારના ચાકનો વિચાર પણ ન કરાય. ટાઢથી બચવા સહુ વસ્ર ઓઢે, રેંટિયો કે ત્રાક નહિં. માટે કાર્ય સાથે જ સંબંધ ઉચિત, કારણને શું કરે ! સુકડિ વનસ્પતિ જાતિનું મહત્ત્વ અને ઉપકારિતા દર્શાવતાં સંખ્યાબંધ દૃષ્ટાંતો આપી પોતાનું S રોઝીયા સંવાદ ૧૯૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ મહત્ત્વ દર્શાવે છે. જિનેશ્વરદેવના છત્રરૂપે અશોકવૃક્ષ, દેવત, કલ્પવૃક્ષ અને દેવી દશ તરુવરોની તે વંશજ છે. જિનપ્રતિમા, જિનમંદિરદ્વાર, સાધુકરનો દંડ, મંત્રજપ માટે માળા ઈત્યાદિમાં કાષ્ટ પ્રયોજાય છે. જગતને પોષણ આપનાર અનાજ, આરોગ્ય આપનાર ઔષધિ, સુગંધી ઈદ્રિયઉપભોગ તેલઅત્તરાદિ સામગ્રી આપનાર વનસ્પતિજાતિ જ હોઈ તેનું સ્થાન ઉચ્ચ જ છે. ઓરસીયો તુરત જ તેની દલીલનું ખંડન કરતાં જણાવે છે કે તેની સંગતિ તો કોની કોની સાથે છે ? માથે સર્પ યા કુહાડી છે. પવન તેના પરિમલનો ચોર છે. વળી સૂત્રસિધ્ધાંતનુસાર દસ તરુવરો વનસ્પતિજાતિના નહિ પણ પૃથ્વીકાય યાને ઓરસીયાની જાતિના છે. વળી જલ, વનસ્પતિ, સર્વપ્રાણીના આધાર રૂપ પૃથ્વી જ છે. જિનમંદિર, જિન પ્રતિમા, ગઢ, મઢ તેનાં જ બને છે. જીવને પોષક આહાર પકાવવા માટે પાત્ર આવશ્યક છે તે માટીનું જ છે. સપ્તધાતુ રત્નો આદિ પૃથ્વીની જ પેદાશ છે. આભૂષણો પણ તેનાં જ બને છે. લવણ પૃથ્વીકાય વિના ભોજનમાં રસ નથી. આમ છતાં પર્વતપુત્ર ઓરસીઓ અને પર્વતે ઊગેલ સુકડિ બન્ને સમાન મહત્ત્વ ધરાવતાં હોઈ ભાઈબહેન સમાન સુકડિનો રોષ અધિક વધતાં તે ઓરસીયાને હરાયા ઢોર સમ અને અભિમાને ફૂલી ગયેલા ચોળા સમ કહી સુકડિ સાથે વાદ કરવા માટે તેને અપાત્ર ગણાવે છે. દેખી ટોલું લોકનું હુઈ ભૂરાયું ઢોર તિમ તું ભૂરાયો થયો રહ્યો સંઘ તુઝ કોરિ જે તેં માથું ઉપાડીઉંમુઝસ્યુ કરવા વાદ ઘેટાંની પરિઘુરહર્યો સવિં સુણ્યો તવ સાદ. સુકડિ પોતાના નામની વ્યુત્પત્તિ કરી તેના સમાનાર્થી શબ્દ સુકટિ “સુકૃતકારિકા' સુક્રિયા, શુભનારી, શીલવતી સતી એમ દર્શાવે છે. અને પછી કુલવતી નારીના આચાર-વિચારનું, કાર્ય-અકાર્ય અંગેની તેની ઔચિત્ય સમજનું વિસ્તૃત વર્ણન કરી પોતાની ઉચ્ચતાનું પ્રમાણ આપે છે. સાથે સાથે નીતિ-બોધ-ઉપદેશ દષ્ટિએ પણ સુકડિની આ ઉકિત શ્રોતાઓ માટે સમૃધ્ધ બની રહે છે. ' આ ઉક્તિ બાદ ભરતરાજાની રાણીઓ સુકડિને પક્ષ લઈ ઓરસીયા સાથે સુકડિની ઈચ્છા વિરૂધ્ધ ન લગાડવા જણાવે છે. પરંતુ ભરત રાજા તટસ્થપણે બન્ને પક્ષને પૂર્ણપણે સાંભળવાના મતના છે, તેથી ઓરસીયાને જવાબ આપવાની તક મળતાં જ સુકડિને ઉતારી પાડતાં કહે છે ગર્વ મ કરિ રે ગહિલડી