Book Title: Shatrunjaya Mahatmya na Bhogolik Tattvo
Author(s): Amrut Pandya
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
Catalog link: https://jainqq.org/explore/230244/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શત્રુંજય મા હાત્મ્ય નાં ભૌગોલિક તત્ત્વો અમૃત પંડ્યા ( પશ્ચિમ ભારતના ઇતિહાસમાં વલભી (એનું નવું નામકરણ ‘ વલ્લભીપુર ’ ખોટું છે. ‘ વલભી ’ અને ‘ વલ્લભી ’ એ બંને જુદા જુદા અર્થો ધરાવતા શબ્દો છે. એ ‘ વલભીપુર ’ જોઈ એ.) એ રાજકીય તથા સાંસ્કૃતિક એ બંને રીતે ખાસ મહત્ત્વ ધરાવતું નગર રહ્યું છે. એ ઈસ્વી લગભગ ૫૦૯થી ૭૬૬ સુધી મૈત્રકવંશનું પાટનગર રહ્યું હતું. અહીં અનેક સાહિત્યકારો થયા છે અને પુસ્તકો રચાયાં છે. ‘શત્રુંજયમાહાત્મ્ય ’ લખનાર શ્રીધનેશ્વરસૂરિનું નામ પણ એ બધાંમાં જાણીતું છે. એ ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે “ વલભી ખાતે સંવત ૪૭૭માં ખૌદ્દલોકોની બુદ્ધિને નિરાશા ઉપજાવનાર શ્રીચંદ્રગચ્છરૂપી સમુદ્રની અંદર ચંદ્રમા સરખા અને જાગ્રત ગુણોને ધારણ કરનાર શ્રીધનેશ્વરસૂરિએ યાદવવંશના આભૂષણરત્ન અને તીર્થોનો ઉદ્ધાર કરનાર અર્જુન્તભકત શ્રી શિલાદિત્યરાજાની ભલામણથી આ શત્રુંજયમાહાત્મ્ય” લખ્યું હતું. શત્રુંજયમાહાત્મ્યને સદ્ગત ડૉ. ભગવાનલાલ જી, એમ॰ ટી॰ જૅકસન (બૉમ્બે ગૅઝેટીઅર, ગ્રંથ પ્રથમ, ભાગ ૧, ૧૮૯૬, પૃ૦ ૯૧) અને ડૉ॰ ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ (રાજપુતાનેકા ઋતિહાસ, ગ્રંથ પ્રથમ, પૃ૦ ૩૮૫–૯) એટલા માટે વખોડી કાઢયું છે કે એમાં કુમારપાલ (ઈ૦ ૧૧૪૩-૭૪), વસ્તુપાલ (ઈ૦ ૧૧૮૪–૧૨૪૦) અને સમરાશાહ(સમરસિંહ કે જેણે ઈ૦ ૧૩૧૫માં શત્રુંજયનો ઉદ્ધાર કરેલો)નાં નામો આવે છે તથા તેમાં પુરાણોની શૈલીએ ભવિષ્યમાં થશે તે રીતે કેટલાક રાજાઓની કારકિર્દી આપી છે. પરંતુ એથી કરીને આ પ્રાચીન પુસ્તકનું મહત્ત્વ ઓછું થતું નથી. અસલ શત્રુંજયમાહાત્મ્ય સંવત્ ૪૭માં રચાયું અને આગળ જતાં જેમ જેમ તેની નવી નકલો થતી ગઈ તેમ તેમ તેમાં શત્રુંજયના ઉદ્દારને લગતી તત્કાલીન વિગતો ઉમેરાતી ગઈ તેથી કરી એ ગ્રંથ ઐતિહાસિક માહિતીની દૃષ્ટિએ બિનઉપયોગી છે એવું એ વિદ્વાનોનું વિધાન ખોટું છે. ગ્રંથ રચ્યાનો સંવત્ એ ‘ વલભી સંવત્’ રહ્યો હોવો જોઈ એ કારણકે ૪૭૭માં વલભી ખાતે મૈત્રકોનું રાજ્ય નહોતું. આ હિસાબે એ ગ્રંથ ૪૭૭ + ૩૧૯ (વલભી