Page #1
--------------------------------------------------------------------------
________________
સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિજિનસ્તુતિ
સં. મધુસૂદન ઢાંકી
જિતેન્દ્ર શાહ
કવિ સાગરચંદ્રની અહીં પ્રસ્તુત થઈ રહેલી કૃતિ–ચતુર્વિશતિ નિસ્તવ–નીચેની ત્રણ હસ્તપ્રતોને આધારે સંપાદિત કરી છે :
૪. સ્વ. મુનિ પુણ્યવિજયજીએ ઉતારેલી (કે ઉતરાવેલી) સ્તુતિઓના સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. એનું સ્રોત મુનિજીએ ત્યાં દર્શાવેલું નથી.
4. ભાંડારકાર ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઑરિએન્ટલ રિસર્ચ, પુણેની સાવચૂરિ કાગળની પ્રત ક્રમાંક 259/ A-1882-83. અક્ષરો પરથી તે ૧૭મા શતકની લાગે છે. અને
૪. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની ભેટ-સુરક્ષા સંગ્રહની પ્રત ક્રમાંક 885, જે ૧૫મા-૧૬મા સૈકાની હોવાનું જણાય છે.
ત્રણે પ્રતોના મિલાનથી પાઠ શુદ્ધપ્રાયઃ બની શક્યો છે.
સ્તોત્રકર્તા કાવ્યસંગ્રથન, છંદશાસ્ત્ર, તથા અલંકારશાસ્ત્રના નિષ્ણાત હોવાનું સ્પષ્ટરૂપે જણાય છે. ૨૫ પદ્યમાં નિબદ્ધ પ્રસ્તુત કૃતિમાં ૨૪ વિવિધ છંદોનો વિનિયોગ કર્યો છે. છેલ્લાં ત્રણમાંથી બે (૨૩માં અને ૨૫મા), શાર્દૂલવિક્રીડિતમાં બાંધેલાં, પદ્યો એક તરફ રાખતાં બાકીનાં બધાં જ અલગ અલગ છંદમાં નિબદ્ધ છે. (છંદોનાં નામ મૂલ હસ્તપ્રતોમાં નોંધાયેલાં છે.) પ્રત્યેકમાં ક્રિયાપદ પ્રચ્છન્ન રાખીને કવિએ કાવ્યચાતુરી બતાવી છે. કાવ્ય-બંધારણની દૃષ્ટિએ તેમ જ શૈલીને લક્ષમાં લેતાં, અને તેમાં રહેલાં મર્મ, પ્રવાહિતા, માંજુલ્ય, અને પ્રસાદાદિ મૂલગુણોની ઉપસ્થિતિને કારણે એ મધ્યકાળની સરસ સ્તુતિ-રચનાઓ માંહેની એક ગણી શકાય તેમ છે. કર્તાએ આખરી પદ્યમાં પોતાનું “સાગરચંદ્ર' નામ પ્રગટ કર્યું છે, પણ સ્વગુરુ, ગચ્છ, આદિનો નિર્દેશ દીધો નથી. સાગરચંદ્ર નામ ધરાવતા કેટલાક મધ્યકાલીન મુનિઓ થઈ ગયા છે અને તેમાંથી આપણા કર્તા કોણ હોઈ શકે તે વિશે હવે વિચારીએ.
(૧) અજ્ઞાતગચ્છીય ગોવિંદસૂરિના શિષ્ય પં. સાગરચંદ્રનાં, વર્ધમાનસૂરિના ગણરત્નમહોદધિ(ઈ. સ. ૧૧૪૩)ની સ્વોપજ્ઞવૃત્તિમાં, બે પદ્ય ઉદ્ભૂત થયાં છે, જેમાં એકમાં ગૂર્જરેશ્વર જયસિંહદેવ સિદ્ધરાજની પ્રશંસા કરેલી છે. આથી એમનો સમય ઈસ્વી ૧૨મી સદી પૂર્વાર્ધ હોવાનું સ્પષ્ટ છે.
(૨) પર્ણતલગચ્છીય હેમચંદ્રસૂરિના, એક ઉત્તર-મધ્યકાલીન પ્રબંધ-કથિત શિષ્ય, સાગરચંદ્ર : એમની કવિતા અને રૂપથી મહારાજ કુમારપાળ પ્રભાવિત થયેલા. તેમનો કાળ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦૧૧૭૫નો હોવો ઘટે.
