Book Title: Parshwanatha Bhagwana
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
Catalog link: https://jainqq.org/explore/201005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 32 તીર્થંકરો ૫. ભગવાન પાર્શ્વનાથ આશરે ૩૦૦ વર્ષ પહેલાં ભારતના ગંગા કિનારે આવેલા વારાણસીમાં (બનારસ) અશ્વસેન રાજા રાજ્ય કરતા હતા. રાણી વામાદેવી સાથે અશ્વસેન રાજા શાંતિપૂર્વક જીવન જીવતા તથા પ્રજામાં પણ ખૂબ જ લોકપ્રિય હતા. માગસર વદ દસમે (લગભગ ડિસેમ્બર મહિનો) વામાદેવીએ રાજકુંવરને જન્મ આપ્યો. ગર્ભાવસ્થા દરમિયાન એક દિવસ બાજુમાંથી સાપ પસાર થતો જોયો હતો, તે સાપની છાપ વામાદેવીના મન પર બહુ ઘેરી થઈ તેથી જન્મેલા બાળકનું નામ પાર્શ્વકુમાર પાડ્યું, સંસ્કૃત અર્થ પ્રમાણે પાર્શ્વ એટલે નજીકનું અથવા પાડોશનું. ખૂબ જ સમૃદ્ધિ વચ્ચે ઉછરતા પાર્શ્વકુમાર મોટા થતાં ખૂબ જ આકર્ષક યુવાન બન્યા. તે ખૂબ જ વિવેકી, બહાદુર તથા કુશળ યોદ્ધા હતા. આજુબાજુના રાજાઓ તેનાથી પ્રભાવિત થઈ પોતાની કન્યાને પાર્શ્વકુમાર સાથે પરણાવવા આતુર હતા. પાર્શ્વકુમારના લગ્ન પાડોશના રાજાની રાજકુંવરી પ્રભાવતી સાથે ખૂબ જ ધામધૂમથી થયાં. પાર્શ્વકુમાર પોતાનું પરણિત જીવન સુખેથી પસાર કરતા હતા. તે સમયે બાળપણમાં જ માતા-પિતા ગુમાવેલ અનાથ ભિક્ષુક કમઠ ત્યાં વારાણસીમાં પંચાગ્નિ હવન કરવા માટે આવ્યો. એ ક્રિયાકાંડી હતો. તેની પાસે કોઈ પ્રકારની મૂડી નહોતી. લોકોની દયા પર જીવતો હતો. તેના વિધિ-વિધાનથી લોકો ખુબ જ પ્રભાવિત થયા અને તેની ભક્તિ કરવા લાગ્યા. અર્થ બળેલા નામને નવકાર મંત્ર સંભળાવતા પાર્શ્વકુમાર કમઠના યજ્ઞ વિશે જ્યારે પાર્શ્વકુમારે જાણ્યું ત્યારે અગ્નિથી થતી હિંસાને લીધે તેઓ તેને તેમ ન કરવા સમજાવવા લાગ્યા પણ કમઠ કોઈ હિસાબે માન્યા નહિ. અતિન્દ્રિયના જ્ઞાનથી પાર્શ્વકુમારે યજ્ઞમાં બળતા લાકડામાં રહેલા આપને જોયો. પોતાના માલસોને જૈન ક્થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન પાર્શ્વનાથ તે લાકડું બહાર કાઢી લઈ સાપને બચાવવા કહ્યું. સેવકે અડધો બળેલો સાપ બહાર કાઢ્યો. કોઈને સાપ દેખાયો નહોતો. તેથી પાર્મિકુમારે સાપને જોયો તેનાથી બધાંને ખૂબ જ આશ્ચર્ય થયું. મરતા સાપને નવકાર સંભળાવ્યો. સાપ ક્ષણવારમાં મૃત્યુ પામ્યો. મૃત્યુ બાદ તે સાપે સ્વર્ગમાં રહેતા નાગકુમારોના રાજા ધરણેન્દ્રના રૂપે ફરી જન્મ લીધો. પોતાના યજ્ઞના અગ્નિથી સાપ મર્યો તેનો પસ્તાવો થવાને બદલે કમઠ પાર્શ્વકુમાર ઉપર ગુસ્સે થયા. બદલો લેવાની તક શોધ્યા કરતા કમઠે આકરી તપશ્ચર્યા કરીને મરીને વરસાદના દેવ મેઘમાલી તરીકે બીજા ભવમાં જન્મ લીધો. સંસારી જીવોનું દુઃખ જોઇ પાર્શ્વકુમારને વૈરાગ્ય આવ્યો. તેથી સાંસારિક સુખો અને સંબંધો છોડી ૩૦ વર્ષની ઉંમરે તેઓ સાધુ બની ગયા. પરમ સત્યને શોધવા માટે તેમણે બાકીનું જીવન ધ્યાનમાં પસાર કરવાનો નિર્ણય કર્યો. તેઓ ઊંડી