સંવત્ એ ગુપ્ત સંવત્ની જેમ ઈ૦ ૩૧૯થી શરૂ થાય છે) એટલે કે ઈ ૭૯૬માં રચાયલું ગણાય. પણ એમાં કયાંક ગડબડ થઈ છે. વલભીનું પતન શિલાદિત્ય ટ્ટાના સમયે ઈ ૯૭૬માં થયું Page #2 -------------------------------------------------------------------------- ________________ શત્રુજયમાહાભ્યનાં ભૌગોલિક તત્ત્વ : ૧૦૩ હતું. આગળ જતાં શત્રુંજયમાહાભ્યની લહિયાઓ દ્વારા નકલો થતાં મૂળ “વલભી સંવત’એ વિક્રમ સંવત રૂપે લખાય, વગેરે ભૂલો થવા સંભવ છે. મૈત્રક વંશનાં તામ્રપત્રો તથા દંડીના દશકુમારચરિત, સોમદેવના કથાસરિત્સાગર, વગેરે પ્રાચીન ગ્રંથોમાં ભૌગોલિક સ્થળોનાં નામોનાં જે રૂપો મળી આવે છે તે જ રૂપ શત્રુંજયમાહાસ્યમાં પણ મળી આવે છે, એટલે અસલ ગ્રંથ મૈત્રકકાળમાં વલભી ખાતે ઈ. ૬૬ ૬થી ૭૬ ૬ સુધીમાં ત્રીજા શિલાદિત્યથી સાતમા શિલાદિત્ય સુધીના અનેક શિલાદિત્યો થયેલા તેમાંના એકાદાના સમયમાં લખાયો હોવો જોઈએ. શત્રુંજયમાહામ્યની વિશેષતા એ છે કે એમાં સૌરાષ્ટ્રને લગતી કેટલીક એવી પ્રાચીન ભૌગોલિક માહિતી મળી આવે છે જે બીજા કોઈ ગ્રંથમાં મળી આવતી નથી, એથી પ્રસ્તુત લેખમાં આપણે એની થોડીક નોંધ લઈશું. પુરાણોની ભૌગોલિક માહિતીની જેમ ક્યાંક ક્યાંક એમાં પણ કવચિત વિસંગતિ મળી આવે છે, જે સ્વાભાવિક છે. શત્રુંજયમાહાસ્યના પહેલા સર્ગમાં સિદ્ધાચલ (શત્રુંજય) પરથી દેખાતી નદીરૂપે શત્રુંજયા, અન્દી, નાગેન્દ્રી, કપિલા, યમલા, તાલધ્વજી, યક્ષાંગા, બ્રાહ્મી, માહેશ્વરી, સાભ્રમતી, શબલા, વરતોયા, જયંતિકા અને ભદ્રા આ ૧૪ નદીઓનાં નામ આપ્યાં છે. શત્રુંજય પરથી દેખાતી નદીઓને બહાને લેખકે સૌરાષ્ટ્ર-ગુજરાતની કેટલીયે નદીઓનાં નામો આપ્યાં જણાય છે. શત્રુંજ્યા તે શેત્રુંજી છે, પણ તાલધ્વજી નદી એ જદી નથી, કારણકે તળાજા આગળ પણ શેત્રુંજી જ છે. શક્ય છે કે એના દરિયાના ભાગમાં શત્રુંજ્યા એ તાલધ્વજી પણ કહેવાતી હોય. સાભ્રમતી તે સાબરમતી છે. એનું પ્રાચીનતમ નામ શ્વભ્રમતી' હતું, પણ પદમ, સ્કંદ, વગેરે પુરાણોમાં “સાભ્રમતી’ નામ મળી આવે છે. એન્ટ્રી કઈ તે કહેવાય નહિ. મહીનદીનું એક નામ મહેન્દ્રી પણ હતું, એટલે શકય છે કે એ મહીનું નામ હોય. કપિલા એ પ્રભાસના ત્રિવેણીસંગમ પૈકીની એક જણાય છે. બ્રાહ્મી તે હળવદ નજીકની બ્રાહ્મણ હોઈ શકે. પ્રભાસક્ષેત્રમાં એક “માહેશ્વરી” હોવાનું સ્કંદપુરાણ(પ્રભાસખંડ, ૪. ૧૭–૧૮)માં જણાવ્યું છે. જિયંત (ગિરનાર) પર્વતનું એક નામ વરાહપુરાણ, ૮૫, ૩માં જયન્તા આપેલું છે, એટલે ત્યાંની સોનરેખા કે પલાશવા હોઈ શકે. વરતીયા એ બારાડી પ્રદેશની વર્તી હોવી જોઈએ. ભદ્રા એ ભાદર છે. બીજી નદીઓ નથી. એ જ સર્ગમાં આગળ જતાં સિદ્ધાચલના શત્રુંજય. રેવતગિરિ. સિદ્ધિક્ષેત્ર, સુતીર્થરાજ, ઢંક, કપર્દી, લૌહિત્ય, તાલધ્વજ અને કદંબગિરિ આટલાં શિખરો ગણાવ્યાં છે. એમાંના રેવતગિરિ, ટંક તથા તાલધ્વજ એ અનુક્રમે ગિરનાર, ઢાંકને ડુંગર અને તળાજાની ટેકરી છે. કપર્દી, લૌહિત્ય અને કદંબગિરિ ઓળખાતાં નથી, પણ ત્રીજા સર્ગમાં શત્રુંજયાની નજીકમાં કદંબગિરિની સ્થિતિ બતાવી છે. શકય છે કે એ સાનાનો ડુંગર હોય કે જ્યાં પ્રાચીન ગુફાઓ છે. પાંચમા સર્ગમાં જણાવ્યા પ્રમાણે ભરત ચક્રવર્તીએ શત્રુંજય નજીક આનંદપુર નગર વસાવેલું. આ ચોટીલા નજીકનું આનંદપુર રહ્યું હશે. ત્યાં પ્રાચીન મંદિરો છે. નજીકમાં જ ભરતે માનપુર અને ભરતપુર નામે નગર વસાવેલાં. એ ક્યાં તે કહી શકાય નહિ. પછી ગિરનારનું વર્ણન આવે છે. એમાં ઉદયવંતી, સુવર્ણરેખા અને લીલા આટલી નદીઓ વહે છે. સુવર્ણરેખા એ હાલની સોનરેખા અને ઉદયવંતી તે ઓઝત હોવી જોઈએ. પછી ભરતચક્રવતી ગિરનાર પરથી ચારે બાજુનું દશ્ય એ છે અને તેમને બરટ પર્વત દેખાય છે. બટ પર્વત એટલે બરડો. શત્રુંજયમાહામ્ય સિવાય બીજે કયાંય બરડાનો ઉલ્લેખ નથી. ગ્રીક સાહિત્યમાં બાર્નાક્ષીમાની નોંધ આપી છે. એમાંથી નીકળતી નદી વરત્રોઈ(વરત)ની નોંધ સૈધવ તામ્રપત્રોમાં મળી આવે છે. શત્રુંજયમાહાભ્યમાં જણાવ્યા પ્રમાણે બરટ નામનો એક દુષ્ટ વિદ્યાધર ત્યાં રહેતો હોવાથી એ પર્વત “બરટ’ કહેવાયો હતો. સર્ગ સાતમામાં જણાવ્યું છે કે પંડરીક પર્વત નજીક હસ્તિસેન નગરમાં કોટિ દેવીઓના પરિવારવાળી સુહસ્તિની નામની જૈનધર્મવિરોધી મિથ્યાદૃષ્ટિવાળી દેવીઓ ઉત્પન્ન થઈને તાલધ્વજ M ) એ Page #3 -------------------------------------------------------------------------- ________________ 104 : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ યથ વગેરે ક્ષેત્રપાલોને તાબે કરી લીધા. આ હસ્તિસેનનગર તે પાલીતાણા નજીકનું હાથસણી હોય એમ લાગે છે (હાથબ નહિ, કારણ કે એનું પ્રાચીન નામ હસ્તકવપ્ર હતું). હાથસણી પ્રાચીન નગર હતું એમ ત્યાં આગળ મળી આવેલા મહેરરાજા ઠપકના વિ. સં. ૧૭૮૬ના એક શિલાલેખ પરથી જાણવા મળે છે. આઠમા સર્ગમાં સગરચક્રવર્તીની