Book Title: Sadhyani Drushtie Sadhak Nayavatar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249611/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૯૭ સાધ્યની દૃષ્ટિએ સાધક નયાવતાર [ આત્માના સંબંધમાં સાત ન નીચે ઇન્વર્ટેડ કોમામાં મૂકાયેલ ચૌદ બેલમાં ઉતારેલા, જે “તત્ત્વજ્ઞાન' નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેનો આશય પરમ ગંભીર હેઈ, એક વિદ્વાન સદગૃહસ્થને આનો ટ્રકે ભાવાર્થ સમજાવવા જણાવેલ; તે ઉપરથી સાધકજનને ઉપયોગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે.] ૧. “એવંભૂતદષ્ટિથી ત્રાજુસૂત્ર સ્થિતિ કર.' જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દષ્ટિ લક્ષમાં રાખી ત્રાસૂત્રપણે વર્તમાન પર્યાયમાં તથા પ્રકારે સ્થિતિ કર! એટલે કે–વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વલ્ય. ૨. “જુસૂત્રદષ્ટિથી એવંભૂત સ્થિતિ કર." અને વર્તમાન પર્યાયની જુસૂત્રની દષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનું એવંભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર! શુદ્ધ સ્વરૂપ થા! ૩. “નગમદષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર.' નામદષ્ટિથી એટલે કે-જેવા પ્રકારે ચિત લક્ષણથી આત્મા લોકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, તે દષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નૈગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્ય આદિ મેક્ષસાધક વ્યવહાર પ્રસિદ્ધ છે, તે દૃષ્ટિથી–તથારૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી એવભૂત એટલે કે-જેવા પ્રકારે આત્મ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૯૮] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા સ્વરૂપ છે તેવા પ્રકારે થા! આ લોકપ્રસિદ્ધ વ્યવહાર આચરીને પણ નિરંતર એવંભૂત- ક્ત આત્મસ્વરૂપ પામવાને જ લક્ષ રાખ! ૪. “એવભૂતદષ્ટિથી નિગમ વિશુદ્ધ કર.' અને એવભૂતદષ્ટિથી એટલે સાધ્ય એવા શુદ્ધ આત્મસ્વરૂપને નિરંતર લક્ષમાં રાખી નૈગમથી ચિત લક્ષણ આત્માને વિશુદ્ધ કર ! અથવા લેપ્રસિદ્ધ મેક્ષસાધક વ્યવહારને વિશુદ્ધ કર ! ૫. “સંગ્રહદષ્ટિથી એવભૂત થા.” સામાન્યગ્રાહિ એવા સંગ્રહનયની દષ્ટિથી એવંભૂત થા! સંગ્રહનયની દૃષ્ટિની અપેક્ષાએ સર્વ જીવ સત્તાથી સિદ્ધ સમાન છે. આ દૃષ્ટિ લક્ષમાં રાખી એવભૂત થા! અર્થાત્ જેમ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિને પામેલો થા! એ સ્વરૂપસ્થ થા! ૬. “એવભૂતદષ્ટિથી સંગ્રહ વિશુદ્ધ કર.' એવંભૂત અર્થાત્ જેવું યથાસ્થિત શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવી દષ્ટિથી તે અપેક્ષા દ્રષ્ટિસન્મુખ રાખી સંગ્રહ અર્થાત્ જે પોતાની સ્વરૂપસત્તા છે તે વિશુદ્ધ કર ! એટલે કે-શુદ્ધ નિશ્ચયસ્વરૂપ લક્ષમાં રાખી તેને અનુકૂળ શુદ્ધ વ્યવહારનું એવું અનુષ્ઠાન કર, કે જેથી કરીને-જે સાધન વડે કરીને તે એવંભૂત આત્મારૂપ સાધ્ય સિદ્ધ થાય. ૭. “વ્યવહારદષ્ટિથી એવભૂત પ્રત્યે જા.' વ્યવહારદષ્ટિથી એટલે પરમાર્થ સાધક