Book Title: Chandanabala Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201021/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૨૧. ચંદનબાળા ભારતના બિહાર રાજ્યમાં આવેલ ચંપાપુરીના રાજા દિવાહન અને રાણી ધારિણીની વસૂમતી નામે સુંદર દીકરી હતી. એક દિવસ કૌશંબી પાસે રાજા દધિવાહન અને પાડોશી રાજા શતાનિક વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં રાજા દધિવાહન હારીને નાસી ગયા. જ્યારે રાણી ધારિણી અને કુંવરી વસુમતીને આ હારની ખબર પડી તો તેઓ પણ નાસી છૂટ્યા. તેઓ મહેલથી થોડે દૂર ગયા ત્યાં તો દુશ્મનના સૈનિકે તેમને પકડી લીધા. બંને ગભરાઈ ગયા. હવે તેઓનું શું થશે તેની ચિંતા કરવા લાગ્યા. સૈનિકે ધારિણીને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું અને વસુમતીને વેચી દેવા તૈયાર થયો. આ સાંભળીને રાણી તો ત્યાં જ આઘાતથી મૃત્યુ પામ્યાં. તે સૈનિક વસુમતિને લઇને કૌશાંબી ગયો. તે વસુમતીને વેચવા બજારમાં ઊભો હતો તે સમયે ધનાવહ નામના શેઠ ત્યાંથી પસાર થયા. તેમણે વસુમતીના ભોળા તથા ગભરાયેલા મુખને જોઈ વિચાર્યું કે આ કોઈ ખાનદાન ઘરની છોકરી છે. કોઈ ગુલામ કન્યા નથી. આ ચોક્કસ તેના માતા-પિતાથી છૂટી પડી ગઈ હશે. તેને ગુલામ તરીકે વેચી દેવાશે તો તે અત્યંત દુઃખી થશે આ લાગણીથી પ્રેરાઈને ધનાવહે વસુમતીને પોતે ખરીદી લીધી અને પોતાને ઘેર લઈ આવ્યો. રસ્તામાં તેણે વસુમતીને તે કોણ છે? તેના માતાપિતા કોણ છે? વગેરે વિગતો પૂછી પણ વસુમતીએ કોઈ જવાબ ન આપ્યા, ધનાવહે તેને હિંમત આપીને ગભરાવાનું કોઈ કારણ નથી તેમ સમજાવ્યું. ધનાવહ શેઠે ઘેર જઈને તેની પત્ની મૂલાને કહ્યું, “પ્રિયે, આ છોકરીને હું આપણા ઘેર લાવ્યો છું. બહુ પૂછવા છતાં તેણે પોતાના વિશે કંઈ કહ્યું નથી. તેને દીકરી ગણીને રાખજે.” વસુમતીને શાંતિ થઈ. ખૂબ જ આદરથી તેણે તે વેપારી તથા તેની પત્નીનો આભાર માન્યો. વેપારીનું કુટુંબ તેનાથી ખૂબ જ ખુશ હતું. વસુમતિએ પોતાનું સાચું નામ કહ્યું ન હતું તેથી તેઓએ તેનું નામ ચંદનબાળા રાખ્યું. ચંદનબાળા તે વેપારીના ઘરમાં તેની પુત્રીની જેમ જ રહેવા લાગી. ચંદનબાળાના આવવાથી વેપારી ધનાવહ ખૂબ જ ખુશ હતો. બીજી બાજુ મૂલાને ચંદનબાળા અને પોતાના પતિની વર્તણૂંક પર શંકા રહેતી, તે ખૂબ જ સુંદર હોવાને કારણે ધનાવહ કદાચ તેની સાથે લગ્ન કરશે તેથી ચંદનબાળાનું ઘરમાં હોવું તેને રુચતું ન હતું . ચંદનબાળા એકવાર ધનાવહ કામધંધેથી ઘેર આવ્યા ત્યારે તેના પગ ધોવડાવનાર નોકર હાજર ન હતો. તેથી પિતાતુલ્ય ધનાવહ શેઠના પગ ધોવડાવવા ચંદનબાળા આવી. તે નીચી નમી પગ ધોવડાવતી હતી ત્યારે તેના વાળ નીચે સરી પડતા હતા. ધનાવહ શેઠે એ જોયું કે આના આવા સુંદર લાંબા વાળ નીચે પડીને મેલા થશે એટલે પકડીને ઊંચા કર્યા. મુલાએ આ જોયું અને તે ઝનૂને ભરાઈ. તેને લાગ્યું કે તેની શંકાઓ સાચી જ છે, જેમ બને તેમ જલદી ચંદનબાળાથી છૂટકારો મેળવવો