Book Title: Prabhavak charitna Ek Vidhanpar Samvichar
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249387/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવકચરિત'ના એક વિધાન પર સંવિચાર રાજગચ્છીય પ્રભાચંદ્રાચાર્ય કૃત પ્રભાવક ચરિત (સં. ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮) અંતર્ગત “વૃદ્ધવાદિ ચરિત”ના પ્રાંતભાગે આ મુજબનું કથન મળે છે: “પાદલિપ્ત પ્રભુ તથા વૃદ્ધવાદિગુરુ વિદ્યાધર વંશના નિર્ધામક (ગણાધિપતિ આચાર્યો) હોવાનું કહેવાય છે. વિક્રમ સંવત્સરના ૧૫૦મા વર્ષની શ્રાદ્ધ (શ્રાવક) જાકુટિના રૈવતાદ્રિ (ગિરનાર) પરના નેમિભવનના ઉદ્ધારની, વર્ષોથી ધ્વસ્ત થયેલ મઠ(માંથી મળેલી) શિલાપ્રશસ્તિના આધારે આ હકીકત અત્રે) ઉદ્ધત કરી છે.” ચરિતકારના પ્રસ્તુત વિધાનમાંથી આટલાં તથ્યો તારવી શકાય : (૧) પ્રભાચંદ્રાચાર્યે ગિરનારસ્થ નેમિનાથના મંદિર સમીપના ધ્વસ્ત મઠમાંથી મળેલ શિલાપ્રશસ્તિ જાતે વાંચેલી (યા વિકલ્પ અન્ય કોઈએ વાંચ્યા બાદ એમને તે સંબંધમાં માહિતી આપેલી હશે) જેના આધારે તેઓએ ઉપલી વિગત નોંધી છે : (૨) પ્રશસ્તિ જાકુટિ નામના શ્રાવકે કરાવેલ ઉદ્ધાર સંબદ્ધ હતી : (૩) પ્રસ્તુત શિલાલેખની સંલેખન-મિતિ (નેમિનાથના ભવનના ઉદ્ધારની મિતિ) તેમણે (કે અન્ય કોઈએ) વિ. સં. ૧૫૦ હોવાનું વાંચેલું; અને (૪) પ્રશસ્તિમાં પાદલિપ્તસૂરિ તથા વૃદ્ધવાદિસૂરિ વિદ્યાધર વંશના હોવાનું કથન હતું. આજે જો કે પ્રસ્તુત શિલાલેખ મોજૂદ નથી, તો પણ પ્રભાચંદ્રાચાર્યે એનો સંદર્ભ ટાંક્યો હોઈ તેની એક કાળે ગિરનાર પર ઉપસ્થિતિ હોવા સંબંધમાં શંકા અનાવશ્યક છે. પણ તેમણે કરેલી લેખની વાચના અને અર્થઘટન કેટલાંક કારણોને લીધે વિચારણીય બની રહે છે : ૧) એમણે વિસં. ૧૫૦ | ઈ. સ. ૯૪ એવું જે વર્ષ વાંચ્યું છે તે સ્પષ્ટતયા સંદેહાસ્પદ છે. વૃદ્ધવાદિસૂરિનો સમય ઈસ્વીસનની ચોથી શતાબ્દીનો છે; અને વિદ્યાધરવંશીય પાદલિપ્તસૂરિ તો મોડેથી, પ્રાફ મધ્યકાળમાં દશમી સદીમાં, થઈ ગયા હોવાની સવિસ્તર ચર્ચા મેં અન્યત્રે કરી છે. વળી લેખ ઈ. સ. ૯૪ જેટલો પુરાણો હોય તો તે ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિમાં લખાયેલો હોય ? અને પ્રાચીન બ્રાહ્મીલિપિમાં લખાયેલો લેખ મધ્યકાલીન વ્યક્તિ વાંચી શકે નહીં તે દેખીતું છે. આથી લેખનું વર્ષ ૧૫૦' નહીં પણ “૧૦૫૦' જેવું, અને લેખ નાગરી લિપિમાં, અંકિત હશે, જે સંભાવના વિશે આગળ ચર્ચા કરીશું. (૨) ઉજ્જયંતગિરિ પર નેમિનાથના મંદિર સમીપ એક મઠ હતો તેવું સૂચન નાગેન્દ્ર કુલના સમુદ્રસૂરિના શિષ્ય વિજયસિહસૂરિની ભુયણસુંદરી કહા(પ્રાકૃત : [૨] સં. ૯૭પ, ઈ. સ. ૧૦૫૩)ની પ્રાંત-પ્રશસ્તિમાંથી મળે છે. ગ્રંથકર્તાના સમકાલિક, સોમેશ્વરનગર(પ્રભાસપાટણ)ના મોઢવંશી “ગોવાઈ” ગોપાદિત્ય) દ્વારા ઉજ્જયંતતીર્થે મુનિઓ તથા સંઘના નિવાસ અર્થે ત્રણ મજલાવાળો “મઢ”(મઠ) સમર્પિત થયાની ત્યાં હકીકત Page #2 -------------------------------------------------------------------------- ________________ #k નોંધાયેલી છે. (૩) પુરાતન-પ્રબંધ-સંગ્રહ॰ અંતર્ગત “P” સંજ્ઞક પ્રતિલિપિ-કાલ સં. ૧૫૨૮ ઈ. સ. ૧૪૭૨)ના “મંત્રી સજ્જન કારિત રૈવતતીર્થોદ્વાર-પ્રબંધ” અંતર્ગત સજ્જન મંત્રી પૂર્વે માલવાના અમાત્ય જાકુડિએ નેમિનાથનો શૈલમય પ્રાસાદ બંધાવવાનો આરંભ કરેલો તેવો ઉલ્લેખ છે; તેના અનુલક્ષમાં ત્યાં એક સંસ્કૃત શ્લોક પણ ઉદ્ધૃત કર્યો છે, જે પ્રસ્તુત પ્રબંધથી પ્રાચીન, તપાગચ્છીય ધર્મઘોષસૂરિના ગિરનારકલ્પ॰(આ ઈ. સ. ૧૨૬૪)માં, મળે છે આથી જાકુટિના ઉદ્ધાર સંબંધની પ્રશસ્તિની જે વાત પ્રભાચંદ્રાચાર્ય કરે છે તેને તેમના સમકાલીન તેમ જ ઉત્તરકાલિક લેખક દ્વારા સમર્થન મળે છે. નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ (૪) પુરાતન-પ્રબંધ-સંગ્રહના પ્રસ્તુત પ્રબંધમાં અમાત્ય જાકુડિએ કરાવેલ નેમિજિનાલયનો ઉદ્ધાર પછીના સજ્જન દંડનાયકના ઉદ્ધારથી ૧૩૫ વર્ષ અગાઉ થયેલો એવું સ્પષ્ટ કથન છે . નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ(આઈ. સ. ૧૨૩૨)માં૧૭ સજ્જને કરાવેલ ઉદ્ધારની મિતિ સં૰ ૧૧૮૫ / ઈ. સ. ૧૧૨૯ જણાવી છે. તેનાથી ૧૩૫ વર્ષ પહેલાંની મિતિ સં૰ ૧૦૫૦ / ઈ સ૰ ૯૩૪ આવે. આ પ્રમાણથી પ્રભાચંદ્રાચાર્ય કથિત વિ.સં. ૧૫૦નું વર્ષ વસ્તુતયા વિ. સં. ૧૦૫૦ હોવાનું સુનિશ્ચિત થાય છે. આ સાંગોપાંગ મળી જતાં મેળને કારણે એટલું ચોક્કસ થાય છે કે પશ્ચાત્કાલીન હોવા છતાં “P” પ્રબંધકાર પાસે કોઈ એવા સ્રોત અવશ્ય હતા જે સજ્જન દંડનાયક તેમ જ પૂર્વના જાકુટિ અમાત્યના મૂળ શિલાલેખોથી જ્ઞાત હતા. અટકળ કરી શકાય કે સજ્જનમંત્રીવાળા મંદિરના બાંધકામ સમયે જાકુડવાળી પ્રશસ્તિને ગોપાદિત્યે