Book Title: Anantanubandhi Kashay Vicharna
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249584/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૨૯ અનંતાનુબંધી કષાય-વિચારણું આ સંસારને વિષે અનંતા એવા કટિ જીવોની સંખ્યા છે. વ્યવહારાદિ પ્રસંગે ક્રોધાદિ વર્તણુંક અનંતા જીવે ચલાવે છે. ચકવર્તી રાજા આદિ ક્રોધાદિ ભાવે સંગ્રામ ચલાવે છે અને લાખે મનુષ્યોને ઘાત કરે છે, તે પણ તેઓમાંના કેઈ કઈને તે જ કાળમાં મેક્ષ થયે છે. ક્રોધ, માન, માયા અને લોભની ચેકડીને કષાય એવા નામથી ઓળખાવવામાં આવે છે. આ કષાય છે તે અત્યંત ક્રોધાદિવાળે છે. તે જે અનંત સંસારને હેતુ હેઈને અનંતાનુબંધી કષાય થતું હોય, તે તે ચક્રવતી આદિને અનંત સંસારની વૃદ્ધિ થવી જોઈએ અને તે હિસાબે અનંત સંસાર વ્યતિત થયા પહેલાં મેક્ષ થવો શી રીતે ઘટે? એ વાત વિચરવા યોગ્ય છે. જે ક્રોધાદિથી અનંત સંસારની વૃદ્ધિ થાય તે અનંતાનુબંધી કષાય કહેવાય છે, એ પણ નિશંક છે. તે હિસાબે ઉપર બતાવેલા ક્રોધાદિ અનંતાનુ બંધી જ્યારે સંભવતા નથી, ત્યારે અનંતાનુબંધીની ચેકડી બીજી રીતે સંભવે છે. સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર-એ ત્રણેયની ઐક્યતા તે “મોક્ષ.”તે સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એટલે વીતરાગજ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. તેનાથી જ અનંત સંસારથી મુક્તપણે પમાય છે. આ વીતરાગજ્ઞાન કમને અબંધ હેતુ છે. વીતરાગના માર્ગે ચાલવું અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવું એ પણ અબંધક છે. તે પ્રત્યે જે ક્રોધાદિ કષાય હાય ૧૦ Page #2 -------------------------------------------------------------------------- ________________ 130] શ્રી જી. અ. જેને ચન્થમાળા તેથી વિમુક્ત થવું, તે જ અનંત સંસારથી અત્યંતપણે મુક્ત થવું છે અર્થાત્ મોક્ષ છે. મોક્ષથી વિપરીત એ જે અનંત સંસાર તેની વૃદ્ધિ જેનાથી થાય છે, તેને અનંતાનુબંધી કહેવામાં આવે છે, અને તે પણ તેમજ. વીતરાગના માગે અને તેમની આજ્ઞાએ ચાલનારાઓનું કલ્યાણ અવશ્યમેવ થાય છે. આ જે ઘણુ જીવેને કલ્યાણકારી માગ, તે પ્રત્યે ક્રોધાદિ ભાવ કે જે મહા વિપરીતના કરનારા છે, તે જ “અનંતાનુબંધી કષાય છે. જો કે ક્રોધાદિ ભાવ લૌકિકે પણ અફળ નથી, પરંતુ વીતરાગે પ્રરૂપેલ વીતરાગજ્ઞાન અથવા મોક્ષમાર્ગ અથવા તે સધર્મ, તેનું ખંડન અથવા તે પ્રત્યે ક્રોધાદિ ભાવ તીવ્ર-મંદાદિ જેવા ભાવથી હોય તેવા ભાવથી અનંતાનુબંધી કષાયથી બંધ થઈ અનંત એવા સંસારની વૃદ્ધિ થાય છે. ગુણસંકલના ગુણની હકીકત એવી છે કે એક ગુણને સર્વશે ગ્રહણ કર્યો કે તેની પાછળ અનેક ગુણે સ્વતઃ ચાલ્યા આવે છે. જેમકે-ક્ષમાગુણ આવે ત્યારે અભિમાન, દંભ, મૂચ્છી, મત્સર, નિંદા વિગેરે દેશો તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ-સાત બાબતોને ન વળગતાં એક ગુણને ગમે તે ભોગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ તે પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે.