Book Title: Satyavijayjigani
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249096/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સંવેગી શાખાની પરંપરાના સમર્થ શ્રમણ ભગવંતો સવેગી માર્ગના મહાન પ્રણેતા, અદ્દભુત ત્યાગી અને ધ્યાની તથા ઊંડા અભ્યાસી પૂજ્ય પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિ પરમ શાંત, સ`વેગી, સયમી, વિદ્વાન, તપસ્વી, ધ્યાની તથા શાસનની પ્રભાવના કરવામાં સદા તત્પર એવા પૂ. પંન્યાસજી શ્રી સત્યવિજયજી ગણિના જન્મ સ. ૧૬૫૬માં લાલુ ( રાજસ્થાન )માં દુગડ ગાત્રના શા. વીરચંદ એશવાલ જૈનના ધર્મપત્ની વીરમદેવીની કુક્ષિએ થયા હતા. તેમનું જન્મનામ શિવરાજ હતુ. માતા વીરમદેવીની સુમતિથી શિવરાજને શ્રી વિજયસેનસૂરિની આજ્ઞાથી આચાર્ય શ્રી વિજયદેવસૂરિએ સ. ૧૬૭૧માં ૧૪ વર્ષની વયે દીક્ષા આપી, આચાર્ય વિજયસિંહસૂરિના શિષ્ય બનાવ્યા; અને તેમને મુનિ સત્યવિજય નામ આપ્યું. તેમનાં જન્મસ'વત કે દીક્ષાસ વત મળતાં નથી. દીક્ષાગ્રહણ કરીને મુનિ સત્યવિજય સં. ૧૭૧૦ સુધી શ્રી વિજયદેવસૂરિ અને શ્રી વિજયસિંહસૂરિ સાથે વિચરતા હતા. આ દરમિયાન તેઓશ્રીએ સિદ્ધાંતને ઊંડા અભ્યાસ કર્યાં. દાદાગુરુ અને ગુરુદેવ પાસેથી મળેલા ઉપદેશને ગેરગમાં પચાવીને તેઓ ગુરુદેવ શ્રી વિજયંસિદ્ધસૂરિ સાથે ક્રિયાદ્ધાર કરી સવેગી મુનિ બનવા તૈયાર થયા. ચારિત્રધનુ' સવિશુદ્ધ અને ઉત્કટ ભાવનાપૂર્ણાંક પાલન કરવુ એટલે સાધુજીવનમાં સંવેગીપણાને સ્વીકાર કરવા. શ્રી વિજયદેવસૂરિની તીવ્ર અભિલાષા હતી કે, તપાગચ્છમાં ક્રિયેટદ્ધાર કરી, ફરી શુદ્ધ સંવેગી મા પ્રવર્તાવવે. આથી તેમણે પેાતાની સાથેના મુનિઓ અને યતિઓને વૈરાગ્યને ઉપદેશ આપી, ક્રિયાદ્ધાર માટે તૈયાર કર્યાં. પરિણામે, આચાર્ય વિજયસિંહસૂરિ, પ', સત્યવિજય ગણ, પ. વીરવિજય ગણિ, ૫. ઋદ્ધિવિજય ગણિ વગેરે સ ંવેગી મુનિ બનવાને ઉત્સુક બન્યા 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત 341 હતા. સં. ૧૭૦૬માં મહા સુદ 13 ને ગુરુવારે પાટણમાં, સંવેગી સાધુ-સાધ્વીઓને પાળવાના નિયમોને 45 બોલને પટ્ટક આચાર્ય વિજયસિંહસૂરિએ બનાવ્યું, તેમાં પં. સત્યવિજય ગણિના પણ હસ્તાક્ષર છે. દૈવયોગે આચાર્ય વિસિંહસૂરિનું સં. ૧૭૦૮ના મહા સુદ બીજને દિવસે અમદાવાદમાં સ્વર્ગગમન થયું, ત્યારે દાદાગુરુ શ્રી વિજયદેવસૂરિએ નવા ગચ્છનાયક તરીકે પં. સત્યવિજ્ય ગણિ અને પં. વીરવિજયગણિબંનેમાંથી સર્વ પ્રથમ પં. સત્યવિજય ગણિને