જોઈએ. એકવાર ધનાવહ શેઠ વેપાર અર્થે ત્રણ દિવસ બહારગામ ગયા ત્યારે મૂલાએ આ તક ઝડપી લીધી. એણે હજામને બોલાવીને ચંદનબાળાના સુંદર વાળ કપાવી નાંખ્યા જૈન કથા સંગ્રહ ચંદનબાળાના નિર્દોષ કાર્યને શંકાની નજરે જોતી મૂલા 89 Page #2 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરન્ના સમયની જીવન કથાઓ અને મૂંડન કરાવી નાંખ્યું. ભારે સાંકળોથી તેના પગ બાંધીને તેને મકાનના ભોંયરામાં પૂરી દીધી. નોકરોને કડક સૂચના આપી કે ધનાવહ શેઠ આવે ત્યારે ચંદનબાળા ક્યાં છે તે તમારે નહિ કહેવાનું. નહિ તો તમારા હાલ પણ ચંદનબાળા જેવા થશે. મૂલા તરત જ પોતાના પિયર ચાલી ગઈ. ધનાવહ જયારે પ્રવાસેથી પાછા આવ્યા ત્યારે તેમણે ચંદનબાળા કે મૂલાને ન જોયાં. તેમણે નોકરોને પૂછ્યું ત્યારે નોકરોએ મૂલા પિયર ગઈ છે એમ જણાવ્યું, પણ મૂલાની બીકે ચંદનબાળા ક્યાં છે તે કહ્યું નહિ. ચિંતાતુર વદને તેમણે નોકરોને વારંવાર પૂછ્યા કર્યું. “મારી દીકરી ચંદનબાળા ક્યાં છે? મને તમે જે જાણતા હો તે સત્ય કહો.” છતાં કોઈએ એક હરફ સુદ્ધાં ન કહ્યો. તેઓ ખૂબ ખિન્ન થઈ ગયા અને શું કરવું તે વિચારવા લાગ્યા. એક ઘરડી નોકરબાઈ વિચારવા લાગી, “હું તો ઘરડી થઈ છું. લાંબુ જીવવાની નથી, મૂલા કરી કરીને મને શું કરશે? બહુ તો મને મારી નાંખશે.” આમ વિચારી ચંદનબાળા પ્રત્યેની સહાનુભૂતિથી પ્રેરાઈને મૂલાએ ચંદનબાળા સાથે શું કર્યું અને અત્યારે ચંદનબાળા ક્યાં છે તે વિગતવાર કહ્યું. તે શેઠને ચંદનબાળાને જયાં પૂરી હતી ત્યાં લઈ ગઈ. ધનાવહે ભોંયરાના તાળાં ખોલ્યાં અને ચંદનબાળાને જોઈને તેમને ખૂબ જ આઘાત લાગ્યો. તેમણે ચંદનબાળાને કહ્યું, “મારી વહાલી દીકરી, હું તને અહીંથી બહાર કાઢીશ, તું ખૂબ ભૂખી તરસી હોઈશ, પહેલાં મને તારા માટે ખાવાનું લાવવા દે.” તેઓ રસોડામાં ગયા પણ ત્યાં કંઈ જ ખાવાનું ન હતું. એક વાસણમાં બાફેલા અડદ હતા. તે લાવીને ચંદનબાળાને ખાવા આપ્યા. તેની બેડીઓ તોડાવવા માટે તેઓ લુહારને બોલાવવા ગયા. ચંદનબાળા વિચારવા લાગી કે તેનું જીવન કેવું બદલાઈ ગયું છે. ભાગ્ય માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે? ક્યાં હું સુખી ઘરની રાજકુમારી અને ક્યાં મારી આ અસહાય દશા? તેણે કોઈ સાધુ કે સાધ્વીને પોતાને મળેલ ભોજનમાંથી કંઈક વહોરાવ્યા બાદ જ પોતે ખાશે તેવું વિચાર્યું. તે ઊઠી, બારણાં પાસે ગઈ અને એક પગ ઊંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર રાખીને બેઠી. તેના આશ્ચર્ય વચ્ચે ભગવાન મહાવીરસ્વામીને તેની તરફ આવતા જોયા. તેમને જોતાંજ ચંદનબાળા ભાવવિભોર થઈ અને તેની આંખમાં આંસુ આવી ગયાં. આંખમાં આંસુ સાથે તેણે કહ્યું, “હે પૂજય ગુરુવર્ય, મારા આ બાકુળા સ્વીકારો.” ભગવાન મહાવીરે અભિગ્રહ કર્યો હતો. તે અભિગ્રહ પ્રમાણેની વ્યક્તિ પાસેથી જ ગોચરી વહોરી શકે. તેમનો અભિગ્રહ હતો કે – • ખોરાક વહોરાવનાર રાજકુંવરી હોવી જોઈએ • તેને માથે મુંડન હોવું જોઈએ • તેના પગમાં બેડીઓ હોવી જોઈએ • એક પગ ઉંબરની બહાર અને એક પગ ઉંબરની અંદર રાખી અડદ લઈને બેઠી હોય તે જ વહોરાવે • તેની આંખમાં આંસુ હોવાં જોઈએ ભગવાન મહાવીરે જોયું કે પોતાના અભિગ્રહ પ્રમાણે બધું બરાબર છે. અભિગ્રહની તમામ શરતો પૂર્ણ થતાં મહાવીરે ખુશ થઈને ચંદનબાળાના બાકળા વહાર્યા. અભિગ્રહને કારણે મહાવીરને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થયા હતા. પારણું થવાથી સ્વર્ગના દેવી-દેવતા પણ ખુશ થયા. ત્યાં જ ચમત્કાર થયો અને ચંદનબાળાની બેડીઓ તૂટી ગઈ. માથાના વાળ ઊગી ગયા અને રાજકુંવરી જેવાં વસ્ત્રોમાં શોભી રહી. દેવદુંદુભિનાનાદથી રાજા શતાનિક વિચારમાં પડ્યા. તે પોતાના રાજપરિવારતથા ગામલોકો સાથે 90 જૈન કથા સંગ્રહ Page #3 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાળા ચંદનબાળાને મળવા આવ્યા.પોતાનાપિતાનાસમયના ચાકરેસમ્પલે ચંદનબાળાને ઓળખી. તે ચંદનબાળા પાસે ગયો અને નમસ્કાર કરી રડી પડ્યો. રાજાએ પૂછ્યું, “અરે ભાઈ, તું શા માટે રડે છે?” ત્યારે સમ્પલે જવાબ આપ્યો. “રાજાજી, આ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારિણીની દીકરી વસુમતી છે.” રાજા રાણી હવે એને ઓળખી ગયા અને પોતાની સાથે રહેવા બોલાવી. જ્યારે ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને એમણે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી ત્યારે તે સમયે ચંદનબાળાએ દીક્ષા લીધી અને પ્રથમ સાધ્વી બન્યા. શ્રાવિકાઓના જૈનસંઘના તેઓ મુખ્ય વડા સાધ્વી બન્યા. પાછળથી તેમને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અને જન્મમરણના ફેરામાંથી મુક્તિ મેળવી. ચંદનબાળા પાસેથી ગોચરી સ્વીકારતા ભગવાન મહાવીર આ વાતૉ દ્વારા અૉક સા? વર્તણૂકો બર્શ શીખવા મળે છે. મૂલાના મનમાં ભારૉભાર અદેખાઈ ભરૅલી છે તેથી તે ચંદનબાળાનું દંશ તસÀના વર્તણૂક સમજી ના શકી અને તેના પતિ દૈનાવહ શેઠનો પિતા તન્નનો પ્રેમ ઑળખી ના શકી તેથી તેણે ચંદનબાળાને ભયંકર ત્રાસ આપ્યો. તેણે નીચ 8મ બાંધ્યા. આ ઉપરથી આપણે ઇર્ષ્યાના બનાશકા? શક્તિ જૉઈ શકીઍ છીઍ. અને તેનાથી દૂર રહેવું જોઈએં તેમ સમજાય છે. વળી, નઃસ્વાર્થભાવૈ વૃદ્ધ દાસીએ ધ્રુનાવણને જે કંઈ બન્યું તે જણાવ્યું. તેણે આ કેવળ દયા ભાવથી પ્રેરાઈને જ કર્યું. જેના કારણે મૂલાના હાથે તેને ઘણું સહન કરવું પડયું હતું. આ સારું કાર્ચે તૈના આત્માને સારા કર્મોથી ભરે છે જેને પુણય કહાઍ જે જૈનધર્મનો મહત્વનો ઉદ્ધાંત છે. તે જ પ્રમાણે નાવણનૉ દસાભાવ અને ચંદનબાળાને MિGભાવથી આધાર અાપવૉ તથા અનાથને મદદ કરવાની ઇચ્છા આપણને તેવા દયા રાખવા જણાવ્યે છે. છેલ્લે ચંદનબાળાનો પોતાની દયાજનક સ્થિતિ હોવા છતાં ભગવાન મહાવીરસ્વામીન્ને મક્ષા શ્રાપવી એ અંત૨માંથી પ્રગટૅલૉ નિઃસ્વાર્થ પૂરા ભાવ છે. જૈનધર્મના શ્રા સિદ્ધાંતૉનું પાલન ચંદનબાળાને મોક્ષના માર્ગ લઈ ગયા. જૈન કથા સંગ્રહ