Book Title: Girnarastha Khartarvasahi Geet Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 Catalog link: https://jainqq.org/explore/249377/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી-ગીત” સોળ કડીમાં નિબદ્ધ અને કેટલાંક ઐતિહાસિક તથ્યો સમાવતા આ ગીતના રચયિતાએ આખરી કડીમાં પોતાનું નામ “કરણસંઘ' આપ્યું છે.* પણ તેમાં કર્તાએ પોતા વિશે કંઈ વિશેષ કહ્યું નથી. તેમ રચનાનું વર્ષ પણ દર્શાવ્યું નથી; પણ વસ્તુની દૃષ્ટિએ કૃતિ ૧૫મા શતકના આખરી ભાગ યા ૧૬મા શતકથી પ્રાચીન હોય તેમ જણાતું નથી. આથી કર્તા ૧૫મા-૧૬મા સૈકામાં થઈ ગયા જણાય છે. સંભવ છે કે તેઓ ખરતરગચ્છની આમ્નાયના શ્રાવક હોય. સંપ્રતિ રચના–ખરતરવસહીગીત–ગિરનાર પર ખરતરગચ્છીય નરપાલ સંઘવીએ ઈ. સ. ૧૪૪૧થી થોડાં વર્ષ પૂર્વે (મોટે ભાગે ઈ. સ ૧૪૩૮ના અરસામાં), પૂર્વે વસ્તુપાલ મંત્રીએ કરાવેલ સત્યપુરાવતાર મહાવીરના જૂના મંદિરને કાઢી નાખી તે સ્થળે નવું બંધાવેલું તે મંદિરને અનુલક્ષીને થઈ છે. નવનિર્માતા ખરતરગચ્છીય હોવાથી આ મંદિર “ખરતરવસહી” નામથી ૧૫મા શતકના ઉત્તરાર્ધથી જાણીતું થયેલું; જો કે એ નામ પણ પછી તો ભુલાઈ જવાથી વર્તમાને તે (ખોટી રીતે) “મેલવસહી' નામે પરિચયમાં છે. (જુઓ આ ગ્રંથના દ્વિતીય ભાગ અંતર્ગત મારો આ ખરતરવસહી સંબદ્ધ વિસ્તૃત લેખ.). રચયિતા કવિએ ૮મી કડીમાં જિનભદ્રસૂરિના વચનથી ભણસાલી નરપાળે પ્રસ્તુત મંદિર બંધાવ્યાનું કહ્યું છે; અને મંદિરના વર્ણનમાં મંડપની પૂતળીઓ, જમણી બાજુએ રહેલ (ભદ્રપ્રાસાદમાં) અષ્ટાપદની રચના, તેમ જ (તેની સામે) ડાબી બાજુએ એ જ પ્રમાણે રહેલા (ભદ્રાસાદમાં રહેલા) નંદીશ્વરનો ઉલ્લેખ કરે છે. મૂળ ગભારામાં અધિષ્ઠિત જિનવીરની ધાતુમૂર્તિ, તેનાં રત્નજડિત પરિકર અને તોરણનો પણ ગીત-કર્તા ઉલ્લેખ કરે છે. એકંદરે ગીતનું કલેવર પાતળું છે. કૃતિ દેશ્ય ઢાળમાં ઢળેલી છે, પણ સંઘટન બહુ વ્યવસ્થિત નથી. ભાષા પૂર્ણરૂપે જૂની ગુજરાતીને બદલે મરુ-ગૂર્જરના સ્પર્શવાળી જણાય છે. ખરતરગચ્છનું જોર રાજસ્થાનમાં ઘણું હતું ! કર્તા ‘કરણસંઘ' એ તરફના હોવાનો સંભવ છે. ટિપ્પણો : * પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં રહેલી, અને એક માત્ર ઉપલબ્ધ પ્રતિ (ક્રમાંક ૩૧૨૨), પરથી અહીં સંપાદિત કરવામાં આવી છે. સંપાદક પ્રસ્તુત સંસ્થાના આભારી છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ કર્ણસિંહકૃત ગિરનારસ્થ “ખરતરવસહી-ગીત’ ૨૭૯ કર્ણસિંહકૃત ગિરનારસ્થ ખરતરવસહી-ગીત ગિરિ ગિરનાર વખાણીઈ હો ઈસર કવિ કવિલાસ ! સ તસ સિરિ સામી સામલા હો અંબિકાદેવિ પ્રકાસ // પ્રીય ખરતરવસહી જોઈએ જાણ કરતલ-વમાણ ! પ્રીય લોચન તનમન જાઇડરે તું સાંભલિ હો ચતુર સુજાણ રા પ્રીય હયવરનરવષભહ તણી હો વિનપતિ પુણ્યસલોકI. મંડપિ મોહણ-પૂતલી હો જાણે કરિ કીઓ ઈંદ્રલોક llણા પ્રીય કરકમલિ લખલખ પંખડી સહલ સરૂપ સરંગ શિખર-પ્રાસાદ ઉદ્યોતમઈ હો દંડકલસ ધજદંડ ll૪ પ્રીય સોવનજાઈ મણિરુપ્યમઈ હો મોતી ચઉક પૂરાવિ / આગલિ તિલક પબેવડ ઉરે પેખવિ હરખ ન માઈ પીપ્રીય નેમિ કડણિ પ્રભુ દાહિણિ હો અષ્ટાપદ અવતાર ! વાઇ કલ્યાણકય હો નંદીસર જગિ સાર |ી પ્રીય સંઘ મરોઈ અણાવિલ હો સપત-ઘાત જિણ વીર. પરિગર રતન જડાવિઈ હો તોરણ ઉલકઈ બઈ હાર IIણા પ્રય, લબધિવંત જિનભદ્રસૂરિ ગુરુજી સુવચની સવિસાલ ! દૂસમ-ભવન સમુદ્ધરઈ હો સો ધન ધન મા નરપાલ ૮ પ્રીય ભણસાલી તે પરિકરાઈ હો જે કીઓ ભરવેસર રાઓ .. ઉજલિ અષ્ટાઉરે તે નિરખતા અંગિ ઊમાહ છેલા પ્રીય પહિરિ ધોતિ નિજ નિરમાલી હો અષ્ટાવિધ પૂજ રચેસિ | ભાવના ભાવિસુ છે જિમલી હો જીવઅ સફલ કરેલું ૧ પ્રીય ચંદન ભરી કચોલડી હો આણી માલણિ ફુલડી ચંપક પાડલ સેવંત્રી જેમ ગંધ-પરિમલ વહમૂલ ૧૧ી પ્રીય બારણ વરણ તીરથ અષ્ટાપદ પઢમ પુણ્ય પ્રકાર / સમતિ શ્રવણ સબ સંપજઈ હો કેવલિ કરઈ વખાણ ૧રા પ્રીય Page #3 -------------------------------------------------------------------------- ________________ 280 નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ચિહું દિસિ બારહ બારણા હો આંબલડા આરામ | પ્રવર પ્રાસાદ સોહામણા હો પુણ્ય તણા થિર ઠામ 13ii પ્રીય બલિ કાજસુ તસુ હાથલડા હો સૂત્ર સઘન સૂત્રધારક | એક જીભ ગુણ તેહ તણા પરિવઈ ન લાભઈ પાર ll14aa પ્રય પારખઉ મ તણઈ પારખાઈ હો અવર ન પૂજઈ કોઈ ! સકૃત કૂવાણા વંજિયા હો જિણ લાભઈ અનંત હો ૧પોપ્રીય સજ વેષધિ આણંદિઈ હો સહડ સતન સવિચાર ! કરણસંઘ સાર ભણઈ હો ચીરંજીવઓ સંપરવાર ૧દા પ્રીય ઇતિ શ્રી ગિરનાર મુખમંડણ ખરતરવસહી ગીત .