Page #1
--------------------------------------------------------------------------
________________
કાથી તીના લેખા. ( ૪૫૧ )
મહી નદી જ્યાં આગળ ખભાતની ખાડીમાં મળે છે તેના મુખ આગળ, ખંભાતના સામા કાંઠે, એક કાવી કરીને ન્હાનું સરખુ' ગામ છે, તેની અંદર એ મ્હોટાં જિન મદિરે આવેલાં છે જેમાં એક આદિ નાથ ભગવાનનું છે અને બીજી ધર્મીનાથ તીથ કરતુ છે. ખીજું મંદિર વિસ્તારમાં બહુ મ્હા છે અને તેની આસપાસ પર દેવકુલિકાઓ આવેલી હાવાથી તે વનજિનાલય મંદિર કહેવાય છે.
•
સાધારણ રીતે એ સ્થાન તીર્થં ભૂત મનાય છે અને આસપાસના કેટલાક જૂના કચારે કયારે સ`ઘ કાઢીને પણ એ તીર્થની યાત્રાર્થે જાય છે. નંબર ૪૫૧ થી ૪૫૪ સુધીના લેખા એજ કાવીતીના ઉક્ત અને ઢેિરામાંથી મળી આવ્યા છે. સંવત્ ૧૯૬૭ ની સાલમાં વડોદરાથી એક ગૃહસ્થે એ તીથની યાત્રાર્થે સંઘ કાઢ્યા હતા. તેમાં હું પણ તે
૭૩૭
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જેનલેખસંગ્રહ, (૩૨૮) [ કાવી તીર્થના લેખો ને. ૮૫૧ વખતે એક યાત્રી તરીકે સામેલ હતા. આ લેખે હું તે વખતેજ ત્યાંથી ઉતારી લેતે આવ્યા હતા.
નં. ૪પ૧ ને મુખ્ય લેખ આદિનાથના મંદિરમાં, મૂલગર્ભાગારના દ્વારની ડાબી બાજુએ આવેલા એક ગોખલામાં ચૂંટાડેલી શિલામાં કોતરેલે છે. શિલાને માપ વિગેરે હું તે વખતે કાંઈ લઈ શકે નહિં ફક્ત નકલ જ ઉતારી શકે હતે.
આ લેખમાં ૩૨ પ છે. તેમાં પ્રથમના એક પદ્યમાં આદિનાથની સ્તુતિ કરવામાં આવી છે અને તે પછીના ૧૨ પદ્યમાં, ઉપરના લેખ પ્રમાણેજ, પ્રતિષ્ઠાકર્તા આચાર્ય વિજયસેનસૂરિ પર્વતના કેટલાક તપગચ્છના મુખ્ય મુખ્ય આચાર્યોને ઉલલેખ કરે છે. .
૧૪ મા પદ્યથી મંદિર બંધાવનાર ગૃહસ્થનું વંશવર્ણન શરૂ થાય છે. તે આ પ્રમાણે –
ગુજરાત દેશમાં સુપ્રસિદ્ધ એવા વડનગર નામના શહેરમાં નાગર જ્ઞાતિની લઘુ શાખામાં ભદ્રસિઆણ ગેત્રવાળે એક દેપાલ ગાંધી કરીને ધર્મિષ્ઠ ગૃહસ્થ રહેતો હતે. તેને અલુઆ નામે પુત્ર થયું અને તેને પુત્ર લાડિક નામે થયે એ લાડિકને પિતાની પત્ની (૪) નામે પત્નીથી બટુક અને ગંગાધર નામે બે પુત્ર થયા હતા. તેમાં બટુઆ પિતાના ધમકમથી વ્યાપારિઓમાં મુખ્ય ગણાવા લાગ્યું હતું. તેને બે સ્ત્રિઓ હતી, તેમાં પહેલીનું નામ પિટી અને બીજીનું નામ હીરાદેવી હતું. પિપટીને કુંઅરજી નામે એક પુત્ર થયું હતું અને હીરાદેવીને ધર્મદાસ, સુવરદાસ એમ બે પુત્રો હતા. પિતાના આ બધા સ્વજનબંધુવર્ગ સાથે સાથે બાહુઆ ગાંધી વડનગરથી નિકળી વ્યાપાર –આવતી કે જે સ્તંભતીર્થના નામે પ્રસિદ્ધ છે તેમાં, (ખંભાતમાં) આવીને વસ્યા હતા. ત્યાં એને વ્યાપારમાં પુષ્કળ ધનપ્રાપ્તિ થઈ હતી અને તેમાં સન્માન પણ બહુ વધ્યું હતું. આવી રીતે તે સન્માન, સંતાન, ધન અને યશથી દિન પ્રતિદિન અધિક ઉન્નત થતા જતા હતા તેવા પ્રસંગે તેણે આચાર્ય શ્રી હીરવિજયસૂરિને ધર્મોપદેશ સાંભળી જૈન ધર્મને
૭૩૮
Page #3
--------------------------------------------------------------------------
________________
કવિ તીના લેખો ન. ૪૫૧૧૩ ] ( ૩૨૯ )
અવલાકન.
