Book Title: Gurudevni Smrutithi Sarjan
Author(s): Kirtilal H Vora
Publisher: Z_Rajendrasuri_Janma_Sardh_Shatabdi_Granth_012039.pdf
Catalog link: https://jainqq.org/explore/230081/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવની સ્મૃતિથી સર્જન લે. શ્રી કૌતિલાલ હાલચંદ વોરા, (ગાંધીધામ - કચ્છ.) [વર્તમાન કાળમાં, શ્રી સંઘના ચારે અંગોમાં ઓછા વધતા અંશે પ્રવર્તતી ‘સુખશીલતાની વૃત્તિ કે આવી વૃત્તિની કારણભૂત મનોદશા કે પ્રવૃત્તિ ઈચ્છનીય કે આવકાર્ય વાસ્તવિકતા નથી. આ ‘અવાસ્તવિક પરિસ્થિતિ પ્રદૂષણ બને તે પહેલાં, સમસ્ત શ્રી સંઘે વાસ્તવિકતા અને શાસ્ત્રકથિત આચરણાના મૂલ્યોનું પુન: પ્રત્યક્ષીકરણ કરવું અનિવાર્ય છે. સ્વ. પૂજયપાદ ગુરુદેવે તેમના યુગમાં શ્રી સંઘમાં પ્રવર્તતી શિથિલતાના નિવારણની મંગલેચ્છાથી જ “કોદ્ધાર” કરી શ્રી સંઘના તે સમયના જર્જરીત કલેવરનો કાયાકલ્પ કર્યો હતો. આ કાયાકલ્પની પ્રક્રિયાની પુન: પ્રતિષ્ઠાની આજના શ્રી સંઘને પ્રકર્ષ આવશ્યકતા છે. આ શ્રેયકારક સત્યના પુનરુચ્ચારણ અને પુન: આલેખન દ્વારા પરિણતીયુકત પ્રવૃત્તિની અનિવાર્ય આવશ્યકતા પ્રતિ, ભાવનાશીલ લેખકે સવિશેષ રૂપે ધ્યાનાકર્ષણ કર્યું છે, જે આવકાર્ય છે. સંપાદક] '': ': ૧. ઉતા. મને ગૌરવ છે કે, હું જૈન ‘કુળમાં જન્મ્યો છું. મને ગૌરવ છે કે, હું ત્રિસ્તુતિક છું અને મને ગૌરવ છે કે, મારા ગુરુદેવ સ્વ. પૂ. આ. કે. શ્રી વિ. યતીન્દ્ર સૂ. મ. હતાં. પ્રાત:સ્મરણીય પ્રભુ શ્રી. વિ. રાજેન્દ્રસૂરીશ્વરજી મ. કે, જેઓશ્રીને જન્મ આજથી ૧૫૦ વર્ષ પૂર્વે થયો હતો, તેથી મારા ગુરુદેવના પૂ. ગુરુદેવ હતા. - સ્વ. પૂ. ગુરૂદેવેશની ૧૫૦મી જન્મ-સંવત્સરીના શુભ પ્રસંગે પૂ. ગુરુદેવ દ્વારા સ્થાપિત અ. ભા. શ્રી રાજેન્દ્ર જૈન નવયુવક પરિષદ દ્વારા પ્રકાશીત થનાર “શ્રી રાજેન્દ્ર જયોતિ” નામના સ્મારક ગ્રન્થ માટે સ્વ. પૂ. ગુરુદેવેશને શ્રદ્ધાંજલિ રૂપ એક કૃતિ માટે આમંત્રણ આવ્યું ત્યારે, મને મૂંઝવણ થઈ કે, મારા પૂ. ગુરુદેવના પરમ ઉપકારી પૂ. ગુરુદેવેશના વિશે એમના અનેક શિષ્યમાંને એક, હું, શું લખું? અનેક શંકા-આશંકા વચ્ચે પણ મનમાં એક ભાવના બળવત્તર બનવા લાગી કે, પૂ. ગુરુદેવેશ કે જેઓશ્રીએ મને જિનેશ્વર ભગવંતના ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું છે એના કારણે મારા પર તે પૂજયશ્રીનું જે અથાક ત્રણ છે તે ત્રણ કિંચિતરૂપે અદા કરવાને આ અવસર છે. આ ભાવનાથી સ્વ. પૂ. ગુરુદેવેશને આ સ્મૃત્યાંજલિ સમર્પિત કરવાને મારો નમ્ર ભાવ છે–પ્રયાસ છે. ત્રિસ્તુતિક સમાજ પ્રતિ આસ્થા અને નિષ્ઠા ધરાવનારાઓ આજે મુખ્યત્વે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના થરાદ વિસ્તારમાં વસે છે. આ પ્રદેશની પ્રજા વ્યવસાયાર્થે મુંબઈ, મદ્રાસ, કલકત્તા, અમદાવાદ, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, બંગાલ બધે જ ઓછી વધતી સંખ્યામાં વસેલા છે. આ સ્થળોમાં સ્વ. પૂ. ગુર દેશની સ્મૃતિની ઝાંખી કરાવતા અનેક સ્મારકો તથા ધર્મસ્થાન છે. છતાં એ વાત અફજનક છે કે, સદ્ગર,દેવનો આપણને યોગ મળ્યો છતાં એ પૂ. ગુરુ દેવેશના ઉપકારક ઉપદેશોને આપણે યથાર્થ રૂપે આચરણમાં અનુસરતા નથી. આજે, વાતાવરણ વિજ્ઞાનયુગનું છે. સર્વત્ર વિજ્ઞાનની ‘હવા” ઠસોઠસ ભરાવા લાગી છે. આ વિજ્ઞાનની સવિશેષ જાણકારી આજથી ૧૦૦ વર્ષ પહેલાં સ્વ. પૂ. ગુરુદેવેશ શ્રી. વિ. રાજેન્દ્ર સૂ. મ. પાસે હતી. એમના અગાધ જ્ઞાનની સર્વાગીણ સાક્ષી સમાન “અભિધાન રાજેન્દ્ર કોષ” જેવા મહાન ગળ્યો આપણી વચ્ચે મોજુદ છે. જેનો દુનિયાભરમાં ફેલાવો થયો છે. આજે પણ તેની માંગ ચાલુ હોવાથી જેના પુનઃમુદ્રણની આવશ્યકતા ઊભી થઈ છે. આવા અસીમ જ્ઞાની પૂ. ગુરુદેવેશનું જીવન કેવું હતું? આ પૂજય પુરુષને પ્રાપ્ત થયેલી જીવન જીવવાની કોયકારક કળાને આપણે આંશિક રૂપે પણ અનુસરીએ તો આપણા મનને ભ્રમિત કરતી સાંસારિક આધિ-વ્યાધિ કે ઉપાધી સંસારમાં રહેવા છતાં આપણા આચાર-વિચારને ભ્રમિત કે દૂષિત કરી શકે નહીં. આજના વિજ્ઞાનયુગમાં માનવની હાલત “સુએ તે ‘સમાધી અને ઊઠે તો “ઉપાધી' જેવી છે.” આજનો ઉપાધીગ્રસ્ત માનવા જાગૃત અવસ્થામાં એક પળ સમાધી એટલે કે આત્માની શાંતિ, આત્માનું એકાગ્રપણ માણી શકતો નથી. આનું કારણ એ છે કે “એ” દિન-પ્રતિદિન સંસારની માયાજાળમાં વધુ અને વધુ લપેટાતો જાય છે. વિજ્ઞાન યુગનો વિકાસ થયો છે એમાં શંકા નથી પરંતુ રાજેન્દ્ર તિ Jain Education Intemational Page #2 -------------------------------------------------------------------------- ________________ આ વિકાસની સાથે સાથે વિનાશની શકયતાઓ અને વિકરાળતા દિન પ્રતિદિન વધતી જ જાય છે. એક પુરાતન’ પંકિત છે કે ? “ભગતજી વિચારે બેટા, હાય, હવે શું થાશે ? દુનિયા તો પલટાતી ચાલી, હાય, હવે શું થશે ? જૂનાં ગાડા છોડી લોકો ઊડે છે આકાશે દરિયાને તળીયે જઈ મહાલે, મરતા ના અચકાશે, હાય હવે શું થાશે ?" આ પંકિતએ તો આજે જૂની’ થઈ ગઈ છે. આજે તો માનવી હવાઈ જહાજ કે દરિયાઈ જહાજથી પણ આગળ વધી અંતરીક્ષયાત્રા કરી ચંદ્ર ઉપર પહોંરયો' છે. અને સૂર્યને નાથવાના પ્રયત્નો કરી રહ્યો છે. આમ છતાં, મને થાય છે કે, હું ૧૮મી સદીમાં જન્મ્યો હોત તે ‘સારું હતું. આજની વિષમ કૃત્રિમતાથી અને વિજ્ઞાને પેદા કરેલી વિકારાળતાએથી તો બચવા પામ્યો હોત. આજે તો કૃત્રિમ ખરાક, કૃત્રિમ હવા, કૃત્રિમ પાણી, કૃત્રિમ કૃત્રિમ વાત, કૃત્રિમ વહેવાર. કયાંય સચ્ચાઈનો રણકાર દેખાતો નથી. નિસર્ગને નિજાનંદ નજરે પડતો નથી. જાણે કે માનવ આગળ વધવા માટે માનવ મટી દાનવ બનવા માંડયો છે. કયાંય “આપણાપણા”ની કે “સ્વસ્વભાવ સ્થિતિ” ની ભાવના કે પરિણતી શોધી જડતી નથી. જયાં જુઓ ત્યાં ફકત હું અને તમે, તારૂ અને મારૂં આગળ વધીને કહીએ તે “મારૂં મારા બાપનું અને તમારામાં મારો ભાગ” જેવી દરેકની મનેદશા તથા પ્રવૃત્તિ છે. આવી પરિસ્થિતિમાં સ્વ. પૂ. ગુરૂદેવેશના જીવનના અનેક પ્રસંગે સ્મરણપટ પર આવે છે. આ સર્વ પ્રસંગોનું સ્મરણલેખન કરે તો તે આ સ્મારક ગ્રન્થ પણ તેનાથી જ ભરાઈ જાય એટલે એક-બે પ્રસંગોનું આલેખન કરવું જ અહીં ઉચિત સમજું છે આ પ્રસંગ છે મોહન ખેડાને, સ્વ. પૂ. ગુરુદેવેશના જીવન કાળના અંતિમ દિવસોની આત્મ-સાધનાના અનુપમ અવસરને. પોષ મહિનાની કડકડતી ઠંડીના અંધારીયા પક્ષના એ દિવસો હતા રાજગઢના ઉપાશ્રયમાં પૂજયશ્રી સ્થિરતા કરી રહ્યાં હતા. અનેક અનુયાયીઓ, અનુરાગીઓ તથા શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષો દૂર દૂરથી ગુરૂદેવેશને “શાતા પૂછવા” આવતા હતાં. દિવસે પણ પૂરું અજવાળું ન પહોંચે એવા આ ઉપાશ્રયમાં રાત્રે આવનાર કે જનાર એકબીજા, એકબીજા સામે અથડાતાં હતા. આ જોઈને કોઈકને થયું કે, એક નાનો દીવડો કયાંક મૂકીએ તો સગવડ રહે. આમ વિચારી એક કોડીયાને દીવડે એક બાજુ મૂકવામાં આવ્યો કે જેની પૂ. ગુરૂદેવેશને જાણકારી પણ ન હતી. તેઓશ્રી તો આત્મ-સાધનામાં લીન હતાં. થોડો સમય પસાર થયો ત્યાં એક ભાઈ આવ્યા. આ ભાઈએ ઉપાશ્રયમાં દીવડો જોઈ કહ્યું કે: આજે તો અહીં એક કોડીયાને દી મૂકવામાં આવ્યો છે કાલે તે કોઈ ઈલેકટ્રિક બત્તીઓ મૂકી દેશે.” ગુરૂદેવેશે આ સાંભળ્યું અને સાધુઓ અગ્નિકાયની હિંસા કરતો દી ન વાપરી શકે તેવો ઉપદેશ આપનાર તેઓશ્રીએ આ દીવો ત્યાંથી તુરત જ દૂર કરાવ્યો. “હું માનું છું કે, જમાના પ્રમાણે આગળ વધો. પરંતુ જમાનાના આંધળા અનુચર ન બને અને આડંબર દેખાડવા જીવહિંસા થાય એવી પ્રવૃત્તિ ન કરો. તે ગુરૂદેવેશના અનુયાયી થયાં સાર્થક. પ્રસંગથી પૂજ્યશ્રીમાં રહેલી સમતા તથા સાર-ગ્રહણની ભાવના સ્પષ્ટ દેખાઈ આવે છે. એક નાને માણસ પણ સાચું કહે છે, એ સ્વીકારતાં તેમને આનંદ થતો. આવો જ બીજો પ્રસંગ છે કે, “અકલમંદ કો ઈશારા કાફી” એ કહેવતને યથાર્થ પુરવાર કરે છે. એક વખત, પૂ. ગુરૂદેવેશ વ્યાખ્યાન આપી રહ્યા હતાં અને એ વ્યાખ્યાનમાં વ્યસનત્યાગનો ઉપદેશ ચાલી રહ્યો હતો. પૂજ્યશ્રી ફરમાવી રહ્યાં હતાં કે, વ્યસનના ગુલામ ન બને. વ્યસન વિકતિઓના ઘાતક અને પ્રતીક છે. ચા, પાન, બીડી, સિગરેટ તમાકુ, દારૂ, જુગાર, વિ વ્યસનની પરાધીનતા પર પૂજયપાદ શ્રી વિવેચન કરી રહ્યા હતા. આ વિવેચના ચાલુ હતી અને તેઓશ્રીએ છીંકણી સુંધી, આ જોઈ એક વૃદ્ધાએ ટકોર કરી કે : ગુરુદેવ ! ક્ષમા કરજો પણ આપ પોતે છીંકણીના વ્યસનથી બદ્ધ છે અને વ્યસનત્યાગને ઉપદેશ આપી રહ્યા છે. આ બન્ને વાતનો મેળ બેસતો નથી” આ ટકોર સાંભળી સ્વ ગુરુદેવેશે એ જ ઘડીથી છીંકણીને ત્યાગ કરી, પ્રત્યક્ષ પ્રમાણ પુરું પાડયું, કે જે કોઈ પણ જીવ, પોતાની આત્મશકિતથી નિર્ણય કરે તો ગમે તેવા વ્યસન પર ક્ષણ માત્રમાં વિજય મેળવી શકે છે. આવી વિનમ્રતાપૂર્ણ ત્યાંગવૃત્તિમાં તેઓશ્રીની ઉદાત્તતા સમાયેલી હતી જ્યારે આજે કોઈ કોઈને ટકોર કરે એ ગમતું જ નથી. - પૂજયશ્રીમાં અપરિગ્રહ વ્રતની આચરણા આદર્શ હતી. તેઓશ્રીએ આદર્શ અને આચરણાને એકરૂપ બનાવી દીધા હતા. પૂજયપાદ પોતાની ‘ઉપધી’ સિાધુને રોજની વાપરવાની કે ઉપયોગ કરવાના સાધન-સામગ્રી] એટલી સ્વલ્પ રાખતા હતા કે જેથી ખુદ ઉપાડી શકે. શિષ્ય તેમને સામાન—ઉપધી' ઉપાડે એ તેઓશ્રીને રુચતું ન હતું. એને પણ તેઓશ્રી પરાધીનતા કે પરાશ્રયીપણાનું પ્રતીક માનતા હતા. પૂ. ગુરુદેવેશ આજે સ્વદેહે વિચરતા હોત તો ? આપણને સાચા રાહબરની - રાહબરીનું સૌભાગ્ય સાંપડત. આત્મસાધનાના માર્ગમાં આજે જે ક્ષતિઓ દૃષ્ટિગોચર થાય છે તે ન થાત. હવે શું ? , ગુરુદેવેશ આજે હયાત નથી પણ તેઓશ્રીના જ્ઞાન અને ઉપદેશામૃતનું આબેહયાત (સ્વર્ગ) તો અમર છે. પૂ. ગુરુદેવેશના “આ આબે-ધ્યાત”નું અમરત્વ પ્રાપ્ત કરવા આપણે જ્ઞાનયુકત આચરણાનો માર્ગ સ્વીકારવો પડશે. આ માર્ગે સમાજનું, શ્રી સંઘના પ્રત્યેક અંગનું નવસર્જન થશે. આ નવસર્જન સ્વ ગુરુદેવેશે કરેલા ક્રિયા દ્વાર રૂપી સમાજના કાયાકલ્પને ક્રાંતિ અને કાંતિયુકત બનાવશે. આ ક્રાંતિ અને કાંતિની સાધના-પરિતાપને પશ્ચાત્તાપની પ્રક્રિયામાં પૂજયપાદ પ્રભુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. ની સ્મૃતિ સૃજનતાની સાધક બનશે. કાયરો અને ભીરુજનોની સ્મૃતિમાંથી શેષ એટલે કે બાદબાકીમાંથી વધેલ અવશેષ જ રહે છે. જયારે મહાપુરુષની સ્મૃતિ સર્જનકર્તા બને છે. સ્વ. પૂજ્યપાદ તે મહાપુરુષોમાં પણ મહાયોગીરાજ હતા ! વી. નિ. સં. 2503 Jain Education Intemational Jain Education Intermational