Book Title: Shrenika Raja ane Chelna Rani Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201028/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 108 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૮. રાજા શ્રેણિક અને રાણી ચેલણા આ ભગવાન મહાવીરના સમયની વાત છે. તે વખતે વૈશાલીનો રાજા ચેટક હતો. તેને ચેલણા નામે સુંદર રાજકુંવરી હતી. એક વખત એક ચિત્રકારે ગેલણાનું ચિત્ર દોર્યું અને મગધના રાજા શ્રેલિકને બતાવ્યું. શૈલજ્ઞાની સુંદરતા જોઈને શ્રેલિક તેના પ્રેમમાં પડી ગયો. એક વખત ચેલણા મગધ આવી હતી. જયાં તેણે શ્રેણિકને જોયો અને તે પણ તેના પ્રેમમાં પડી ગઈ. બન્નેના બહુ જલદી લગ્ન પણ થઈ ગયાં. રાણી ચેલણા જૈનધર્મને બહુ ચુસ્ત રીતે માનતી હતી. જ્યારે શ્રેણિક બૌદ્ધ ધર્મને માનતો હતો. આમ તો રાજા ઉદાર અને વિશાળ હૃદયનો હતો છતાં કોણ જાણે કેમ તેને ચેલણા જૈન સાધુઓ પ્રત્યે ભક્તિ રાખતી તે ગમતું નહિ. જૈન સાધુઓ ઢોંગી હોય છે તેવું ચેલણાને સાબિત કરી આપવા રાજા ઇચ્છતા હતા. રાજા શ્રેણિક દૃઢપણે માનતા હતા કે જૈન સાધુ જૈન તત્ત્વજ્ઞાનમાં બતાવ્યા પ્રમાણે જાત પરનો સંયમ તથા અહિંસાનું પાલન પૂર્ણરૂપે કરી શકતા જ નથી. તેઓનો મનની શાંતિ અને સ્થિતપ્રજ્ઞ જેવો વ્યવહાર ઉપર છલ્લો જ હોય છે. શૈલજ્ઞા રાજાના આ વલણથી ખૂબ વ્યધિત રહેતી. 360 જૈન સાધુની સમદષ્ટિ અને સૌમ્યતાની કસોટી કરતા રાજા શ્રેણિક એકવાર રાજા શ્રેણિક શિકાર કરવા ગયા હતા. ત્યાં તેમણે જૈન સાધુ યમધરને ઊંડા ધ્યાનમાં જોયા. શ્રેણિકે પોતાના શિકારી કૂતરા થમધર પાછળ છોડ્યા પણ તેઓ તો શાંત અને ઊંડા ધ્યાનમાં જ રહ્યા. સાધુની સ્વસ્થતા અને શાંતિ જોઈને કૂતરા પણ શાંત થઈ ગયા. રાજા શ્રેણિક ગુસ્સે થયા અને વિચારવા લાગ્યા કે સાધુએ કોઈ જાદુ કર્યો લાગે છે તેથી તેમણે સાધુ તરફ તીર છોડવા માંડ્યા પણ તીર ધાર્યા નિશાન પર જતા ન હતાં, તેથી રાજા શ્રેણિક બહુ અસ્વસ્થ થયા. અંતે મરેલા સાપ યમધરના ગળા ફરતે ભરાવીને તેઓ મહેલમાં પાછા આવી ગયા. રાજાએ મહેલ પર આવીને રાણી ચેલણાને આખો બનાવ વિગતવાર કહ્યો. રાણીને યમર માટે જૈન ક્થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ રાજા શ્રેણિક અને રાણી ચલણ બહુ દુઃખ થયું. તેઓ જ્યાં યમધર સાધુ ધ્યાન ધરતા હતા ત્યાં રાજાને લઈ ગયા. મરેલા સાપને કારણે કીડીઓ અને બીજા જીવજંતુ સાધુના શરીર પર ચઢી ગયા હતા પણ સાધુ સહેજ પણ ડગ્યા ન હતા. એ દંપતિ સાધુની અમર્યાદિત સહનશક્તિના સાક્ષી બન્યા. રાણીએ ખૂબ સાચવીને સાધુના શરીર પરથી કીડીઓ વગેરે દૂર કર્યા અને તેમના શરીર પરથી મરેલા સાપને દૂર કર્યો. કીડીઓને કારણે લાગેલા ઘા સાફ કર્યા. ચંદનનો મલમ લગાવ્યો. થોડા સમય પછી યમધરે આંખો ખોલી અને બન્નેને આશીર્વાદ આપ્યા. પોતાને તકલીફ આપનાર રાજા કે પોતાના દુઃખ દૂર કરવાના પ્રયત્ન કરનાર રાણી બન્ને વચ્ચે કોઈ ભેદભાવ ન જોયો. આ જોઈ ધ્યાનસ્થ અવસ્થામાં પીડાની અવગણના કરતા જૈન સાધુ રાજા શ્રેણિક તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયા અને કબૂલ થયા કે જૈન સાધુ કોઈપણ પ્રકારના બંધન કે ગમા-અણગમાથી પર હોય છે. આમ રાણી ચેલણા સાથે રાજા શ્રેણિક પણ જૈનધર્મ અને ભગવાન મહાવીરના પરમ ભક્ત બન્યા. જો ઉચ્ચકક્ષાની તપશ્ચયૉ અનૅ ભક્તિ ન કરી શકતા હોય તો જે વધુ ધર્મિષ્ઠ છે તેના મનોબળ સ્મને ભક્તિમાં શંકા ન ક૨વી જોઈએ. ખબર તો આવા વ્યક્તિ પ્રત્યે ઊંચો આદરભાવ હોવો જોઈએ. આવા માણસોને પીડા અને તકલીફો આપવા કરતાં તેમની સેવા કરવી તથા મદદરૂપ થવું મહત્ત્વનું છે. આ કાર્યા તમારા ખરાબ કર્માને અટકાવશે. બીજાના સગુણોને સ્વીકારશે અને તેની કદર કૉં. | જૈન કથા સંગ્રહ 109