સ્વીકાર કર્યા હતા અને પૂર્વના પોતાના મિથ્યા મત છાડી દીધા હતા. આવી રીતે તે પરમ શ્રાવક થયા, અને સામિક ભાઈને તેમજ મુમુક્ષુ વને દાન આપી, સ્વજનાને સન્માન આપી અને દીનજનેાના દુઃખા દૂર કરી, પોતાની સપત્તિને સફળ કરતો હતો.
શત્રુંજય તીની સ્થાપના રૂપે પ્રસિદ્ધ એવા કાવી નામના તીના ચૈત્ય ( મદિર ) ને લાકડા અને ઈંટથી બનેલું જોઇ તે ખાતુ ગાંધિએ એક વખતે મનમાં વિચાર કર્યા કે જો આ મદિરને પાકું અંધાવી સદાના માટે દૃઢ ( મજબૂત ) બનાવવામાં આવે તેા મહાન પુણ્યની સાથે મ્હારી લક્ષ્મી પણ સફળ થાય. આ વિચારથી પ્રેરાઇ તેણે સંવત્ ૧૬૪૯ માં આખું મંદિર નવું તૈયાર કરાવ્યું, અને પછી વિજયસેનસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી.
છેવટના એ પદ્મામાં, આ પર દેવકુલિકાયુકત પુણ્યના સત્રરૂપ યુગાદિ જિનના બંદિરનું સ્થાયિત્વ કચ્છી આશીર્વાદ આપવામાં આવ્યે ઇં, અને લેખ સમાપ્ત કરવામાં આવ્યા છે.
(૪૫૨ )
આ નબરના લેખ પણ એજ મંદિરમાં કોતરેલા છે ( સ્થળની નોંધ મળી શકી નથી ). એમાં પણ સક્ષેપમાં ગદ્યમાં ઉપરની જ હુકીકત નોંધેલી છે. નવીન કાંઇ નથી.
(૪૫૩ )
આ લેખ, ધનાથમંદિરમાં આવેલો છે. હકીકત આ પ્રમાણે મદશાહ અકબર જલાલુદ્દીનના વિજયરાજ્યમાં, ગરાસિયા રાઠોડ પ્રતાપસિંહના અધિકાર વખતે, ખ'ભાત વાસ્તવ્ય લઘુનાગર જ્ઞાતિના ગાંધી બાહુઆના પુત્ર વીરજીએ, સંવત્ ૧૬૫૪ માં કાવીતીમાં, પેાતાના પુણ્યાર્થે આ ધન!થ તીર્થ કરતુ ‘ રત્નતિલક ' નામે બાવન જિનાલયવાળું મંદિર બંધાવ્યું છે. સેસ્ડ પીતાંબર વીરા તથા સે શિવજી ખાઘા તેમજ રાજનગર ( અમદાબાદ )ના રહેવાસી ગજવર વિશ્વકર્માં જ્ઞાતિના
,
૪૨
૦૩૯
.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ.
( ૩ ) | કવિ તીર્થના લખે ને, ૪પ૪પ ટ
સૂત્રધાર સતાનો પુત્ર વીરપાલ તથા સલાટ સૂત્રભાણ, ગોરા અને દેવજી વિગેરેએ આ મંદિરની મુખ્ય દેખરેખ રાખી હતી.
(૪૫૪) આ લેખ પણ એજ મંદિરમાં આવેલી આદિનાથની પાદુકા ઉપર કોતરેલો છે. મિતિ સં. ૧૯૫૬ના વૈશાખ સુદી ૭ બુધવારની છે. ઉપરના લેખમાં જણાવેલા ગાંધી વીરદાસ તથા તેના ભાઈ ગાંધી કુંવરજી અને ધર્મદાસે મળીને આ પાદુકા કરાવી અને વિજયસેનસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી, આ હકીકત ને ધેલી છે.
(૪૫૫) આ લેખનું અવલોકન, ઉપર નં. ૨૧ વાળા લેખના અવલોકન ભેગું જ (જુઓ, ઉપર પૃ. ૩૮) આપી દેવામાં આવ્યું છે તેથી આના સંબંધમાં ત્યાંજ જોઈ લેવું.
(૪૫૬-૫૯) આ નંબરવાળા ચાર લેખો ગંધાર નામના ગામના મંદિરમાં આવેલી પ્રતિમાઓ ઉપર કરેલા છે. લેખોમાંની હકીકત સ્પષ્ટ જ છે.
આ ગંધાર ગામ, ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. એના આસપાસના પ્રદેશમાં એ પણ એક તીર્થ સ્થાન જેવું ગણાય છે. ઉપર વર્ણવામાં આવેલું કાવતીર્થ અને આ તીર્થ, “કાવી–ગંધાર” આમ સાથે જેડક રૂપે જ કહેવાય છે. આ ગંધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદરજ છે જેને ઉલલેખ લિયા, વાયકાત, વિનય વે માર અને વિજય શાહ વિગેરે માં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સંવત ૧૯૩૮ ની સાલમાં હીરવિજય રસૂરિને આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આચાર્ય પર્ય આજ ગામમાં ચાતુર્માસ રહેતા હતા. હીરવિજય સૂરિ અને વિજયદેવ સૂરિ વિગેરે એ એકાના તપાગચ્છના સમર્થ આચાર્યો -તિઓ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સેંકડો યતિઓની સાથે ચાતુર્માસ
૭૪૦
Page #5
--------------------------------------------------------------------------
________________ રાધનપુરનો શિલાલેખ નં. 40 ] ( 331 ) અવસાન. રહેલાના ઉલ્લેખો વારંવાર ઉકત ગ્રંથોમાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ઘણુંજ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકેથી ભરેલું હશે. આજે તે ત્યાં ફકત પ–૨૫ ઝુંપડાઓ જ દષ્ટિગોચર થાય છે. જૂના મંદિરનાં ખંડેરે ગામ બહાર ઉભાં દેખાય છે. વર્તમાનમાં જે મંદિર છે તે ભરૂચ નિવાસી ગૃહસ્થોએ હાલમાં જ નવું બંધાવ્યું છે. એ સ્થળે, ફક્ત એ મંદિરના ખંડેર શિવાય બીજું કાંઈ પણ જૂનું મકાન વિગેરે પણ જણાતું નથી. અઢીસે ત્રણસો વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટવાળું હતું તેનું આજે સર્વથા નામ નિશાન પણ દેખાતું નથી તેનું કોઈ કારણ સમજાતું નથી. ત્યાંના લોકોને પૂછતાં અમને કહેવામાં આવ્યું કે એક વખતે એ ગામ ઉપર દરિયે ફરી વળ્યું હતું અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઈ ગયું હતું. પરંતુ આ લેખેવાળી જિનપ્રતિમાઓ અને મંદિર કેમ બચવા પામ્યું અને બાકીનું શહેર કેમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેનું સમાધાન કાંઈ અમને અદાપિ થઈ શક્યું નથી. શેાધકેએ આ બાબતમાં વિશેષ શોધ કરવાની જરૂરત છે. ( 10 )