Page #1
--------------------------------------------------------------------------
________________
પાશ્ચાત્ય વિદ્વાનો ને જૈન સાહિત્ય
૩ પાશ્ચાત્ય વિદ્વાના ને જૈન સાહિત્ય
( લેખક:—રા. રા. ફુલચંદ હરિચંદ શાહુ, )
એક સમય એવા હતા જ્યારે જૈન ધર્મ જૈન સાહિત્ય ને જૈન ઇતિહાસ વિષે પાશ્ચાય તેમજ પૌર્વાય વિદ્યાનેામાં ભારે અજ્ઞાન હતું. જૈન ધર્મને નવા ધર્મ જૈન સાહિત્યને કંટાળા ભરેલું સાહિત્ય ને જૈન તિહાસને અવ્યવસ્થિત માનવાની લાગણી ફેલાઇ રહી હતી. ધર્મ મનુષ્યને ધૃજે કેટલું બધું અજ્ઞાન
ડેા. હાકિન્સે તે! ત્યાંસુધી કહેવાની હિંમત કરી હતી કે “ જે છે ને કીડી મકેાડીને પોષે છે તેને જગતમાં જીવવાના અધિકાર નથી.” તે અમાન !
૨૯
: આજસુધી પણ અનેક વિદ્વાનની માન્યતા ભૂલભરેલી છે. આ માન્યતા એ છે કે ૧. જૈન ધ યુદ્ધ ધર્મની શાખા છે; ૨. મહાવીર તેના સ્થાપક છે; ૩. જૈન ધર્મ હિંદુ ધર્મમાંથી ઉત્પન્ન થયેલ નવા ધર્મ છે: ૪ જૈન ધર્મ નાસ્તિક ધમ છે કારણ કે તે શ્વરને માનતા નથી. આ માન્યતાએ મહાન વિદ્વાન ગણાતા ડા. વેશ્વર, પ્રેા. લાર્સન, મી. બાર્થ, મી. વિલ્સન વગેરેની હતી. બુધની શાખા એ ઉપરથી કે શ્રી મહાવીર સ્વામી ખુદ્દ ભગવાનના સમકાલીન હતા, અને ધમ યજ્ઞ-યાગાદિના વિરાધી હતા, બન્ને મહાન તપસ્વી અને અહિંસાના પ્રચારક હતા, તેમજ અન્ય ધર્મના સિદ્ધાંતેમાં પણ કેટલુંક સામ્ય ઉપર ઉપરથી જણાઇ આવે છે. મેજર-જનરલ ફેલીગે પણ પોતાનાં ( Rivers of Life ) પુસ્તકમાં જૈનધર્મને યુધર્મની શાખા તરીકે ગણાવ્યા હતા પણ પાછળથી તેમણે જ ૧૭ વર્ષ આબુના દિને પહાડામાં શોધખેળ કરી લખ્યું કે “ Jainisn thus appears as the earliest faith in Indie '’-ભારતવર્ષમાં જૈનધર્મ તુના કાળથી છે તેમ જણાય છે.
ડા. પેરાલ્ડે પોતાના એક Comparutive Scienc of Religions “તુલનાત્મક
ધર્મ શાસ્ત્ર વિષેના ભાષણુમાં જૈનધર્મ વિષે જે કહ્યુ છે તેમાંથી એ વાક્યા નીચે પ્રમાણે છે:
,,
66
The Jaiu view of God is a very n‰tural one to a think
ing being. I am strongly opposed to those, who may call Jainism
an Atheism and there-by deny its being a religion at all. "
અર્થાત-એક વિચારક મનુષ્યને તે જૈનધર્મને ધિર વિષે વિચાર ઘણા જ સ્વા ભાવિક જણાય છે. જૈનધર્મને નાસ્તિક ધર્મ કહેનાર અને તેથી તેને ધર્મ તરીકે સ્વીકારવા ના કહેનારને હું મજબૂત રીતે વિરોધ કરું છું.
* To make a final conclusion I venture to say, that the Jain religion is for the comparative Science of religion one of the
વિ. કે. પુ.
Page #2
--------------------------------------------------------------------------
________________
૩૦
જેનવિભાગ most important developed religions because of its advanced view of religious matter as well as of the methods."
અર્થાત–છેવટે હું કહેવાને હિમત કરું છું કે ધાર્મિક બાબતો અને પદ્ધતિઓમાં તેના વિચારે આગળ પડતા હોવાથી જૈનધર્મ તુલનાત્મક ધર્મ-શાસ્ત્ર માટે વિકસિત ધર્મોમાં અત્યંત ઉપયેગી છે.
આમ આજે અનેક વિદ્વાનોને પ્રયાસથી આ અજ્ઞાનનો નાશ થતો જાય છે. બૌદ્ધ સાહિત્યમાં જૈનધર્મના ઉલ્લેખ છે તેમજ ડો. હરે (Tuarer) મથુરામાં કરેલી શોધખેળના પરિણામે માલુમ પડ્યું છે કે મથુરા ક્રાઈસ્ટ પહેલાં પહેલી બીજી સદીમાં જૈન ધર્મનું કેન્દ્ર હતું જે ત્યાંથી કંકાલી ટીલામાંથી નીકળેલ મૂર્તિઓ અને તૂપના લેખેથી જણાય છે.
શ્રી ઋષભદેવ-જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું જીવન ને નામ ભાગવત પુરાણમાં આવે છે તેથી સાબીત થાય છે કે જૈન ધર્મના સ્થાપક શ્રી મહાવીર નહિ પણ શ્રી ઋષભદેવ હતા અને શ્રી મહાવીર, શ્રી પાર્શ્વનાથ ત્યાર પછીના સુધારક ગણાય છે. વિદ્વાનો પણ હવે ધીમે ધીમે આ માનવા લાગ્યા છે.
જૈન ધર્મ વિષે હજી આજે પણ દુનિયાના ઘણાખરા ભાગમાં ભારે અજ્ઞાન છે એટલું જ નહીં પણ આ દેશમાં પણ તે માટે ગંભીર અજ્ઞાન ફેલાઈ રહ્યું છે જે લાલા લજપતરાયના ભારતવર્ષના ઇતિહાસમાં જૈન ધર્મ વિષેની ધથી-પંડિત શીવશંકર મિશ્નના ભારતના ધાર્મિક ઈતિહાસના જૈન ધર્મના ઉલ્લેખ ઉપરથી તથા–. શ્રમ (અમેરિકા કેલ્મબીયા યુની.) જે હમણું જ મુંબઈ અને લાહેરમાં ભાષણો આપી ગયા તેમણે જૈન ધર્મ વિષે બતાવેલ અજ્ઞાનથી સાબીત થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોમાં જૈન ધર્મ વિષેનું અજ્ઞાન દૂર કરવા માટે વિદ્વાન છે. યાકોબી જે વર્ષો થયાં જૈન સાહિત્યને ઉંડા અભ્યાસી છે તેમણે અથાગ પરિશ્રમ કર્યો છે અને ડે, બુલર તથા ડે. હનલે અત્યંત ઉત્સાહથી આ વિદ્વાનને મદદ કરી છે. આજે જે ઘણા ખેટા ખ્યાલ નાશ પામ્યા છે તે તેઓને આભારી છે.
પાળા પ્રદેશોમાં જૈન ધર્મને જૈન ધર્મના પવિત્ર પુસ્તક-સૂત્રોના અભ્યાસની-સંશોધનની શરૂઆત કરનાર જર્મન . તે પર હતા. તેમજ જે ધર્મના અભ્યાસના પ્રથમ યારક કહેવાય છે.
પહેલ વહેલા-સને ૧૮૭૬ માં પ્ર. વેબરે હિન્દી સાહિત્યનો ઈતિહાસ લખે તેમાં જૈન ચરિત્ર વિશે ટુંક નેધ તેમણે લખી હતી-તેમજ જૈન ધર્મનાં પવિત્ર પુકે વિશે ઉલ્લેખ કર્યો હતો અને જન સાહિત્યની અને તેમાં પણ વ્યાકરણ અને કોષનું જૈન સાહિત્યમાં શું મહત્વ છે તે તેઓશ્રીએ બતાવ્યું હતું.
સને ૧૮૮૭ માં પ્ર. લીઓપેલ્ડ-ફોન-મૂહરે Literature and Culture of India માં માત્ર અર્ધા પાનામાં જૈન જાતિને ઉલ્લેખ કર્યો હતો સને ૧૯૦૦ માં છે. એ. મેકડોનલે સંસ્કૃત વાયના ઇતિહાસમાં નહિ જેવો ઉલ્લેખ કર્યો હતે.
સને ૧૯૦૨ માં એ. બેમગાર્ટનરે તેના “Die-literaturen-Indiens und Pstasiens”માં ચાર પાનામાં જૈને અને તેના સાહિત્યને ઉલ્લેખ કર્યો હતે. સને
Page #3
--------------------------------------------------------------------------
________________
પાશ્ચાત્ય વિદ્વાને ને જૈન સાહિત્ય
૩૧ ૧૯૦૩ માં એચ. લીડનબર્ગે પિતાના Literature of Ancient India માં જેને વિષે ત્રણ લીટી જ લખી છે.
સને ૧૮૯૮ માં ('. W. Frazer) પી. ડબલ્યુ. ફેઝરે પિતાના Literary History of India માં વિડીયન સાહિત્યમાં જૈન ધર્મની ને જૈન સાહિત્યની મહાન અસર બતાવી છે અને કહ્યું છે કે
“ It was through the fostering (are of the Jains, that the South first seems to have been inspired with new ideals and its literature enriched with new forms of expression.
