Page #1
--------------------------------------------------------------------------
________________
૧૬૨ ]
'
શ્રી જી. અ. જન ગ્રન્થમાલા
‘અરિહંતચેઈઆણુ’ના કાચેાત્સ માં આવતા શ્રદ્ધાદિ પાંચ ગુણા
દેવવ'દન, ચૈત્યવંદન અને પ્રતિક્રમણાદિ ક્રિયામાં બેલવામાં આવતા ૮ અરિહંતચેઈઆણુ ’ના
કાઉસ્સગ્ગમાં
સદાર, મેદાવ, ધી ૫. ધાબાપ, પ્રભુપેદ્દાપ ’–એ પાંચ ગુણ્ણા જે આવે છે, તેનું વિવેચન ‘દેવદ્ર’ન ’ નામક ગ્રન્થરત્નની કરેલ કુટનેટમાંથી સમજવા યાગ્ય ઉપયેાગી ધારી આ નીચે આપવામાં આવે છે.
tr
૧. સદાવ–( શ્રદ્ધાવડે. ) શ્રદ્ધા એ મિથ્યાત્વમાહનીયકમના ક્ષચેાપશમાદિથી જન્ય ચિત્તની નિજ અભિલાષારૂપ એક પ્રકારની પ્રસન્નતા છે. આ શ્રદ્ધા જીવાદિ તાત્ત્વિક પદાને અનુસરનારી, ભ્રાંતિના નાશ કરનારી તથા કર્મ ફળ, ક સંબંધ અને કાઁના અસ્તિત્વની સમ્યક્ પ્રતીતિ કરાવનારી છે. શાસ્ત્રમાં અને ‘ઉદકપ્રસાદકમણિ’ની ઉપમા આપવામાં આવી છે. સરાવરમાં નાંખેલ ‘#કપ્રસાદમણિ’ જેમ પાર્દિ કાલુષ્યને દૂર કરી સ્વચ્છતાને પમાડે છે, તેમ શ્રદ્ધાર્માણ પણ ચિત્તરૂપી સરેાવરમાં રહેલ સંશય-વિષય યાદિ કાલુષ્યને દૂર કરી ભગવાન શ્રી અરિહંતપ્રણિત માર્ગ ઉપર સમ્યગ્ભાવ ઉત્પન્ન કરે છે.
૨. મેદાહ–(મેધાવડે.) મેધા એ જ્ઞાનાવરણીયકમ ના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થગ્રહણ પટુ પરિણામ-એક પ્રકારને સદૂગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનારા પરિણામ છે અને પાપ
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૬૩
શ્રુતની અવજ્ઞા કરાવનારા તથા ગુરુવિનયાદિ વિધિમાં જોડનારા ચિત્તના ધમ છે. શાસ્ત્રમાં એને ‘આતુર ઔષધાપ્તિ-ઉપાદેયતા ’ની ઉપમા આપવામાં આવી છે. જેમ કાઈ બુદ્ધિમાન રાગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ઠ ફૂલના અનુભવ થાય, ત્યારે અન્ય સ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન્ ઉપાદેયભાવ અને ગ્રહણ કરવાના આદર રહે છે; તેમ મેધાવી પુરુષાને પેાતાની મેધા (બુદ્ધિ)ના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યંત ઉપાદેયભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતા નથી; કારણ કે– સગ્રન્થાને તેઓ ભાવ ઔષધરૂપ માને છે.
૩. ↑રૂપ-(ધૃતિવડે.) ધૃતિ એ માહનીયકમના ક્ષાપશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ છે. અવન્ધ્ય કલ્યાના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંતવડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુકતાથી રહિત તથા ધીર અને ગંભીર આશયરૂપ હાય છે. શાસ્ત્રમાં એને દૌ ત્યથી હણાએલાને ચિન્તામછીની પ્રાપ્તિ'ની ઉપમા આપવામાં આવી છે. જેમ ધૈત્યદરિદ્રતાથી ઉપહત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણ માલુમ પડે ત્યારે મદ્દાની વાનસ્થ ટ ‘હવે દ્રિપણું ગયું ’–એ જાતિની માનસિક તિ-સતીષ ઉત્પન્ન થાય છે, તેમ જિનધમ રૂપી ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થવાથી અને તેને મહિમા માલુમ પડવાથી ‘વનક્રાન્ત સંસાર:’- હવે સંસાર કાણુ માત્ર છે ?’ એ જાતિની દુઃખની ચિન્તાથી રહિત માનસિક લાગણી ઉત્પન્ન થાય છે. ૪. ધારળાવ-(ધારાવડે.) ધારણા એ જ્ઞાનાવરણીય
(
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૬૪]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા કર્મના ક્ષપશમથી ઉત્પન્ન થનારી, પ્રસ્તુત એક વસ્તુને વિષય કરનારી તથા અવિશ્રુતિ, સ્મૃતિ અને વાસનારૂપ ભેદવાળી ચિત્તપરિણતિ છે. શાસ્ત્રમાં એને “સાચા મોતીની માલાને પરોવવા”ના દૃષ્ટાંતની સાથે સરખાવી છે. તેવા પ્રકારના ઉપગની દઢતાથી તથા યથાયોગ્ય અવિક્ષિપણે સ્થાનાદિ ગમાં પ્રવૃત્ત થવાથી ગરૂપી ગુણની માળા નિષ્પન્ન થાય છે.