વ્યવહારષ્ટિથી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! કારણ કે–સર્વ વ્યવહાર-સાધનનું એક જ સાધ્ય સ્વરૂપસિદ્ધિ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ [૯૯ પારમાર્થિક લેખસંગ્રહ ૮. “એવંભૂત દષ્ટિથી વ્યવહાર વિનિવૃત્તિ કર.' એવંભૂત-નિશ્ચયરૂપ શુદ્ધ સ્વરૂપદષ્ટિ લક્ષમાં રાખી વ્યવહાર વિનિવૃત્તિ કર! એવી ઉત્તરોત્તર ચઢતી આત્મદશા ઉત્પન્ન કરતે જા, કે જેથી પછી વ્યવહાર-સાધનની વિનિવૃત્તિ થાય, અપેક્ષા ન રહે. (કારણ કે-સમસ્ત વ્યવહાર નિશ્ચયની સિદ્ધિ માટે છે. તેની સિદ્ધિ થતી જાય છે, તેમ તેમ વ્યવહારની નિવૃત્તિ થાય છે.) ૯. “શબ્દદષ્ટિથી એવંભૂત પ્રત્યે જા.' શબ્દષ્ટિથી એટલે આત્મા શબ્દના ખરેખરા અર્થમાં એવભૂત-શુદ્ધ સ્વરૂપ પ્રત્યે જા ! દાખલા તરીકે-જ્ઞાન-દર્શનચારિત્ર પ્રત્યે ગમન-પરિણમન કરે તે આત્મા. એમ “આત્મા શબ્દનો અર્થ છે. આ શબ્દના યથાર્થ અર્થરૂપ દષ્ટિ લક્ષમાં રાખી એવંભૂત પ્રત્યે જા! શુદ્ધ આત્મસ્વરૂપને પામ ! ૧૦. “એવભૂતદષ્ટિથી શબ્દ નિર્વિકલ્પ કર.' એવંભૂત-શુદ્ધ સ્વરૂપલક્ષી દૃષ્ટિથી શબ્દનેયથાર્થ અર્થરૂપ “આત્મા” નામધારી શબ્દને નિવિક૯પ કર ! અર્થાત આત્મા” સિવાય જ્યાં બીજે કાંઈ પણ વિકલ્પ વર્તતે નથી એ કર! નિવિકલ્પ આત્મધ્યાનને-શુકલધ્યાનને પામ!. ૧૧. “સમરૂિઢદષ્ટિથી એવંભૂત અવલોક.” સમભિરૂઢ-નિશ્ચયસ્વરૂપની સાધનામાં સમ્યક્ષણે અભિરૂઢ–અતિ ઉંચે ચઢેલ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિને પામેલ એવી દષ્ટિથી, એવભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે તે અવલોક! જે! કારણ કે-સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંભૂત આત્મદર્શન-કેવલદર્શન થાય છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ 100 ] શ્રી જી. એ. જેન ચન્થમાલા 12. ‘એવં ભૂતદષ્ટિથી સમભિરૂઢ સ્થિતિ કર.' એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિરૂઢ-આત્મસ્વરૂપમાં સમ્ય૫ણે અત્યંત આરૂઢ, એવી પરમ ગદશાસંપન્ન સ્થિતિ કર ! સ્વરૂપારૂઢ થા ! થેંગારૂઢ સ્થિતિ કર ! 13. “એવભૂતદષ્ટિથી એવભૂત થા.” એવંભૂતદષ્ટિથી-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત થા! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા! 14. “એવંભૂતસ્થિતિથી એવભૂતદષ્ટિ શમાવ.' અને આવા પ્રકારે એવંભૂતસ્થિતિથી–યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિથી એવંભૂત અર્થાત્ આત્મસ્વરૂપ સ્થિતિની દષ્ટિ શમાવ! અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ જે હારું સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજત્મસ્વરૂપમાં તે તું હવે સ્થિત થઈ ચૂક્યો છે, એટલે હવે જૂદી એવી એવભૂતદષ્ટિ રહી નથી. દૃષ્ટિ અને સ્થિતિ અને એકરૂપ-એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે એટલે હવે એનું અલગ-જૂદું ગ્રહણ કરવાપણું રહ્યું નથી. દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે, માટે હે પરબ્રહ્મ! હવે તે એવંભૂતદષ્ટિને પણ સમાવી દે, કારણ કેતે તું જ છે. દૃષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ તેમજ પરમ યોગદશાને તે પામ્યો છે.