તે જેનોની કાળજી ભરી સંભાળનું પરિણામ છે કે દક્ષિણમાં પહેલવહેલા નવા આદર્શોને ઉત્તેજના મળી અને તેનું સાહિત્ય નવીન પદ્ધતિથી સમૃદ્ધ બન્યું.”
૨૫-૩૦ વર્ષ પહેલાં આ સ્થિતિ હતી તે આજે નથી-આજે યુરોપમાં અનેક દિશામાં પ્રયત્ન થાય છે. જન સાહિત્ય તરફ અભિરુચિને માન વધતું જાય છે. અભ્યાસકે ઉત્સાહ ને પ્રેમથી કામ કરી રહ્યા છે અને અનેક અંધારાને અજ્ઞાનમાંથી પ્રકાશ થવા લાગે છે. જ્યારે ૨૫ વર્ષ પહેલાં ગણ્યા ગાંઠયા જ વિદ્વાન હતા ત્યારે આજે સ્થળે સ્થળે અનેક કામ થઈ રહ્યાં છે.
આ ઉપરાંત સૌ કહેવા લાગ્યા છે કે “ જૈન ધર્મ પ્રાચીન ધર્મ છે-તુલનાત્મક Science of Riligion (ધર્મ-શાસ્ત્ર) માં જૈન ધર્મના સિદ્ધાંતોએ ઉંચો ભાગ ભજવ્યું છે, જૈન સાહિત્ય સમૃદ્ધ, વિશાળ અને વ્યવસ્થિત છે. એવી એક પણ શાખા નથી જેમાં જૈન સાહિત્ય ન લખાયું હાય
જૈન આગમાં દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ ને કથાનુયોગ એક સમૃદ્ધ સાહિત્યની સાક્ષી પૂરે છે. કેબ ને વ્યાકરણ ઉત્તમ કેટીનાં છે. ન્યાય, જ્યોતિષ, અધ્યાભ, વૈદક અને જતુશાસ્ત્રમાં ઉચ્ચતમ ગ્રંથોનો ખજાને છે ને ન ધર્મમાં મહાન પ્રચંડ વિતાને થઈ ગયા છે.”
છે. વીન્ટરનીટઝે પોતાના Jains in the History of Indian Literature Hivy }: “ It would take it fairly big volume to give it History of all that the Jains have contributed to the treasures of Indian literature."
" Jains have contributed their full share to the Religious, ethical, poetical, and Scientific literatures of Ancient India.
હિન્દી સાહિત્યના ખજાનામાં જેને એ જે સઘળા હિસ્સો આપ્યો છે તે બધાનો ઈતિહાસ આપવા જતાં એક મોટું પુસ્તક ભરાય. જૈનોએ પ્રાચીન હિંદી સાહિત્યમાં ધાર્મિક નિતિક કાવ્ય સંબંધી અને વૈજ્ઞાનિક સાહિત્યને સુંદર ને સંપૂર્ણ હિસ્સો આપ્યો છે.” - પશ્ચિમમાં જૈન સાહિત્ય તત્ત્વજ્ઞાનને સિદ્ધાંતને પ્રચાર કરવામાં બે સમર્થ ધર્મવીર પુરુષોનાં નામ જૈન કામ સદાને માટે યાદ કરશે. તેઓશ્રીની ઉદારતા, ધર્મ-પ્રેમ, સાહિત્ય
Page #4
--------------------------------------------------------------------------
________________
૩૨
જનવિભાગ સેવા અને પ્રચાર-કાર્ય જૈન સમાજ આજસુધી ભલે નથી પીછાણી શકી-પણ અનેક વિધાને જૈન ધર્મના અભ્યાસકે તેઓના હંમેશના ઋણી ને આભારી છે તેમાં શક નથી. એક તે સ્વર્ગસ્થ પૂજયપાદ શ્રી આત્મારામ (વિજયાનંદ સૂરિ) કે જે પ્રખર વિદ્વાન અને જૈન સમાજના તે વખતના નેતા ને આચાર્ય હતા–સને ૧૮૯૩ માં અમેરિકાના ચિકાગો શહેરમાં જગતની સર્વ ધર્મ–પરિષદ” માં તેઓશ્રીને નિમંત્રણ કરવામાં આવ્યું હતું. સાધુ હદને અને જૈન સાધુ સદાને માટે પગે ચાલીને ગામેગામ ને દેશદેશ વિચરનાર અને દર ચોમાસામાં એક જ સ્થાનમાં રહેનાર તેમ જ ભિક્ષા લાવીને જીવન નિર્વાહ ચલાવનાર તે સત્ય-બ્રહ્મચર્ય-અહિંસા-અસ્તેય અને અપરિગ્રહના વત વાળા હોઈને તેઓ ત્યાં જઈ શકે તેમ નહોતું, તેથી તેમણે મહુવાના વતની તે વખતના જૈન એસેસી. એશનના મંત્રી રા. વીરચંદભાઈ રાઘવજી ગાંધીને પિતાના પ્રતિનિધિ તરીકે મોક૯યા અને રા. વીરચંદ રાઘવજી ગાંધીએ પરિષદમાં અત્યુત્તમ ભાષણ આપી જૈન ધર્મના ઉત્તમ સિદ્ધાંતની ઝાંખી વિદ્વાનને કરાવી. તેઓએ ત્યાર પછી અમેરિકા અને યુરોપમાં પ્રવાસ કરી સ્થળે સ્થળે ભાષણ આપી અનેક વિદ્વાનોને આકર્ષ્યા, કેટલાક જૈન ધર્મનું રહસ્ય સમજાવ્યુંશીખવ્યું અને ત્યારથી અનેક વિદ્વાનો આ દિશામાં વળ્યા.
