Page #1
--------------------------------------------------------------------------
________________ -:: સમાધિમરણની ભાવના :: હે કુટુંબીજનો... હવે ગાત્રો શિથીલ થતા જાય છે. અંતિમ સમય નજીક ભાસે છે, શ્રી સીમંધરદાદાને ભેટવા જે પળને હું ઝંખતો હતો તે હવે નજીક આવી રહી છે. આ મૃત્યુ એ મારા માટે શ્રી દાદાએ મોકલેલ દૂત સમાન છે જે મને દાદાની પાસે લઈ જશે. તેથી તે મારો પરમ કલ્યાણમિત્ર છે. આ દેહરૂપ જેલમાંથી છોડાવી દાદા પાસે લઈ જવા માટે બીજા કોઈ સમર્થ નથી, તેથી મારા. આ પરમ હિતસ્વીનું શાંત ભાવે સ્વાગત કરજો. વ્યહમરનયની અપેક્ષાઓ સર્વ ફરજો યથાશક્તિ બજાવી લીધી છે અને બાકીની વ્યવસ્થા વીલ મુજબ કરશો. હવે હું આપ સૌની હસતા મોઢે રજા માગું છું. જન્મ પછી મૃત્યુ એ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ ઉત્કૃષ્ટ સમાધિપૂર્વક, પ્રભુમાં લીનતા અને આત્મા ઉપયોગ પૂર્વક દેહ છુટે એ જ મૃત્યુ સાર્થક છે, ભાવિના અનંત મરણનો નાશ કરનાર એ પંડિત મરણ છે. આવું મૃત્યુ પામવા આપ સર્વ મને પુરો સહકાર આપજો એજ વિનંતી છે. કર્મના ઉદયથી આપણો આ સર્વ સંજોગ બની આવ્યો છે. આપણો તે રણાનુબંધ હવે પૂરો થવામાં છે. આ દેહને ટકાવવા માટે હવે કોઈ જ, પુરુષાર્થ આહાર કે ઔષધરૂપે કરવો નથી. તે આર્તધ્યાન સ્વરૂપે હોઈ અંતિમ લક્ષને ચુકાવી દે છે. માટે હવે મને આહાર કે ઔષધ માટે કોઈ પુછશો નહીં. હું 24 કલાકનું સાગારીક અનશન, પંચ પરમેષ્ઠી ભગવંતો અને આત્મસાક્ષીએ સ્વીકાર છું. આ દેહ કાળ દરમ્યાન કે ભવાંતરમાં, આપ સૌની જાયે-અજાયે જે કંઈ આશાતના, વિરાધના, અવિનય, અભક્તિ, આદિ થયાં કે કોઈ રીતે આપને કોઈને દુભાવ્યા તે બદલ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકડમ. તમો સર્વ મને ક્ષમા આપશો. હું પણ તમ સર્વને હૃદયપૂર્વક ક્ષમા. આપું છું. હવે હું મૌન ધારણ કરું છું. કોઈ શાતા પુછવા આવે તો તેમને મારા વંદન પાઠવશો અને સારું છે એમ જણાવશો તે વખતે મને બોલાવી મારા સમાધિમરણના પુરૂષાર્થમાં ખલેલ પાડશો નહીં. કોઈ ઢીલા પડશો નહી શ્રી નવકારનું મનમાં રટણ કરશો. વાતાવરણ શાંત પ્રશાંત રાખશો. બધા પાસેથી અંતિમ એક જ માંગણી છે કે આવું પરમ કલ્યાણકારી શ્રી જિનશાસન મળ્યું છે, પરમ કરણામૂર્તિ દેવ-ગુરૂ-ધર્મનો યોગ થયો છે તો પ્રમાદને છોડી સૌ આત્મકલ્યાણમાં ઉજમાળા થશો, અને આ મેનુષ્યભવવ સાર્થક કરશો. આ મનુષ્યભવમાં જ વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી જિનેશ્વર ભગવંતે પ્રકાશેલ તત્વત્રયી અને રત્નત્રયીનું આલંબન, આશ્રમ ગ્રહણ કરી, એમના વચનના આલંબને સ્વ-પરનો વિવેકકરી, ત્યાગ-વૈરાગ્ય, વિરતિ ધારણ ફરી, આત્મશ્રેય સાધી શકાય છે. માટે આ અવસર ચુકશો નહીં. ચાલો ત્યારે સૌને છેલ્લા જયજિનેન્દ્ર. હવે પલંગ પરથી નીચે ઉતરી સંથારો કરી, હું અંતિમ આરાધનામાં લીન થાઉ છુ. પરમ મંગલ, પરમ ઉત્તમ, પરમ શરણ્ય સેવા શ્રી અરિહંત ભગવંત, શ્રી સિધ્ધ ભગવંત, શ્રી સાધુ ભગવંત અને કેવળી ભગવંતે પ્રર્વેલા ધર્મનું હૃદયપૂર્વક, સર્વ સમર્પણભાપૂર્વક, અત્યંત અહોભાવ પૂર્વક શરણુ સ્વીકારું છું. તથા અનાદિ મિથ્યાત્વને લીધે આ ભવ કે અતીત ભવોમાં કુદેવ-કુગુરૂ-કુધર્મમાં સની ભ્રાંતિને લીધે ધર્મના નામે, તેમજ દેહાત્મબુધ્ધિને આધીન થઈ, ચારે સંજ્ઞાઓને મારો સ્વભાવ માની, તથા પાંચે ઈદ્રિયો અને મનને માર સ્વરૂપ માની, તેના વિષયભૂત પદાર્થોમાં સુખની ભ્રાંતિથી, તેમને ઉત્સુકતાપૂર્વક, ઉલ્લાસ-પૂર્વક અને અનુમોદના પૂર્વક ભોગવતાં ભોગવતાં જે કંઈ છ જવા નિકાયની હિંસા કે અઢારે પાપ સ્થાનકનું સેવન જાણે-અજાયે કે રાચીમાચીને કર્યું હોય, કરાવ્યું હોય કે મનુમોઘું હોય, જે આર્ત-રૌદ્ર ધ્યાન સેવ્યાં હોય, કોઈ પણ સ્વરૂપમાં જિનાજ્ઞાની વિરાધના કરી-કરાવી કે અનુમોદી હોય તે સર્વ દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરૂં છું, દેવ-ગુરૂની સાક્ષીએ. સખ્ત ગહ કરૂં છું, તે સર્વપાપ ૉય છે, ત્યાગ કરવા યોગ્ય જ છે, એમ હૃદયપૂર્વક નિશ્ચય કરું છું. અને તે સર્વની ત્રિવિધે ત્યાગ કરૂં છું. આ પાપ પ્રવૃતિ દ્વારા જે જે જીવોના દ્રવ્ય-ભાવ પ્રાણોની વિરાધના થવાથી કે તેઓ જાવિતવ્ય રહિત થવાથી, તેમના સાથે જે જે વેરાનુબંધ બંધાયા હોય તે સર્વ બદલ તે જીવોની હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું. તે સર્વે વેરાનુબંધ નાશ પામો, નિરંતર તેમની હિતચિંતારૂપ મૈત્રિભાવ હો, તેમના ગુણો અને સુખ પ્રત્યે અનાદિની અસુયા નાશ પામી ઉત્કૃષ્ટ અનુમોદના હો. તેમનાં દુખો પ્રત્યે દ્રવ્ય-ભાવ કરૂણા હો. તેમના દોષો પ્રત્યે મૈત્રિ અને
Page #2
--------------------------------------------------------------------------
________________ કરુણામિશ્રિત માધ્યસ્થભાવ હો. કોઈ પણ જીવ પ્રત્યે અંશ પણ તુચ્છભાવ, તિરસ્કારભાવ કે અભાવભાવ ન હો. અનંતા પંચ પરમે ભગવંતો, શ્રાવકો, સમ્યગદ્રષ્ટિ માર્ગાનુસારી જીવો, આદિ સર્વેનાં ત્રણે કાળનાં અને ત્રણે લોકમાં, આત્મશુધિના લક્ષ, જિજ્ઞાનુસાર થયેલા સર્વ સુકૃત્યોની ત્રિવેદે ત્રિવેદે હાર્દિક અનુમોદના કર છું. તે સર્વન ધન્ય હો! તેમની ચરણ રજ નીરંતર મારા મસ્તકે હો! વળી મારા જીવે પણ આ ભવમાં કે ભવાંતરમા, આત્મશુધિના લક્ષે જિનાજ્ઞા સાઘેલ, જે કોઈ સદ અનુષ્ઠાનો, વિવિધપૂર્વક