કરાવેલા મઠમાં ખસેડી હશે, જે મઠ કદાચ વીજળી પડવાને કારણે, કે પછી જોરદાર વરસાદને કારણે, પડી જતાંષ તેના કાટમાળમાંથી પ્રસ્તુત પ્રશસ્તિ પ્રકાશમાં આવી હશે. ઈ. સ. ૧૨૬૪માં માલવમંત્રી પૃથ્વીધરના પુત્ર ઝાંઝણે શત્રુંજય-ગિરનારની યાત્રા અર્થે મોટો સંઘ કાઢેલો, જેમાં મંત્રીના ગુરુ, ગિરનારકલ્પકાર ધર્મઘોષસૂરિ, પણ હતા ૬. પ્રસ્તુત યાત્રામાં કદાચ પ્રભાચંદ્રાચાર્ય પણ શામિલ હોય, કે પછી અન્ય કોઈ અવસરે ગિરનારની યાત્રાએ જતાં ત્યાં તેમણે જાકુડિવાળો શિલાલેખ જોયો હોય, યા અન્ય કોઈએ તે લેખ જોયેલો હોય, અને એમણે વાંચીને આચાર્યશ્રીને તે સંબંધમાં વાત કરી હોય. આજે તો આ મુદ્દા પર પૂરક સાધનોના અભાવે વિશેષ નિશ્ચય થઈ શકે તેમ નથી. તોપણ ઉપલા પરીક્ષણમાંથી એટલું તો માનવાને કા૨ણ ૨હે છે કે ગિરનાર પર અમાત્ય જાકુડિની નેમિભવનોદ્ધાર ઉપલક્ષિત સં. ૧૦૫૦ / ઈ સ૦ ૯૯૪ની એક શિલા-પ્રશસ્તિ અવશ્ય મોજૂદ હતી‘૭. સજ્જન મંત્રી પૂર્વે નૈમિનાથના મંદિરના અસ્તિત્વનાં બે પુરાણાં પ્રમાણોગોપાદિત્યની પ્રસ્તુત મંદિરને ઈ સ ૧૦૫૩માં (કે તેથી થોડું પૂર્વે) સમર્પિત થયેલ મઠ વિશેની નોંધ અને ઉપર્યુક્ત ઈ. સ. ૯૯૪ના Page #3 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રભાવકચરિત’ના એક વિધાન પર સંવિચાર જાકુંડિ અમાત્યના ઉદ્ધારના શિલાલેખ સંબંધની નોંધ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્ત્વનાં છે. ટિપ્પણો : ૧. સિંધી જૈન ગ્રંથમાલા નં. ૧૩, સંત જિનવિજયજી, કલકત્તા ૧૯૩૧. ૨. એજન, પૃષ્ઠ ૬૧. (જુઓ પાદટીપ ૩નું અવતરણ). ૩. પ્રશ્નો: શ્રોપાનિસક્ષ્ય વૃદ્ધવાોિસ્તથા । श्रीविद्याधरवंश्यस्य निर्यामक मिहोच्यते ॥ संवत्सरशते पञ्चाशता श्रीविक्रमार्कतः । साग्रे जाकुटिनोद्धारे श्राद्धेन विहिते सति ॥ श्रीरैवताद्रिमूर्धन्य श्रीनेमिभवनस्य च । वर्षास्त्रस्तमठात् तत्र प्रशस्तेरिदमुद्धृतम् । -પ્રભાવળતિ, ૮. ૨૭૬-૬૭૮, પૃ શ્ ૪. “નિર્વાણકલિકાનો સમય અને આનુષંગિક સમસ્યાઓ,” અન્યત્ર છપાશે. ૫. સં. મુનિ પુણ્યવિજયજી, Catalogue of Palmleaf Manuscripts in the Śāntinātha_Jaina Bhandar, Khambhat, pt. 2, Gos, No. 149, Baroda 1966, pp. 364-365. પ્રસ્તુત કથાનો રચના સંવત્ બૃહટિપ્પણિકાકારે સં ૯૭૫નો નોંધેલો છે, જેને અગાઉ મેં વિક્રમ સંવત્ માનેલો; પણ પ્રશસ્તિમાં કવિ ધનપાલનો ઉલ્લેખ હોઈ રચના-સંવૃત્ શકાબ્દમાં ઘટાવવો જોઈએ, જેમ અહીં સાંપ્રત લેખમાં કર્યું છે. ૭ ६. गोवाइच्चेण वि मुणियविरसंसारखणिगभावेण । सिरिउज्जयंततिथ्ये समप्पियं नेमिनाहस्स ॥ मणिओ य तेण संघो गोवाइच्चेण पंजलिउडेण । मुणिसंघनिवासत्थं एस मढो अम्पिओ तुम्ह || अह तम्मि सुहाधवले तिभूमिए परमम्मयानिलए । गोवाइच्चविदिने संघमढे विरइया एसा । (પ્રશસ્તિકાર વિજયસિંહસૂરિએ પ્રસ્તુત કથા આ મઠમાં રહીને રચી હોવાનો ભાસ થાય છે.) પ્રસ્તુત ગ્રંથપ્રશસ્તિમાં ગોપાદિત્યના માતામહ પાસિલ દ્વારા સોમેશ્વરના મંદિરને ધોળ્યાનું અને તે મંદિરને ગોપાદિત્યે એક ઉન્નત ધવલગૃહ દીધાનું પણ કથન છે, જે નોંધ સોમનાથના વિષયમાં મહત્ત્વપૂર્ણ છે ઃ એજન, પૃ. ૩૬૫), ૭. સંત જિનવિજય મુનિ, સિંધી જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક ૨, કલકત્તા ૧૯૩૬. ૮. એજન, પૃ. ૩૪. ૯. એજન. ૧૦. સં. સી. ડી. દલાલ, પ્રાચીન-ગુર્જર-કાવ્યસંગ્રહ, ભાગ ૧, ગા ઓ. સી., નં ૧૩ વડોદરા ૧૯૭૮, નિ ઐ મા ૨-૧૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ 98 નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પરિશિષ્ટ-૭. 11. થડમાન્ય Èરી પ ચુપુર્વત્ર | नेमिभवनोद्धतिमसौ गिरिनारगिरीश्वरो जयति / –શ્રી કિનારા . ર૭ 12. જિનવિજય મુનિ, પુ. પ્ર. સં., પૃ૦ 34. 13. સં. મુનિ શ્રીપુણ્યવિજયસૂરિ, સુતર્તિનિચરિ વસ્તુપાત્ર પ્રતિસંઘ૬, પણ પ્રધાત્રા, પ્રાંજ 5. મુંબઈ 1961, પૃ. 99-103. 14, ઈક્કારમયસહાઉ પંચાસીય વચ્છર નેમિલ્કયણ ઉદ્ધરિઉ સાણિ નરહરિ છે. રેવંતગિરિ રાસુ. 1.9 15. મઠ મોટે ભાગે તો ઈંટ અને લાકડાનો બનેલો હોવો જોઈએ, 16. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. 406-407. પ્રસ્તુત કથન માટે તેમનો આધાર તપાગચ્છીય આચાર્ય સોમસુંદરસૂરિના પ્રશિષ્ય રત્નમંડનગએ રચેલ ઉપદેશતરંગિણી (આ, સં. 1515 ને ઈ. સ. ૧૪પ૯) તથા એ જ લેખકનું સુકતસાગરકાવ્ય હોવાનું ત્યાં તેઓ નોધે છે. 17. ગિરનારના નેમિનાથ મંદિરના ઇતિહાસ સંબંધમાં વિસ્તૃત ચર્ચા માટે જુઓ સાંપ્રત લેખકનો લેખ *Ujjantagiri and Jina Aristanemi", Journal of the Indian Society of Oriental Art, (NS), Vol. XI, Calcutta 1980, સાંપ્રત લેખ અમુકાશે તેમાં દેવા રહી ગયેલાં પ્રમાણો ચર્ચવા અંગે, પૂર્તિરૂપે છે.