શ્રીયુત ગાંધીએ અનેક વિદ્વાનને જૈન ધર્મ તર૬ એટલા આકર્ષ્યા કે મી. હટ વોરન અને મી. એ ગોર્ડન જેવા વિદ્વાનોએ Jain તરીકે પિતાની સરનેમ રાખી અને જૈન કહેવડાવવાને તેઓ ગૌરવ માનવા લાગ્યા. મો. હર્બટ-વોરન પિતાના પત્રમાં લખે છે કે “મારી ૩૪ વર્ષની ઉમરે શ્રીયુત વીરચંદ ગાંધીના સહવાસથી ૧૯૦૦ ના માર્ચમાં જૈનધર્મ વિષે મને પહેલો પરિચય થયો. આજે પણ લંડનમાં તેઓ અને બીજા વિદ્વાને “Jain Literature Society” ચલાવી રહ્યા છે.
ડે. હોર્નેલ આચાર્યશ્રી આત્મારામજી મહારાજના આભારી હતા. તેમના ઘણું પ્રશ્નોના જવાબ તેઓશ્રીએ આપ્યા હતા. કે. હોને તેમનું અંગ્રેજીમાં તૈયાર કરેલું ઉવાસદસાઓ સૂત્ર તેમણે આચાર્યશ્રીને અર્પણ કર્યું હતું.
બીજા વીર પુરુષ સ્વ. આચાર્યશ્રી વિધર્મ સરિ હતા, જેઓએ દોઢ વર્ષ પહેલાં શિવપુરીમાં સ્વર્ગવાસ કર્યો અને જેનાં સંસ્મરણે અનેક વિદ્વાને અને તેમના યુપીયા શિષ્યોએ લખેલ હૃદદગાર આજે પ્રેસમાંથી બહાર પડી ચૂક્યાં છે.
એ આચાર્યશ્રીએ પાશ્ચાત્ય વિદ્વાનમાં જેટલું કામ કર્યું છે, જેટલો પ્રચાર ને પ્રયાસ કર્યો છે તેટલો કઈ પણ વિદ્યાને નથી કર્યો તેમ તટસ્થ દ્રષ્ટિએ પણ કહેવા મન થઈ જાય છે.
આચાર્યશ્રી પિતે પ્રખર વિદ્વાન અને સાહિત્યપ્રેમી હતા. તેમણે અનેક કામ કરીઅનેક સંસ્થાઓ ખેલી-ગામેગામ ને દેશદેશ ભ્રમણ કરી ધર્મવીર નામ સાર્થક કર્યું છે.
અનેક વિદ્વાનોના કાગળો ને પક-આભારે ને અભિનંદનો-મારી સામે હું જઈ રહ્યો છું અને તે વાંચી તેમની ઉદારતા, વિદ્યાને અપનાવી લેવાની શક્તિ, પ્રચંડ જલ્સ ને અનેક યોજનાઓની ઝાંખી થાય છે.
કેઈને પત્રધારા, કેદને પ્રશ્નનાં સમાધાન લખી, કોઈને સૂચના ને સલાહ આપી કેને હસ્તલિખિત પ્રતો જેવા અપાવી, કોઈને જૈન સાહિત્યના પુસ્તકોના સંગ્રહ મેલ્લી
Page #5
--------------------------------------------------------------------------
________________
પાશ્ચાત્ય વિદ્વાન ને જૈન સાહિત્ય
કાઇને જરૂર પડયે ઉત્તેજનાથે કાંક મદ અપાવી, કાષ્ઠને રૂબરૂ મળી અને કાષ્ઠને આમંત્રી અનેક વિદ્યાનાને અપનાવ્યા છે.
S
તેઓનું આ પ્રચારકાર્ય જો કે હજી જન સમાજની દૃષ્ટિપથની બહાર છે, પણ નજીકના ભવિષ્યમાં તેનું રૂડું ફળ ને પારણામ બહાર આવવા સભવ છે.