ભટ્ટારક ગચ્છનાયક થવા સમજાવ્યા. પણ તેઓ તે આત્મરંગી હતા. અભુત ત્યાગી અને ધ્યાની મહાત્મા હતા. તેમણે સંગીપણું સ્વીકારવાની ઉત્કટ ભાવનાથી ગચ્છનાયક બનવાની અનિચ્છા બતાવી; અને પં. વીરવિજય ગણિ ગચ્છનાયક બને તેમાં સંમતિ આપી. પં વીરવિજય ગણિને સં. ૧૭૧૦માં આચાર્યપદ આપી, તેમનું વિજયપ્રભસૂરિ નામ આપવામાં આવ્યું. અને સં. ૧૭૧માં અમદાવાદમાં આચાર્ય વિજ્યદેવસૂરિએ તેમને ભટ્ટાકપદ આપી, પોતાની પાટે સ્થાપન કર્યા, અને ગચ્છનાયક તરીકે જાહેર કર્યા. પં. સત્યવિજય ગણિએ સં. ૧૭૧૧ના મહા સુદ 13 ને ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં પાટણમાં આચાર્ય વિજયદેવસૂરિની આજ્ઞા મેળવી, આચાર્ય વિજયસિંહસૂરિએ નક્કી કરેલી યોજના મુજબ, આચાર્ય વિજયદેવસૂરિની નિશ્રાની પ્રધાનતા રાખી, કિદ્ધાપૂર્વક સંવેગીપણું સ્વીકાર્યું. તેમની સાથે 18 મુનિવરે અને અનેક સાધ્વીજીઓએ પણ સંવેગીપણું સ્વીકાર્યું હતું. પં. સત્યવિજય ગણિએ ક્રિોદ્ધાર કર્યો ત્યારે શ્રી વિજ્યપ્રભસૂરિ ઉંમરમાં, દીક્ષાપર્યાયમાં અને અનુભવમાં નાના હતા. તેમણે 11 વર્ષના અનુભવ પછી ગચ્છનાયકની લગામ હાથમાં લીધી હતી. ગચ્છમર્યાદા એવી હતી કે, નાનામેટા સૌ યતિરો-મુનિવરો ગચ્છનાયકની આજ્ઞા માને ગચ્છનાયકશ્રી વિજયપ્રભસૂરિ મેટે ભાગે પં. સત્યવિજય ગણિવરની સલાહ લઈને નિર્ણય કરતા. પં. સત્યવિજ્ય ગણિવર પ્રૌઢ પ્રતાપી, પ્રભાવી અને મેઘાવી હતા; ખૂબ જ્ઞાની અને અનુભવી હતા; શુદ્ધ ક્રિયાપ્રેમી હતા. શ્રી આત્મારામજી મહારાજના શબ્દોમાં, “શ્રી સત્યવિજયજી ગણિ કિદ્ધાર કરી શ્રી આનંદઘનજી સાથે બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા. મહાતપસ્યા અને ગાભ્યાસમાં રત રહ્યા. જ્યારે બહુ વૃદ્ધ થઈ ગયા અને ચાલવાની શક્તિ ન રહી ત્યારે અણહિલપુર પાટણમાં આવીને રહ્યા. " - તેઓશ્રીએ સં. ૧૭૫૪માં અમદાવાદમાં અને સં. ૧૭૫૫માં પાટણમાં ચોમાસું કર્યું. સં. ૧૭પ૬ના પિષ મહિનામાં તેઓ બીમાર પડ્યા. પાંચ દિવસ બીમાર રહ્યા. પોષ સુદ 12 ને શનિવારે પાટણમાં સિદ્ધિગમાં અનશન સ્વીકારીને સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પં. જિનવિજય ગણિએ “સત્યવિજય ગણિ નિર્વાણરાસ' એ. એવું પણ કહેવાય છે કે, શ્રી આનંદઘનજીના તેઓ સંસારીપણે ગુરુબંધુ હતા. તેમના સંવેગી માર્ગના સ્વીકારથી જ તપાગચ્છ અંતર્ગત સંવેગી શાખાની શરૂઆત થઈ હતી. (સંકલન : ત્રિપુટી મહારાજ રચિત “જૈન પરંપરાને ઇતિહાસ” ભાગ-૩માંથી સાભાર.) 2010_04