વિગતમાં તેણે પશ્ચિમ સમુદ્રને કાંઠે જઈ પ્રભાસપતિને તાબે કર્યાની વાત આવે છે અને આગળ જતાં એનો ઉલ્લેખ ચંદ્રપ્રભાસ નામે પણ થાય છે. નજીકમાં ચંદ્રકતિએ વસાવેલી શશિપ્રભા નગરીની નોંધ પણ તેમાં આપી છે. પ્રભાસ કે ચંદ્રપ્રભાસ એ પ્રભાસપાટણ છે આ વાત જાણીતી છે. શશિપ્રભા નગરી ઓળખાતી નથી. એ જ સર્ગમાં આગળ પેટનગરનો ઉલ્લેખ છે, જે હાલનું ખેડા (ખેટક) હતું. સર્ગ નવમામાં સાકેતપુર( અયોધ્યા )ના અજયપાલ રાજાએ શત્રેય આવીને દીપનગરને અલંકત કર્યાની હકીકત આપી છે. દ્વીપનગર એટલે હાલનું દીવ. એનું પ્રાચીન નામ મુખ્યત્વે દીપપત્તન મળી આવે છે. શિલાદિત્ય ત્રીજાના લુસડીના વલભી સંવત ૩૮૫(ઈ. ૬૬૯)ના તામ્રપત્રમાં પણ એ જ નામ મળી આવે છે. આગળ જતાં એ સર્ગમાં લખ્યું છે કે ટૂંકા નગરીમાં કૌશલ્યાએ શ્રી ઋષભનાથનું દેવળ બંધાવ્યું હતું. ઢાંક ખાતે બીજા-ત્રીજા સિકાની જૈન પ્રતિમાઓ છે, પણ હવે કોઈ જૈન મંદિરના અવશેષો રહ્યા નથી. - દશમા સર્ગમાં લખ્યું છે કે નર્મદા નદીના તટે ભૃગુકચ્છ (ભરૂચ) હતું. આગળ જતાં ગિરનાર નજીક સુગ્રામ આવેલું હોવાની નોંધ છે. એ કયું ગામ તે સમજાતું નથી. પછી અરિષ્ટનેમીએ ગિરનારની તળેટીમાં સુરધાર વસાવ્યાનો ઉલ્લેખ છે. હાલ એ નામનું કોઈ ગામ ત્યાં નથી, પણ રાજકોટ નજીકનું સરધાર હોઈ શકે. એ અગાઉ રાજકોટ રાજ્યનું પાટનગર હતું. શત્રુંજયમાહામ્યમાં ‘તળેટી” શબ્દ વિશાળ અર્થમાં વપરાયો છે. | સર્ચ બારમામાં જણાવ્યા પ્રમાણે સત્યભામાનો પુત્ર દ્વારકાથી શરસાઈ નગરી ગયો હતો. એ ગિરમાં આવેલ સરસીઓ હોઈ શકે. પછી શંખેશ્વરને ઉલેખ છે, જે જાણીતું સ્થળ છે. એ ઉત્તર ગુજરાતમાં આવેલું હોઈ મોટું જૈનતીર્થ છે. શત્રુંજયમાહાત્મ્યમાં સૌરાષ્ટ્રાદિને લગતી મળી આવતી માહિતીનો આ પ્રાથમિક પરિચયમાત્ર છે. આ માહિતીના વિશેષ અભ્યાસ ઉપરાંત મહાભારત, બૌદ્ધ જાતકો, જૈનાગમો, સ્કંદપુરાણાંતર્ગત પ્રભાસ, વસ્ત્રાપથ, નાગરાદિ ખંડો, શિશુપાલવધ, કથાસરિત્સાગર, વસુદેવહિંડી, પ્રાચીન તીર્થમાલાઓ તથા ઉત્કીર્ણ લેખો વગેરે પરથી સૌરાષ્ટ્રની પ્રાચીન ભૂગોળ તૈયાર કરવામાં આવે તો એક મોટી ખોટ પુરય. શત્રુંજયમાહાતમ્યમાં ભૌગોલિક માહિતી સિવાય સૌરાષ્ટ્રના ઇતિહાસને લગતી કેટલીક બીજે નથી મળતી એવી માહિતી આપી છે; દાત, મહાભારત કાળના યાદવો અને મૌર્યો વચ્ચેના ગાળામાં ત્યાં કયા વંશમાં કોણે કોણે રાજ્ય કરેલું તેની પણ કેટલીક વિગત રજૂ કરી છે.