33
તેમના યાપીય શિષ્યેામાં ડે.. એટાસ્ટાઇન, ડૅ. વીન્ટરનીટઝ, ટે. પેરરાલ્ડ, ડા. `ગાન, ડા. ચેમસ, ડે.. હેલમાઉથ, ડેા. સ્પ્રિંગ, ડા. ઝીયર, ડૈ।. સ્ટેન કાના, ડા. જીટુસી અને ડે. સીલ્વન લેવી વગેરે છે. આજે પણ તેઓશ્રીના વિદ્વાન શિષ્ય આચાર્યશ્રી વિજયેન્દ્ર સુરિ આ દિશામાં કામ કરી રહ્યા છે અને તેને વ્યવસ્થિત કરવા ધારે છે.
આટલું આવશ્યક અને ટુકું વિવેચન તેમે મહાન પુરુષેાના પ્રચારકાર્ય સબંધી લખવાની જરૂરીયાત જગયાથી લખ્યું છે. તે સિવાય આ નિબંધ અધૂરા જ ગણાત.
પચાસ વર્ષ પહેલાં કાણુ જાણતું હતું–કાની ૫નામાં પણ હશે કે જૈન સૂત્રેાનાં પ્રકાશના જર્મન-યુરાપીયન વિદ્વાનેા કરશે, તેના અનુવાદ અંગ્રેજી અને જનમાં થતા જશે, એક એ કે પાંચમાંથી વધતા વધતા સે। વિદ્વાન આ દિશામાં ઝૂકશે અને સ્વમમાં પણ કાતે ખ્યાલ હતા કે મિસ ક્રાઉઝ જેવી જર્મન કુમારિકા Ph. D. થઈને હિંદીગુજરાતી-મારવાડી-સંસ્કૃત ભાષાના અભ્યાસ કરી આપણા ધર્મ પુસ્તકાનું તેની ભાષામાં ભાષાંતર કરશે તેમ જ અમેરિકન કન્યા મિસ. જેન્સન Ph, ID, પણ મહાવીર્ ચરિત્રનું ભાષાંતર કરશે !
આજે યુરેપમાં શું શું કામ થઇ રહ્યું ? આજ સુધીમાં કેટલું થયું છે? તેના સવિસ્તર સમાચાર હું અભ્યાસી ન આપી શકું અને આ ટુંક નિબધમાં તે આવી પણ ન શકે. બની તેટલી હકીકતા મેળવી-વાંચી-અભ્યાસની દષ્ટિએ આવડયું તેમ-લખવા પ્રયાસ કર્યો છે. તેાપણ-પશ્ચિમમાં અને ખાસ કરી જર્મનીમાં જૈન સાહિત્યના સબધમાં જે કામ થઇ રહ્યું છે તે પ્રશ’સનીય છે. તેવા કામને ઉત્તેજન આપવામાં આવે તેા જૈન સાહિત્યનું પ્રકાશન કામ જલ્દી પ્રચાર પામ્યા વિના ન રહે.
પાશ્ચાત્ય વિદ્વાનેએ જૈન સાહિત્ય સબંધી અનેક સશાધન ભર્યાં લેખા લખ્યા છે, અભ્યાસ દષ્ટિએ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખ્યા છે, સૂત્રેાનાં પ્રકાશન કર્યા છે, અનેક ભાષામાં અનુવાદ કર્યા છે અને હજી તેા કામ વધતુંજ જાય છે. આજે તેા ઇટલી તે ઝેક્રેસ્લાવીયા, જની તે અમેરીકા, ઇંગ્લાંડ અને ક્રાન્સ ચારે દિશામાં-દેશેદેશમાં વિદ્યાના કામ કરી રહ્યા છે—અને જૈન ધર્મના અભ્યાસ કરે છે, અનેક તુલનાત્મક નિબધા લખે છે. અનેક સહઁસ્કૃત ગુજરાતી, હિન્દી, માગધી ભાષા શીખે છે તેથી એ દિવસ પણ આવશે કે જ્યારે જૈન ધર્માં સાહિત્યરસિક વિદ્યાનેાના મગજમાં ઉચ્ચ સ્થાન પામશે.
