Page #1
--------------------------------------------------------------------------
________________
સાધના–માર્ગના સક્રિય શુભારંભ
' અર્થાત્ દેશ વિરતી ધર્મ (બાર વત)
[] લેખક: સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી, કલ્પલતાશ્રીજી
૫રમ તારક શ્રી વીતરાગ પરમાત્માએ આત્માના કલ્યાણની સાધનાને - સ્વ - સ્વરૂપપ્રાપ્તિનો માર્ગ દર્શાવતાં કહ્યું છે કે, “હે ભવ્ય જીવ ! તારી મુકિત તારા જ હાથમાં છે. મુકિત કોઈની આપી મળતી નથી અને કોઈનાથી મુકિત આપી શકાય જ નહીં.” અર્થાત આત્મકલ્યાણને માર્ગ આત્મ-પુરુષાર્થને [self-efforts છે. આવો પુરુષાર્થ ત્યારે જ શકય બને છે કે જ્યારે આત્મામાં પરિણતી આવે. પરિણતી વગરની પ્રવૃત્તિ સ્વયં - સંચાલિત યંત્રની પ્રવૃત્તિ જેવી નિર્જીવ પ્રવૃત્તિ જ સાબિત થાય. સાચી પરિણાતી આવી ત્યારે જ કહેવાય કે જ્યારે તદનરૂપ પ્રવૃત્તિ આવે. એવી પરણતી કયારે અને કેવી રીતે પ્રાપ્ત થાય?
આપણે, દરેક જીવાત્મા અનાદિ અનંતકાળથી કર્મના બંધનેથી બંધાયેલ છે. આવા સતત [contineous] બંધનના કારણે આત્માની પરકીય પદાર્થો પ્રતિની પ્રીતિ (attachme-t) અને તદનુરૂપ પ્રવૃત્તિ સાહજિક [ Natural] બની ગઈ હોય એવો આભાસ [ illusion] ઉત્પન્ન થાય છે પરંતુ વાસ્તવિકતા [reality]
આ આભાસનું કારણ છે- આત્માનું પોતાની શકિત અને સ્વરૂપ વિશે અજ્ઞાન’ આમાં સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની થન્કીંચિત પ્રાપ્તિ થતાં અજ્ઞાન, દૂર થાય છે. આ અજ્ઞાન દૂર થતાં આત્માનું અસલી સ્વરૂપ તથા શકિતઓનું આપણને “યથાવત ” જ્ઞાન થાય છે. પણ, આવું જ્ઞાન થવા માત્રથી આત્માનું કલ્યાણ શકય નથી. જેવી રીતે કોઈ પણ રૂ. ૧,000 રૂપિયાની નોટ ઓળખી શકે છે પણ રૂ. ૧,૦૦૦ રૂપિયાની નોટ કમાવવા કે મેળવવા માટે આવડત, પુરુષાર્થ અને પ્રારબ્ધ આ ત્રણેને સંયોગ થવો જરૂરી છે, તેવી જ રીતે મેણા માર્ગની સંપૂર્ણ આરાધના કરવા માટે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્યની આવશ્યકતા અનિવાર્ય છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તથી માનસિક કે વૈચારિક પરણિતી પ્રાપ્ત થાય છે પણ આ પરિણતી પૂર્ણ ત્યારે જ બને કે જ્યારે તે પ્રવૃત્તિમાં પરિણમે- અર્થાત સમય, ચારિત્ર્યનું પાલન થાય કે પ્રાપ્તિ થાય.
આવી પરિણતી સક્રિય પ્રયત્નોથી જ સાધ્ય બને છે. આ પ્રયત્નોની પરંપરા પૂર્ણ ત્યારે જ બને કે જ્યારે આત્મા સર્વ- વિરતીપણું પ્રાપ્ત કરે અથવા એ પ્રાપ્ત કરવા પ્રતિજ્ઞાબદ્ધ થાય. સર્વ - વિરતીપણુ એટલે સંસારની સર્વ પ્રકારની બાહ્ય પ્રવૃત્તિથી નિવૃત્ત થવાય તે માટે સ્વીકારેલી સ્વેચ્છાપૂર્વકની મર્યાદાઓ. આવી સ્વૈચ્છિક મર્યાદા સ્વીકારવાની જેમની શકિત અને / અથવા ભાવના
નથી તેવા આત્માઓનું શું? શું આવા આત્માઓનું આત્મ - કલ્યાણનું અભિયાન અટકી જાય ? ના, પરમ ઉપકારક શ્રી જીનેશ્વર ભગવંતની આજ્ઞાને અંશત: (Partially) અનુસરવાથી પણ આત્મોન્નતિ અટકતી નથી જ. આવી મર્યાદિત શકિતવાળા જીવો માટે શ્રી વીતરાગ પરમાત્માએ દેશવિરતીને | શ્રાવક ધર્મને ] માર્ગ ચીંધ્યો છે. મર્યાદિત ભાવના અને શકિતવાળા જીરે માટે સર્વજ્ઞ ભગવંતે ૧૨ વ્રત અંગીકાર કરવાની આજ્ઞા ફરમાવી છે. આ બાર વ્રત આ પ્રમાણે છે:
૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, (૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત, (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, (૪) સ્થૂલ મૈથુન વિરમણ વ્રત, (૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત, (૬) દિક - પરિમાણ વિરમણ વ્રત, (૭) ભેગોપભોગ વિરમણ વ્રત, (૮) અનર્થ દંડ વિરમણ વ્રત, (૯) સામાયિક વ્રત, (૧૦) દેશાવગાસિક વ્રત, (૧) (૧૧) પૌષધોપવાસ વ્રત, (૧૨) અતિથિ સંવિભાગ વ્રત.
હવે આપણે આ ૧૨ વ્રતનો વિગતવાર વિચાર કરી સમજીએ :(૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમલ વ્રત:
પ્રાણાતિપાત એટલે પ્રમાદવશતાના કારણે થયેલી હિંસા. આ હિંસા બે પ્રકારની હોય છે. (A) સ્થૂલ હિંસા (B) સૂક્ષ્મ હિસા. માનવી જ્યાં સુધી સંસારમાં રહે છે અર્થાત ગૃહસ્થાવસ્થામાં હોય છે ત્યાં સુધી સૂક્ષ્મ હિંસાને ત્યાગ તેનાથી થઈ શકતો નથી. સ્કૂલ હિંસા એટલે બે ઈન્દ્રિયો ધરાવતાં જીવોથી માંડી ત્રસકાયના સર્વજીવની થતી જે હિંસા એનું નામ સ્કૂલ હિંસા. આ વ્રત સ્વીકાર્યા પછી ગૃહસ્થ ઘેર આરંભ સમારંભવાળા તથા જેમાં ત્રસકાયના જીવોની પ્રત્યક્ષ કે પરોક્ષ હિંસા થતી હોય તેવા વ્યાપાર ઉદ્યોગને ત્યાગ કરે અને તેમાં ભાગ ન લે. દરેક વસ્તુ લેવા - મૂકવામાં જયણા. - પ્રયત્નપૂર્વકની એવી કાળજી રાખે કે જેના કારણે હિંસા ન થાય. પોતે પાળેલા ઢોર અને જાનવરોને ત્રાસ ન થાય તેવી રીતે પશુઓ પાસેથી કામ લે. પોતાના આશ્રિત વર્ગનું મન દુ:ખ થાય નહીં. તેના માટે સતત પ્રયત્નશીલ રહે. પોતાના આહાર - વિહારમાં શકય તમામ રીતે હિંસાથી દૂર રહેવા જાગૃત પ્રયાસ કરે. આ વ્રતના પાંચ અતિચારો પૂજયપાદુ હરિભદ્ર સૂ. મહારાજે આ પ્રમાણે વર્ણવ્યા છે: (૧) બાંધવું, (૨) તાડન કરવું, (૩) શરીરને છેદવું (૪) અતિ ભાર ભર અને (૫) અન્ન પાનને અટકાવ કરવો.
(૨) સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત: જે વસ્તુ, પદાર્થ કે તત્વ
વિ. નિ. સં. ૨૫૩
૩૩
Jain Education Intemational
Jain Education Intermational
Page #2
--------------------------------------------------------------------------
________________
જે સ્વરૂપમાં હોય તે પ્રમાણે એટલે કે “યથાવત” ન કહેતાં કોઈ પણ કારણથી કે કોઈ પણ હેતુથી અસત્ય ભાષણ કરવું તેનું નામ મૃષાવાદ. આ પ્રકારની મૃષાવાદથી સર્વ - વિરતીધારી જ પર રહી શકે પરંતુ શ્રાવક અથવા ગૃહસ્થાવસ્થામાં રહેનાર જીવે સ્કૂલ મૃષાવાદને ત્યાગ કરવો રહ્યો. આવા સ્થૂળ મૃષાવાદનાં પાંચ અતિચારો-ક્ષતિઓ શારાકારોએ બતાવી છે: (૧) મિથ્થા ઉપદેશ, ખે ઉપદેશ આપવો કે ખાટી પ્રરૂપણા કરવી. એકાંતવાદી વચન બાલવું. (૨) રહસ્યાભ્યાખ્યાન, પોતે કે બીજા કોઈએ પણ એકાંતમાં (ગુપ્ત રીતે) કરેલી પ્રવૃત્તિનું રહસ્યોદ્ઘાટન કરવું. (૩) કૂટલેખન, કોઈ પણ પ્રકારના ખોટા દસ્તાવેજો કે કાગળો તૈયાર કરવા. (૪) થાપણ ઓળવવી. કોઈની પણ અનામત પૈસાની કે અન્ય કોઈ પણ પ્રકારની થાપણ કેળવવી. (૫) સ્વદારા મંત્રભેદ એટલે પોતાની સ્ત્રી કે બીજાના રહસ્યો ખેલવા કે જાહેર કરવા.
આ ઉપરાંત ખેટા તેલ - માપને ઉપયોગ કરે, કર - ચેરી કરવી વિ. પ્રવૃત્તિથી દૂર રહેવું.
| (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત: જે ચીજ પોતાની હોય નહીં તે લેવી. અણહક્કનું લેવું અથવા કોઈ પણ ચીજ વસ્તુ તેના માલિકની રજા લીધા સિવાય લેવી, મેળવવી કે સંગ્રહ કરવો તેનું નામ અદત્તાદાન. આવા અદત્તાદાનથી દૂર રહેવું. ગૃહસ્થ માટે શકય નથી. તેથી ગૃહસ્થ સ્થૂલ અદત્તાદાનથી દૂર રહેવું. આવા સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતમાં નીચે જણાવેલા પાંચ ભયસ્થાને કે આચરણની ક્ષતિઓથી સુશાએ દૂર રહેવું.
(૧) ચેરને મદદ આપવી અથવા અમુક સ્થળે ચોરી કરવા કહેવું, (૨) ચોરીયાઉ વસ્તુ ખરીદવી કે સંઘરવી, (૩) જે રાજ્યમાં રહેતા હોઈએ તે રાજ્યની વૈધાનિક (કાયદાની) વ્યવસ્થાથી વિરુદ્ધ વર્તન કરવું, (૪) કોઈ પણ ચીજ વસ્તુઓના આદાન પ્રદાનમાં ઓછું આપવું, વધારે લેવું કે ખોટા માપ–તેલ વાપરવા, (૫) હલકી વસ્તુ આપી વધુ મૂલ્ય લેવું કે સારી વસ્તુ કહી ખરાબ વસ્તુ આપવી.
(૪) પૂલ અબ્રહ્મચર્ય વ્રત: (સ્વદારા સંતેષ) મન, વચન, કાયાથી વિષયની અનુભૂતિ કે અભિવ્યકિતથી પર-દૂર રહેવું તેનું નામ મૈથુન વિરમણ વ્રત. કામાવેગનું આવું નિયમન ગૃહસ્થાવસ્થામાં રહેનાર વ્યકિત માટે શકય નથી. આમ છતાં હકીકત અથવા શ્રેયકારક તે એ જ છે કે, વિષયવૃત્તિ -કામાવેગનું નિયમન -સંયમ કરવામાં આવે. આ હેતુને ‘આચરણાત્મકરૂપે ગૃહસ્થ આચરી શકે તે માટે ગૃહસ્થ પોતાની પત્ની પૂરતી જ કામ-પ્રવૃત્તિને સિમિત રાખવી અર્થાત સ્વ-દારામાં જ સંતોષ માનવે. આ વ્રતમાં જે વર્ષ પ્રવૃત્તિ છે, તે આ પ્રમાણેની છે : (૧) બીજાના વિવાહ-લગ્ન વિ. કરાવી આપવા કે એવી પ્રવૃત્તિમાં સવિશેષ રસ લેવો. (૨) કોઈ પણ સ્ત્રીને “રખાત” તરીકે રાખવી અને તેની સાથે અયોગ્ય સંબંધ બાંધવો. (૩) પર-સ્ત્રી, અવિવાહીત સ્ત્રી કે વેશ્યા સાથે વ્યભિચાર સેવ કે
તે હેતુથી અયોગ્ય સંબંધ બાંધવો. (૪) આપ્રાકૃતિક મૈથુન સેવવું. (૫) કામ-જોગ સંબંધમાં વધારે આસકિત રાખવી કે અતિ-સંગ કરવો.
(૫) સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત : કોઈ પણ પદાર્થ પ્રતિને મમત્વભાવ હોવો તેનું નામ પરિગ્રહ. મમત્વભાવને સર્વથા ત્યાગ કરવો સંસારી માટે શકય નથી. સંસારી ગૃહસ્થ પોતાની આજીવકિર્થે તથા આશ્રિતોના ભરણપોષણ તેમજ તેના સાંસારિક વ્યવહારને ચલાવવા જરૂર પૂરતું ધન યોગ્ય રીતે કમાય અને ધન-સંપત્તિના માલિક કે દાસ તરીકે ન રહેતા તેના સંરક્ષક તરીકે રહે એનું નામ સ્કૂલ પરિગ્રહ વિર મણવ્રત. આવા સ્થૂલ પરિગ્રહ વિરમણના વ્રતના પાલનમાં નીચે જણાવેલા પદાર્થો પરના સ્વામિત્વ હક્કનું નિયમન કરવું: (૧) હીરા, માણેક, ઝવેરાત, સુવર્ણ વિ.ના સિક્કા, (૨) સર્વ જાતના ધાન્ય (૩) અલંકાર અને વગર ઘડેલું સુવર્ણ (૪) જમીન, ગામ, શહેર ઉદ્યાન (૫) અલંકાર અને વગર ઘડેલું રૂપું (૬) મહેલ, ઘર-હાટ, દુકાન, વખાર વિ. (૭) નોકર, દાસ, વિ. (૮) ગાય, ભેંસ, હાથી, ઘોડા તથા અન્ય વાહન વિગેરે અને (૯) ગૃહ-વ્યવહારને ઉપયોગી અન્ય તમામ ચીજ-વસ્તુઓ.
આ નવ પ્રકારના સ્વામિત્વમાં આ વિશ્વની સર્વ વસ્તુઓનો લગભગ સમાવેશ થઈ જાય છે.
