Book Title: Jaitrasuri Shishya krut Vitragstuti
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249373/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈત્રસૂરિશિષ્યકૃત ‘વીતરાગસ્તુતિ’ પૂર્ણ સ્થિત ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંગ્રહમાંથી પ્રસ્તુત સ્તુતિની બે પ્રતો પરથી પાઠ તૈયાર કરી શકાયો છે'. અહીં એ મહાન્ સંસ્થાના સૌજન્યથી તે સંપાદિત કરી સાભાર પ્રકાશિત કરું છું. વસંતતિલકાવૃત્તમાં નિબદ્ધ આ સ્તુતિ આમ તો ‘અષ્ટક’ રૂપે છે, પણ એક વધારાના પદ્યમાં કર્તાએ પોતાનો પરિચય ‘જૈત્રસૂરિ-વિનેય રૂપે આપ્યો છે : જો કે નામ પ્રકટ નથી કર્યું, કે નથી દીધો પોતાના ગચ્છ વિશે કોઈ નિર્દેશ. ગુરુ જૈત્રસિંહનું નામ પણ જાણીતું નથી. પટ્ટાવલીઓ, ગ્રંથ-પ્રશસ્તિઓ, અને જિનપ્રતિમાઓના અદ્યાવધિ પ્રકાશિત પબાસણો પરના તેમ જ ધાતુ પ્રતિમાઓ પાછળ અંકિત સેંકડો નિર્પ્રન્થ શ્વેતાંબર અભિલેખો જોઈ વળવા છતાં પ્રસ્તુત મુનિનો કોઈ જ પત્તો લાગ્યો નથી. સ્તુતિના સામાન્ય છંદોલય એવં વૈદર્ભીપ્રાયઃ રીતિ રત્નાકરસૂરિના “આત્મગર્હાસ્તોત્ર” અપરનામ “રત્નાકર-પંચવિંશતિકા” સરખાં, ઈસ્વીસના ૧૩મા શતકના મધ્યભાગે રચાયેલાં સ્તોત્રો-સ્તવોનું સ્મરણ કરાવે છે. સ્તુતિનું બંધારણ સુરેખ અને સુહુ છે. પ્રાસાનુપ્રાસ અને સ્ફોસિદ્ધિ વિના આયાસ થઈ શક્યાં છે. સ્તુતિનો પ્રવાહ તરલસરલ અને કંઠસ્થ થઈ શકે તેવી, કરવા જેવી કૃતિ છે. કર્તા સારા કવિ છે. સિદ્ધસેન દિવાકર (પાંચમું શતક), માનતુંગાચાર્ય (છઠ્ઠી-સાતમી સદી), બપ્પભટ્ટિસૂરિ (સાતમી-આઠમી શતાબ્દી) જેવા સિદ્ધહસ્ત નિગ્રન્થ કવિઓની સ્તુતિઓની તેમ જ હરિભદ્રસૂરિની સુપ્રસિદ્ધ ‘સંસા૨દાવા’ સ્તુતિની શૈલીનો પરામર્શ કાંક ક્યાંક ઝળકી જાય છેજ. પણ તેમાં નકલનો ભાસ થવાને બદલે કવિની પ્રતિભા, પ્રાચીન કવિઓની શૈલીના પ્રશ્નયને પ્રભાવે, વિશેષ પ્રકાશમાન થતી લાગે છે'. અલંકારોની ચાલાકીભરી ચમત્કૃતિનું પ્રદર્શન કરવાને બદલે કવિએ કવિતાના મૂલગત, સ્વાભાવિકતા આદિના, સિદ્ધાંતો ૫૨ જ જોર દઈ, શબ્દના ઔચિત્યને નજરમાં રાખી, પ્રશમરસના ‘શાંતાકાર’ વહેણને જ સહજતા સમેત હાંસલ કરવાનું ધ્યેય સિદ્ધ કર્યું છે. દરેક પદ્યનું ચોથું પુનરાવર્તિત ચરણ (ધ્રુવ પદ) લયની ગતિને સ્વૈર્ય અને ચોકસાઈ અર્પી રહે છે. પૂર્વે સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિંશિકામાં આવી સંરચનાનું અનુસરણ થયેલું છે. અને ૧૩મા-૧૪મા શતકની કેટલીક શ્વેતાંબર જૈન તીર્થનિરૂપણાત્મક સ્તુતિઓમાં પણ આ પ્રકારનું ખેડાણ જોવા મળે છે. આ એક સર્વાંગીણ સફળ કહી શકાય તેવી, કવિતાનાં ઉદાત્ત લક્ષણો—માધુર્ય, ઓજ અને કાંતિના સપ્રમાણ ગુણોવાળી અને એથી સંતુલિત, સરસ, સ્તુત્યાત્મક રચના છે. શૈલીના પ્રકાર, પ્રાસ મેળવવાની રીત, અને તેના અબાધિત નિર્વાહને લક્ષમાં લેતાં કર્તા Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ઈસ્વીસના ૧૩મા શતકના અંતિમ ચરણમાં થઈ ગયા હોય તેવો સંભવ છે. ટિપ્પણો : 9.Ed. H. R. Kapadia, Descriptive Catalogue of Manuscripts in The