કેટકેટલા વિદ્વાનો કામ કરી રહ્યા તેની ચેાકસ સંખ્યા તે! હું નથી મેળવી શક્યા પણ મળ્યાં તેટલાં નામ આ નીચે જણાવ્યાં છે. ડે. એટાસ્ટાઇન (પ્રાગ ), ડા. જોન રામલ ( ખર્લીન ) ડેા. એ. પેરરેલ્ડ ( પ્રાણ ) પ્રા.—મી.-ફેૉર્ડ ગાન ( હેલેન્ડ ) મી. એચ. વારેન (લંડન ) ડેટ. હર્માંન યાર્કાબી (જર્મની), ડે. સ્ટેન ક્રેનેા ( ક્રીચીયાનીયા ) પ્રે, મન
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈનવિભાગ
(જર્મની), ડો. વીન્ટરનીટઝ (પ્રાગ), ડે. હેલમાઉથ (જર્મની) ડે. કિરફેલ (જર્મની) ડે. મિસ-ક્રાઉઝ (લીપઝીગ) , ડે. છે. ચરીમ (જર્મની) ડે, બિંગ (જર્મની), ડે, ઝીમર (જર્મની) . લી (જર્મની) ડે. જેન્સહટલ, મી. એ. ગાર્ડન, ડે. બેલનીફિલીપ ( ઈટલી) ડો. એગેરીનેટ (પારિત) ડે. સિલ્વન લેવી (કાન્સ) ડો. જી. ટુચી (ઇટલી ) ડે. મેસન એરસેલ (કાન્સ ) ડે. થોમસ (લંડન) ડો. ફ્રેન્કલીન-મિ. જોન્સ અમેરિકા--આ અને બીજા અનેક વિદ્વાને કામ કરી રહ્યા છે. આ નિબંધને અંતે એક લીસ્ટ આપ્યું છે જેમાં બહાર પડેલ અને તૈયાર થતાં પુસ્તકનું સૂચીપત્ર આપ્યું છે, તેથી પણું ઘણું જાણવાનું મળશે.
જૈન સમાજમાં આટલું પણ જાણવાની ઉત્કંઠા ધરાવનાર બહુ થોડા છે તે આવી પ્રવૃત્તિને પિષણને સિંચન આપવાની તે વાતજ કયાં કરવી ?
જન સાહિત્યનો અપૂર ખજાનો સંભાળી રાખો–તેને પ્રચાર કરવો-તેને વિકાસ કરે-તેમાં સંશોધન કરાવવું તે આજે જૈન શ્રીમંતની પહેલી ફરજ છે.
આજે તે જૈન વિદ્વાને આ દેશમાં બહુજ ઓછા છે, જે છે તેને સમાજ અપનાવી નથી શકી, તેઓને ઉત્તેજન પ્રેરણા ને બળ આપનાર ઘણા થોડાજ છે અને તેથી વ્યવસ્થિત કાર્ય થવામાં પણ સમય લાગશે, એમ જણાય છે.
આજની કેળવણી પદ્ધતિ તે એટલી દેજવાળી છે કે શ્રી મહાવીરના જીવન ઉપર યા કાંઈ પણ તુલનાત્મક દૃષ્ટિએ નિબંધ લખવા માટે ઈનામ કાઢે તે પાંચ આઠ લેખ સાધારણ લખાણના પણ ન આવી શકે. જૈન સાહિત્ય ઈતિહાસ ને તત્ત્વજ્ઞાનના અભ્યાસીને અજમાસ કરવા સ્થળ ને સાધનજ નથી. આ લેખ ધાર્યા કરતાં મેટો થઈ ગયો છે, હવે થોડુંક ઉમેરવાની ઇચ્છા છતાં મન ના કહે છે. તે પણ ભવિષ્યના પ્રચારકાર્ય માટે દિશાસૂચન કરી મારે નિબંધ પુરા કરીશ.
જૈન સાહિત્યના પ્રચાર માટે નીચે પ્રમાણે વ્યવસ્થિત કાર્ય હાથ ધરવાની પ્રથમ આવશ્યકતા મને લાગે છે. જૈન સમાજ દર વર્ષે લાખો રૂપીઆ ખર્ચે છે તેને ખરો સદ ઉપગ વ્યવસ્થિત રીતે કરવા યુવક ને શ્રીમંત, મુનિમહારાજે ને વિદ્વાને પ્રયાસ કરે તે છેડા વખતમાં રૂડું પરિણામ આવે જ. ૧ ક જન ડીરેક્ટરી કરવી કે જેમાં પાશ્ચાત્ય તેમજ પૂર્વના વિદ્વાની કાર્ય દિશાની
નોંધ આવી જાય. ૨ એક “ જૈન ઈન્ફર્મેશન બ્યુરે” સ્થાપવા પ્રયાસ કરો કે જે પાશ્ચાત્ય જૈન
વિધાનેને આ દેશમાં છપાતા પુસ્તકોની નૈધ ત્રમાસિક મેલે, જરૂરી પ્રશ્નોના