જીવ જ્યાં સુધી આ સંસારમાં છે - કર્મબદ્ધ છે ત્યાં સુધી આ બધી ચીજ-વસ્તુઓની એક યા અન્ય રીતે અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓછા-વધતા પ્રમાણમાં જરૂરિયાત રહે છે અને રહેવાની આમ છતાં શાસ્ત્રકારોએ આ બધી વસ્તુઓ પરના મમત્વભાવને “પરિગ્રહ’ કહો છે. જ્યાં મમત્વભાવ આવ્યો ત્યાં મનના પરિણામે અશુદ્ધ થવાના, એવા અશુદ્ધિના સવિશેષ કોઈ ખાસ નિમિત્તો ન મળે એ માટે આ બધી વસ્તુઓને પરિગ્રહ ન કરવો જોઈએ. આત્માના માટે આ હિતાવહ (advisable or t nov lant) છે એમ શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે. ન છૂટકે જીવન વ્યતિત કરવા કે ટકાવવા જે વસ્તુઓની અનિવાર્ય આવશ્યકતા ઉભી થાય તે વસ્તુનો ઉપયોગ સ્વામીભાવથી ન કરતાં સાક્ષીભાવે કરવે જેથી કરીને કર્મને બંધ થાય તો પણ સર્વથા સ્વલ્પ થાય. આવી પરિણતી ક્રમશ: કેળવાય એ માટે શ્રાવકધર્મનું પાલન કરનાર વ્યકિત પરિગ્રહનું પરિમાણ-પ્રમાણ નક્કી કરે એ ઈચ્છનીય છે.
(૬) દિક-પરિમાણ વિરમણ વ્રત : માનસશાસ્ત્રીઓ આજે, અબજોના ખર્ચ અને અનેકાનેક પ્રયોગો પછી પણ માનવ-મનના રહસ્યોને પામી શકયા નથી. માનવ-મન સંબંધીની તેમની શોધ અને ઉપાયો અનુક્રમે સિમિત તથા અધૂરા છે. સર્વજ્ઞ ભગવંતોએ પોતાના અતીન્દ્રીય જ્ઞાનબળથી માનવને માંકડા (વાનર) જેવો બનાવનાર મનની તોફાની વૃત્તિઓને તાગ સ્પષ્ટપણે મેળવી લીધા હતો. આથી જ શાસ્ત્રકારોએ ‘મનેનિગ્રહ’ પર સવિશેષપણે સર્વ સ્થળોએ ભાર મૂકયો છે.
૩૪
રાજેન્દ્ર જ્યોતિ
Page #3
--------------------------------------------------------------------------
________________ માનવના પિતાના સાધન કે સંપત્તિ, મર્યાદિત કે અપૂરતા હોવા છતાં તે પોતાના મનમાં “સેનાની લંકા હોય તે તેને સ્વામિ બનવાના સ્વપ્ન સેવતો થઈ જાય છે.” એવી જ રીતે પુણ્યના યોગે માનવીની પાસે સંપત્તિ અને સાધનની કમી ન હોય તો કાર્યવ્યસ્તતાના કારણે કે શારીરિક અશકિતએના કારણે પણ આવો માનવ પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ કે સાધનોનો ઉપયોગ કે ઉપભેગ કરવામાં અસમર્થ બને છે. આવી વાસ્તવિકતાઓ, માનવ પોતાના જીવનમાં પ્રત્યક્ષ રીતે અનુભવતા હોવા છતાં પોતાના મનની કે શારીરિક પ્રવૃત્તિઓ તે ઠીક પણ શરીરની એકદેશીય પ્રવૃત્તિ જેવા પરિભ્રમણની સ્વનિમિત મર્યાદા સ્વેચ્છાએ સ્વીકારવા આનાકાની કરી, મનની મહેલાતે રચી આત્મવંચક આનંદ પ્રાપ્ત કરે છે. જીવની આવી અમર્યાદિત મનોવૃત્તિ અને તજન્ય