Page #1
--------------------------------------------------------------------------
________________
૯૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા
નાની અપેક્ષાએ જૈને નૈગમનયની અપેક્ષાએ જૈન ધર્મને ઓઘ શ્રદ્ધાએ માનતે હોય તે જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણુતે હેય, પ્રભુની પૂજા કરતા હોય, દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ કરવાને ભાવ હેય તેમજ તિથિએ નવકારસીનું પ્રત્યાખ્યાન કરતે હોય, તે તે જૈન કહેવાય છે. જૈનના ગુણ પિતાનામાં ન પ્રગટયા હોય છતાં ઉપચારથી તેને સ્થાપન કરતે હોય, તે નગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. શ્રાવકના એકવશ ગુણે, સત્તર ગુણે અને બાર વ્રત વિગેરે પિતાનામાં ન હોય, તે પણ તેના અંશરૂપ પરિણામવડે તે તે ગુણેને પિતાનામાં ઉપચાર કરતે હોય અને વસ્તુતઃ તે તે ગુણે પિતાનામાં પ્રગટયા ન હોય, તે પણ નૈગમનયની અપેક્ષાએ જેન કહેવાય છે. સાધુના વ્રત અને સાધુના ગુણેમાં એકાંશ પરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નૈગમનય એકાંશરૂપ વસ્તુને ધર્મ
તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થયેલે જાણે સંપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઈ એમ માને છે. વસ્તુને એક અંશ પ્રગડ્યો હોય તે તે વસ્તુ ઉત્પન્ન થઈ એમ માનવું, એ નૈગમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્ય જૈન થવાને પરિણામ ધારણ કરીને અંશ થકી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, તે તે મનુષ્ય કુલ થકી જૈને છે. અંતરમાં મિથ્યાત્વી છતાં જેઓ જૈનધમની ઉપર ઉપરની ક્રિયાઓ કરે છે, તે સર્વે એળે ગણાતા નિગમનયની અપેક્ષાએ જેને છે. જૈનધર્મને એક અંશથી પરિણામ ધારણ કરીને એકાંતથી જૈનધર્મમાં પ્રવૃત્ત થનાર
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૯ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ નૈગમનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે. સંગ્રહનયની અપેક્ષાએ સત્તાએ જેનપણું રહ્યું છે, એવા સર્વ જી જૈન કહેવાય છે. સત્તાએ સાધુત્વ, સાધ્વીત્વ, શ્રાવકત્વ અને શ્રાવિકાત્વ રહ્યું છે, એવા સર્વ જી સંગ્રહનયની અપેક્ષાએ ચતુર્વિધ સંઘ ગણાય છે તેમજ જૈન ગણાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જૈનના આચારો જેઓ પાળતા હોય તેઓ જૈન કહેવાય છે. સંગ્રહનય સામાન્ય ગ્રાહક છે, તેથી સર્વ જીવોમાં સત્તાએ જૈનત્વ માનીને સર્વ જીવોને તે જૈને કહે છે. વ્યવહારનય વિશેષ ધર્મગ્રાહી છે, તેથી આચાર અર્થાત જેનધર્મની ક્રિયાઓને જેઓ કરતા હોય તેઓને જૈન કહે છે. વ્યવહારનયમાં અનેક ગ૭-ફિરકાવાલા કિયાઓને કરનારા જેને ગણાય છે.
“જુસૂત્ર મત પ્રમાણે જે જૈનના પરિણામને ધારણ કરનાર હોય તે જૈન કહેવાય છે. જુસૂત્રનય ફક્ત એક વર્તમાનકાળને ગ્રહણ કરે છે, પણ ભૂતકાળ તથા ભવિષ્યકાળને ગ્રહણ કરતો નથી. વર્તમાનમાં જેવા પરિણામ વર્તતા હોય તેને જુસૂવનય કહે છે. જૈનધર્મની ક્રિયાઓ કરતો હોય પણ તેના પરિણામ જૈનના નથી, તે તેને ત્રાજુસૂત્રનય જૈન કહેતું નથી. વર્તમાનમાં જે જૈનના પરિણામ વર્તતા હોય તે તેને જુસૂત્રનયન કહે છે. શબ્દનયપિતાની માન્યતા આગળ ટરીને કહે છે કે-જેનામાં સમ્યત્વ પ્રગટયું હોય છે તે જૈન કહેવાય છે. વાસ્તવિક સમ્યત્વ વા નિશ્ચય સમ્યકત્વની પ્રાપિવડે મનુષ્ય જૈન કહેવાય છે. “સમભિરૂઢનયની અપેક્ષાએ સમ્યકપણે જૈન એવા શબ્દને ભાવાર્થ જે ગ્રહણ કરાય છે તેમાં
Page #3
--------------------------------------------------------------------------
________________ 92 ]. શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા જે આરૂઢ થાય છે, તે જૈન કહેવાય છે. જેનપણામાં એકાંશ ન્યૂન હોય તેને સમભિરૂઢનય જૈન કહે છે. “એવભૂતનય” જૈન એવા શબ્દવડે સંપૂર્ણ અર્થક્રિયાકારિત્વ જેનામાં હેય, પરિપૂર્ણ જેનપણું, સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્રાદિ ગુણે જેનામાં હોય, તેને એવંભૂતનય જેન કહે છે. એ રીતે સર્વ નાની અપેક્ષાએ જૈન માની શકાય. નૈગમનયની અપેક્ષાએ દુનિયામાં ઘણું જેને હોઈ શકે, સત્તાએ જેનપણું માનનાર સંગ્રહનયની અપેક્ષાએ દુનિયામાં ઘણા જેને હોઈ શકે, વ્યવહારનયની અપેક્ષાએ દુનિયામાં ઘણ જેને હોઈ શકે, પણ નિગમ અને સંગ્રહ નય કરતાં વ્યવહારનયવડે પહેલા બે નયની અપેક્ષાએ થડા જૈને હોઈ શકે. પૂર્વાચાર્યો સામાન્ય જીવ આગળ ત્રણ નય ઉતારવાની ભલામણ કરે છે. વર્તમાનમાં નૈગમ તથા વ્યવહારનયની અપેક્ષાએ ચતુવિધ સંઘની માન્યતા વા જેનની માન્યતા સ્વીકા વ્યવહારનયથી જૈનોને ઓળખી શકાય અને જેન તરીકે સ્થાપી શકાય. જુસૂત્ર વિગેરે ઉપર ઉપરના નાની અપેક્ષાએ ન્યૂન, ન્યૂનતર અને ન્યૂનતમ જૈન હોઈ શકે અને તેવા જૈનેને કેવળજ્ઞાની વિગેરે વિશિષ્ટ જ્ઞાની ઓળખી શકે, છમસ્થ અનુમાનથી ઓળખી શકે. શ્રી તીર્થંકરદેવે વ્યવહારનયની મુખ્યતાએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે, માટે વ્યવહારનય જૈન તરીકે કરાતા વ્યવહારમાં બળવાન છે. સર્વનની માન્યતાએ-- અપેક્ષાએ જૈનો માનવા ગ્ય છે. નૈગમનવડે સર્વને આદ્યમાં જેનપણું હોય છે.