Book Title: Girnarastha Kumarviharni Samasya
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249394/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા ઉજ્જયંતગિરિ પર મુખ્ય જૈન દેવળો ધરાવતી હારની ઉત્તર સીમા પર આવેલું છેલ્લું મંદિર “કુમારવિહાર”ના નામે હાલ કેટલાક દશકાથી પ્રસિદ્ધિમાં છે. ગુજરાતના ઇતિહાસાદિ વિષયના વિદ્વાનો પણ ગિરનાર પર સોલંકીરાજ કુમારપાળે “કુમારવિહાર” બંધાવ્યાનો (કોઈ પણ પુરાણા આધાર સિવાય) ઉલ્લેખ કરે છે. કુમારપાળના આદેશથી શ્રીમાલી રાણિગના પુત્ર સોરઠના દંડનાયક આંબાક કિંવા આગ્રદેવ દ્વારા ગિરિ પર ચઢવાની પઘા (પાજા) બંધાવેલી એવા તત્કાલીન સાહિત્યિક ઉલ્લેખો અને સં, ૧૨૨૨-૨૩ ! ઈ. સ. ૧૨૬૬-૬૭માં તે કરાવેલી તેવા અભિલેખો મોજૂદ છે. પણ સમકાલિક વા સમીપકાલિક કોઈ લેખકો (પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્ય વા રાજગચ્છીય સોમપ્રભાચાર્ય) કુમારપાળે ઉજ્જયંતગિરિ પર જિનચૈત્ય બંધાવ્યાનું કહેતા નથી. તે પછી જોઈએ તો મંત્રીદય વસ્તુપાળ-તેજપાળે ગિરિ પર ઈ. સ. ૧૨૩ર-૧૨૩૪માં નવાં મંદિરો રચેલાં; જે જિનાલયો તેમના કાલ પૂર્વે રચાઈ ગયેલાં (જેમ કે તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિ અને શાસનાધિષ્ઠાત્રી અંબિકાદેવી), તેને અનુલક્ષીને તેમણે કંઈ ને કંઈ સુકૃત કરાવેલું; પણ “કુમારવિહાર'માં તેમણે કશું કરાવ્યું હોવાની નોંધ તેમના સમકાલિક લેખકો-નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ, હર્ષપુરીયગચ્છીય નરેન્દ્રપ્રભસૂરિ, ભૃગુપુરીય જયસિંહસૂરિ, કવિ સોમેશ્વર, કવિ અરિસિહ ઠક્કર અને કવિ બાલચંદ્ર,–વા ઉત્તરકાલીન લેખકો જેવા કે નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગાચાર્ય (પ્રબંધચિંતામણિ ઈ. સ. ૧૩૦૫), હર્ષપુરીયગચ્છીય રાજશેખર સૂરિ (પ્રબંધકોશ : ઈ. સ. ૧૪૪૧) પણ આવો કશો જ ઉલ્લેખ કરતા નથી. આ સિવાય કુમારપાલ સંબદ્ધ લખાયેલા ૧૪મા શતકના પ્રબંધો– કુમારપાલચરિત્ર (તપાગચ્છીય જયસિંહસૂરિ : ઈ. સ. ૧૩૮૬), કુમારપાલ ભૂપાલચરિત(તપાગચ્છીય જિનમંડન ગણિ : સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬), કે કુમારપાલચરિત્રસંગ્રહમાં પ્રકટ થયેલ કુમારપાલ સંબદ્ધ ૧૪મા શતકમાં રચાયેલ જુદા જુદા પાંચેક વિસ્તૃત પ્રબંધોમાં પણ આવી કોઈ જ વાત નોંધાયેલી નથી. ગિરનાર-તીર્થ સંબદ્ધ જે સાહિત્ય ઉપલબ્ધ છે, અને નવું પ્રકાશમાં આવી રહ્યું છે, તેમાં પણ ગિરનાર પર કુમારવિહારનો ઉલ્લેખ નથી. જેમકે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિનો રેવંતગિરિ-રાસ (આ. ઈ. સ.૧૨૩૪), તપાગચ્છીય ધર્મઘોષસૂરિનો ગિરનારકલ્પ (આ. ઈ. સ. ૧૨૬૪), રાજગચ્છીય જ્ઞાનચંદ્ર તેમ જ અજ્ઞાતગચ્છીય વિજયચંદ્ર કૃત રૈવતગિરિતીર્થ પર રચાયેલાં (અહીં પ્રકાશિત) સંસ્કૃત સ્તોત્રો (આ. ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫), ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતગર્ત “રૈવતકગિરિકલ્પ સંક્ષેપ”, “શ્રીઉજ્જયંતસ્તવ”, “ઉજજયંતમહાતીર્થકલ્પ” અને Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ રેવતગિરિકલ્પ” (ઈ. સ. ૧૩૩૫ પહેલાં), ઉપકેશગચ્છીય કક્કસૂરિના નાભિનંદન જિનોદ્ધારપ્રબંધ (ઈ. સ. ૧૩૩૭), કે ૧૪મા શતકના ઉત્તરાર્ધથી લઈ ૧૬માના આરંભ સુધી જૂની ગુજરાતીમાં રચાયેલ ગિરનારતીર્થને આવરી લેતી અનેક તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, વિવાહલા, રાસ, સભારચનાઓમાં કયાંય પણ કુમારવિહારનો જરા સરખો પણ નિર્દેશ નથી. આ અતિ વિપુલ નકારાત્મક પ્રમાણને ધ્યાનમાં રાખીએ તો ગિરનાર પરના મંદિરને “કુમારવિહાર” કહેવું એ તો નરી ભ્રાન્તિ છે ! આ પશ્ચિમાભિમુખ મંદિરને મૂળપ્રાસાદ, ગૂઢમંડપ અને મૂળ જૂનાને સ્થાને આધુનિક રંગમંડપ છે. એને ફરતી ૭૨ દેવકુલિકાઓ હતી, પણ તે નષ્ટ થઈ છે. મૂળ મંદિરનાં ઘાટડાં, કોણી અને રૂપકામ ૧૫મા શતકનાં છે અને ગૂઢમંડપનો “કોટક' પણ ૧૫મા શતકની શૈલી બતાવે છે. આથી એક વાત તો સ્પષ્ટ જ છે કે આનો નિર્માતા ૧૫મા શતકમાં થયો હોવો જોઈએ. આ સમસ્યાના ઉકેલમાં ૧૫મા સૈકામાં રચાયેલું કેટલુંક સાહિત્ય સહાયભૂત થાય છે; ખાસ તો એ સમયમાં, ૧૫મી સદીના મધ્યભાગ અને ત્રીજા ચરણમાં, રચાયેલી તીર્થમાળાઓ અને ચૈત્યપરિપાટીઓ, તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના મંદિર પછી ખરતરવસહી, અને તે પછી કલ્યાણત્રય બાદ વાંદવામાં જે ક્રમમાં આખરી મંદિર આવતું તેના વિષયમાં ત્રણેક પરિપાટીઓમાં ઉપયોગી નોંધ મળે છે. આ સૌમાં તો સ્પષ્ટ રીતે કહ્યું છે કે તે પૂનસીહ (પ્રકારાંતરે પૂનસી, પૂનઈ) કોઠારીએ સ્થાપેલ શાંતિ જિનેન્દ્રનું ૭૨ દેવકુલિકાયુક્ત મંદિર છે : જેમ કે તપાગચ્છીય હેમહંસકૃત “ગિરનાર ચૈત્યપરિપાટી"(આ સં. ૧૫૧૫ + ૧૪૫૯)માં નોંધ્યું છે કે : કોઠારિઅ પૂનસીહ તણઈ સિરિ સંતિ જિર્ષિદો રદ્ધા એ જ પ્રમાણે વૃદ્ધતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની “ગિરનાર તીર્થમાળા(ઈ. સ. ૧૪૫૩ પશ્ચા)માં પણ એવી જ મતલબનું લખ્યું છે, જો કે છપાયેલો પાઠ ભ્રષ્ટ છે. ત્યાં વિશેષમાં મંદિરને ફરતી ૭ર દેહરીની પણ નોંધ છે : યથા : એક (મનામ? પૂનસી) કો (તા? ઠા)રી વસહી સંતિ નમિ સવઈ સારી બહુતરિ દેહરી દેવ ૧લા તે પછી સંઘપતિ શવરાજની યાત્રા વર્ણવતી અજ્ઞાત કર્તક “ગિરનારચૈત્યપરિપાટી”માં પણ આ જ વાત સ્પષ્ટતાપૂર્વક કહી છે : Page #3 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહાર”ની સમસ્યા ૨૫૭ બહુત્તિરિ જિણાઈ શાંતિ આરાહુ પુનઈ કોઠારી થાપીઉ એ ૩૧ આ પૂનસી કે પૂના કોઠારી કોણ હતા તેની સ્પષ્ટતા બે તપાગચ્છીય મુનિઓની રચનામાંથી મળે છે. તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિશિષ્ય શુભાશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ(સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫)માં બે સ્થળે આ મંદિરના નિર્માતા સંબદ્ધ ઉલ્લેખ પ્રાપ્ત છે. જેમ કે (ક્રમાંક પ૬૪મું) “શ્રીમુનિસુંદરસૂરિ સંબંધ”માં કહ્યું છે કે (તપાગચ્છીય) જયચંદ્રસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. તેમના સમયમાં પૂર્ણસિંહ કોઇગારિક તથા સંઘપતિ લથા? ધા) કે ગિરિનારગિરિ પર પ્રાસાદો કરાવ્યા અને ત્યાં બિમ્બપ્રતિષ્ઠા કરી. સંબંધ ક્રમાંક ૩૪૬નું તો શીર્ષક જ આ હકીકત સૂચવે છે. “પૂનસિંહ કોઠાગારિકકારિતગિરનાર તીર્થપ્રાસાદ સંબંધ” નામક શીર્ષક છે ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે : तपागच्छाधिराजश्रीरत्नशेखरसूरीणामादेशात् श्रीगिरनारतीर्थे पुनसिंह कोष्ठागारिको महान्तं प्रासादं कारयामास । तत्र श्रीऋषभदेवं प्रतिष्ठियत् । तत्र बहुलक्षटंकधनव्ययः । ચૈત્યપરિપાટીકારો પૂની વસહીમાં જયાં શાંતિનાથની પ્રતિષ્ઠા હોવાનું કહે છે ત્યાં શુભશીલ ગણિ ઋષભદેવ મૂલનાયક હોવાની વાત કરે છે જે કદાચ સ્મૃતિદોષને કારણે હોય. પ્રસ્તુત પ્રાસાદ તપાગચ્છીય રત્નશેખરસૂરિના ઉપદેશથી બંધાયો હતો તેવી વિશેષ હકીકત અહીં મળે છે. બીજા લેખક પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(સં. ૧૫૨૪ ! ઈ. સ. ૧૪૬ ૮)માં થોડી વિશેષ હકીકત નોંધાયેલી છે. ત્યાં કહ્યા પ્રમાણે બિદરના સુલતાનના માન્ય શ્રેષ્ઠિ પૂર્ણસિંહ કોઠાગારિક (અને એમના ભાઈ બંધુરમને) ગુરુવચનથી ગિરનારગિરિ પર ઊંચું મંદિર બાંધ્યું. તેમાં ગચ્છનાથના આદેશથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી : યથા : श्रीपूर्णसिंहकोष्ठगारिकनामा महेभ्यराट शुशुभे । सुंदर बिदरनगरे मान्यः श्रीपातसाहि विभोः ॥८१।। तेन श्रीगुरुवाक्यवर्जितहृदयेन नृणाम् । बंधुरमनाख्य बांधव सहितेन नरेन्द्र महितेन ॥८२|| श्रीमगिरिनारगिरावकारि जिनमंदिरं महोत्तुंगं । जिनकीर्तिसूरिराजः प्रतिष्ठितं गच्छनाथगिरौ ॥८३।। નિઐ, ભા. ૨-૩૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ આ વિધાનથી સ્પષ્ટ છે કે પ્રતિષ્ઠાપક આચાર્ય જિનકીર્તિસૂરિ હતા. અહીં “ગુરુ” શબ્દથી રત્નશેખરસૂરિ વિવક્ષિત હોય; અને “ગચ્છનાથ”થી કદાચ સમસ્ત તપાગચ્છના તે સમયના પ્રમુખ આચાર્ય યુગપ્રધાન સોમસુંદરસૂરિ ઘટિત હોય. શુભશીલગણિ કે પ્રતિષ્ઠાસોમે મંદિરના નિર્માણનું વર્ષ બતાવ્યું નથી. પણ રાણકપુરના ધરણવિહારમાં મૂકેલ સં. ૧૫૦૭ ! ઈસ. ૧૪૫૧ના ‘ગિરનાર-શત્રુંજય પટ્ટ' ક્રમમાં “કલ્યાણત્રય”ના જિનાલય પછી “પૂનાસી વસતી” બતાવી છે; આથી આ પૂના કોઠારીનું પ્રસ્તુત જિનાલય તે સમયથી કેટલાંક વર્ષ પહેલાં બની ચૂક્યું હશે. આ પૂનસી-વસતીના ગૂઢમંડપના મહાવિતાનનાં આકૃતિ, પ્રકાર અને પ્રણાલી ગિરનાર પરની ‘ખરતરવસહી'ના ત્રણ મોટા કરોટકોના કરનાર શિલ્પીઓની પરિપાટીની લગોલગનાં હોઈ, અને પ્રસ્તુત ખરતરવસહી પણ ઈ. સ. ૧૪૪૧ પહેલાં બની ચૂકી હોઈ, પૂનસી-વસતીનું નિર્માણ પણ ઈડ સ. ૧૪૪૧થી અગાઉ થઈ ગયું હશે. પૂનસી-વસહીની ઉત્તરે આવેલ કલ્યાણત્રયના મંદિરનો ઉદ્ધાર અમદાવાદના સુલ્તાન અહમદશાહ-માન્ય ઓસવાલ શ્રેષ્ઠિ સમરસિંહે સં. ૧૪૯૪ { ઈસ. ૧૪૩૮માં કરેલો જેમાં પણ પ્રતિષ્ઠાપક આચાર્ય હતા જિનકીર્તિસૂરિ ! આ હકીકત ધ્યાનમાં લઈએ તો એ જ સમયે જિનકીર્તિસૂરિએ પૂનસવસહીમાં પણ પ્રતિષ્ઠા કરી હોવાનું ધારી શકાય. આથી આ કહેવાતું ‘કુમારપાળ'નું મંદિર વસ્તુતયા ઈ. સ. ૧૪૩૮માં બન્યું હતું, અને તેના કારાપક સોલંકી સમ્રાટ કુમારપાળ નહીં પણ બિદરના પૂર્ણસિંહ કોષાગારિક ઉર્ફ પૂનસી કોઠારી હતા. મંદિરમાં આજે ધ્યાન ખેંચે તેવી કોઈ વસ્તુ તો છે તે ગૂઢમંડપનો લગભગ ૨૦ ફીટના વ્યાસનો વિશાળ કરોટિક (ચિત્ર ૨.). તેમાં નીચે રૂપકંઠ પછી ગજતાળના થરો લઈ, તેના પર નવખંડા કોલના ત્રણ થરો અને વચ્ચે મોટા માનની અણીદાર-જાળીદાર કોલના પાંચ થરવાળી પુષ્પખચિત અને પધકેસરયુક્ત ચેતોહર, ખરે જ બેનમૂન લંબન કરેલું છે (ચિત્ર ૧), જેની ગણના પશ્ચિમ ભારતના ૧૫મા શતકના સર્વોત્તમ ઉદાહરણોમાં થઈ શકે તેમ છે. ખરતરવસહીના બે ભદ્રપ્રસાદોના વિતાનોની પધ્ધશિલા કિંવા લંબન કરતાં આમાં એક થર વિશેષ હોઈ તે વિશેષ પ્રભાવશાળી જણાય છે. ટિપ્પણો : ૧. સંત પં. બેચરદાસ દોશી, પુરાતત્ત્વ, ૧-૩ (ચૈત્ર ૧૯૭૯ | ઈ. સ. ૧૯૩૩), પૃ૦ ૨૯. ૨. સંત શ્રીવિજયધર્મ સૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ ભાગ ૧લો, શ્રીયશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર સં. ૧૯૭૮ ! ઈસ. ૧૯૨૨, પૃ૦ ૩૬ , Page #5 -------------------------------------------------------------------------- ________________ ગિરનારસ્થ “કુમારવિહાર”ની સમસ્યા ૨પ૯ 3, સાંપ્રત ગ્રંથમાં જુઓ અમારું શ્રીમતી વિધાત્રી વોરા સાથેનું સંપાદન. 4. સંત મૃગેન્દ્ર મુનિજી, સુરત 1968, પૃ. 316. 5. એજન, પૃ. 192. 6, જૈન જ્ઞાનપ્રસારક મંડલ, મુંબઈ 1905, સર્ગ 9, 7, આ કોટકનું ચિત્ર પ્રથમ જ વાર (સ્વ) સારાભાઈ મણિલાલ નવાબે Jaina Tirthas in India and ther Architecture, Ahmedabad 1944, P.111, Fig. 213 તરીકે છાપ્યું છે.