પ્રવૃત્તિ કે પરિણામે પાપના બંધનું કારણ બને છે. આ સત્યથી માનવ જાગૃત રહે એ હેતુથી શ્રાવકના 12 વ્રતોમાં આ છઠ્ઠા દિક-પરિમાણ વિરમણ વ્રતનું આચરણાત્મક વિધાન ઉપકારી શાસ્ત્રકારોએ કર્યું છે આ વ્રત ગ્રહણ કરનાર વ્યકિત દરેક દિશાનું પોતાનું આવાગમન (યાતાયાત) મર્યાદિત કરે છે. આ દિશાઓમાં ઉર્વલોક અને અધલેકની પોતાની પ્રવૃત્તિ અને મુસાફરીની મર્યાદા પણ બાંધે છે. આ મર્યાદા સાથે આવન-જાવનમાં ઉપયોગમાં આવતા વાહનના પ્રકાર અને સંખ્યાની મર્યાદા પણ સ્વીકારી શકાય છે. આ રીતે સ્વેચ્છાએ મર્યાદા સ્વીકાર કરવાથી માનવી “મનેનિગ્રહ”ની પ્રવૃત્તિથી પોતાના કર્મના બન્ધના દ્વારનું આંશિક [ Partial] નિયંત્રણને સક્રિય પ્રયત્ન કરે છે. (7) ભેગે પગ વિરમણ વ્રત: આ વ્રત દ્વારા શ્રાવક પોતાની માનસિક, વાચિક અને ખાસ કરીને શારીરિક સુખાકારી સગવડ તથા આનંદ-પ્રમોદના સાધનોના ઉપયોગની મર્યાદાનો સ્વીકાર કરે છે. (8) અનર્થદંડ વિરમણ વ્રત: જે કોઈ પણ વિચાર કે પ્રવૃત્તિ સાથે માનવને પોતાને લાગતું વળગતું નથી અથવા જે સુખ-સગવડ તેની પિતાની ઉપલબ્ધિની સીમામાં આવતા નથી તેના વિશે પણ અનુપયોગી વિચારણા કે પ્રવૃત્તિ કરવાની માનવ મનની વૃત્તિઓનું નિયમન કરવામાં આ વ્રત અતિ ઉપયોગી નીવડે છે. આ વ્રતને સ્વીકાર કરવાથી શ્રાવક નિવારી શકાય છતાં, તેના નિવારણના નિર્ણયના અભાવથી જે કર્મબંધ કરે છે તેમાંથી મુકિત પ્રાપ્ત કરે છે. (9) સામાયિક વ્રત: " આ વ્રતના સ્વીકારથી શ્રાવક પોતાની પરિણતી અને પ્રવૃત્તિને સમતાયુકત બનાવવા પ્રયત્નશીલ બને છે. એની સાથે એ પણ સમજવું રહ્યું કે શ્રાવક જ્યારે સામાયિક લે છે ત્યારે તે બે ઘડી અર્થાત 48 મિનિટ સુધી સાધુ-શ્રમણ જેવી જ આચરણ કરવા પ્રયત્નવાન રહે. બીજા શબ્દમાં સામાયિક સાધુ-ધર્મના પાલનની પ્રયોગાત્મક તૈયારી છે. (1) દેશાવગાસિક વ્રત: આ વ્રતના સ્વીકાર સાથે શ્રાવક પોતાની રોજની વ્યકિતગત જરૂરિયાતો પર ‘જયણાપૂર્વકનું નિયંત્રણ સ્વીકારે છે એટલું જ નહીં પણ, દરરોજ સવારના આ જરૂરિયાતની ધારણા કરે છે અને સાંજના પ્રતિકમણના સમયે આ ધારણાનું બરોબર પાલન થયું છે કે નહીં તેના લેખા-જોખા કરે છે. આવી રોજની તેની વૈયકિતક આવશ્યકતાઓમાં વ્રતધારી શ્રાવક સચિત્ત અચિત્તને વિવેક, ખાવાની ચીજોની સંખ્યાની મર્યાદા સ્વીકૃતિ, વિગઈઓને વિવેક, સૂવા, બેસવા, ઉઠવા વિ.