Book Title: Shatrunjaya giristha Khartarvasahi Geet
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Catalog link: https://jainqq.org/explore/249317/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કવિ દેપાલ કૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી” ગીત સં. મધુસૂદન ઢાંકી બાર કડીમાં બાંધેલ આ ગીત લાદ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના મુનિ પુણ્યવિજયજી સંગ્રહની પ્રત ક્રમાંક ૮૨૮૫ પરથી ૨૧ વર્ષ પહેલાં ઉતારી લીધેલું. ગીતનો વિષય છે શત્રુંજયગિરિ સ્થિત ‘ખરતરવસહી'ની ગેયાત્મક વર્ણના. શત્રુંજય તીર્થ પરની ઘણી ચૈત્યપરિપાટીઓ ઉપલબ્ધ છે. પણ તેમાં ગિરિસ્થિત કોઈ એક જ મંદિરને વર્ણવિષય બનાવનાર તો આ એક જ કતિ મળી છે. આ રચના ગિરનાર પરની ખરતરવસહી સંબંધમાં કર્ણસિંહે રચેલ ગીતનું સ્મરણ કરાવી જાય છે. પ્રતની લિપિ ૧૬મા શતકની છે અને ગીતની ભાષા ૧૫મા શતકના ઉત્તરાર્ધ બાદની તો જણાતી નથી. (ભાષામાં કર્તાના પ્રદેશની ‘બોલી'નો પ્રભાવ વરતાય છે.) અંતિમ કડીમાં કર્તાએ પોતાનું નામ દિપાલ' હોવાનું પ્રકટ કર્યું છે. પ્રત્યેક કડીમાં ત્રીજા ચોથા ચરણનું પુનરાવર્તન થાય છે. ' ગીતના પ્રારંભમાં કવિ વિમલગિરિ પર પોળ(વાઘણપોળ)માં પ્રવેશતાં જ આવતી આદીશ્વરની ખરતરવસહીનો ઉલ્લેખ કરે છે (૧). તેમાં અંદર રહેલાં બે અન્ય મંદિરો – નેમિ તથા પાર્થભવન – તથા સમેતશિખર, અષ્ટાપદ, નેમિનિના કલ્યાણત્રય, ચોરી, તથા પંચમેની રચનાનો ઉલ્લેખ કરે છે (૨-૩). મંદિરના મંડપોમાં ખંભે ખંભે શોભતી પૂતળીઓ, અને (ગોખલાદિમાં અનેક જિનબિંબો, તેમજ છતમાં પંચાગવીર તથા નાગબંધના ભાવોનો ઉલ્લેખ કરી, (શિલ્પીએ) રચનામાં “થોડામાં અતિઘણું” રચી દીધાની વાત કહી છે (૪-૮). આ પછી પ્રશંસાત્મક ઉદ્દગારો કાઢી, અંદર રહેલ જિનરત્નસૂરિની ગુરુપ્રતિમાનો ઉલ્લેખ કરી, પોતાનું રચયિતા રૂપેણ નામ આપી, કૃતિનું સમાપન કરે છે. (૯-૧૨). શત્રુંજય પરના વિશાળ દેવાલયસમૂહમાં આજે ‘ખરતરવસહી'ની રચના તે કઈ, તેની પિછાન કરવા માટે જે સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં આ ગીતની વિગતો બહુ જ ઉપયુકત થાય છે: (એનો ઉપયોગ એક અન્ય લેખ “શત્રુંજય પરની ખરતરવસહી” માં મેં કર્યો છે. એ નિર્ચન્વના ત્રીજા અંકમાં પ્રગટ થશે.) - ગીતમાં કાવ્યતત્ત્વ છે અને સાહજિક ગેયતા પણ સમાહિત છે. કર્તા ખરતરગચ્છીય, અને નિ:શંક ૧૫મી સદીના, કદાચ રાજસ્થાનના, શ્રાવક હોવાનો સંભવ છે. ટિપ્પણ :1. સં. મધુસૂદન ઢાંકી, “કર્ણસિંહ કૃત ગિરનારસ્થ ખરતરવસહી ગીત,” Aspects of Jainology Vol. II (Pt. Bechardas Doshi commemoration volume). Eds. M. A. Dhaky and Sagarmal Jain, Varanasi 1987, el 1941", પૃ. ૧૭૫-૧૮, ૨. કવિ દેપાળની કેટલીક અન્ય કૃતિઓ પણ ઉપલબ્ધ છે. એ વિષય પર ચર્ચા મુનિશ્રી ધુરંધરવિજય દ્વારા તાજેતરમાં સંપાદિત થયેલ કૃતિમાં કવિ દેપાલની સત્તરેક જેટલી કૃતિઓની નોંધ છે. (જુઓ ભીમશાહરાસ,અમદાવાદ ૧૯૯૫, પ્રદ્યુમ્નવિજય લિખિત “આમુખ” જેનો આધાર મોહનલાલ દલિચંદ દેસાઈ કૃત જૈન ગૂર્જરકવિએ પ્રથમ ભાગ હોવાનું ત્યાં નોંધ્યું છે.) આ સિવાય હરિવલ્લભ ભાયાણી અને અગરચંદ નહાટા સંપાદિત કરીને મૂર્નર બંનય, L.D.s.40, અમદાવાદ ૧૯૭૫, અંતર્ગત પણ દેપાલની ત્રણેક અન્ય કૃતિઓ નોંધાયેલી છે. દેપાલ કવિ ઈસ્વીસનના ૧૫મા શતકમાં થઈ ગયા છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ Vol. I1995 કવિદેપાલ કૃત શત્રુંજયગિરિસ્થ... 53 કવિ દેપાલકૃત શત્રુંજયગિરિસ્થ “ખરતરવસહી” ગીત આદિ જિણસર વરભૂયણિ પોલિ પ્રવેસ પ્રથમ પ્રણમિ જઈએ ખરતરવસહીય વિમલગિરે જિમજિમ જેઈજઈ તિમતિમ સૂયડી નયણિ અમીયરસિ ઝીલણૂએ 1 નેમિ પાસ જિણ બિહુ ભૂયણિ સમેત શિખર અષ્ટાપદ દીનઈ..... ખરતર. 2 ત્રિણિ કલ્યાણિક નેમિનિણ આરઈ ચઉરીઅ પંચમેરુ પરબત....ખરતર, 3 થંભિ થંભિ તિહાં પૂતલીય હસંત રમંત ખેલંતી દીસઈ.........ખરતર. 4 આગલિ તિલિક પવડઉએ ક્ય કપૂર કિરયા કિ મુણિમઈ........ખરતર. 5 બિંબહ પાર ન પામિઈએ ઠામિઠામિ ગુરુગણહું મણહર........ખરતર. 6 ભૂખ અનઈ ત્રિસ વીસરાઈએ પંચાગવીર નાગબંધ નિહાલતાં .......ખરતર. 7 થોડિલા માહિ જિ અતિ ઘણઉએ કરણવાર વિહુ ભવિણહ કેરી......ખરતર. 8 બલિ કીજઉ કમઠાઈયાએ બલિ કીજું સમુદાય સદા ફલ.......ખરતર. 9 મન વિહસઈ તન ઉલ્લiઈએ જીભડલી પણ કહી ન જાણઈ.......ખરતર. 10. દૂજણ દારણ દુરિતકર ભિતરિ ગાજઈ શ્રી જિનરત્નસૂરિ ગુરુ..ખરતર. 11 દેપાલ ભણઈ ધન તે નરનાર જિહિં દીઠી તે પણ દેખિસિઈએ ......ખરતરય. 12