Book Title: Bhadrankarvijayjigani Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf Catalog link: https://jainqq.org/explore/249106/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા આકૃતિથી અનોખા પ્રકૃતિથી પ્રભાવશાળી કૃતિથી કામણગારા : એક એકથી અધિકી અડતાના અવતાર : આ યુગના યાગી : પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર જૈનજગતમાં ‘પન્યાસજી મહારાજ'ના લાડીલા સ`એધનથી જાણીતા માનીતા બનેલા શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર પેાતાનાં કાર્યોં દ્વારા એક શમાંચક ઇતિહાસના સર્જક છે. સ ૧૯૫૯ થી ૨૦૩૬ સુધીના ૭૭ વર્ષના સમયગાળામાં કાળસાગરને કિનારે પેાતાનાં ચચિહ્નો અકિત કરી જનાર ૫. પૂ. પ'ન્યાસજી મહારાજ અનેક રીતે અનેાખા નહી, અજોડ અને અનન્ય પણ છે. જૈનસધમાં છેલ્લી પાંચ-છ સદી દરમિયાન જે ઇતિહાસ લખાયે તેમાં પૂજ્યશ્રીનું પ્રદાન એક નવી જ ક્ષિતિજના ઉદ્ઘાટન સમું હતું. નમસ્કાર મહામ ંત્ર તે ઘરે-ઘરે અને જીજ્ઞે--જીભે ગવાતે મંત્ર હતા; પરંતુ તેના મહિમાનું ક્ષેત્ર જોઈ એ તેવુ પ્રસિદ્ધ ન હતુ. એ ક્ષેત્ર પર ચિંતન-મનન કરીને, એ માધિરાજના મહિમાનું વિરાટ ગાન ગુંજતુ' કરવામાં પૂજ્યશ્રીએ પોતાનાં જીવન અને કવન દ્વારા કાર્ય કર્યું' તે અજોડ છે. એ જ રીતે, મૈત્રીભર્યા વાતાવરણને સ્થાપવા માટે તેઓશ્રીએ સતત પુરુષાર્થ કર્યાં તે પણ અજોડ હતા. પૂજ્યશ્રી પેાતાની શાંત આકૃતિ-પ્રકૃતિ દ્વારા એક · અજાતશત્રુ' તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. તેમ છતાં, આવશ્યકતા પ્રમાણે ખંડન-મંડનની પ્રવૃત્તિને પણ આવકારતા હતા. પૂજ્યશ્રીના પરિચયમાં જ પ્રશાંતિના પરિમલની લહેર આવતી. ગમે તેવેશ બળ્યુઝન્થેટ માનવી તેમની મૌન મુખમુદ્રા જોઈને જ હિમ સમી હંડક અનુભવતા. પૂજ્યશ્રીની સ્વસ્થ, શાંત એલચાલની રીત એ શાંતિમાં ઉમેરે કરતી અને સામેની વ્યક્તિ પ્રસન્ન થઈ ઊહતી, તેમ છતાં, તેઓશ્રી કથાના કોલાહલથી, પ્રતિષ્ઠાના પ્લેટફોથી અને નામનાની હૂંસાતુ ંસીથી સદાય દૂર રહેતા. • જમ્મુ મણે નવકાર, સંસારે। તસક કુણુજી ’ એ તેઓશ્રીનેા જીવનમંત્ર હતો. ‘ખમું છું.” અને ‘નમું છું' એ એ તેઓશ્રીના વિષયેા હતા. ‘ ખમવું” તે નમ્રતાનું પ્રતીક અને નમવું તે પ્રભુભક્તિનુ પ્રતીક છે એમ તેઓશ્રી માનતા અને મનાવતા. 6 ૪૦૭ જીવનમાં સયમ અને સરસ્વતીની સુવાસને પ્રસરાવનારા અને મૃત્યુને ‘ વ્યાધિમાં સમાધિ ” રૂપે નિહાળનારા પન્યાસજી મહારાજ સ. ૧૯૫૯ના માગશર સુદ ત્રીજે પાટણની ધર્માંધરા પર જન્મ્યા. ભાવિ લક્ષણને અનુરૂપ ભગવાનદાસ નામાભિધાન પામ્યા. પિતા હાલાભાઇની કમભૂમિ મુંબઈ હોવાથી ભગવાનદાસના ઘણાખરે ઉછેર મુંબઈમાં જ થયા. સેળ વર્ષે મેટ્રિક થયા. ધાર્મિ ક અભ્યાસ પણ વધતા જતા હતા. છત્તરમાં વૈરાગ્યના કુર ફૂટવા માંડચા હતા. છતાં અનિચ્છાએ લગ્નગ્રંથિથી જોડાયા. સ. ૧૯૮૫માં સકલાગમ રહેચવેદી પૂ. આ. શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજ સરિવાર મુંબઈ પધાર્યા. મુનિશ્રી રામવિજયજી મહારાજની જોશીલી વાણી ભગવાનદાસના હૃદયને હલાવી ગઈ. દિનપ્રતિદિન અસર ઘેરી બનતી 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ 408 શાસનપ્રભાવક ચાલી. પૂજ્યપાદ ગુરુદેવશ્રી આસપાસ ધાર્મિક પ્રગતિ કરતે એક વર્ગ રચાઈ ગયે. આ વર્ગ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજ્યજી મહારાજના સાહિત્યને અભ્યાસી બન્યું. આમ, ભાઈ ભગવાનદાસમાં વૈરાગ્યભાવના ખીલી ઊઠી. એ જમાનામાં દીક્ષા દુર્લભ હતી. છતાં તેમની મકકમતા આગળ કુટુંબીઓને નમતું જોખવું પડયું. સંયમ માટે સહર્ષ અનુમતિ આપી. સં. ૧૯૮૭ના કારતક વદ ત્રીજે મુંબઈ ભાયખલામાં ભગવાનદાસ પૂ. શ્રી રામવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી ભદ્રંકરવિજયજી તરીકે ઉષિત થયા. ગૃહસ્થજીવનમાં આયંબિલના તપ પ્રત્યે અજબને અનુરાગ હતે. એક વખત છ મહિના લાગેટ આયંબિલ કર્યા હતાં. દીક્ષા બાદ નાદુરસ્ત તબિયતને કારણે તપ-પ્રેમ વધતો રહ્યો, અને વર્ધમાન તપની બાવન ઓળીએ પૂર્ણ કરી. પોતાના પરિચયમાં આવતા પ્રત્યેક માનવીના મનમદિરમાં બિરાજવાની પુણ્યપ્રકૃતિ ધરાવતા મુનિરાજને સં. ૨૦૦૭ના મહા સુદ ૭ને દિવસે પાલીતાણામાં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પ્રભાવ, પુણ્યઈ અને પવિત્રતાથી પરિપૂર્ણ હોવા છતાં “આચાર્યપદનો અસ્વીકાર કરવાની નિરીહતાને કારણે વર્તમાન યુગના પંન્યાસ શ્રી સત્યવિજયજી' બની ગયા. એનાથી પૂજ્યશ્રીની પ્રતિષ્ઠામાં એટલે વધારો થશે કે આચાર્યો પણ તેઓશ્રીની અદબ જાળવતા. આયંબિલ તપ, મહામંત્ર જાપ અને બ્રહ્મવ્રતને ખપ - આ સૂત્રની સિંહગર્જના કરી; જેને પ્રભાવે નવપદ અને વર્ધમાન તપની આરાધનામાં જોશ આવવા સાથે સિદ્ધચક્ર મહાપૂજનને પ્રચાર જેનસંઘમાં ખૂબ જ વેગીલે બન્યા. સં. ૧૯૮૭થી પ્રારંભાયેલું એ સંયમજીવન સં. ૨૦૩૬ના વૈશાખ સુદ ૧૪ના દિવસે સમાધિમૃત્યુની સફળતાને વર્યું. પચાસ વર્ષના દીક્ષા પર્યાય દરમિયાન પૂ. પંન્યાસજી મહારાજ અનેક શાસનપ્રભાવક કાર્યો સિદ્ધ કરી ગયા. છેલ્લાં ઘણાં વર્ષો મારવાડ-ગોલવાડ તરફ વિચતા હતા, પરંતુ અસ્વસ્થ તબિયતને કારણે પાટણમાં સ્થિર થયા ડોકટરને પણ આશ્ચર્ય થાય એટલી સમતા જાળવી. અને પાટણના પિતા પુત્રે પાટણની ભૂમિ પર જ પિતાની પાવન જીવનલીલા સંકેલી પરલોકે પ્રયાણ કર્યું. - પૂજ્ય પંન્યાસજી મહારાજનું જીવન નિરભિમાન, અનાસંસભાવ, પાર્થપ્રિયતા, કલ્યાણ કામના, સદૈવ સમિત મુખમુદ્રા, ઊંડા ચિંતન-મનનની પ્રતિભા, નમસ્કાર-નિક, ભગવદ્ભક્તિ આદિ અનેક શુણેથી આપતું હતું. તેઓશ્રીનું મન મૈત્રીભાવ અને મહામંત્ર મહાશ્યથી મંજાયેલું હતું; ચિત્ત ચારિત્ર દ્વારા ચાખ્યું હતું, તનમાં તપની તાજગી હતી, મુખ પર માધુર્યનું મનોહર હાસ્ય હતું; વાણી વેધકતા ધારતી હતી, પૂજ્યશ્રી સ્વયં વાત્સલ્યમૂર્તિ હતા. તેઓશ્રી આગને બાગમાં, વિધિને વિનયમાં, અધર્મનાં અંધારાને પુણ્યપ્રભાવી ધર્મપ્રકાશથી અજવાળવાનું સામર્થ્ય ધરાવતા હતા. અને એ સામર્થ્યથી જ પૂજ્યશ્રીએ મહાન શાસનપ્રભાવના દ્વારા સંયમજીવન સાર્થક બનાવ્યું. (સંકલનઃ પૂ. આચાર્ય શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરિજી મહારાજ.) 2010_04