Book Title: Kacchna Suprasisdha Panchtirthinia Mukhya Tirth Sutharino Sankshipta Parichya
Author(s): 
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Catalog link: https://jainqq.org/explore/230052/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કચ્છની સુપ્રસિદ્ધ પંચતોથના મુખ્ય તીર્થ સુથરીનો સંક્ષિપ્ત ઈતિહાસ વિક્રમના પંદરમા સૈકામાં પખેરાજ નામના સ્થળે લેક ઝૂંપડાં બાંધીને રહેતા હતા. તેઓ ખેતી વગેરે ઉધમ કરી નિર્વાહ ચલાવતા હતા. નબળા પડેલા ચાવડા અને જતો પાસેથી ગરજાએ (ગિઝનીના મુસલમાનોએ) રાજ્ય લઈ લીધા બાદ પખેરાજના સ્થળે જે ગામ તેમણે વસાવ્યું, તેનું નામ “સુથરી” પાડયું. તે સમયમાં શ્રી કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી આ તરફ આવીને ખેતીવાડીનો ધંધો કરતી થઈ. પૈસાપાત્ર લેકે પણ સાથે હોઈને સુથરીને વિકાસ ઝડપી થયો. કૂવા, તળાવે, હવાડાઓ ઈત્યાદિ જાહેર વસ્તીને લાભકર્તા કાર્યો પણ થવાં લાગ્યાં. રાજયકર્તા ગરજ નબળા પડતાં કોઠારાના જાગીરદાર જાડેજા ભારાજી રાજકર્તા બન્યા. ભારાજીને નવ કુંવરો હતા. તેમાં પ્રથમ હરધોરજી સુથરીને ટીંબે બેઠા. સગાએ ધાતડ, ખેંગારજીએ ખુઅડો, માલાજી અને મિઠાજીએ લઠેડી, બાંભડીઆ, વઢ તથા જખડીઓ વગેરે ગામ વસાવ્યાં. કૃષ્ણજી અને કુંભાજીએ હાલાર વસાવ્યું અને હોથાજી કરડી જઈને રહ્યા. આમ વિક્રમ સંવતના સોળમા સૈકામાં હરધોરજીના હાથમાં સુથરીની જાગીર હતી. પરમ પ્રભાવિક શ્રી ઘનકલેલ પાર્શ્વનાથનું તીર્થ સુથરી : (સ્થાપના : સં. ૧૮૯૬). આ મહાન તીર્થની સ્થાપનાનો ટૂંક ઈતિહાસ અહીં આપવાનું ઉચિત ગણાશે. અબડાસાની પંચતીથમાં સુથરીનું જિનાલય એક અનન્ય આકર્ષણ છે. મૂળનાયક શ્રી ઘતકલેલ પાર્શ્વનાથ સ્વામી ભગવાનના પ્રતિમાજીનું મૂળ બિંબ મહારાજા સંપ્રતિએ ભરાવેલા બિંબેમાંનું છે. હાલાર પ્રદેશમાં આવેલ છીકારી ગામમાં એ પ્રતિમાજીને અચલગચ્છાધિપતિ દાદાશ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજીએ પ્રતિષ્ઠિત કરેલા છીકારી ગામથી સુથરી ગામમાં થયેલ સ્થાન પરિવર્તન વિષે નીચેની વિશ્વસનીય આખ્યાયિકા પ્રચલિત છે ? | વિક્રમના સોળમા સૈકામાં સુથરી ગામમાં અંચલગચ્છના ગોરજી શેખર શાખાવાળા ધરમચંદજીએ પિતાની શાળામાં શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાજીને સ્થાપ્યાં હતાં. દશા ઓસવાળ જ્ઞાતિની વસ્તી સારી હોઈ ને શુભ પ્રસંગોએ દેવપૂજન માટે એ GS શ્રી આર્ય ક યાણા ગૌતમ સ્મૃતિગ્રંથ Page #2 -------------------------------------------------------------------------- ________________ #*********>FFEE a[૨૯] અજિતનાથજી ભગવાનની પ્રતિમાજીના ઉપયાગ થતા. એ અરસામાં ક. ૪. એ. જ્ઞાતિના શ્રી મેઘજી ઉડીઆ પેાતે ખાણમાંથી પથ્થર કાઢવાનું કામ કરતા હતા, છતાં પેાતાને માથે કરજ હાવાથી જીવનથી કટાળીને વાવમાં આત્મહત્યા કરવાના વિચારે ગયા. ત્યારે તેમને દેવવાણી સંભળાઈ : ‘ના, ના.’ ચાતરફ નજર કરતાં કાઇ દેખાયુ' નહિ, એટલે તેઓ સમજ્યા કે કોઈ દેવ મને આત્મહત્યા કરવા ખાખત ના પાડે છે. માટે મારે આજે આત્મઘાત ન કરવેા, એમ વિચારી તે ઘેર જઈ સૂઈ ગયા. તે જ રાતે તેમને સ્વપ્ન આવ્યું. તેમાં તેમને સૂચવાયુ': આપઘાત કરીશ નહિ. હિમ્મત રાખજે, બધાં સારાં વાનાં થશે. સવારના ઊઠીને અમુક વેપારી પાસે જજે. તેની પાસેથી તને ૨૦૦ કારી મળશે. ૧૦૦ કારી લેણદારને આપી દઈ તારુ દેવુ' પતાવજે અને બાકીની સેા કારી લઇને ગાધરા ગામ જજે. તે ગામને ઉગમણે પાદરે તને હાલારના છીકારી ગામના દેવરાજ વિણક મળશે. તેમની સાથેનાં બળદ-પેાડિયા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમાજી હશે. તે ૧૦૦ કારી લઈને તને આપશે. તે તું લઈ આવજે.’ આ રીતે સ્વપ્નમાં મળેલી અધિષ્ઠાયક દેવની સૂચના સાંભળીને શેઠશ્રી મેઘજી ઉડીઆ આનદભેર જાગ્યા. જાગીને ઈષ્ટદેવ પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કરી સ્વપ્નમાં પેાતાને થયેલા સૂચન પ્રમાણે થયેલી આજ્ઞાને અનુસરીને તેએ ઉપરાકત પ્રતિમાજીને સુથરી મુકામે લઈ આવ્યા. છીકારી ગામમાં દેવરાજ વિણકને પણ એવા જ પ્રકારે સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે આજ્ઞા ફરમાવી હતી. ગોધરા ગામના ઉગમણા પાદરના દરવાજે એ બન્ને મળ્યા. પરસ્પર સ્વપ્નોની વાત કરી. શ્રી દેવરાજે કોરી લીધી અને શ્રી મેઘજીભાઇ ઉડીઆએ પરમ કલ્યાણકંદ શ્રી પાર્શ્વનાથજી ભગવાનની પ્રતિમા લીધી. તે પ્રતિમાને સુથરી ગામમાં લાવી પેાતાને ઘેર રોટલા રાખવાના કોડલામાં તેમણે બિરાજમાન કરી. ત્યાર પછી વારે અને તહેવારે, અને અનેક શુભ પ્રસંગે લેાકો ગારજીના શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમાને પૂજનાર્થે બિરાજમાન કરતા, તે જ મુજબ હવે સ્થાનિક જેનો શ્રી મેઘજી ઉડીઆની લાવેલી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરવા લાગ્યા. pappyJ પ્રતિમાજીના નામકરણ સ ́બંધે આવી એક અનુશ્રુતિ જણાય છે : ગામના મેાટા શેઠ મેઘણ શાહુને સમગ્ર જ્ઞાતિનો સમુદાય જમાડવાની એક વેળા ઇચ્છા થઇ. તેમણે કરેલ ઉજમણામાં ધાર્યા કરતાં વધારે માનવસમુદાય એકત્ર થયા. તેથી મેઘણુશા શેઠે શ્રાવકની શૈલી પ્રમાણે ઘીના હવાડામાં શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમાને શ્રી આર્ય