(૩) રાજગચ્છીય કવિ માણિક્યચંદ્ર સૂરિના ગુરુ સાગરચંદ્ર, જેઓ પ્રાયઃ ઈસ્વી ૧૨મી સદીના આખરી ચરણમાં થયા છે.
(૪) નાગેન્દ્રગચ્છીય વર્ધમાનસૂરિના શિષ્ય સાગરચંદ્ર, જેમની એક અપભ્રંશ રચના તાજેતરમાં પ્રાપ્ત થઈ છે, અને જેનો સમય ઈસ્વી ૧૩મી સદીનું ત્રીજું ચરણ હોવાનું જણાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
Vol. ill 1997-2002
સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિજિનસ્તુતિ'
૧૩૩
(૫) પાર્શ્વનાથની તાંત્રિક ઉપાસના સંબદ્ધ કાવ્યના રચયિતા, જે ૧૩થી ૧૫ શતકના ગાળામાં થયા હોવાનો સંભવ છે".
પ્રથમ દષ્ટિએ તો સ્તોત્રકર્તા સિદ્ધરાજના સમકાલીન, પ્રથમ સાગરચંદ્ર, હોવાનો સંભવ લાગે છે. કવિતા-પ્રૌઢી તેમ જ કર્તાએ પોતે પોતાના માટે “વિદ્વાનું” પ્રત્યય લગાવેલો હોઈ એ સંભવ આમ તો બલવત્તર બની રહે છે. પરંતુ તેમાં એક વાંધો આવે છે. ઈસ્વી ૧૪મી સદી ઉત્તરાર્ધના અરસામાં રચાયેલા ચતુરશીતિપ્રબંધ અંતર્ગત “કુમારપાલદેવ-પ્રબંધ'(પ્રતિલિપિ ઈસ્વી ઉપમા શતકનો પૂર્વાર્ધ)માં કહ્યું છે કે હેમચંદ્રાચાર્યને એક સાગરચંદ્ર નામક રૂપવાનું અને વિદ્વાન્ શિષ્ય હતા. એમણે ક્રિયાગુરૂક ચતુર્વિશતિનમસ્કારસ્તવની રચના કરેલી જેનો સંધ્યા-પ્રતિક્રમણ સમયે પાઠ કર્યો, જે સાંભળી રાજાએ કુમારપાળ) ઉદ્ગાર કાઢ્યા “અહો કવિતા ! અહો રૂપ !” હવે આ સંદર્ભમાં જે સ્તોત્રનો ઉલ્લેખ છે તે તો સ્પષ્ટતા અહીં સંપાદિત સ્તોત્ર જ જણાય છે. અને જો પ્રબંધકારે સિદ્ધરાજને સ્થાને કુમારપાળ ન ઘટાવી લીધું હોય તો આ સ્તોત્રનો રચનાકાળ પ્રાયઃ ઈસ્વી ૧૧૫૦-૧૧૬૦ના અરસાનો થાય. સિદ્ધરાજ પુત્રહીન હતો અને કુમારપાળને પણ પૂર્વાસ્થામાં પુત્ર કદાચ થયો હોય તો તે હયાત નહોતો. અત્યારે તો પ્રકૃત સ્તવન હેમચંદ્ર શિષ્ય સાગરચંદ્રકૃત માનવું ઠીક રહેશે.
આ સ્તુતિના કાવ્યાંગ, અલંકાર-વિચ્છત્તિ, ગોપનીય ક્રિયાપદ, રસ આદિની ચર્ચા તો કાવ્યશાસ્ત્રના તજજ્ઞો કરે તે ઉચિત ગણાય, ત્રણ હસ્તપ્રતોનું મિલન કરી પાઠ તૈયાર કરવામાં ૫ મગેન્દ્રનાથ કા ત અમૃત પટેલની મળેલી સહાયનો સાભાર સહર્ષ સ્વીકાર કરીએ છીએ.
ટિપ્પણો : ૧. આ વિષયક વિગતો માટે જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨,
પૃ. ૨૫૪-૨૫૫, કંડિકા ૩૬૨-૩૬૩. ૨. તદંગે વિશેષ ચર્ચા માટે જુઓ પ્રથમ સંપાદકનો લેખ “કવિ રામચંદ્ર અને કવિ સાગરચંદ્ર,” સંબોધિ અંક ૧૧/૧
૪, અમદાવાદ ૧૯૮૨-૮૩, પૃ. ૬૮-૮૬, આ લેખને સાંપ્રત સંકલનમાં સમાવી લીધો છે : જુઓ અહીં પૃ. ૧૫૮૧૯. ૩. એજન. ૪, જુઓ રમણીક શાહ, “આ. વર્ધમાનસૂરિશિષ્ય શ્રી સાગરચંદ્ર મુનિ વિરચિત ઉત્તરકાલીન અપભ્રંશ ભાષા-બદ્ધ
નેમિનાથ રાસ,” અનુસંધાન અંક ૧૦, અમદાવાદ ૧૯૯૭, પૃ. ૩૬-૪૩. સંપાદકે ત્યાં પ્રસ્તુત વર્ધમાન સૂરિને ગણરત્નમહોદધિના કર્તા માન્યા છે, પરંતુ તે ગ્રંથકર્તાએ તો પોતાના ગચ્છનું નામ આપ્યું નથી અને ગુરુરૂપે ગોવિંદસૂરિનું નામ આપ્યું છે. બીજી બાજુ નાગેન્દ્રગચ્છમાં થયેલા જે વર્ધમાન સૂરિએ એમનું વાસુપૂજ્યચરિત્ર સં. ૧૨૯૯ | ઈસ. ૧૨૪૩માં સમાપ્ત કરેલું, તે વર્ધમાનસૂરિ આ નેમિનાથ રાસવાળા સાગરચંદ્રના ગુરુ હોવાનું
સંભવે છે. પ. જુઓ શ્રીસીરિદ્રસૂરિવિતિ: શ્રીવત્રધરાનન્દુ, મુત્રધાન-ન્તિાન,” જૈનસ્તોત્ર સંદોહ, દ્વિતીય ભાગ,
સંહ ચતુરવિજય મુનિ, અમદાવાદ ૧૯૩૬, પૃ. ૨૨૭-૨૨૮. ૬. સં. આચાર્ય જિનવિજયમુનિ, સિથી જૈન ગ્રંથમાળા, ગ્રંથાંક ૪૧, મુંબઈ ૧૯૫૯, “નરવર્મપ્રબંધ,” પૃ ૧૧૨-૧૧૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
१३४
મધુસૂદન ઢાંકી: જિતેન્દ્ર શાહ
Nirgrantha श्रीसागरचन्द्रसूरिविरचितं विविधच्छन्दोऽलङ्कृतं क्रियागुप्तकं च श्रीचतुर्विंशतिजिनस्तवनम्
(मालिनी वृत्तम्) जगति जडिमभाजि व्यञ्जितापूर्वनीते !
प्रथमजनिततीर्थाभ्युनते ! नाभिसूते । जिन' ! वृजिनवितानध्वंसिनी तावकीन क्रमकमलनमस्यां काञ्चनस्याभिलाषम् ॥१॥
(शिरवरिणी वृत्तम्) अपेतः रेकर्माब्धेरचलपरिचर्यापरिचयात्
प्रतिष्ठामापन्नः शिवमजरमासाद्य परमम् । रजन्याः स्वामीव त्वमजित ! जिनास्मासु तमसः, समुच्छ्रायं छायादलिततपनीयाम्बुजरुचे ! ॥२॥
(वसन्ततिलका छन्दः) श्रीशम्भव ! त्रिभुवनाधिपते ! रयेण
- व्यालोलमिन्द्रियबलं बलवन्निगृह्य । निर्मूलितोच्चतममोहमहीरुहेण गम्भीर एष भगवन् ! भवता भवाब्धिः ॥३॥
(मञ्जुभाषिणी) भवतः स्वभावसुभगाङ्गचङ्गिम
व्यवधानभीरुमनसो ऽभिनन्दन ! मरुतां गिरौ जननमज्जनोत्तरं नवबन्धुरा भरणडम्बरं सुराः ॥४॥
(त्रोटकम्) यदि सिद्धिवधूपरिरम्भविधौ
त्वरितोऽसि ततः सुमते ! सुमतिम् । विनिबर्हणमुल्बणमोहततेस्तुहिनामलसद्गुणकेलिगृहम् ।।५।।
(मन्दाक्रान्ता छन्दः) श्रीमत्पद्मप्रभ ! जिन ! भवान् भव्यपद्मकभानो ! पादानम्रान पुनरितरान् दुर्गतिद्वारतो यत् । नैतन्त्र्याय्यं तव खलु जने दर्शितप्राति कूल्ये सौहार्द वा दधति सदृशी विश्रुता चित्तवृत्तिः ॥६॥
(दोधकवृत्तम्) विश्वजनीन ! सुपार्श्वजिनेन्दो !
वारिनिधे ! करुणारसराशेः ।
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૩૫
Vol. III - 1997-2002
સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત “ચતુર્વિશતિજિનસ્તુતિ त्वद्गुणभावनयामतिमान्य: स्वस्ति परं परयाऽपि स तुल्यम् ॥७॥
(भुजङ्गप्रयातम्) तवान्तःसभं देशनारम्भभाजः
स्फुरन्त्यादराभावितन्यासमन्तात् । जनः १०स्वेऽतिमानं चिरोपार्जितेन मलेनेव चन्द्रप्रभ ! प्रोज्झितात्मा ॥८॥
(पुष्पिताग्रा वृत्तम्) सुविधिजिन ! कदाचनापि पङ्को-१२
द्भवसुभगौ सकलश्रियां निवासौ । न हृदयविषयं त्वदीयपादौ नियतमतोऽहमभाजनं शुभानाम् ॥९॥
(द्रुतविलम्बितम्) खरतराघनिदाघभवक्लम प्रशमवारिद ! देव ! नतात्मनाम् । भगवता भवता शुभमद्भुतं, चरितपूतमहीतल ! शीतल ! ॥१०॥
(उपजातिश्छन्दः) जलाञ्जलिं दातुमना जन ! त्वं
बलीयसे चेद्भवशात्रवाय । वितीर्णलोकत्रयकम्पनाय श्रेयांसमश्रर स्तरसस्तदानीम् ॥११॥
(श्रग्विणी वृत्तम्) स्वामिनः किन्नराणां नराणां च ये स्वर्गिणो ये सुरैश्वर्यभाजश्च ये । प्राप्य सर्वेऽप्यहपूर्विका सर्वदा ते भवत्पूजने वासुपूज्य ! प्रभो ! ॥१२॥
(गुणमणिनिकर छन्दः) १५निरुपमपरहितवितरणनिरत !
त्वमसमशमधननिधनविरहित !! विमल ! विमलयतमगुणगणविभवैः सकलभुवनतलवदनतिलकताम् ॥१३||
(स्वागता छन्दः) शीतदीधितिकलारुचिरामा त्वद्गुणावलिरनन्त ! जिनेश ! । यो न कृत्स्त्रजगतामपि "कुक्षौ मादृशां कथमसौ कलनीया ॥१४॥
(रुचिता छन्दः) चिराजिता सुचिरपित्तजन्मना गुरूष्मणा प्रति कलमाकुलीकृताः । गिरं पयो "मधुरतरां निपीय ते शरीरिणो जिनवर ! धर्म ! निर्वृतिम् ॥१५॥
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૩૬
મધુસૂદન ઢાંકીઃ જિતેન્દ્ર શાહ
Nirgrantha
(प्रहर्षिणी वृत्तम्) संसारे वन इव दुर्गतित्रियामा व्यापारस्खलितदृशां चिरं जनेन । प्रत्यूषे रविमिव सुक्षिणेन (?) वीक्ष्य त्वां शान्ते ! प्रकटित दुर्गमोक्षमार्गम् ॥१६॥
(प्रमिताक्षरा छन्दः) कृतकर्मनिर्मथन ! कुन्थुजिन ! प्रयतस्त्वमुज्ज्वल तपश्चरणे । अपि सार्वभौम विभवं तृणवनतनैकनारकिजनराजगण ! ॥१७॥
(शालिनी वृत्तम्) क्षान्त्याधार ! ध्वस्तदुर्वारमार ! ज्ञानोदार ! प्राप्तसंसारपार ! । '२२मुक्तेदार ! व्यक्तधर्मावतार ! स्वर्णाकार ! प्राणिजातं जिनार ||१८||
(वैश्वदेवी वृत्तम्) २५गीर्वाणश्रेणिमुक्तमन्दारमाला
स्रस्तं किञ्जल्कं सर्वतो विस्फुरन्तम् । एतस्मिन्नीले मलिनाथ ! त्वदङ्गे प्रातस्सं भानोोमनीव प्रकाशम् ॥१९॥
(प्रबोधिता छन्दः) मृगनाभिसनाभिता२६ रुचा वपुषस्त्वं यदि सुव्रत ! प्रभो ! । ननु निर्मल निर्मलात्मनामुपमानत्वमुपागतः कथम् ॥२०॥
(पथ्या छन्दः) भवतः कमाङ्गलिनखावलीनिर्गतै रजनीश्वरोज्ज्वलतरैः प्रभाजालिकै:२७ । भगवन् ! नमे ! नमनशालिनां मौलिषु २“स्फुटमालतीकुसुममालिकालङ्कृतिः ॥२१॥
(हरिणी वृत्तम्) नियतमिति नो मिथ्यावादाः स्मरं सह "तृष्णया, यदसि विमुखो राजीमत्यामथापि नृपश्रियाम् । कथमिव ततः स्वामिन् ! नेमे । रतो विरतिः स्त्रियां शिवपदपुर: साम्राज्यातौ भृशं च समुत्सुकः ॥२२॥
(शार्दूलविक्रीडितम्) भर्ता भोगभृतां मणिप्रणयवान् यदूर्ध्वमार्गेऽशुभद् ध्यानाग्नेः स्खलयन् स्फुलिङ्गशबलं धूमोद्गमाडम्बरम् । स त्वं पार्श्व ! विशुद्धवैभवनिधे ! व्याधूतभूतग्रहग्रामस्थाम सुनामधेय ! भगवन् ! विघ्नौघनिघ्नं जनम् ॥२३॥
Page #6
--------------------------------------------------------------------------
________________ Vol. III-1997-2002 સાગરચંદ્રકૃત ક્રિયાગર્ભિત ‘ચતુર્વિશતિજિનસ્તુતિ’ 139 (स्त्रग्धरा छन्दः) आत्मन्युद्धृतरागे विशदतरलसज्ज्ञानलक्ष्मीर्यदीये यस्मिन् कल्पद्रुरूपे प्रणयमुपगते स्वेषु वेश्माङ्गणेषु / यत्पादाग्रेण मेरु क्षितिधरमधुना देवदेव ! पुमांसो भीतत्राणैकतानं व्यसनशतविनाशाय तं वर्धमानम् // 24 // (शार्दूलविक्रीडितम्) इत्थं तीर्थकृतां ततेत्रिभुवनश्रीमौलिलीला स्रजो विद्वान् सागरचन्द्र इत्यभिधया लब्धप्रसिद्धिस्तुतिम् / सर्वाङ्गं परितन्वती सुमनसामानन्दरोमोद्गम नानावृत्तनिवेशपेशलतरै र्युक्तां कियागुप्तकैः // 25 // पाठान्तराणि : 1. (क) जनवृजिन, 2. (ख) कंजनस्या, 3. कम्मा, 4. (क) मनसेभिनन्दन, 5. (क) रम्यडम्बरं, (ग) वनबन्धुरा भरण ऽम्बरंसुराः, 6. (ख) कौल्ये, 7. (क) मान्याः, 8. (ख) सुतुल्यम्, 9. (क) सदा, (ग) दरादा, 10. (क) श्चेति, 11. (ख) तैनो, 12. (ख) भव, 13. (क) कम, 14. (क) भ्यस्त, 15. (क) निरुपधि, 16. (क) रमतगुणगण, 17. (क) क्षुक्ष, 18. (क) कूल, 19. (क) (ख) मधुरतां, 20. (क) दक्ष, 21. (ख) वर्म, 22. (ख) (ग) नाक (ग) नराजणः, 23. (क) मुक्तिद्वार, 24. (ख) निर्वाणश्रेणी, 25. (ख) (ग) स्त्य, 26. (क) त्वां, 27. (ख) जालकैः, 28. (क) स्मित, 29. (ख) कृष्णया, 30. (क) (ग) भागे, 31. (ख) स्र, 32. (क) वृत्ति,