ધ્યાનસ્થ અવસ્થામાં રહેવા લાગ્યા. પાછળથી તેઓ પાર્શ્વનાથ તરીકે ઓળખાયા. એકવાર તેઓ કાઉસગ્ગ અવસ્થામાં હતા ત્યારે વરસાદના દેવ મેઘમાસીએ તેમને જોયા. પાર્શ્વકુમારે પોતાના યજ્ઞમાં દખલગીરી કરી હતી તે પૂર્વભવનો બનાવ તેમને યાદ આવ્યો અને બદલો લેવાની વૃત્તિ થઈ. પોતાની દૈવી શક્તિથી હાથી, સિંહ, ચિત્તો તથા નાગ એમ ચારે પ્રકારના હિંસક પ્રાણીઓ પાર્શ્વકુમારને મારવા માટે મોકલ્યા. પણ પાર્શ્વનાથને જોઈને તેઓ શાંત થઈ ગયા. પછી મેધમાલીએ ભારે વરસાદ વરસાવ્યો, પાર્શ્વનાથ તો ધ્યાનમાં હતા. વરસતો વરસાદ છેક તેમના ગળા સુધી આવી ગયો. તે વખતે સ્વર્ગમાં રહેતા રાજા ધરોએ જોયું કે મેધનાલીના ઉપદ્રવથી પૂરના પાણીમાં પાર્શ્વનાથ તણાઈ જશે. તરત જ તેમણે કમળનું ફૂલ તેમના પગ નીચે મૂક્યું જેના કારણે પાર્શ્વનાથ પાણીની સપાટી ઉપર આવી ગયા. પોતાની ફેણ તેમના માથા પર છત્રની જેમ ધરી અને વરસાદથી તેમનું રક્ષણ કર્યું. મેઘમાલીને કડક શબ્દોમાં તેના અધમ કાર્યો તથા વરસાદને રોકવા કહ્યું. મેઘમાલીના પાર્શ્વનાથને હેરાન કરવાના બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આવા દયાળુ ભગવાન જેવા માણસને પોતે હેરાન કર્યા તેનો તેને ખૂબ જ પસ્તાવો થયો. પોતાની તમામ દૈવી શક્તિ પાછી ખેંચી લીધી અને પોતાના દુષ્કૃત્યોની માફી માંગતો તેમના પગમાં પડી ગયો. ભગવાન પાર્શ્વનાથને ત્રાસ આપતો મેઘમાલી જૈન કથા સંગ્રહ 33 Page #3 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરો શારીરિક યાતનાના આ સમગ્ર સમય દરમિયાન પાર્શ્વનાથ ઊંડા કાઉસગ્નમાં જ હતા. તેથી તેમને મેઘમાલીનો ઉપદ્રવ કે ધરણંદ્રનું રક્ષણ એ બન્ને પ્રસંગો સમાન હતા. સંપૂર્ણ સમતાનો ગુણ વિકસાવ્યો હોવાથી ધરણંદ્ર પ્રત્યે પક્ષપાત ન હતો કે ન હતી મેઘમાલી પ્રત્યે ધૃણા. આત્માની ઉત્કૃષ્ટ શુદ્ધતાને વિકસાવતા તેઓ આખરે પોતાના સંસાર ત્યાગના 84 મા દિવસે કેવળજ્ઞાની એટલે સર્વજ્ઞ બન્યા. આ દિવસ ફાગણ વદ (એપ્રિલ માસ) ચોથ હતી. શરણંદ્ર ભગવાન પાર્શ્વનાથનું રક્ષણ કરે છે તેઓએ ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરી સાચા ધર્મનો સહુને ઉપદેશ આપ્યો. તેઓ જૈનધર્મના 23 મા તીર્થંકર બન્યા. તેમના ઘણાં અનુયાયીઓ હતા. દસ ગણધર હતા. તેમના માતા-પિતા તથા પત્ની પણ સંસારનો ત્યાગ કરી સાધુ-સાધ્વી થયાં. બિહારમાં આવેલા જૈનોના પવિત્ર એવા સમેતશિખરમાં 100 વર્ષે તેઓ નિર્વાણ પામ્યા. ભૌતિક પદાર્થોનું પરિગ્રહણ તથા સાંસારિક સંબંદ્યો પ્રચૅના રાગ સામે તથા લોકો સાથેના વૈરાગ્ય અને અહિંસાના ઉત્કૃષ્ટ પાલનનું ઉદાહરણ ભગવાન પાર્શ્વનાથનું જીવન છે. આત્મ સાક્ષાત્કાર માર્ટ આ પાયાના ગુણો છે. મંત્ર અને દુશ્મન માટે દટામાં માથ્થરથ ભાવ કેમ રાખવો તે આચરણમાં કરી બતાવ્યું. કૉઈનું આપણા તરફનું ખરાબ વર્તન માપણા જ પૂર્વ કર્મનું પરિણામ હશે એમ વિચારીઍ તો આપણૉ ઍ વ્યક્તિ પ્રત્યે દુભવ ન થાય. જૈન કથા સંગ્રહ