Book Title: Khushfaham Siddhichandragani krut Neminath
Author(s): Manjulal R Majumdar
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/210439/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ખુશફહમ” સિદ્ધિચંદ્રગણિત नेमिनाथ चतुर्मासकम् પ્રા. મંજુલાલ ર૦ મજમુદાર, એમ.એ, એલએલ. બી. પીએચ.ડી., સિદ્ધિચંદ્રગણિ ઉપાધ્યાય એ ભાનુચંદ્રના શિષ્ય થાય. આ બને ગુરુ-શિષ્ય શહેનશાહ અકબરના દરબારમાં રહ્યા હતા અને સન્માનિત થયા હતા. ગર ઉપાધ્યાય ભાનચંદ્ર અકબર પાસે સંસ્કૃતમાં “સૂર્યસહસ્ત્ર નામ” બોલતા; એટલે અકબરશાહ તેમના મુખેથી દર રવિવારે સૂર્યનાં સહસ્ત્ર નામ શ્રવણ કરતા. ઇતિહાસનીસ બદાઉનિ લખે છે કે બ્રાહ્મણોની માફક સમ્રાટ પણ પ્રાતઃકાળે પૂર્વ દિશા તરફ મુખ રાખી ઊભા રહેતા અને સૂર્યની આરાધના કરતા; તેમ જ સૂર્યનાં સહસ્ત્ર નામનો પણ સંસ્કૃત ભાષામાં જ ઉચ્ચાર કરતા” (બદાઉનિ૨, ૩૩૨) આવા પ્રભાવશાળી ગુરના શિષ્ય સિદ્ધિચ બાદશાહ અકબરને પ્રસન્ન કર્યા હતા, અને તે ઉપરથી સિદ્ધાચલ પર મન્દિરો બંધાવવાનો બાદશાહે જે નિષેધ કર્યો હતો તે તેમની પાસે જ દૂર કરાવ્યો હતો. સિદ્ધિચંદ્ર યાવની ” એટલે ફારસી ભાષાના ઘણું ગ્રંથો બાદશાહને જિજ્ઞાસુ જાણી ભણાવ્યા હતા. એક શાંતિચંદ્ર નામના મુનિએ પણ પરસોરા” નામે સંસ્કૃત કાવ્ય રચી અને સંભળાવી અકબરશાહ ઉપર ભારે અસર કરી હતી જેને પરિણામે જીવદયાના પાલનમાં તથા “જજિયા” જેવો કર કાઢી નાખવાની બાદશાહે કપા કરી હતી. આ શાંતિચંદ્ર “શતાવધાની” હતા : એક સાથે સો જેટલી વસ્તુઓમાં તેઓ ધ્યાન રાખી તેને મગજમાં ઠસાવી શકતા. તેમની જેમ, ભાનુવંદના શિષ્ય સિદ્ધિચંદ્ર પણ શતાવધાન કરી શકતા હતા. આ સિદ્ધિચંદ્રના પ્રયોગો જોઈ, બાદશાહે તેમને “ખુશફહમ”ની પદવીથી વિભૂષિત કર્યા હતા. કહેવાય છે કે એકવાર તો બાદશાહે બહુ સ્નેહથી એમનો હાથ પકડીને કહ્યું: “હું આપને પાંચ હજાર ઘોડાના મનસબવાળી મોટી પદવી અને જાગીર આપું છું. તેનો સ્વીકાર કરી તમે રાજા બનો, અને આ સાધુવેષનો ત્યાગ કરો.” પણ મુનિએ સાધુવેષને બદલ્યો નહિ. બાણભટ્ટની “કાદમ્બરી’ પર તેના “પૂર્વ ખંડ’ની ટીકા ગુરુ ભાનુચવે અને ઉત્તરભાગની ટીકા શિષ્ય સિદ્ધિચઢે કરેલી છે. તેની પુપિકામાં તેમણે પોતાનો પરિચય આપ્યો છે તે ખૂબ ઉપયોગી છે: "इति श्री पातसाहश्री अकब्बर जल्लालदिन सूर्यसहस्रनामाध्यापकः, श्रीशत्रुजयतीर्थकरमोचनाद्यनेकसुकृत विधायक महोपाध्याय श्री भानुचंद्रगणिविरचितायां तच्छिष्याष्टोत्तरशतावधान साधकप्रमुदित बादशहा श्री अकब्बरप्रदत्त 'खुशफहम'पराभिधान श्रीसिद्धिचंद्रगणिरचितायां कादम्बरीटीकायामुत्तरखण्डटीका समाप्ता।" ૧. તેમ જ ગુ રશિષ્ય શોધિત વસંતરાન’ ટીકામાં આવો ઉલ્લેખ છે; અને મજ્જામતોત્ર’ની ટીકાના પ્રારંભમાં સિદ્ધિચંદ્ર આત્મપરિચય આપ્યો છે: “कर्ता शतावधानानां विजेतोन्मत्तवादिनाम् । वेत्ता षडपिशास्त्राणामध्येता फारसीमपि ।। अकब्बरसुरत्राणहृदयांबुजषट्पदः । दधानः 'खुशफह मिति' बिरुदं शाहिनार्पितम् ॥ 'तेन वाचकचंद्रेण सिद्धिचंद्रेण तन्यते। भक्तामरस्य बालानां वृत्तिर्युत्पत्तिहेतवे ॥" Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ “ખુશફહમ' સિદ્ધિચન્દ્રગણિ જેવા સંસ્કૃત તથા ફારસીના પંડિત હતા તેવા, લોકભાષા ગુજરાતીના પણ સારા જ્ઞાતા હતા. તેમણે રચેલું એક ચાર “ક”નું ટૂંકું, છતાં છટાદાર ‘ચોમાસીકાવ્ય” મુરબી સ્વર્ગસ્થ મોહનલાલ દલીચંદ દેશાઈને પ્રાપ્ત થયું હતું. તેમણે તેની નકલ તેમની પાસેની જૂની પ્રતિ ઉપરથી ઉતારીને મને મોકલી હતી, જે આ પ્રસંગે પ્રસિદ્ધિમાં મૂકવાની તક હું લઉં છું. તેનું શ્રેય સ્વ. મોહનલાલભાઈને જ ઘટે છે. આ કાવ્ય ઉપરથી સિદ્ધિચન્દ્રને આપણે ગુજરાતી કવિ તરીકે ઓળખવાનું બની શકયું છે. આ ઉપરાંત આ કવિએ “ જે થાન”નો ગુજરાતી ગદ્ય-સંક્ષેપ પણ તે કથાના જિજ્ઞાસુઓ માટે લખેલો છે જે “પુરત ત્રિમાસિક” પુસ્તક ૫(૧૯૨૭)માં પ્રગટ થયો છે. નેમિનાથ ચતુર્માસમ્ 'ની રચના કવિના ફારસી ભાષાના અભ્યાસની પણ ઘાતક છે. એમાં ચાર માસ(શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક)માંથી પ્રત્યેક માસ માટે પહેલાં એક “દૂહો' અને પછી બીજો “હરિગીત” એમ બે છંદમાં પ્રાસાદિક રચના તેમણે કરી છે. “દુહા 'ના ચોથા ચરણનો અંય શબ્દ બીજા છંદના પ્રારંભમાં સંભારવામાં આવ્યો છે, અને એ રીતે બન્ને છંદને ગૂંથી લઈ “સાંકળી” ઉપજાવવામાં આવી છે.. પિંગળના ‘હરિગીત” છંદ–જેમાંથી આગળ જતાં “ગજગતિ” અને “સારસી” છંદ બન્યા છે–તે હરિગીતમાં કવિએ કેટલેક સ્થળે બને અને કેટલેક સ્થળે ત્રણ ત્રણ અનુપ્રાસ ગોવ્યા છે. “ચારણું ઋતુગીતોનો એક મધ્યકાલીન પદ્યપ્રકાર જાણીતો છે, પરંતુ તેની રચના બસો-અઢીસો વર્ષથી પ્રાચીન મળી આવી નથી. તેની સરખામણીમાં સિદ્ધિચન્દ્રમણિની “તુમ 'ની રચના પુરોગામી છે; અને તેથી વિશેષ પ્રાચીન છે. તેનો રચનાકાળ સંવતના સત્તરમા શતકનો પૂર્વાર્ધ છે, તથા જેના રચનાર સંબંધી ખૂબ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત છે તેવું આ કાવ્ય, ગુજરાતી પદ્યસાહિત્યમાં વિરલ છે. શ્રાવણ (ફૂલો) શ્રાવણ રિતુ રઆિમણી, ધરા સીંચી જલધાર; ચિત–ચાતક “પિઉપિઉ” ચવાઈ મોર કઉ મહાર. (હરિગીત) મહાર મનહર કીય મયૂરહ, વીજ ચમકઈ ચિહુ લઈ મદમસ્ત જેવન–જો–માતી, વિરહી રાજુલ વિલવલાઈ; નિસિ અંધારી, નિરાધારી, પિયુ-વિદુર્ણ પદમણી; ખુસફહમ સાંઈ મિલિ દિલખુસ, સુહાઈ રિતુ શ્રાવણી–૧ ૨. એક દષ્ટાંત જોઈએઃ - ( દૂહો). (હરિગીત) વિનતા તમને વિનવે, નહિ નેઠો કે ને; એકવાર માધા ! આવજો, જે અબ આયો જેઠ. અબ જેઠ આયો, લહેર લાયો, ચંત રહાયો શ્યામને જદુવંશજાયો, નાથ નાટયો, કહણ કહાયો કાનને; વનવેણુ વાતાં, રંગ-રાતાં, ગોળ ગાતાં ગાનને. ભરપૂર જોબનમાંય, ભામન કહે રાધા કાનને; –જી ! કહે રાધા કાનને—” Page #3 -------------------------------------------------------------------------- ________________ 119 ખુહમ સિદ્ધિચંદ્રગણિકૃત ભાદરવો (હો) ભાદવ સર સુભર ભરે, નદી નીર ના અંત; વનિ વનિ લી વેલીઓ, ભમર ભણઈ ભણશંત. (હરિગીત) ભણશંત ભમરા ભમઈ ભૂતલિ, કરત કેલા કામિણી; રસરંગ રાતી, લાઈ છાતી, સંગિ લાલ સુહામણી; વિણનાહ દાહ અગાહ વ્યાપિત નેમિ સમરે નિજ પતિ; સિદ્ધિચંદ્રકેરા આઉ “સાહબ'-રટતી એમ રામતિ-૨ આસો (ડો) આસો અંગિ ઉમાહ અતિ, ચંદારયણ ચંગ; નિરમલ જલ ફૂલઈ નિપટ, લીલા-ગતિ લીલંગ. (હરિગીત) લીલંગ લીલા લહરિ– લુબધા, હંસ ખેલઈ હરખજ્યું; દુઃખ નિસિ દુહેલી સુણી, સહેલી ! નયણિકબ પિય નિરખસ્યું? સુખ પ્રીતિ સારી, કાં વિસારી ? ચતુર ! નવ ભવકી ચલી. સિદ્ધિચંદ્રકે પ્રભુ ચાહિ સનમુખ, રંગ રસિ પૂરો રેલી-૩ કાર્તિક (હો) કઉતિગ કાતિગ માસકો, સુભિક્ષ ભયો સબ દેસ; દંપતી-પર્વ દીપાલિકા, ભાવત પહાઈ ભેખ. (હરિગીત) ભલ ભેખ રેખ બનાઈ ભામિની, સકલ લોક સ-ઊજમા; આનંદ ગૃહ ગૃહ કરઈ ઉચ્છવ, અંગિ લાવઈ કુમકુમા; ગિરિ: રેવતાચલ મિલે જગગુરુ, શીખ રાજુલ દઈ; સિદ્ધિચન્દ્રકે પ્રભુસુ, વર-પહિલી, સિદ્ધિપુર સુંદરી લઈ૪ ક : - , '' * . . * Ex છે - : { } 4. કરીએ. ' 'ti છે TEIN વિ .1% તથા '" is