Book Title: Bhuvanchandraji Maharaj
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249151/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક કંડાર્યા અને તે તેઓશ્રીના પ્રથમ પુસ્તક રૂપે પ્રગટ થયાં, જેનું નામ છે “જીવન ઉદ્યોત આ પુસ્તક સુરતમાં સં. ૨૦૩૮ના માગશર વદ ૧૦ને દિવસે પ્રકાશિત થયું. અને ત્યાર બાદ તેમની કલમ વેગ પકડતી ગઈ, સાટ બનતી ગઈ સાવિક ને તાત્વિક બનતી ગઈ “ શ્રી ધર્મરત્નપ્રકરણ” ગ્રંથ પરનાં પ્રવચન લખવાનાં ચાલુ થયાં. તે પણ પુસ્તક રૂપે બહાર પડ્યાં. દરેક વિષય પર છણાવટ કરતાં લેકગ્ય પુસ્તકો શંખલાબદ્ધ લખાતાં ચાલ્યાં. પુસ્તક પ્રકાશનની આ વણથંભી યાત્રા આજે પ૪માં પુસ્તકના પ્રકાશને પહોંચી છે. પૂજ્યશ્રીનું લેખન લેકમેગ્ય હેવાની સાબિતિ એ છે કે પુસ્તક પ્રકાશિત થયા પછી થોડા જ સમયમાં અપ્રાપ્ય બની જાય છે. સહજ, સરળ અને જીવનપયોગી વાચન દ્વારા અનેકના જીવનમાં અનેક પ્રકારનાં turning point આવ્યાં છે. વિષાદ અને અશાંત અવસ્થામાં જીવતાં માનવીને પ્રશાંત અને અશાંત અવસ્થામાં જીવતા માનવીને પ્રશાંત અને આનંદિત બનાવવાનું કામ આ પુસ્તકોએ કર્યું છે. મતની ગર્તામાં ધકેલાઈ ગયેલા માનવીને નવું જીવન બક્ષનારું આ સાહિત્ય બન્યું છે. શિબિરના માધ્યમ દ્વારા પૂ. ગણિવર્યશ્રી દસ હજારથી વધુ યુવાનોના રાહબર બન્યા છે. વિશિષ્ટ આદેય નામકર્મના કારણે જૈન-જૈનેતર યુવાવર્ગમાં વિશેષ આકર્ષણનું કારણ બન્યા છે. સંઘ પ્રત્યેના વાત્સલ્યથી છલછલ હૈયું...નાનામાં નાના સ્વ-પર સમુદાયના સાધુભગવંત પ્રત્યે પ્રેમ સુંદર ઔચિત્યપાલન...ડગલે ને પગલે વિનય ગુણનું પાલન...તેજસ્વી અને ધારદાર કલમ...સચેટ અને પ્રભાવપૂર્ણ વકતૃત્વકળા...સદાતા સાધર્મિક-જીવદયા-પાઠશાળા વૈયાવચ્ચ વગેરે ક્ષેત્રોને સધ્ધર કરવાની ભારે જહેમત, ગામેગામના સંઘને જીતેલે પ્રેમ, જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા અને તમામ સફળતાનાં મૂળમાં દેવ-ગુરુની કૃપાને જ કારણે માનવાની દિલમાં સજ્જડ શ્રદ્ધા – આવા અનેકાનેક ગુણોથી સજજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને સં. ૨૦૪૮ના વૈશાખ સુદ પાંચમ ને શુભ દિને અમદાવાદમાં તમૂર્તિ પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આવા પ્રભાવશાળી અને ઉપકારી સાધુવરના હસ્તે અનેકાનેક ભવ્ય-દિવ્ય શાસન પ્રભાવક કાર્યો સંપન્ન થતાં રહે એવી હાર્દિક કામનાઓ સાથે પૂજ્યશ્રીને કોટિ કોટિ વંદના ! સરળતાના ઉપાસક પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ જૈનશાસનને રત્નાકરની ઉપમા આપીએ તે જૈન શ્રમણને રત્નની ઉપમા મળે. વિવિધ પ્રતિભાવંત મુનિઓ જૈનસંઘના રત્નભંડારનું ઝવેરાત છે. જેનસંઘ એ રત્ન માટે ગૌરવ અનુભવે છે. મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ એવા જ એક ગૌરવશાળી શ્રમણ છે. મહાન ક્રિયેદ્ધારક યુગપ્રધાન આચાર્યશ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહારાજની પરંપરામાં (પાચંદ્રગ૭માં) વિચરતા ભુવનચંદ્રજીનું