Government Manu scripts Library, Vol XIX, Poona 1962, pp. 94-96, ૨, સ્તોત્રનો પાઠ પ્રતોની પ્રતિલિપિના આધારે શ્રી જિતેન્દ્ર શાહે શોધી આપ્યો છે જેનો અહીં સહર્ષ ઉલ્લેખ કરું છું. ૩. કાર્ય માટે કાપડિઆ Is he Jaitrasuri or his devotee” એવો પ્રશ્ન કરે છે (જુઓ એમનું પૃ. ૯૪); પણ જિતેન્દ્ર શાહ શ્રી મૈત્રસૂરિવિનતમ પરથી કર્તા જૈત્રસૂરિ જ શિષ્ય હોવાનો નિશ્ચય કરે છે. ૪. સિદ્ધસેન દિવાકરની ૨૧મી દ્વાત્રિશિકા, માનતુંગાચાર્યનું પ્રસિદ્ધ ભક્તામર સ્તોત્ર, બપ્પભટ્ટસૂરિનું શાંતિદેવતાસ્તોત્ર વગેરે સાથે સરખાવતાં અાવી છાપ ઊઠે છે. આ બધાં સ્તોત્રો જાણીતાં છે એટલે તેના સંદર્ભો અંગે વિસ્તાર કરતો નથી. ૫. ખાસ કરીને અનુસ્વારના પ્રાસાનુપ્રાસથી એવી અસર ઊભી થાય છે. ૬. ત્યાં છેલ્લું ચરણ. છંદ, અલબત્ત, ભુજંગપ્રયાત છે. ૭. ખાસ કરીને વિનયચંદ્રનું શત્રુંજય ચૈત્યપરિપાટી-સ્તવ તથા એમનું જ ગિરનાર ચૈત્યપરિપાટી-સ્તવ પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે. ૮, ૧૩મી સદીના શ્રાવકોમાં “જૈત્રસિંહ” નામ જોવા મળે ખરું. Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈત્રસૂરિશિષ્યકૃત ‘વીતરાગસ્તુતિ’ वीतरागस्तुति ( भुजंगप्रयात छन्दः ) शान्तं शिवं शिवपदस्य परं निधानं सर्वज्ञमीशममलं जितमोहमानम् । संसारमारखपथाद्भुतनिर्जरागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥१॥ अव्यक्तमुक्तिपदपंकजराजहंसं विश्वावतंसममरै विहितप्रशंसम् । कंदर्पभूमिरुहभंजनमत्त [ रागं ? नागं ] पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥२॥ दुःकर्मभीत जनताशरणं सुरेन्द्रैनिश्शेषदोषरहितं महितं नरेन्द्रैः । तीर्थंकरं भुवि कदापि न भुक्तिभाजं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥३॥ दान्तं नितान्तमतिकान्तननन्तरूयं योगीश्वरैः किमापि संविदितश्च रूपम् । संसारवार र ]निधिमंथनमन्दरागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥४॥ संसारवारिनिधितारणयानपात्रं ज्ञानैकपात्रमतिमात्रमनोन्यगात्रम् । दुर्वास्वारघनवातनिशातनागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥५॥ कल्याणवल्लिनवपल्लवनाम्बुवाहं त्रैलोक्यलोकनयनैकमुधाप्रवाहम् । सिद्ध्यङ्गनावरविलासनिबद्धरागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् ॥६॥ दारिद्रदुःखवनदावदुरन्तनीरं मायामहीस्फुटविदारणसारसीरम् । ૨૫૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ 256 નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ वाणीतरंगनवरङ्गधरं तडागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् // 7 // श्री जैत्रसूरिविनतक्रमपद्ममेनं लीलाविनिर्दलितमोहमहेन्द्रसेनम् / हेलावलंघितभवाम्बुमध्यभागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् // 8 // कल्याणकीरविहितालयकल्पवृक्षं ध्यानानलज्जलितमानमदादिकक्षम् / नित्यं क्षमाधरगुरुं गुरुशेषनागं पश्यन्ति पुण्यरहिता न हि वीतरागम् // 9 // इति श्री वीतरागस्तुतिः