* જૈન ડીરેકટરી માટે મારા વિદ્વાન મિત્ર લાલ બનારસીદાસ જૈન એમ. એ. પંજાબ યુનિવર્સીટીની સાથે અમે કામ શરૂ કર્યું છે. પાશ્ચાત્ય વિદ્વાનેએ ઠીક જવાબ આપ્યો છે પણ આ દેશના વિદ્વાને તેમજ સાધુ-સાધવીએ મૌનજ સેવ્યું છે. એક પૂજ્ય મહરાજશ્રી કેશરવિજયજી ગણું સૂચવે છે તેમ એક મુસાફરી કર્યા પછી જોઈએ તે કામ થશે એમ ધારી તે માટે ઉત્તેજન મળે વિચાર રાખ્યો છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
૩૫
પાશ્ચાત્ય વિદ્વાનને જૈન સાહિત્ય જવાબ વિદ્વાન વર્ગ કે મુખ્ય મહારાજે ને પૂછીને આપે, જરૂરી સહાય તેમના પુસ્તકપ્રકાશનમાં આપે, તેઓના કાર્યની ત્રિમાસિક નોંધ આ દેશમાં ફેલાવે અને
તેઓને જરૂરી પુસ્તકો વગેરે સાધને મેળવી આપે. ૩ જ્યાં જ્યાં પુસ્તક-સંગ્રહ કે ભંડાર હોય તેને જીર્ણોદ્ધાર થાય. કીડાના ઉદરમાં જતા
હજારે ખજાનાનાં પુસ્તકે બચે તે સ્થળે સ્થળે જ્ઞાનમંદિર ખોલાય ને વ્યવસ્થિત થાય. ૪ જૈનસાહિત્યના અભ્યાસકો વધારવા-ઉત્તેજન ને ઈનામી નિબંધ-પત્રિકાઓ ને ટેકો
દ્વારા પ્રયાસ કરે ૫ ઈતર દેશના જૈનસાહિત્યમાં રસ લેનાર વિદ્વાનોને પ્રસંગે પ્રસંગે આમંત્રણ કરી
હિંદમાં લાવવા ને ભાષણો અપાવવાં. ૬ આ દેશના ઉત્સાહી જૈનસાહિત્યના અભ્યાસની આંકાક્ષા રાખનાર વિદ્યાથીઓ-યુવકને
જર્મની કે અમેરિકા-થોડી ઘણી તાલીમ આપીને મોકલવા ને તેઓને સારી
ર્કોલરશીપ આપવી. ૭ એક જૈન-વિધાપીઠ સ્થાપવા પ્રયત્ન કરવો જેની દ્વારા જૈનસાહિત્યને સ્વતંત્ર પ્રચાર
થાય, વિદ્વાનને કાર્ય કરવા ક્ષેત્ર મળે, સ્વતંત્ર શિક્ષણ અપાય અને તે અનેક સંસ્થાઓનું કેન્દ્ર બને.
આજ સુધી થયેલા કામકાજની ટુંક નોંધ
૧ આચારાંગ સૂત્ર ડે. યાકેબી, પાલી ટેકસ્ટ સોસાયટી. લંડન ૧૮૮૨ (મૂળ) ૨ આચારાંગ સૂત્ર છે. ડબલ્યુ શીંગ, જર્મન એરીઅન્ટલ સાએરી લીપઝીગ ૧૮૧૦
પ્રથમ સૂર્યખન્ડ-પ્રાકૃત સંસ્કૃત શબ્દકોષ સાથે. ૩ ભગવતી (ખક કથા) છે. વેબર, બલાંન ૧૮૬૧ -૬. ૪ ન્યાયધર્મકથા છે. ટીનથલ, લીપઝીગ-૧૮૮૧ પ્રથમ પ્રકરણ ૫ ઉપાસકદસાઓ છે. હોર્નેલ કલકત્તા ૧૮૮૯ મૂળ-ટીકા. ૬ અનુત્તરપપાતિક મૂત્ર-એલ. ડી. બારનેટ, લંડન ૧૯૦૭. ૭ ઔપપાતિક સૂત્ર છે. યૂમેન લીપઝીગ ૧૮૮૩ (પ્રાકૃત સંસ્કૃત શબ્દકેપ સાથે) ૮ નિયાવલી સૂત્ર એસ. જે. વોરન આમ્સટરડામ ૧૮૭૯ (પ્રા. સં. શબ્દશ). ૯ કલ્પસૂત્ર ડે. યાકેબી લીપઝગ. ૧૮૭૯ ૧૦ દશવૈકાલિક ઈ. લ્યુમેન ૧૮૯૨ જર્મની ૧૧ ઉત્તરાધ્યયન સૂત્ર કારપેન્ટીયર ૧૯૨૧ ૧ર વ્યવહારમહાનિશીથ. જર્મની.
Page #8
--------------------------------------------------------------------------
________________
જૈનવિભાગ
અંગ્રેજી-અનુવાદ ૧ આચારાંગ, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, (ચાર)
હર્મન યા બી-Sacred Books of the East Series ૨ ઉવાગદત્તાઓનેલ-૧૮૫ર. ૩ અંતકૃત્સવ-અનુત્તરપપાતિક સૂત્ર-એલ. ડી. બેનેટ-લંડન. ૧૯૦૭.