માં ઉપયોગમાં લેવાના સાધનેની મર્યાદા જેવા બીજા નિયમોનો સમાવેશ થાય છે. (11) પોપવાસ વ્રત: પૌષધવ્રતની સીધી સાદી વ્યાખ્યા કરીએ તે એમ કહેવાય કે, ઓછામાં ઓછા 12 કલાક–એક દિવસ કે અહોરાત્રી પૌષધમાં 24 કલાક માટે સાધુ-શ્રમણ જેવું જીવન જીવવાની અર્થાત સાધક ભાવથી સર્વ પ્રકારની બાહ્ય (ગૃહસ્થ ધર્મની) પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ આત્મસાધક વૃત્તિનો આચરણાત્મક આચરણ યુકત પ્રયોગ. ઉપવાસના તપથી દેહ અને શરીરની બાહ્ય તથા આંતરિક વૃત્તિઓનું નિયંત્રણ કરવાનો પ્રયત્ન. (12) અતિથિ સંવિભાગ વ્રત: આ વ્રતના પાલન માટે શ્રાવકે અહોરાત્રિ પૌષધ દ્વારા સાધુશમણ જીવનની 24 ટકા પૂરતી સ્વાનુભૂતિ કરવાની રહે છે. આ સ્વાનુભૂતિએ સંસ્કારનું સ્વરૂપ લીધું છે કે નહીં તેની પરીક્ષા બીજ દિવસે થાય છે. કારણ કે, આ અહોરાત્રિના સાધક જીવન વ્યતિત કર્યા પછી શ્રાવક ઘરમાં પાછો જાય છે. સાંસારિક આધી-વ્યાધિ, ઉપાધી અને સાંસારિક મેહમાયા તથા રાગ-દ્વેષયુકત વાતાવરણમાં પણ “એકાસણા ના તપની તથા સુપાત્ર દાનની ભાવના બનાવી રાખવી પડે છે. આ પછી પણ પાછું “ચૌવિહાર”નું પચકખાણ કરી શારીરિક સુખને અને વિશેષ કરીને ખાનપાનને સ્વૈચ્છિક ત્યાગ કરવાનો રહે છે. આ પ્રક્રિયાનું મનૌવૈજ્ઞાનિક તથા શરીરશાસ્ત્ર અને માનવીય વ્યવહારના ( Human b. haviour ) આધારે વિશ્લેષણ કરીએ તે ખ્યાલ આવે કે આપણી (જૈન) ક્રિયાઓ, વ્રત-નિયમ તથા તપમાં વૈજ્ઞાનિક ( scientific realities) તથ્યોને કેવો વ્યવસ્થિત છતાં શ્રેય-સાધક ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશ્લેપણથી આ લેખ સવિશેષ લાંબો થાય એ કારણથી અહીં આટલો નિદે શ (Indication cr Pointer) જ પર્યાપ્ત (suffic ) છે અંતમાં શ્રાવકના 12 વ્રત અર્થાત દેશ વિરતી ધર્મની આરાધનાને સરળ છતાં સ્પષ્ટ અને સત્યદર્શન કરાવતે અર્થ એ છે કે, જે જીવમાં આંશિક આત્મવીર્યનું પ્રગટીકરણ થયું છે તેવા આત્માએ માટે મર્યાદિત ફળ આપનાર છતાં સ્વેચ્છાએ સ્વીકારેલ “મને નિગ્રહ”ની આચરણાલુકત પ્રવૃત્તિથી જીવની કર્મબદ્ધ અવસ્થામાં અધ્યવસાય શુદ્ધિ અને આચરણા શુદ્ધિની પ્રવૃત્તિથી આત્માના સાધના–માર્ગને શુભારંભ થાય છે. બીજા શબ્દોમાં સર્વ વિરતીપણાની UOUCH' (Experimental cr Practical) ugzudah મહાવ ( Practice 1 ) થાય છે. આવો મહાવરો પૂર્ણરૂપથી મનોનિગ્રહની પરિણતી અને પ્રવૃત્તિમાં નિશ્ચયથી ( definately or Positively) સહાયરૂપ નીવડે છે. જે અંતમાં શ્રેય સાધનાની સિદ્ધીથી શાશ્વત સુખ અપાવવા સમર્થ બને છે. વી. નિ. સં. 2503 Jain Education Intemational