૫. અજુદા-(અનુપ્રેક્ષાવડે.) અનુપ્રેક્ષા એ જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી ઉત્પન્ન થયેલે અનુભૂત અર્થના અભ્યાસને એક પ્રકાર, પરમ સંવેગને હેતુ, ઉત્તરોત્તર વિશેષ ને વિશેષ પ્રતીતિ કરાવનાર કેવલજ્ઞાનની સન્મુખ લઈ જનારો ચિત્તને ધર્મ છે. શાસ્ત્રમાં એને “રત્ન શેધક અનલની ઉપમા આપવામાં આવી છે. રત્નને પ્રાપ્ત થયેલો રત્નશોધક અનલ–અગ્નિ જેમ રત્નના મલને બાળી નાંખી શુદ્ધિ પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલ અનુપ્રેક્ષારૂપી અનલ કર્મમલને બાળી નાંખી કેવલ્યને પેદા કરે છે, કારણ કેતેને તે સ્વભાવ જ છે. “અરિહંતચેઈઆણું”નું સળંગ સૂત્રપદ નીચે પ્રમાણે છે
'अरिहंतचेइयाणं करेमि काउस्सगं-वंदणवत्तियाए पूअणत्तियाए सकारवत्तियाए सम्माणवत्तियाए बोहिलाभवत्तियाए निरुवसग्गवत्तियाए, सद्धाए मेहाए धीइए धारणाए अणुप्पेहाए वढमाणीए ठामि काउस्सग्गं ।'
અર્થ-અરિહંતના પ્રતિમાલક્ષણ ચિત્યોને વન્દનાદિ કરવા માટે કાયોત્સર્ગ કરું છું. વન્દન નિમિત્તે વન્દન એટલે
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૬૫ મન-વચન-કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ, (કાયેત્સર્ગથી જ મને વન્દનનું ફળ કેવી રીતે મળે? એમ સર્વત્ર સમજી લેવું.) પૂજન નિમિત્ત, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્ત, બધિલાભ નિમિત્તે, નિરુપસર્ગ-મક્ષ નિમિત્તે, વધતી એવી શ્રદ્ધાવડે, મેધાવડે, તિવડે, ધારણવડ અને અનુપ્રેક્ષાવડે કાત્સર્ગમાં સ્થિત રહું છું.”
વધતી કિન્તુ અવસ્થિત નહિ. વધતી શ્રદ્ધા, વધતી મેધા, વધતી ધૃતિ, વધતી ધારણા અને વધતી અનુપ્રેક્ષા.
શ્રદ્ધાથી રહિત આત્માને કાત્સગ કરવા છતાં અભિલષિત અર્થની સિદ્ધિ માટે થતો નથી, માટે “રા' ઈત્યાદિ પદે કહેલાં છે.
આ રીતે ભગવાન શ્રી અરિહંતની પ્રતિમાને વન્દનાદિ નિમિત્તે કત્સગ કરવામાં આવે છે. આ શ્રદ્ધાદિ પાંચ ગુણે અપૂર્વકરણ નામની મહાસમાધિના બીજ છે. તેના પરિપાક અને અતિશયથી “અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યા વિકાને દૂર કરી શ્રવણ, પઠન, પ્રતિપત્તિ, ઈચ્છા અને પ્રવૃત્તિમાં જોડાવું એ એને પરિપાક છે તથા સ્વૈર્ય અને સિદ્ધિ પ્રાપ્ત કરવી એ એને અતિશય છે. શ્રદ્ધાદિ ગુણના પરિપાક અને અતિશયથી પ્રધાન પર પકારના હેતુભૂત “અપૂર્વકરણ” નામના ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે.
લાભને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાથી મેધા, મેધાથી કૃતિ, વૃતિથી ધારણા અને ધારણાથી અનુપ્રેક્ષા
Page #5
--------------------------------------------------------------------------
________________ 166]. શ્રી છે. અ. જૈન ગ્રન્થમાલા તથા વૃદ્ધિને કમ પણ એ રીતે જ છે. શ્રદ્ધાની વૃદ્ધિથી મેધાની વૃદ્ધિ, મેધાની વૃદ્ધિથી ધૃતિની વૃદ્ધિ, ધૃતિની વૃદ્ધિથી ધારણાની વૃદ્ધિ અને ધારણાની વૃદ્ધિથી અનુપ્રેક્ષાની વૃદ્ધિ થાય છે. આત્માની સ્વતંત્રતા દરેક જીવ પિતાના કર્મવડે પિતાની કાર્ય કરવાની શક્તિ ઉત્પન્ન કરે છે, તેમજ પોતાની અમુક શરીરમાં, દેશમાં, કાળમાં કે ભાવમાં રહેવાની મર્યાદા પણ પિતે જ બાંધે છે; છતાં આ મર્યાદાને વધારવા કે શક્તિઓને ખીલવવા તે કેવળ સ્વતંત્ર છે. આ મર્યાદા અને શક્તિને સંકુચિત પણ એ જ જીવ કરી શકે છે. કર્મને જે બંધન મનુષ્યને નડે છે તે તેણે પોતે જ બાંધેલાં છે. એ બંધનેને મજબુત કરવાં કે ઢીલાં કરવાં અથવા તોડવા એ તેના જ હાથમાં છે. કુંભાર જેમ માટી લઈને તેમાંથી નવા નવા ઘાટ ઘડે છે, તેમ જીવ પણ કર્મઠારા-પરિણામે કરી નવા નવા કર્મને સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે.