Book Title: Gruhastha dharmine Nirvan Sambhavi Shake Kharu
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249213/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું? | [૩૦] અધ્યાત્મસાધના દ્વારા નિર્વાણના અન્તિમ ધ્યેયને પહોંચવા માટે સંન્યાસી દશા આવશ્યક મનાઈ છે. બીજી બાજુ ગૃહસ્થાશ્રમ પાળવા છતાં પણ એ દશા પ્રાપ્ત થઈ શકે છે એવું પણ સ્વીકારાયું છે. ત્યાગપૂર્ણ ગૃહસ્થાશ્રમ હું સમજી શકું છું, પણ અંતકાળ સુધી પણ જેઓ સ્ત્રીસંગરૂપ ગૃહસ્થ ધર્મ આચરતા હોય છે. દાખલા તરીકે સન્ત તુકારામ, તેવા સન્ત શું નિર્વાણદશાને પહોંચી શકે ખરા? જેઓ પિતાની સંતતિદ્વારા નવસર્જનની વૃતિમાંથી છૂટ્યા નથી તેઓ પિતાના સર્જનતંતુરૂપ પુનર્જનેમાંથી કેવી રીતે છૂટી શકે? ઉત્તર: પ્રશ્ન આન્તરિક અને બાહ્ય ધર્મો તેમ જ તેવા આશ્રમની કઢંગી સમજણમાંથી ઊભું થયું છે. ખરી રીતે અધ્યાત્મસાધના, નિર્વાણું, સંન્યાસ– આશ્રમ, ત્યાગ અને ગૃહસ્થાશ્રમ જેવા શબ્દોના દેખીતા વ્યાવહારિક અર્થ વચ્ચેનું અંતર વિવેકથી તપાસીએ તે તુકારામના દાખલામાં અસંગતિ જણાવાને કોઈ કારણ જ નથી. પ્રશ્નકારે એમ માની લીધું છે કે તુકારામ મોટા સંત હતા તે તે ગૃહસ્થાશ્રમમાં પૂરા સંન્યસ્ત પણ હોવા જોઈએ અને તેઓ તેવા સંન્યસ્ત હોય તે સન્તતિજનનોગ્ય વાસને કેવી રીતે સંભવે ? પરંતુ તુકારામ ગમે તેટલા વિચારક, વિશ્લેષણકાર, ભક્ત અને ત્યાગી હોય, પણ તેઓ સંન્યાસ-- ની પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એમ કેમ કહી શકાય ? અને જ્યારે તેમનામાં સન્તતિજનનયોગ્ય વાસનાને સદ્ભાવ માનવામાં આવ્યો હોય ત્યારે તેઓ સંન્યાસની કે ત્યાગની આન્તરિક પૂર્ણ દશાએ પહોંચ્યા હોય એવી માન્યતાને, તે અવકાશ જ રહેતું નથી. ગૃહસ્થાશ્રમમાં ત્યાગ અને સંન્યાસ ખરા અર્થમાં સંભવે છે અવશ્ય, પણ જેટલા પ્રમાણમાં ભેગવાસના શમી કે ક્ષીણ થઈ હોય તેટલા જ પ્રમાણમાં ત્યાગ અને સંન્યાસને વાસ્તવિક વિકાસ થાય છે. જે ગૃહસ્થાશ્રમમાં Page #2 -------------------------------------------------------------------------- ________________ 478 ] દર્શન અને ચિંતન કોઈ પિતાની વાસનાઓને તદ્દન નિર્મૂળ કરે તે જ એનામાં પૂર્ણ ત્યાગ પૂર્ણ સંન્યાસ હેઈ શકે. એ જ રીતે બાહ્ય દૃષ્ટિએ ત્યાગી, સંન્યાસી કે સાધુને આશ્રમ સ્વીકાર્યા છતાં તેનામાં વાસનાનું પ્રમાણ ઓછું કે વતું હોય તે તે દેખીતે ત્યાગી, સંન્યાસી કે સાધુ પણ બાહ્ય રૂપે ગૃહસ્થાશ્રમમાં વસતી એવી પણ તાત્વિક રીતે વાસનાઓના શમન કે દમનમાં આગળ વધેલ વ્યક્તિ કરતાં ઊતરત જ છે, એવું આધ્યાત્મિક સાધનાનું દૃષ્ટિબિંદુ –પ્રબુદ્ધ જીવન, 1-2-54.