છે. કુહરરે મથુરામાં શોધ ખોળ કરી છે. તે વિશે-વિન્સેન્ટ સિમથે-મથુરા-જન સૂપ વિષે પુસ્તક લખ્યું છે.
ડો. એ. ગેરીનેટ કેન્ય ભાષામાં જીર્વાવચાર લખ્યો છે. ડો. બેલોની ફીલીપીએ ઇટાલીઅન ભાષામાં યોગશાસ્ત્ર પ્રકાશિત કર્યું છે. એ -બેલીનીએ ઉપમિતભવ-પ્રપંચથા ઈટાલીઅન ભાષામાં ઉતારી છે. ડૉ. પીશેલે હેમચંદ પ્રાકૃત વ્યાકરણનું જર્મન ભાષાંતર કર્યું છે. આ
જૈન પ્રાપ્ત વિષે ઈ. મૂલરે (જર્મન) નિબંધ લખે છે. : હિન્દી સાહિત્યનો ઈતિહાસ (જર્મન) ભાગ. ૨ વીન્ટરનીટ.
મી. પીટર્સન–ડે. કલહન અને ડે. વેબરે હસ્તલિખિત પુસ્તકોના કેટલેગના રીપોર્ટ સંશોધન કરી બહાર પાડ્યા છે તેમાં જેપુર–ખંભાત (૧૮૮૨) અલવર ૧૮૮૩-૮૪, ખંભાત ૧૮૮૪-૮૬, પાટન-૧૮૮૭-૯૨-૯૫-૯૮-તેમ જ બલીનની રાયલલાયબ્રેરીના સંસ્કૃત ને પ્રાકૃત હસ્તલિખિત પુસ્તકેનાં કેટલેગ પણ છે.
આજે જે કામ થઈ રહ્યું છે તેની વિગત. ડે ઓટ સ્ટાઇન-Ph. . એ જૈન આગમમાંથી દુર્ગ, શહેર, ગ્રામવ્યવસ્થા, ભૂગોળ, ન્યાય, નીતિ અને રાજ્ય વ્યવસ્થાના સૂત્રોનું સંશોધન કર્યું છે.
પ્રે. ડોહેલમાઉથ- Ph.D. (બેલન ) તેમણે ૫૦૦ પાનાનું “જન ધર્મ” નામનું જર્મન અને અંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું છે તે પ્રેસમાં છે. તેમાં નીચે પ્રમાણે પ્રકરણો રાખ્યાં છે.
ઇતિહાસ, સાહિત્ય, સિદ્ધાંત, તત્ત્વજ્ઞાન, નીતિ, લેધ્યકાર, ચરિત્ર, સમાજ, ક્રિયાવાદ, કળા અને દુનિયામાં જૈન ધર્મનું સ્થાન,
- મિસ-કાઉ4 Ph. D. (લીપઝાગ આચાર્ય વિધર્મસૂરિજીની ધમાં દેશનાનું જર્મન ભાષાંતર કરે છે
છે. બ્લમલ્ડિ (અમેરિકા) Ph. D. શાલીભદ્ર ચરિત્ર અંગ્રેજી ભાષામાં તૈયાર કરી પ્રેસમાં મોકલ્યું છે.
મિસ. જેન્સન Ph. D. (અમેરિકા) મહાવીર ચરિત્ર દસમ પર્વના ૧૧ મા સગને અનુવાદ કરી છે. સ્કૂમી પર છપાવા મોકલ્યા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________ પાશ્ચાત્ય વિદ્વાને તે જૈન સાહિત્ય 37 છે. પરરોહ “જૈનધર્મ” વિષે એક પુસ્તક લખી રહ્યા છે. મે માસમાં બહાર પડશે. આ ઉપરાંત અનેક વિદ્વાનોએ નિબંધ લખ્યા છે. તે પણ વિકતા ભરેલા સંશોધન પૂર્વક લખેલા છે. આ ઉપરાંત અનેક વિધારે . હેલમાઉથ-ડે. એરસેલ વગેરે પોતપોતાની વિદ્યાપીઠમાં ભાષણ આપી રહ્યા છે તે જુદું જ. વાસ્તવિક જે કામ થઈ રહ્યું છે, તેની આ ઝાંખી રૂપરેખા માત્ર છે. આટલાથી શું જૈન સાહિત્યપ્રેમીને આનંદ નહિ થાય? મારી દ્રઢ માન્યતા છે કે આ દિશામાં કામ કરવા ક્ષેત્ર વિશાળ છે. ઉત્તેજન–સાધન ને વ્યવસ્થિત કામ કરવાથી ભવિષ્યમાં રૂડું ફળ મળશે. પ્રેમ મહાવીરનાં સૂત્રો ને સિદ્ધાંતને પ્રચાર અવશ્ય વિશેષ થશે. એક વિદાને ઠીક જ કહ્યું છે કે - The Spirit of Jaivism is the Spirit of India.