કલ્યાણૌતમસ્મૃતિગ્રંથ Page #3 -------------------------------------------------------------------------- ________________ [20] espect to studepostpossessed.eeeeeeeeeeee-નક નાનક બિરાજમાન કરી અને સ્વામિવાત્સલ્યમાં પોતાની લાજ રાખવા પ્રભુને પ્રાર્થના કરી. મેઘણુ શાહ શ્રાવકની ધા (ફરિયાદ) શ્રી પાર્શ્વનાથજી દાદાના અધિષ્ઠાયક દેવે તરત જ સાંભળી. રસોઈ તો વધી એટલું જ નહિ, હવાડામાં ભરેલું ઘી ગમે તેટલું વપરાયું, છતાં ખૂટયું જ નહિ. આવેલ શ્રાવક સંઘે એ ભજન કર્યા પછી આ બનાવ જાશે, ત્યારે તેઓ ખૂબ વિસ્મિત થયા. આથી સંઘને ઘતના કલ્લેલથી (તરંગથી) કલોલ (આનંદ) કરાવ્યો, તેથી શ્રી પાર્શ્વનાથજીનું નામ તે દિનથી “ઘતકલેલ પાર્શ્વનાથ પાડવામાં આવ્યું. આ ભગવાનને અદ્દભુત મહિમા વર્ણવતાં પંડિત શ્રી રત્નકુશલજીએ ગાયું છે: ઘતકલ જિસેસર જે નર પૂજિસઈ, તસ ઘરિ વૃતકલ્લોલ; ધણુ, કણ, કંચણ, કાપડ, કામિની, પુત્ર સું રે કરસઈ તે રંગલેલ. ઉપરોક્ત જ્ઞાતિમિલનને ઉત્સવ સુથરીમાં વિ. સં. 1675 ની આસપાસ થયો હતો, એ અહેવાલ મળે છે. સંવત 1721 માં પરમપૂજય ભટ્ટારક શ્રી જ્ઞાનસાગરજી મહારાજના ઉપદેશથી સમસ્ત સંઘે શ્રી મેઘજી ઉડીને શ્રી ઘટકલ પાર્શ્વનાથ સ્વામીની પ્રતિમા શ્રી સંઘને સોંપી દેવાની વિનંતિ કરી. શ્રી ઉડી આજીએ આ વિનતિ માન્ય રાખી. તેથી શ્રી સંઘે ત્વરિત પણે નવા જિનાલય માટે રકમ એકઠી કરવાની શરૂઆત કરી દીધી. છતાં ઠેઠ સં. 1883 માં નૂતન જિનાલયની શિલારોપણ વિધિ સંપન્ન થઈ. વિ. સં. 1896 માં વૈશાખ સુદી 7 ને દિવસે ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. આ રીતે શ્રી સુથરી જૈન સંઘ અનંત ઉપકારી, પરમ પ્રભાવક, ચમત્કારિક, શ્રી ઘતકલેલ પાર્શ્વનાથ દાદાનાં દર્શન, સેવાપૂજા અને ભક્તિ કરવાને ભાગ્યશાળી બન્યો. ત્યારપછી તો ઉત્તરોત્તર જ્ઞાની મહાપુરુષોનાં ચોમાસાં આ ગામમાં શરૂ થયાં અને જ્ઞાનની સરિતા વહેવા લાગી. પરમારા ધ્યપાદ, પ્રાતઃસ્મરણય, વિધિપક્ષ પણ શ્રી સુથરી જૈન સંઘની વિનંતિથી વર્ષો સુધી સ. 2007 પર્યત સ્થિરવાસ રહીને સંઘમાં ધર્મ જાગૃતિની જાતને જવલંત રાખી. પરમ પૂજ્ય આચાર્યશ્રી દાનસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્યરત્ન શાંતમૂર્તિ, બાલબ્રહ્મચારી પૂજ્યયાદ આચાર્ય દેવ શ્રી નેમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને સં. 2012 ના વિશાખ સુદ 3 ના દિવસે આચાર્ય પદવી આપવાને લાભ શ્રી સુથરી જૈન સંઘને મળ્યો હતો. [ શ્રી સુથરી કે ન સંઘ દ્વારા પ્રકાશિત 6 શ્રી દાન-મ-કલ્યાણમાળા ' માંથી સાભાર.] કાર શ્રી આર્ય કયાણા ગોતમ સ્મૃતિ ગ્રંથ