નામ એક જ્ઞાનોપાસક સમન્વયરુચિ અને અધ્યાત્મપ્રેમી મુનિ તરીકે જૈનસંઘમાં જાણીતું છે. સ્વ. પૂ. મુનિરાજશ્રી પ્રતિચંદ્રજી મહારાજ પાસે બાર વર્ષની વયે 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવત-૨ 657 દીક્ષિત થનાર મુનિશ્રી ભુવનચંદ્રજી મહારાજ સૌમ્ય, શાંત, સરળ, ઉદાર અને નિખાલસ સ્વભાવના છે. સતત જિજ્ઞાસાવૃત્તિ, જ્ઞાનરુચિ અને તીવ્ર ગ્રહણશક્તિના કારણે તેઓશ્રીએ જૈનધર્મનું તેમ જ ઈતર ધર્મનું ઊંડું જ્ઞાન સંપાદન કર્યું છે. તેમની આ અગાધ જ્ઞાનપ્રાપ્તિથી તેમના ઉચતમ વિચારે વાડાબંધીથી હંમેશાં દૂર દૂર દૂર સુધી વિસ્તર્યા કર્યા છે. પૂજ્યશ્રી ઉત્તમ કક્ષાના વિચારક અને લેખક છે. તેઓશ્રી વિશે જાણીતા તત્વચિંતક શ્રી માવજીભાઈ કે. સાવલા એક પુસ્તકમાં લખે છે કે, “લેખક મુનિશ્રી ભુવનચંદ્રજી એક લબ્ધપ્રતિષ્ઠિત જૈન મુનિ છે. તેઓ વાડાબંધીથી અલિપ્ત છે. ગુણગ્રાહી અને સારગ્રાહી છે. ઉદાર દષ્ટિકોણ ધરાવે છે. આધુનિક અને પ્રશિષ્ટ ઉત્તમોત્તમ ગ્રંથને એમને સ્વાધ્યાય કશા પણ પૂર્વગ્રહથી મુક્ત રહીને સતતપણે ચાલતે રહ્યો છે. લેખકશ્રીની સંશોધક દૃષ્ટિ, ચોકસાઈ અને ચીવટ સજજતાને પ્રતિબિંબિત કરે છે. એ જ રીતે, શ્રી ગુલાબભાઈ દેઢિયા પણ મુક્તકંઠે પ્રશંસા કરી એક જગ્યાએ નેધે છે કે, “સાધનાવંતા સાધુ, સરળતાના ઉપાસક, ચિંતનના ચાહક, અધ્યાત્મમાં અભિરુચિ રાખનાર એવા નિગ્રંથ મુનિ તે શ્રી ભુવનચંદ્રજી મહારાજ, સંકલ્પ” જેવા એક વિશિષ્ટ જેન સામયિકના પ્રેરક, " ધર્મક્ષેત્રનું અંતરંગ એડિટ', શ્રાવકને નિત્યકમ” અને “વિવાદવલેણું'ના લેખક, જેની દષ્ટિએ વિપશ્યના પુસ્તકના સંપાદક તથા સ્તવનમંજૂષા જેવી નોંધપાત્ર સ્તવન કેસેટના પ્રેરક છે. એમની નિશ્રામાં ઊજવાયેલા મહોત્સવેએ એક જુદી જ ગરિમા પ્રાપ્ત કરી છે. બસ, એક જ વાકયમાં કહેવું હોય તે, આ સમયમાં એક મળવા જેવા મુનિ છે. અને શ્રમણસંઘને પણ સાચે જ પૂજ્યશ્રીનું ભારેભાર ગૌરવ છે ! એવા સાધુવરને શતશઃ વંદના સમર્થ સાહિત્યકાર અને પ્રખર પ્રવચનકાર પૂ. ગણિવર્યશ્રી મણિપ્રભસાગરજી મહારાજ પૂજ્યશ્રીને જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના મોકલસર ગામમાં લૂકડગોત્રીય શ્રી પારસમલજીના ઘેર માતા રોહિણદેવીની રત્નકુક્ષીએ સં. ૨૦૧૬ના ફાગણ સુદ ૧૪ને શુભ દિને થયું. તેમનું જન્મનામ મીઠાલાલ હતું. પાલીતાણા મહાતીર્થમાં માતા રહિણુદેવી તથા બહેન વિમલકુમારી સાથે મીઠાલાલે પણ 14 વર્ષની વયે પૂ. આ. શ્રી વિજયકાંતિસાગરસૂરીશ્વરજી મહારાજ પાસે સંયમ ગ્રહણ કર્યું. તે ધન્ય દિવસ સં. ૨૦૩૦ના અષાઢ વદ છને હતે. માતા હિણીદેવીનું નામ સાધ્વી શ્રી રતનમાલાશ્રીજી, બહેનનું નામ સાધ્વી શ્રી વિપ્રભાશ્રીજી ( M. A.) અને મીઠાલાલનું નામ મુનિશ્રી મણિપ્રભસાગરજી રાખી પૂ. આચાર્યશ્રીના પ્રથમ શિષ્ય ઘોષિત કરવામાં આવ્યા. પ્રભાવક ગુરુદેવના 13 વર્ષના સા સાંનિધ્યે યુવામુનિની તેજસ્વી પ્રતિભાને વધુ ને વધુ ઉઘાત કરી અને એ યેગ્યતાના કારણે તેઓશ્રી ગુરુદેવના વિશેષ પ્રીતિપાત્ર બન્યા. 2010_04