કર્યા હોય, કરાવ્યાં હોય કે અનુમાડ્યાં હોય, તે સર્વની અહોભાવપૂર્વક અનુમોદના કરુ છું. ભવાંતરમાં સેવાયેલા આ શુધ્ધ ક્રિયાયોગના ફળ રૂપે જ જૈનકુળ, શ્રી જીનેશ્વર ભગવંતનો યોગ, એમનો પ્રકાશેલો ત્રિકાળ જયવંત એવો ધર્મ અને તેમની આજ્ઞામાં રહેલા આધ્યાત્મયોગી, આત્મજ્ઞાની સદગુરૂ ભગવંતોનો યોગ પામ્યો છું આત્મશુધ્ધિના લક્ષે એમની આજ્ઞાનું અરાધના કરી શકુ તેવા સુંદર સાનુકુળ સંયોગો પામીને હું ધન્ય થયો છું. મારા આત્મવિકાસમાં જે જે જીવો સહાયભૂત થયા છે તે સર્વનો અત્યંત ઋણી છું. જગતના સર્વ જીવો પ્રત્યે એક જ ભાવના હો કે કોઈ પણ જીવ પાપ ન કરો, કોઈ દુ:ખી - ન થાઓ, સર્વ જીવ શ્રી જિનશાસન પામી, આરાધી વહેલામાં વહેલા કર્મમુકત થાઓ - આત્મા કલ્યાણને પામો, તેઓ નિરંતર કૃતતાભાવસહિત બીજાના હિતની ચિંતા કરવાવાળા થાઓ, તેમની પરદોષદર્શન દ્રષ્ટિ નાશ પામો અને એમ શ્રી જિનાજ્ઞાનું આરાધન કરીને સર્વથા સુખી થાઓ. આ ભવમાં આત્મશુધ્ધિ અર્થે, શ્રી ગુરૂ ભગવંતોની નિશ્રામાં સ્વીકારેલાં દેશવિરતિ આદિ વ્રતો, નિયમો, પચ્ચક્ખાણોમાં જાણે - અજાણ્ય, પ્રમાદવશ થઈ જે ખંડના - વિરરાધના - અવિધિ થયાં હોય તે સવિ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકકડમ. હવે હું શ્રી પં. પરમે. ભગવંતોની, સ. દ્રષ્ટિ દેવો અને આત્મસાક્ષીએ ભાવથી સર્વવિરતિ - પાંચ મહાવ્રતો સ્વીકારી પ્રાણી માત્રને અભયદાના આપું છું. તેમજ સર્વ પરભાવ માત્રથી વિરામ પામી, કર્મના ઉદયથી પ્રાપ્ત થએલ સર્વ સંજોગ સંબંધને ત્રિવિધે ત્રિવિધે વોસિરાવું છું. હું એકલો છું. મારુ કોઈ નથી, હું કોઈનો નથી. આ ચૌદરાજલોકમાં રહેલ એક પરમાણું માત્ર કે કોઈ જીવ મારાં નથી. સત્તાએ હું કેવળ અસંગ શુધ્ધ ચૈતન્યમય આત્મા છું. હવે હું મારા સચ્ચિદાનંદ, પરમ અનંત ચતુય સ્વરૂપમાં લીન થાઉં છું. અનાદિના દેહાધ્યાસને પચ્ચકખાણ પૂર્વક ત્રિવિધે ત્રિવિદ્ય વોસિરાવું છું. હે જિનેવર ભગવંત શ્રી સીમંધર સ્વામી! આપ અને આપે પ્રકાશેલ ત્રિકાળ જયવંત ધર્મ એ જ મારા આત્મકલ્યાણના કરનારા છો, તેથી આપના આશ્રય અને શરણ સહિત, નિષ્ણ અસંગપણે, નિર્મોહપણે યથાર્થ સમરસપણે આ દેહ છોડી, આપશ્રી જયાં બિરાજમાન છો તે મહાવિદેહ ક્ષેત્રે, આપના પરમ ભકત શ્રાવકકુળમાં, આત્મજ્ઞાની, બાવ્રતધારી, શ્રાવિકાજીની કુક્ષીએ હું દેહ ધારણ કરું એવી કરુણા કરો, જયાં મોક્ષ પ્રાપક ઉત્કૃષ્ટ સામગ્રી પામી, આઠ વર્ષની ઉમરે આપશ્રીની નિશ્રામાં દ્રવ્ય-ભાવ સર્વવિરતિ સ્વીકારી, વહેલામાં વહેલી તકે આઠે કર્મનો ક્ષય કરી મારા સિધ્ધ-બુધ્ધ સ્વરૂપને પામું. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: