________________
૧૧૮
આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ “ખુશફહમ' સિદ્ધિચન્દ્રગણિ જેવા સંસ્કૃત તથા ફારસીના પંડિત હતા તેવા, લોકભાષા ગુજરાતીના પણ સારા જ્ઞાતા હતા. તેમણે રચેલું એક ચાર “ક”નું ટૂંકું, છતાં છટાદાર ‘ચોમાસીકાવ્ય” મુરબી સ્વર્ગસ્થ મોહનલાલ દલીચંદ દેશાઈને પ્રાપ્ત થયું હતું. તેમણે તેની નકલ તેમની પાસેની જૂની પ્રતિ ઉપરથી ઉતારીને મને મોકલી હતી, જે આ પ્રસંગે પ્રસિદ્ધિમાં મૂકવાની તક હું લઉં છું. તેનું શ્રેય સ્વ. મોહનલાલભાઈને જ ઘટે છે.
આ કાવ્ય ઉપરથી સિદ્ધિચન્દ્રને આપણે ગુજરાતી કવિ તરીકે ઓળખવાનું બની શકયું છે. આ ઉપરાંત આ કવિએ “ જે થાન”નો ગુજરાતી ગદ્ય-સંક્ષેપ પણ તે કથાના જિજ્ઞાસુઓ માટે લખેલો છે જે “પુરત ત્રિમાસિક” પુસ્તક ૫(૧૯૨૭)માં પ્રગટ થયો છે.
નેમિનાથ ચતુર્માસમ્ 'ની રચના કવિના ફારસી ભાષાના અભ્યાસની પણ ઘાતક છે. એમાં ચાર માસ(શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તિક)માંથી પ્રત્યેક માસ માટે પહેલાં એક “દૂહો' અને પછી બીજો “હરિગીત” એમ બે છંદમાં પ્રાસાદિક રચના તેમણે કરી છે. “દુહા 'ના ચોથા ચરણનો અંય શબ્દ બીજા છંદના પ્રારંભમાં સંભારવામાં આવ્યો છે, અને એ રીતે બન્ને છંદને ગૂંથી લઈ “સાંકળી” ઉપજાવવામાં આવી છે..
પિંગળના ‘હરિગીત” છંદ–જેમાંથી આગળ જતાં “ગજગતિ” અને “સારસી” છંદ બન્યા છે–તે હરિગીતમાં કવિએ કેટલેક સ્થળે બને અને કેટલેક સ્થળે ત્રણ ત્રણ અનુપ્રાસ ગોવ્યા છે. “ચારણું ઋતુગીતોનો એક મધ્યકાલીન પદ્યપ્રકાર જાણીતો છે, પરંતુ તેની રચના બસો-અઢીસો વર્ષથી પ્રાચીન મળી આવી નથી.
તેની સરખામણીમાં સિદ્ધિચન્દ્રમણિની “તુમ 'ની રચના પુરોગામી છે; અને તેથી વિશેષ પ્રાચીન છે. તેનો રચનાકાળ સંવતના સત્તરમા શતકનો પૂર્વાર્ધ છે, તથા જેના રચનાર સંબંધી ખૂબ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત છે તેવું આ કાવ્ય, ગુજરાતી પદ્યસાહિત્યમાં વિરલ છે.
શ્રાવણ (ફૂલો) શ્રાવણ રિતુ રઆિમણી, ધરા સીંચી જલધાર;
ચિત–ચાતક “પિઉપિઉ” ચવાઈ મોર કઉ મહાર. (હરિગીત) મહાર મનહર કીય મયૂરહ, વીજ ચમકઈ ચિહુ લઈ
મદમસ્ત જેવન–જો–માતી, વિરહી રાજુલ વિલવલાઈ; નિસિ અંધારી, નિરાધારી, પિયુ-વિદુર્ણ પદમણી; ખુસફહમ સાંઈ મિલિ દિલખુસ, સુહાઈ રિતુ શ્રાવણી–૧
૨. એક દષ્ટાંત જોઈએઃ -
( દૂહો).
(હરિગીત)
વિનતા તમને વિનવે, નહિ નેઠો કે ને;
એકવાર માધા ! આવજો, જે અબ આયો જેઠ. અબ જેઠ આયો, લહેર લાયો, ચંત રહાયો શ્યામને જદુવંશજાયો, નાથ નાટયો, કહણ કહાયો કાનને; વનવેણુ વાતાં, રંગ-રાતાં, ગોળ ગાતાં ગાનને. ભરપૂર જોબનમાંય, ભામન કહે રાધા કાનને;
–જી ! કહે રાધા કાનને—”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org