Page #1
--------------------------------------------------------------------------
________________
સેવાડી (રાજસ્થાન)ની બે જૈન સરસ્વતી પ્રતિમાઓ
રવિ હજરનીસ
સરસ્વતીના મૂર્તિવિધાન માટે માર્કડેયપુરાણ અંતર્ગત “દેવી માહાત્મ્ય’(છઠ્ઠું-સાતમું શતક), વિષ્ણુધર્મોત્તર(સાતમો સૈકો), પાદલિપ્તસૂરિ (તૃતીય) કૃત નિર્વાણ કલિકા' (પ્રાય: ઈસ્વીસન ૯૫૦-૯૭૫), સ્કંદપુરાણ, (બારમી-તેરમી શતાબ્દી), અને આચારદિનકર (ઇ. સ. ૧૪૧૨) જેવા ગ્રંથોમાંથી માહિતી મળે છે. જૈન સમ્પ્રદાયમાં સરસ્વતી શ્રુતદેવી કે શ્રુતદેવતા મનાય છે. જૈન ગ્રંથસ્થ વર્ણનો મુજબ દેવી સરસ્વતી ચતુર્ભુ છે. ચારેય હસ્તોમાં અનુક્રમે પદ્મ, વીણા, પુસ્તક, અને અક્ષમાલા હોવાનું કહ્યું છે. દેવીનું વાહન દિગમ્બર માન્યતા અનુસાર મયૂર અને શ્વેતામ્બર પ્રમાણે હંસ છે. પ્રાપ્ત પ્રતિમાઓ અલબત્ત સંપૂર્ણપણે ગ્રંથસ્થ વર્ણનો અનુસારની નથી.
અહીં પ્રસ્તુત શ્વેત આરસની સરસ્વતીની બે પ્રતિમાઓ દક્ષિણ રાજસ્થાનમાં અર્બુદ પર્વતથી ઈશાન તરફ આવેલા સેવાડી (પ્રાચીન શમિપાટિ) ગામના જૈનમન્દિરની છે.
(૧) પ્રથમ સરસ્વતી પ્રતિમા :- શ્રુતદેવતાની આ પૂજાતી મૂર્તિ છે. પછીથી જડેલી આંખો, અને કાળા રંગથી રંગેલી ભ્રમરો તથા ઓષ્ઠને કારણે પ્રતિમાના સૌંદર્યને ક્ષતિ પહોંચી છે; તેમ છતાં મુખ પરનું મધુર સ્મિત આકર્ષક છે. મસ્તકે રત્નજડિત કરંડ મુકુટ શોભે છે. શીર્ષ પાછળ વિકસિત પદ્મપ્રભા વચ્ચે મુકતા-વર્તુળ અને પાછળ કિરણાવલી કંડાર્યાં છે. અહીંની પ્રભાવલીની પલ્લુ(રાજસ્થાન)ની પ્રસિદ્ઘ સરસ્વતી પ્રતિમાના પ્રભામંડળ સાથે તુલના થઇ શકે તેમ છે. દેવીએ કર્ણે ગોળ કુંડળ, કંઠે વિસ્તૃત ત્રૈવેયક, પ્રલમ્બ હાર, અને મોતીની ઝૂલતી સેર ધારણ કરેલાં છે. મોતીની સેરનો છેડો ઉન્નત સ્તનયુગ્મો વચ્ચેથી સરકતો અને નાભિ આગળ લટકતો બતાવ્યો છે. ઉર:સૂત્ર અને કટિ પર અલંકૃત મેખલામાં વચ્ચે ગ્રાસમુખ કાઢેલું છે. ઉરુદામના ઝાલરયુકત લાંબા છેડાઓ જાંઘ પર સુરેખ રીતે લટકતાં બતાવ્યાં છે. અન્ય આભૂષણોમાં બાહુબલ, કંકણ, ચૂડો, પાદાલક, તોડાં, અને સુદીર્ઘ વનમાલા પરિધાન કરેલાં છે.
