Page #1
--------------------------------------------------------------------------
________________
કરૂણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન
[૧] બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક એ જ તો હતાં, એમ વિચાર કરનારને જણાયા સિવાય નહિ રહે. એ એમનું પ્રથમ તત્વ કરુણા અને બીજું પ્રજ્ઞા. પ્રાણીમાત્રમાં અને ખાસ કરી મનુષ્પવર્ગમાં ઓછેવત્તે અંશે કરુણું હોય જ છે અને ગણ્યાગાંઠયા માણસોમાં પ્રજ્ઞા પણ હોય છે. પરંતુ બાપુજીની કરુણું અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ તેમ જ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. સાધારણ માણસે પિતાના સ્વલ્પ પણ દુઃખને પચાવી નથી શકતા તેથી તેઓ પિતાનું દુઃખ સમજવા અને તેને નિવારવા બનતું બધું જ કરી છૂટે છે, જયારે તેઓ બીજાના દુઃખને પચાવી શકે છે. એટલે બીજાઓ દુઃખી છે એમ જોવા છતાં તે દુઃખ નિવારવા તેમની બુદ્ધિ જાગરિત થતી નથી. કેટલાક અસાધારણ કટિમાં આવે એવા સંતે બીજાના દુઃખને, પિતાના દુઃખની જ જેમ, પચાવી નથી શકતા, તેથી તેઓ પિતાનું દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે તેવી રીતે બીજાનું દુઃખ નિવારવા માટે પણું પ્રયત્ન કરે છે. પરંતુ એમ તો એ પ્રયત્ન અને એ તાલાવેલી મર્યાદિત હોય છે. કેમ કે એ પ્રયત્ન અને એ તાલાવેલી પિતાના જીવનને ભેગે અગર પિતાના જીવનને હેડમાં મૂકીને નથી લેવાતાં, જ્યારે બાપુજીનું માનસિક બંધારણું સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજ હરકેઈન દુઃખને પિતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહિ. તેથી તેઓ હરકોઈ દુઃખીનું દુઃખ જતાં તેનું કારણ શોધતા, તેને નિવારવાના ઇલાજે શોધતા અને તે ઇલાજેને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલો બધે ઉગ્ર પ્રયત્ન અને ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેક વાર હેડમાં મુકાતું હોય એમ લાગતું.
બીજી એક રીતે વિચારીએ તે પણ બાપુજીની કરુણ બીજા કોઈની કરણ કરતાં જુદી કોટિની હતી એમ લાગે છે. ધણ જણ એવા છે કે જેઓ બીજાનું શારીરિક-આધિભૌતિક દુઃખ જોઈ તેને સહી નહિ શકે અને તે દુઃખને નિવારવા બનતું બધું કરી પણ છૂટે. વળી બીજા કેટલાક એવા
Page #2
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન પણ કરુણાવંત હોય છે કે જેઓ બીજાના માનસિક-આધિદૈવિક દુઃખને આધિભૌતિક દુઃખ કરતાં વધારે અગત્ય આપી તેને નિવારવા ઉપર જ વધારે ભાર મૂકે છે. ત્રીજા વળી એવા પણ કરુણાવંત સંત હેય છે કે જેઓ તૃષ્ણ જેવી વાસનાઓ કે જે સકળ દુઃખનું મૂળ છે તેને જ ખરુંઆધ્યાત્મિક દુઃખ લેખી તેના નિવારણ માટે પુરુષાર્થ કરે છે. પરંતુ બાપુજીની કરુણાને આવી કોઈ મર્યાદા ન હતી એમ તેમની આખી જીવનકથા કહે છે. બાપુજી હરકોઈનાં આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુઃખને નિવારવા માટે જ જાણે જન્મ્યા અને મૃત્યુને ભેટ્યા ન હેય. તેથી જ તેમની કરુણા મહાકરુણા કોટિની હતી એમ માનવું રહ્યું.
