Book Title: Sacho Anand Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf Catalog link: https://jainqq.org/explore/249608/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસ ગ્રહ સાચા આનંદ ખાવાના માટે દુનિયામાં જીવવાનું નથી, પણ આનંદ માટે જીવવાનું છે. આનંદમય જીવન ગાળવા માટે શ્વાસેાશ્વાસ લેવાની જરૂર પડે છે. શેાક અને ચિંતાના શ્વાસોશ્વાસથી મૃત્યુ થાય છે, ઉદાસીનતાથી દુઃખ થાય છે અને દુઃખ એ આત્માના સ્વભાવથી વિરૂદ્ધ હાવાથી મૃત્યુ સમાન છે. આનંદ એ જ આત્માનું લક્ષણ છે. જ્યારે આનંદથી શ્વાસેાશ્વાસ ચાલે છે, ત્યારે આત્મા પોતાના ધર્મને ધારણ કરે છે એમ અવમેધવું. શાતાવેદનીયજન્ય આનંદથી ભિન્ન એવા વાસ્તવિક આનંદ એ જ વસ્તુતઃ આનંદ છે. અને તે આનંદરૂપ આત્મા છે. જ્યાં વાસ્તવિક આનંદની લ્હેર વડે છે, ત્યાં આત્મા જાગૃત દશામાં છે એમ જાણવું. આત્માના સ્વાભાવિક આનંદના ભેાગથી આત્મા પેાતાનું સ્વરૂપ જાણી શકે છે અને તેથી તે અન્ય પદાર્થીથી નિવૃત્ત થઇને શુદ્ધાન દ સ્વરૂપમાં અખંડ ઉપયાગથી રમ્યા કરે છે. આનંદનું જીવન અનધિ છે. આનંદનું જીવન એ પાતાનું જીવન છે અને શાતાવેદનીયજન્ય સુખ, દુ:ખ, શાક વિગેરેનું જીવન તે પેાતાનું વાસ્તવિક વિશુદ્ધ જીવન નથી પણ પ્રતિકૂળ જીવન છે. શુદ્ધ જ્ઞાનની સાથે વાસ્તવિક આનંદના અનુભવ આવે છે અને તેથી આનન્દ્વની ઘેન મુખના ચહેરા પર પણ આનંદના ચિહ્નો પ્રગટાવી શકે છે. જ્ઞાનગભિ ત વૈરાગીનું જીવન આનંદની ઝાંખીવાળું ડાય છે. તેના હૃદચમાં સરલતા, સ્વચ્છતા, નિર્ભયતા, સુજનતા અને શુદ્ધ પ્રેમના ઝરણા [ ૯૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ 94] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા વહે છે અને તેથી તેનું આંતરિક હદય ઉચ્ચ ગુણની ભૂમિકાભૂત બને છે. જ્ઞાની દુઃખના પ્રસંગોમાં પણ દુઃખના વિચારને હઠાવી વાસ્તવિક સુખની લહરીને અનુભવ લે છે. જ્ઞાની દુઃખના વિચારોને સુખના વિચારોરૂપે પરિણાવી દે છે અને તેના અંતરમાં સુખી જીવન વહે છે. આનંદજીવન એ જ જીવનાર આત્માનું લક્ષણ છે. આત્માર્થી જે આત્માર્થી હોય તે જ્યાં જ્યાં જે જે કરવું ઘટે તે તે કરે અને જ્યાં જ્યાં જે જે સમજવું ઘટે તે તે સમજે અથવા જે જે જ્યાં સમજવું ઘટે તે તે ત્યાં સમજવાની કામન જેને છે અને જે જે જ્યાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેને કામના છે, તે પણ આત્માર્થી કહેવાય છે.