પામી ગંધ પયરચ્છ. જો જિન અંગે નવિ ચઢી તુ તુઝ જનમ અક્સર છતાં સાથે સાથે સમજાવટનો સૂર પણ કાયમ રાખે છે. શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ Page #5 -------------------------------------------------------------------------- ________________ સમઝાવો સુકડિ પ્રતેં હજી ન ઉડઈ ઉધ પંણી પર્વત આગલઈ માંડઈ નિજ માહાભ્ય કૂપડેડકી કિમ લહઈ ગુરુ સરોવર ગમ્ય - એમ સુકડિને પુણી અને પોતાને પર્વત, તેને કૂવાની ફુલાણ દેડકી અને પોતાને વિશાળ સરોવર ગણાવે છે. પોતાના નામનો અર્થ લૌકિક વ્યુત્પત્તિની રીતે કરતાં ઓરસીયાના ઓ એટલે ઓમકાર યાને જિનેશ્વદેવ, જિનપૂજા, જૈનધર્મ અને તેમાં રસીયો તે ઓરસીયો વળી તેના નામનો એક અર્થ સુપુરુષ જણાવી તેનાં લક્ષણો વર્ણવે છે. આમ પોતાની સમજ અને મહાત્મ દર્શાવે છે. રાજા ભરત આના નિરાકરણ માટે ગણધરને પ્રાર્થના કરે છે ત્યાં આ વિવાદ સંભાષણનો અંત આવે છે. ચોથી ઢાળની ચોથી કડીથી આરંભાયેલ આ ૨૦૨ કડીના વિવાદાત્મક સંભાષણ બારમી ઢાલમાં સમાપ્ત થાય છે. તેરમી ઢાલમાં ગણધરદેશના માં કવિ કાર્ય, કારણ સંબંધની વિસ્તૃત ચર્ચા રજૂ કરે છે. ધૂમ્રવહ્નિન્યાય સમજાવતાં જ્યાં જ્યાં ધૂમાડો ત્યાં ત્યાં અગ્નિ એવો સંબંધ સમજાવે છે. કારણો પાંચ પ્રકારનાં દર્શાવે છે. જેમાં એક કારણ છે સ્વભાવકારણ - સ્વોપાદાન જેના પરિણામે માતા મરૂદેવી સિદ્ધ થયા. તે જ પ્રમાણે સુકડિ અને ઓરસીયો બન્ને જિનપૂજનાર્થે સ્વોપાદાન કારણો છે. બંને મહત્વનાં છે. બંને અનિવાર્ય છે. પછીની દેશનામાં સ્યાદ્વાદ એકાન્તવાદને ભંજક છે. તેમાં સાત નયને સમુદાય જ્ઞાનદષ્ટિ આપનાર છે. આ સાત નયમાં ચાર દ્રવ્યના છે. નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર તથા ત્રણ પર્યાયનય છે શબ્દ, રૂઢ અને પર્યાય. આ દરેકના શતપ્રકારભેદે સાતસો નય થાય. આમ છતાં આ સર્વની સમગ્રપણે વિચારણા કર્યા બાદ એમ તારણ કાઢી શકાય કે સુકડિ સુગંધ સ્વભાવને લીધે પ્રધાન કારણ છે છતાં પ્રથમ ઓરસીયા કારણ આવ્યા બાદ જ તે જિનઅંગે ચડે. ગણધરદેશનામાંની આ શાસ્ત્રસિદ્ધાંતની તથા નયની ચર્ચાકવિએ અત્યંત સરળ રીતે રજૂ કરી છે. ઘરગથ્થુ દષ્ટાંતો આપી તેમાં તેમણે સચોટતા આણી છે. પચનવિધિ ક્રિયા વિણ પાક ન ધાનનો બોલ્યા વિના ઉડઈ નહી સ્વર કોઈ ગાનનો અન્નકવલ ઉદ્યમવિણ નવિ આવઈ મુખઈ વિણ પુણે કિમ સંપત્તિ ભોગવીય સુખઈ આમ મારી સુકડિ વાત ઓરસીયાને સીસ નમાવતી, ખમાવતી અને “મેલ થયો ઓરસીયા સાથે મલપતો' થી સંવાદ સધાઈ વિવાદનો અંત આવે છે. દ્રવ્યપૂજાની તૈયારી