એમ તે કોઈને કોઈ જાતની પ્રજ્ઞા સાચા કવિઓ, લેખકો, કલાકાર અને સંશોધકોમાં હોય જ છે; પણ જેને ગશાસ્ત્રમાં કર્તમરા તરીકે ઓળખાવવામાં આવી છે તેવી પ્રજ્ઞા પ્રજ્ઞાશાળી ગણાતા વર્ગમાં પણ મોટે ભાગે નથી જ હતી. ઋતંભરા પ્રજ્ઞાની મુખ્ય ખાસિયત એ છે કે તે સત્ય સિવાય બીજા કશાને સંગ્રહી કે પચાવી નથી શકતી. અસત્યને છાંટે કે અસત્યની છાયા પણ તે સહી કે જીરવી નથી શકતી. જ્યાં અસત્ય, અપ્રામાણિકતા કે અન્યાય જોવામાં આવે ત્યાં તે પ્રજ્ઞા પૂર્ણ રૂપે ભભૂકી ઊઠે છે. અને અન્યાયને મિટાવી દેવાના દઢ સંક૯પમાં જ પરિણમે છે. બાપુજીની દરેક પ્રવૃત્તિ એમની ઋતંભરા પ્રજ્ઞાની સાબિતી છે, તેથી જ તેમની પ્રજ્ઞાને પણ મહાપ્રજ્ઞા કહેવી પડે છે.
પ્રશ્ન એ છે કે બાપુજી આપણા જ જેવું માટીનું પૂતળું હતા. તેમને શરીર–જન્મ પણ બીજાની પેઠે અમુક દેશ અને અમુક કુળમાં થયેલ. તેમ છતાં બીજા કોઈમાં નહિ અનુભવાયેલ એવી મહાકરુણા અને મહાપ્રજ્ઞા તેમને સહજ રીતે ક્યાંથી વરી? આને ઉતર શરીર-જન્મમાંથી મેળવી નથી શકાતે. સંસ્કાર-જન્મ, ચિત્ત-જન્મ કે આત્મ-જન્મની વિચારણામાં જ એ પ્રશ્નને સહજ ઉત્તર મળી રહે છે. જન્મ-જન્માન્તરની સાધનાનું સંચિત પરિણામ ન હોય તે બાલ્યકાળથી આવી કરુણા અને પ્રજ્ઞાનાં બીજે લાધવાં અસંભવ છે.
છેક નાની ઉંમરનું બાપુજીનું જીવન કહે છે કે તેમનામાં કરુણ અને પ્રજ્ઞાનાં સૂક્ષ્મ બીજે વિદ્યમાન હતાં. જેમ જેમ ઉંમર, અભ્યાસ, અવલોકન અને જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ એ સૂક્ષ્મ બીજો ત્વરિત ગતિએ વિકસતાં અને ફાલતાં-ફૂલતાં ગયાં. બીજાનું દુઃખ નિવાર્યા સિવાય અજંપ
Page #3
--------------------------------------------------------------------------
________________
અધ્ય.
વળવાની અને અન્યાય સામનો કર્યા વિના ચેન નહિ પડવાની એમની કૃત્તિએ એમને માટે એટલાં બધાં વિવિધ અને એટલાં બધાં મોટાં કાર્યક્ષેત્રે સર્જાવ્યાં કે કોઈ પણ એક માનવીને જીવનમાં ઈતિહાસે એવી ઘટના નેધી નથી. કરુણા અને પ્રજ્ઞાનાં જન્મસિદ્ધ સૂક્ષ્મ બીજેએ માત્ર કબીરવડનું જ રૂપ ધારણ કર્યું ન હતું, પણ તેણે વિશ્વવટનું રૂપ ધારણ કર્યું હતું એમ તેમના છેલ્લા ઉપવાસ અને દિલ્હીમાં પ્રાર્થના વખતે થતાં પ્રવચનો જોતાં કહેવું જોઈએ.
કરુણા અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક ત છે, શાશ્વત છે. એને વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ જે કે મર્યાદિત શરીરવાટે જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ નથી રહેતી. એનાં આંદોલન અને એની પ્રતિક્રિયાઓ મેર પ્રસરે છે. બાપુજીની કરુણા અને પ્રજ્ઞાનાં આંદોલને માત્ર અમુક કેમ કે અમુક દેશ પૂરતાં જ રહ્યાં નથી, દુનિયાના દરેક ભાગમાં વસતી દરેક કામમાં એના પડઘા પડ્યા છે અને તેથી જ આખી દુનિયા આજે આંસુ સારી રહી છે.
જો કે બાપુજીનું શરીર વિલય પામ્યું છે, પણ તેમની મહાકણું અને મહાપ્રજ્ઞા ઊલટાં વધારે વિકાસ પામી વિશ્વવ્યાપી બન્યાં છે. સધળા માનવમાં વસતા જીવનતત્વની અંદર જે બ્રહ્મ અથવા જે સચ્ચિદાનંદનો અંશ શબ્દ રૂપે વાસ કરે છે તે જ સકળ જીવધારીને અંતરાત્મા છે. બાપુજી વિદેહ થયા એટલે બ્રહ્મભાવ પામ્યા. આને અર્થ એ છે કે એમની કરુણું અને પ્રજ્ઞાના વિકસિત ફણગાઓ અનેકના અંતરાત્માના ઊંડાણમાં રોપાઈ ગયા અને એકરસ થઈ ગયા.
બાપુજીની કૃશ ાય ક્યાં? તેમની પળેપળની વિવિધ પ્રવૃત્તિઓ, મતિ મૂંઝવી નાખે એવી જવાબદારીઓ અને જટિલ સમસ્યાઓ કયાં? છતાં એ બધો ભાર સૂતાં અને જાગતાં બાપુજી પ્રસન્ન વદને હોસભેર ઊંચકતા તે કોને બળે? આ પ્રશ્નને ઉત્તર એમની કરુણા અને પ્રસાના વિકાસમાં રહેલા છે. તેમણે કરુણા અને પ્રજ્ઞાની જે એકધારી ઉપાસના કરી, જે આધ્યાત્મિક જીવન ખીલવ્યું, જે બ્રહ્મતત્વ અનુભવ્યું, જે અન્ય જીવાત્માઓ સાથે તાદામ્ય સાધ્યું, તેણે જ એમને પ્રવૃતિઓ અને જવાબદારીઓને ગોવર્ધન ઉઠાવવાની તાકાત અ. ગાંધીજીની સદા ઝવતી જીવનગાથા જ ઈશ્વર અને આધ્યાત્મિક તત્ત્વના બળને જાજવલ્યમાન પુરા છે. પણ આધ્યાત્મિક તેજ સૂર્યના તેજની પેઠે ગમે તેટલું પ્રકાશમાન અને જાજવલ્યમાન હોય છતાં
Page #4
--------------------------------------------------------------------------
________________ દાન અને ચિંતન દષ્ટિવિહીન અંધને માટે તે કશા કામનું નથી. ઊલટું એવા તેજથી અંધ દષ્ટિ વધારે ગૂંગળાય છે. આથી જ તે બાપુજીની દુહારની અને અન્યાયપ્રતીકારની વૃત્તિ જેમ જેમ ઉગ્ર બની તેમ તેમ આધ્યાત્મિક દૃષ્ટિવિહેણા અંધ વધારે મૂંઝાયા અને રોષે ભરાયા. પણ એ જ બહુ તે દેહને હણ શકે. કરણ અને પ્રતાને તે તે સ્પર્શ પણુ ન શકે. જે મહાકરુણા અને જે તંભરા પ્રજ્ઞા છેડે વખત પહેલાં એક મર્યાદિત દેહની વાટે કામ કરી રહી હતી, તે કરુણા અને પ્રતા પિતાને અવલંબન આપનાર કૃશ કાયને અંત થતાં માનવતાના મહાદેહમાં સમાઈ ગઈ તેમાં વસતા અંતરાત્માનાં શુદ્ધ તને સ્પર્શે તે પિતાનું કામ સદા અનંતમુખે જારી રાખશે એમાં શંકા નથી. સૂર્ય અસ્ત થાય ત્યારે તેને નાશ નથી થતું, માત્ર તે અન્યત્ર પ્રકાશે છે; તેમ બાપુજીની કરુણા અને પ્રજ્ઞા હવે એ કૃશકાય દ્વારા ન પ્રકાશતાં માનવતાની વિરાટ કાયા દ્વારા પ્રકાશવાની જ. માનવતાને વિરાટ દેહ જ એમની કરુણા–પ્રજ્ઞાનું તેજ વહન કરવા જાણે સમર્થ ન હોય અને તે માટે જ જાણે તે એમાં એકરસ થઈ ગઈ ન હોય-એમ ઘટનાક્રમ અને બાપુજીની નિર્ભયતા જોતાં લાગે છે. હવે આપણે અંતરાત્મામાં એમની કરુણા અને પ્રજ્ઞાના અંશો ઝીલીને જ ખરી શ્રદ્ધાંજલિ આપી શકીએ. -સંસ્કૃતિ * મેં તા. ૧૨-૨-૪૮ને દિવસે ગુજરાત વિદ્યાપીઠમાં બાપુના શ્રાદ્ધપ્રસંગે મળેલ પ્રાર્થનાસભામાં આપેલ ભાષણ.