દેવીના ચતુર્હસ્તો પૈકી ડાબા એક હાથમાં પુસ્તિકા અને બીજા કરમાં કોઈ અસ્પષ્ટ વસ્તુ ગ્રહેલી છે." જ્યારે જમણી તરફના એક હસ્તમાં ગોળ વાળેલ પદ્મ-દંડ, વચ્ચે મોર અને ઢેલની નમણી જોડલી અતીવ સુંદર રીતે ગોઠવી છે. બીજો હાથ વરદાક્ષ રૂપે રજૂ થાય છે. કટિવસ્ત્ર ધોતી-ચીરનો મધ્યભાગનો છેડો લલિત ગોમૂત્રિક તરંગે વહેતો કંડાર્યો છે. પ્રતિમાનું પરિકર ઉપરથી ખણ્ડિત છે. દેવીના જમણા પગ પાસે વાહનરૂપે મોર છે, અને ડાબી તરફ અંજલીમુદ્રામાં પાર્શ્વદર્શને આરાધિકાની પ્રતિમા વરતાય છે. તેની પાછળ મુકુટ અને યથોચિત અલંકારોથી વિભૂષિત, વીણા અને બંસી વગાડતી પરિચારિકાઓ ઊભેલી છે. ફરતા પરિકરના નીચલા ભાગે ડાબા જમણા છેડાઓ પર ચામરધારિણીઓ સ્થિર થયેલી છે. તે ઉપર બન્ને બાજુએ તકતીઓમાં મૃદંગવાહિનીઓની લઘુ આકૃતિઓ છે, અંતે ઉપર માલાધારી વિદ્યાધરોની આકૃતિઓ કંડારી છે, જેમાંથી ડાબી તરફની આકૃતિ ખણ્ડિત છે.
(૨) દ્વિતીય સરસ્વતી પ્રતિમા :- પ્રસ્તુત સરસ્વતીની પ્રતિમા પણ ઉપાસનામાં સ્થાપેલી મૂર્તિ છે, જે બધી રીતે પ્રથમ વર્ણિત પ્રતિમા જેવી છે. દેવીએ રત્નમંડિત કરંડ મુકુટ અને આગળ વર્ણવી તે મૂર્તિ મુજબના અલંકારો ધારણ કરેલા છે. દેવીના ચાર હસ્તો પૈકી ડાબી તરફના એકમાં પુસ્તિકા અને બીજામાં કોઇ અસ્પષ્ટ વસ્તુ ગ્રહાયેલી છે. જમણા એક કરમાં ધારણ કરેલ ગોળ વાળેલ પદ્મ-દંડ ખણ્ડિત હોવા છતાં વચ્ચેની અતીવ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન સરસ્વતી પ્રતિમા, સેવાડી (રાજસ્થાન)
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન સરસ્વતી પ્રતિમા, સેવાડી (રાજસ્થાન)
Page #4
--------------------------------------------------------------------------
________________ Vol. I-1995 સેવાડી (રાજસ્થાન)ની બે જૈન.. સુંદર મયૂર-મયૂરીની જોડલી સુરક્ષિત છે. જમણો બીજો હાથ વરદાક્ષ તરીકે રજૂ થયેલો છે. દેવી પદ્મપત્ર પર મોહક ત્રિભંગે ઊભાં છે. આગળ ચર્ચિત પ્રતિમાની જેમ જ આ મૂર્તિનાં નયન જડેલાં તથા ભ્રમરભંગી અને અધર કાળા રંગે રંગેલાં છે. પરિકરમાં વાહનરૂપે મોર ડાબા પગ પાસે અને આરાધક દક્ષિણ પાદની બાજુએ અંજલીભદ્રામાં બેઠેલા છે. અગાઉની જેમ જ મુકુટ અને અન્ય સંભવિત અલંકારો ધારણ કરેલી વીણાવાદિની અને વંશીવાદિનીની જોડી સંગીતમાં રત છે. પરિકરના ડાબા-જમણા છેડાઓ પર નીચે ચામરધારિણી ઉપર મૃદંગવાહિની, ત્યાર બાદ માલાધારી, અને ટોચ પર બન્ને બાજુએ એક એક પરિચારિકા, બન્ને બાજ ગજરાજ, તથા મધ્યભાગે પદ્માસનસ્થ જિન ભગવાન્ કંડારેલાં છે. પલ્લુની સરસ્વતી મૂર્તિ સાથે સરખાવતાં સમયની દૃષ્ટિએ સેવાડીની સંદર્ભગત પ્રતિમાઓ કંઈક પશ્ચાત્કાલીન જણાય છે. એમને ઈસ્વીસનના ૧૧મા સૈકાના અંતભાગમાં મૂકી શકાય. શારદાની આ પ્રતિમાઓને જોડી રૂપે તો બનાવી છે, પણ બન્ને સવ્યાપસવ્ય ક્રમનું અનુસરણ કરે છે. ટિપ્પા :1. પ્રા. મધુસૂદન ઢાંકીના અદ્યાવધિ અપ્રસિદ્ધ લેખ “નિવણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓમાં ગ્રંથની રચના સમય પ્રાયઃ ઈસ્વીસન 950 નિર્ધાર્યો છે. 2. સલાહ-સૂચનો તથા ફોટોગ્રાફ્સ માટે લેખક પ્રામધુસૂદન ઢાંકીના આભારી છે. તસવીરો એમના સૌજન્યથી અહીં પ્રકટ કરી છે.