થતાં પ્રતિષ્ઠા મહોત્સવના ૧૯૩ સકડિ ઓરસીયા સંવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ વિવિધ તબક્કાઓ ચૌદમી ઢાલમાં અને ભરતરાજાની ભાવપૂજા પંદરમી ઢાલમાં વર્ણવી કવિ અંતિમ સોળમી ઢાલમાં કૃતિના રચના સમય, સ્થળ, કર્તા નામ, ગુરુપરંપરા, ફલશ્રુતિ આદિ વર્ણવી પૂર્ણાહૂતિ કરે છે. - કવિની દલીલશકિત તર્કશકિતનો પરિચય કરાવતી આ રચના ભાષાદષ્ટિએ પણ નોંધપાત્ર છે. ઉબોધન અને સંભાષણની રજૂઆતમાં બોલચાલની ભાષા તેના વિવિધ લહેકાઓ - કાકૂઓ સાથે પ્રયોજાઈ છે. સુકડિ ઓરસીયાની ઉક્તિઓમાં પોતપોતાની વાતના સમર્થનરૂપે જે અવતરણો ટાકે છે તેનું વૈવિધ્ય ખરેખર ધ્યાન ખેંચે તેવું છે. સામાન્ય લોકોક્તિ, કહેવત, સુભાષિતથી માંડીને કવિતા, છંદ અને ગાથાનો ઉપયોગ કર્યો છે. કુલે બાર અવતરણની સાઠ પંકિતઓમાં આ રજૂઆત થઈ છે. સંગતિ સમાનની જ શોભે - અસમાનની સંગતનાં ફળ વાયસોંસની કથા દ્વારા કહી ચાર પ્રકારની સંગ કહેલ છે. 1 સજ્જન - સજ્જનનો દૂધ-સાકરનો 2 સજ્જન - દુર્જનનો સોના-કાચનો 3 દુર્જન - સજનનો પિત્તળ-માણેકરત્નનો 4 દુર્જન - દુર્જનનો ચકમક પથ્થરને ને વળી સંગતિ કી જઈ સાધુકી હરઈ ઉરાંકી વ્યાધિ ઓછી સંગત નીચકી આડાં પહર ઉપાધિ - જેવી હિંદી શબ્દ છાંટવાળી ઉકિત પણ આ જ સંદર્ભમાં છે. તો નીચ પુરુષને વર્ગતતા કવિત છંદની ભાષા વિશિષ્ટ છે. જૂ લીખાલા, દેહ રોમાલો, ભોલો, ઢીલો, ઢીલંગો, કમેં કાલો, ડીગો, ડોલાલો, ઠીકરઠાલો, ઠોઠ ઠીંગાલો, ભડંગ ભૂખાલો - જેને નહીં ગાંઠઈ ના ધાનનો દાણો તે તો નહીં લક્ષણ નહીં લાવણે એમ બન્ને રીતે ઠાલો છે. સુલક્ષણી શીલવતી નારીનાં લક્ષણોમાં પતિ પહેલાં જમે નહીં, શિયળની નવ વાડ સાચવે, પર્વતિથિએ બ્રહ્મચર્ય પાળે. જિનપૂજન કરે, એ પ્રકારે આચાર વર્ણન વિશેષ છે. સુપુરુષ પણ શિયળની સીમા સાચવે, પરસ્ત્રી સામે નજર ન કરે, સાત વ્યસનથી દૂર રહે, પાંચ પ્રકારે દાન કરે, સંઘ કાઢે, જિનપૂજા કરે એવા આચાર વર્ણન જ છે. દલીલબાજીના દાવપેચની અને ઉબોધનની લહેકામય ભાષા; રસમય, સરળ સચોટ નિરૂપણ, દીર્ધકૃતિ છતાં અસ્મલિત કથનપ્રવાહ, લોકોકિત આદિનો સારો ઉચિત ઉપયોગ; થોડાં છતાં સુંદર વર્ણન; કેવળ વાણી વિલાસ ન લાગે તેવી નર્મ-મર્મયુકત બોધક દલીલો, એ આ રચનાનું જમાપાસું છે, જે તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની સંવાદ નામી કૃતિઓમાં નોંધપાત્ર બનાવે છે. Fi EFF F GF ; FERF _EL 1_C S _ C FFFFF SHEHERE _ E FiFF FBFFFER 194 શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાણ શતાબ્દી ગ્રંથ